Book Title: To Pachi Kyare
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 11
________________ વિષયોના જંગલમાં મન એ જ શિકારી જંગલ ભયંકર છે. હરણ કમજોર છે અને એ જંગલમાં ખૂંખાર શિકારી પોતાનો શિકાર કરવા આમથી તેમ ભટકી રહ્યાની હરણને જાણ થઈ ગઈ છે. સ્વજીવનને બચાવી લેવા હરણ કેટલું બધું સચેત રહે ? સંસારનું વિષયોનું જંગલ ગાઢ પણ છે અને ભયંકર પણ છે. એ જંગલમાં જીવી રહેલ આત્મા સત્ત્વથી દુર્બળ છે અને એમાં મનરૂપી શિકારી સતત આત્મદ્રવ્યને બરબાદ કરી દેવા આમથી તેમ ભટકી રહ્યો છે. આત્માએ પોતાની વિશુદ્ધિ ટકાવી રાખવા કેટલા બધા સચેત અને સાવધ રહેવું પડે ? સાચે જ પ્રાપ્ત સંયમજીવન દ્વારા આત્માને બચાવી લેવો છે ? એક જ કામ કરીએ. પ્રલોભનોથી, નબળાં નિમિત્તોથી, ગલત આલંબનોથી અને વ્યર્થ ચેષ્ટાઓથી જાતને સતત દૂર જ રાખીએ. એ સિવાય આત્માને બચાવી લેવાનો બીજો કોઈ વિકલ્પ જ નથી. ૩૧ કૂપની છાયા કંપમાં જ રાખી જીવનમાં દોષો પાર વિનાના છે એની ના નહીં. નજરમાં વિકાર છે, જબાનમાં કટુતા છે, કુટિલતા મનમાં છે, દાહકતા સ્વભાવમાં છે, કઠોરતા હૃદયમાં છે, ઈર્ષ્યા દિલમાં છે. પ્રશ્ન એ છે કે કયા દોષને દૂર કરવા વધુ પુરુષાર્થ કરવો ? વધુ સાવધ રહેવું ? વધુ ધ્યાન કેળવવું ? આના ઘણા જવાબોમાંનો એક જવાબ આ છે કે મારા જીવનનો જે દોષ અન્યને માટે પણ પીડાકારક બની રહ્યો છે એ દોષને મારે જીવનમાંથી સૌપ્રથમ રવાના કરી દેવો છે. કારણ ? અન્યને માટે પણ પીડાકારક બની રહેતો મારો દોષ, એની સમાધિને અને પ્રસન્નતાને ખંડિત કરતો રહીને મારા જીવમાત્ર પ્રત્યેના મૈત્રીભાવની સ્મશાનયાત્રા કાઢતો રહે છે. કૂવાની છાયા જો કૂવાની અંદર જ રહે છે તો મારો દોષ મારા માટે જ પીડાકારક રહેવો જોઈએ ! ૨૨

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50