Book Title: To Pachi Kyare
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 10
________________ મદપ્રધાન જીવન કે દમપ્રધાન જીવન ? સંસારી જીવનની અનેક પ્રકારની ઓળખમાંની એક ઓળખાણ આ છે. મદપ્રધાન જીવન સંસારીનું હોય છે. રૂપનો મદ, સંપત્તિનો મદ, સત્તાનો મદ, સામગ્રીનો મદ, શક્તિનો મદ, બળનો મદ. કહેવું હોય તો એમ કહી શકાય કે મદ પુષ્ટ કરવા જ સંસારી માણસ જીવનભર દોડતો રહે છે. પણ સબૂર ! સંયમીના જીવનની અનેક પ્રકારની ઓળખમાંની એક ઓળખાણ આ છે. દમપ્રધાન જીવન સંયમીનું હોય છે. રૂપ જોવા તલસતી આંખો પર દમન, નિંદા સાંભળવા તલસતા કાનો પર દમન, સ્વાદિષ્ટ દ્રવ્યો વાપરવા લાલાયિત બનતી જીભ પર દમન, ગલત સ્મૃતિ-કલ્પના-વિચારોમાં આળોટવા માગતા મન પર દમન. ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે દમપ્રધાન જીવનશૈલી બનાવવા તલસતો હોય એ જ સાચો સંયમી ! આપણો નંબર આમાં ખરો ? 凹 ૧૯ Be મૂડીમાં વધારો નહીં : રોજ ઘટાડો આવકમાં એક પણ રૂપિયાનો વધારો થાય નહીં અને મૂડીમાં રોજેરોજ ઘટાડો થતો જ રહે એવો સંસારી માણસ પ્રત્યેક રૂપિયાનો ઉપયોગ કેટકેટલી સાવધગીરીપૂર્વક કરતો રહે ? પ્રભુવીરે વારંવાર ઉચ્ચારેલ આ ચેતવણી ‘સમય ગોયમ ! મા પમાયણ' પાછળનું રહસ્ય આ જ છે ને ? ‘સમયની જે મૂડી તમારી પાસે છે એમાં એક પણ સમયનો વધારો તમે કરી શકવાના નથી અને સતત ઘટી રહેલ સમયની મૂડીને તમે અટકાવી શકવાના નથી અને એટલે જ હે મુનિઓ ! એક સમયનો પણ પ્રમાદ તમે કરશો નહીં.' એક કામ આપણે કરશું ? ગોચરીને, વાતચીતોને અને નિદ્રાને આપણે કેટલો સમય આપી રહ્યા છીએ એની રોજ વ્યવસ્થિત નોંધ કરતા રહીએ. કદાચ આંખોમાંથી આંસુ વહેવા લાગશે. ૨૦

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50