Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૬૩
અધ્યાયઃ સૂત્રઃ ૯
આભેદસંખ્યાખરેખરતો એકએક દ્રષ્ટાત્તથી સમજવી પડે તેમ છે પરંતુ ૧૦૮ ભેદોને ૧૦૮ દૃષ્ટાન્તો થી સમજાવવાનું ગ્રન્થ ગૌરવ ના ભયે મુશ્કેલ છે તેથી કેટલાંક ઉદાહરણો થકી અહીં સ્પષ્ટીકરણ કરેલ છે.
(૧)ક્રોધ-કૃત-કાય-આરંભ અ
ગુસ્સાથી ધમધમતો એક માણસ કાયા વડે બીજાની હિંસા કરે તો તેને ક્રોધ-કૃત-કાય આરંભ કહેવાય-જેમકે ખૂન કરે
(૨)ક્રોધ-કારિત-કાય-આરંભળ- ગુસ્સાથી ધમધમતો તે માણસ જો કાયા વડે બીજા પાસે હિંસા કરાવે તો તેને ક્રોધ-કારિત-કાય-આરંભ કહેવાય-જેમ કે ગુંડાને પૈસા આપી કોઈનું ખૂન કરાવે
(૩)ક્રોધ-અનુમત-કાય-આરંભઃ- ગુસ્સાથી ધમધમતો તે માણસ બીજા કોઇ થકી થયેલી હિંસાને અનુમોદન આપે તો તે ક્રોધ-અનુમત-કાય-આરંભ કહેવાય
જેમ કે પોતાને લાયસન્સ ન આપતા એવા અમુક પ્રધાનનું ખૂન થયું સાંભળી બહુ સારું થયું તેવો ભાવ કાયાની ચેષ્ટા થકી પ્રગટ કરે
(૪)માયા-કૃત-વાસંરંભઃજેમકે કોઈ વ્યકિત-કપટ પૂર્વક જૂઠ બોલવાની પ્રવૃત્તિ નો સંકલ્પ કરે તે માયા-ક્ત-વાસંરંભ (૫)લોભ-કારિત-કાય-સમારંભ
કોઈ વ્યકિત લોભ કષાયના ઉદયથી બીજા પાસે પરિગ્રહ માટેના સાધનો એકઠા કરાવે તો તે લોભ-કારિત-કાય-સમારંભ
આવા દ્રષ્ટાન્તોથી ૧૦૮ ભેદો સમજવા જોઈએ
જ અસંખ્યાત ભેદ:- અહીં જીવાધિકરણને આશ્રીને જે ૧૦૮ ભેદો કહ્યા તેમાં પૂર્વે જણાવેલ ભાંગા પધ્ધતિ પ્રમાણે તેના ૭x૭x૭X૧૫ એ રીતે પણ ભેદો થશે અને જો તીવ્રમંદ આદિભાવોને આશ્રીને ભેદોની વિચારણા કરીએ તો આ૧૦૮ વાળા અસંખ્ય ભેદો પણ થઈ શકે છે કેમ કે તીવ્રતા આદિ ભાવોની તરતમતાની કોઇ સંખ્યા નક્કી ન થઈ શકે
1 [8] સંદર્ભઃ૪ આગમ સંદર્ભसंरम्भ समारम्भ आरम्भे य तहेव य उत्त. अ.२८-गा.१२
तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करंति पि अन्नं न समण ગામ તા. ૫.૪-જૂ. ૨
जस्स णं कोह माणमायालोभा अवोच्छिन्ना भवंति तस्स णं संपराइया किरिया
સૂત્રપાઠ સંબંધઃ-અહીં સૂત્રમાં મુખ્ય ક્રિયાતો સંરંભ,સમારંભ અને આરંભ જ છે પછીતો બધા તેના ભાંગા ભેદોજ દર્શાવ્યા છે તેથી ઉત્તરાધ્યાયયનનો મુખ્ય પાઠ મુકી અન્ય પાઠો સમજવા પૂરતાજ મુકેલા છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org