Book Title: To Pachi Kyare
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 8
________________ હૃદય Green. સંયમજીવન clean. ટપાલ : TO GIU, FROM del સંયમજીવનને Clean રાખવાના પ્રયત્નોમાં સફળતા મેળવવામાં બહુ તકલીફ પડે તેમ નથી પરંતુ હૃદયને Green રાખવાના પ્રયાસોમાં સફળતા મેળવતાં તો નવનેજાં પાણી ઊતરી જાય તેમ છે. કારણ ? ગુરુદેવશ્રીના કોક અન્યાયપૂર્ણ વ્યવહારને અનુભવવા છતાં ય તેઓશ્રી પ્રત્યેના બહુમાનભાવમાં લેશ કડાકો ન બોલાય એ ખાવાના ખેલ થોડા છે? સહવર્તીની ગમે તેવી ભૂલ છતાં એના પ્રત્યેના હૈયાના સભાવને જીવંત રાખવાનું કામ આસાન થોડું છે? પરિસ્થિતિની લાખ વિષમતા છતાં આરાધનાનાં અંગો પ્રત્યેના અહોભાવને ધબકતો રાખવાનું કામ સરળ થોડું છે ? શું કહું ? વાસ્તવિકતા એ છે કે Green હૃદય વિનાના clean સંયમજીવનની ફૂટી કોડીની પણ કિંમત નથી. સાવધાન ! પ્રેમપાત્ર પરની ટપાલની એક વિશેષતા ખ્યાલમાં છે ? એ ટપાલના કવર પર તમારે માત્ર TO જ લખવાનું હોય છે. FROM || $ લખવાની કોઈ જરૂર જ નથી હોતી. કારણ ? તમે જેના પર ટપાલ લખો છો એ સરનામું એટલું || બધું પાકું હોય છે કે એ ટપાલ ગેરવલ્લે જવાનો તો કોઈ પ્રશ્ન જ || છે હોતો નથી. એક વાત આ અને બીજી વાત એ કે તમે જેના / પર ટપાલ લખો છો એ તમારા હસ્તાક્ષરોને ખૂબ સારી રીતે ઓળખે છે. આ સ્થિતિમાં FROM લખવાની તો આવશ્યકતા જ છે ક્યાં રહે છે ? ગણધર ભગવંત ગૌતમ સ્વામી જીવનભર મહાવીર પર ટપાલ || જ લખતા રહ્યા પણ એ ટપાલ પર એમણે FROM ક્યારેય ન લખ્યું. પરિણામ? મહાવીરે ગૌતમને કાયમ માટે પોતાની પાસે જ બોલાવી || લીધા! આવી ટપાલ આપણે ક્યારે લખશું? ૧ / ૧

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50