Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ $ સૂત્રઃ ૫
૨૯
--ईर्या योगगतिः सैव यथा यस्य तदुच्यते ।
कर्मे पथमस्यास्तु शुष्ककयेऽश्मवच्चिरम् । –માત્ર ઇર્યાપથિકી પ્રતિક્રમણને યોગ્ય પ્રવૃતિ કરનારા
- ईरणम् ईर्ष्या-गतिरागमानुसारिणी विहित प्रयोजने सति परस्तात् युगमात्रद्दष्टि: स्थावरजङ्गमानि भूतानि परिवर्जयन् अप्रमत्तः शनैर्यायात् तपस्वीति सैवंविधा गतिः पन्था-मार्ग प्रवेशो यस्य कर्मणः तद् ईर्यापथम् ।
–સ્થિતિ અને અનુભાગ રહિત કર્મો ના આસ્રવને ઇર્યાપથ આસ્રવ કહે છે —ર્યાં એટલે યોગગતિ, જે કર્મ માત્ર યોગથી જ આવે છે તે ઇર્યાપથ આસ્રવ છે. સષાય સામ્પરાયિ– સકષાય અને સામ્પરાયિક શબ્દનો અર્થ જાણ્યા પછી હવે તે બંનેનો સંબંધ જોઇએ તો હ
સર્વ પ્રથમ તો અનુવૃત્તિ સમજવી પડશે
સાય શબ્દ સાથે પૂર્વના યો। શબ્દને જોડવાનો છે અને સમ્પરાયિ સાથે પૂર્વના આસ્રવ શબ્દને જોડવાનો છે
તેથી મન,વચન, કાયાનો યોગ જો કષાય સહિત હોય તો સાંમ્પરાયિક(કર્મોનો) આસ્રવ થાય છે.
=
– જેમ ભીનું ચામડું હોય અને હવાથી તેના ઉ૫૨ રજ પડે તો ચામડા સાથે ચોંટી જાય છે. તેમ મન-વચન કે કાયાના યોગ દ્વારા આત્કૃષ્ટ જે કર્મ તે કષાયોદયના કારણથી આત્માની કે સાથે સંબધ્ધ થઇ ને સ્થિતિ પ્રાપ્ત કરે છે અને તે કર્મને સાંપરાયિક કહેવાય છે.
– કષાયના ઉદયવાળો આત્મા કાયા-વચન કે મનના યોગથી ત્રણ પ્રકારે શુભ-અશુભ જે કર્મ બાંધે છે તેને સાંપરાયિક કર્માસવ કહ્યો છે. અર્થાત્ તે કષાયની તીવ્રતા-મંદતા પ્રમાણે અધિક કે અલ્પ સ્થિતિ વાળું હોય છે અને યથા સંભવ શુભાશુભ વિપાકનું કારણ પણ થાય છે.
-કષાયના સહયોગથી થતો શુભ કે અશુભ આસ્રવ સંસારનો હેતુ બને છે. કારણ કે પ્રકૃત્તિ,પ્રદેશ,સ્થિતિ અને રસ એ ચાર પ્રકારના બંધમાં સ્થિતિબંધ અને રસબંધની વિશેષતા છે. કષાયને લીધે શુભ કે અશુભ સ્થિતિ અને રસનો બંધ અધિક થાય છે જે સંસાર પરિભ્રમણ વધારે છે. અને આ સંસારનું પરિભ્રમણ તે જ સાંમ્પરાયિક આસ્રવ
પ્રશસ્ત કાયના સહયોગથી થતો કર્મબંધ શુભ છે અને અપ્રશસ્ત કષાયના સહયોગથી થતો કર્મબંધ અશુભ છે. પરંતુ અહીં મહત્વની વાત એ છે કે બંધ શુભ હોય કે અશુભ તે સંસાર પરિભ્રમણ માં નિમિત્તતો બને જ છે. ફર્ક એટલો કે પ્રશસ્તકષાયના સહયોગથી થતો શુભ કર્મબંધ પરિણામે સંસાર ને દૂર કરવામાં સહાયક છે. બીજી રીતે કથન કરીએતો એમ કહી શકાય કે પ્રશસ્ત રાગ હશે તો કદીક વીતરાગપણું આવશે.
ૐ સકષાય થી થતા સાંપરાયિક બંધમાં કર્મો આત્માની સાથે ચીકાશવાળી ભીંત ઉ૫૨ રજ ચોંટે તેમ ચોંટી જાય છે અને સ્થિતિ બંધ મુજબ લાંબા કાળ સુધી રહે છે. અને અબાધાકાળ પૂર્ણ થતા પોતાનું શુભાશુભ ફળ આપે છે.
સામ્પરાયિક એટલે દશમા ગુણ સ્થાનક પર્યન્તના, કષાય યુકત એવા સાંસારિક
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International