Book Title: To Pachi Kyare
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 15
________________ કર્તવ્યનું અજ્ઞાન કે કર્તવ્યની ઉપેક્ષા ? સહુ ઈન્દ્રિયોથી પીડિત છે સ્વાધ્યાય એ સંયમજીવનનું કર્તવ્ય જરૂર છે પણ ગ્લાનસેવાનો અવસર આવીને ઊભો રહે ત્યારે સ્વાધ્યાયના કર્તવ્યને નંબર બે પર રાખી દેવાની પ્રભુની આજ્ઞા છે. નિર્દોષ ગોચરીના જ આગ્રહી બનવું એ કર્તવ્ય જરૂર છે પરંતુ એનો અમલ કરવા જતાં સમાધિ ખંડિત જ થઈ જતી હોય ત્યારે નિર્દોષ ગોચરીને નંબર બે પર મૂકી દેવી એ પ્રભુની આજ્ઞા છે. ઉત્સર્ગનું સેવન એ કર્તવ્ય જરૂર છે પરંતુ સંયોગો બધા જ અપવાદસેવનના ઊભા થયા હોય ત્યારે ઉત્સર્ગસેવનના કર્તવ્યને નંબર બે પર મૂકી દેવાની પ્રભુની આજ્ઞા છે. એટલું જ કહીશ કે કર્તવ્યનું અજ્ઞાન કદાચ માફ થઈ શકશે પરંતુ કર્તવ્યની ઉપેક્ષા તો માફીપાત્ર નહીં જ બને. આત્મનિરીક્ષણ કરતા રહેજો. કર્તવ્યની જાણકારી છતાં આપણે જાણી જોઈને એની ઉપેક્ષા તો નથી કરતાં ને? - ૨૯ - શત્રુ ચાહે બળવાન છે કે કમજોર છે, નજીક છે કે દૂર છે, સજાતીય છે કે વિજાતીય છે, સંયમી છે કે સંસારી છે. જરૂર નથી કે આપણે એનાથી પીડિત હોઈએ જ. પણ સબૂર, સંયમી ચાહે વિદ્વાન છે કે પ્રભાવક છે, લેખક છે કે પ્રવચનકાર છે, બાળ છે, યુવાન છે કે વૃદ્ધ છે, ગુરુ છે કે શિષ્ય છે, ચૌદ પૂર્વધર છે કે ઘોર તપસ્વી છે. સહુ કોઈ ઇન્દ્રિયોથી પીડિત તો છે જ. આ હિસાબે જ તો જ્ઞાનસારમાં ઉપાધ્યાયજી મહારાજે ચેતવણી આપતા આપણને કહ્યું છે કે “જો સંસારનો તને ભય લાગ્યો હોય અને પરમપદનો તું ઇચ્છુક હોય તો એક જ કામ કર. તારું તમામ વીર્ય તું ઇન્દ્રિયો પર વિજય મેળવવામાં ફોરવતો રહે' આ ચેતવણી આપણા કાન દ્વારા હૃદય સુધી પહોંચી ચૂકી છે ખરી ? (30)

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50