Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 141
________________ ૧૪૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પોતાના નિમિત્ત સિવાય અન્થથી થયેલ અશાંતિનું નિવારણ કરે; સાધુ-સાધ્વીના સંયમ પાલન તથા તેમાં વિશેષ સ્થિરતા આવે તેવું બધું કરી છૂટવું –સંઘમાં સાધુનો સમાવેશ થઈ જ જાય છે છતાં અહીં સાધુનો અલગ નિર્દેશ કર્યો છે તે તેની પ્રધાનતાને જણાવવા માટે છે # સંઘમાં શાંતિ અને સંપ જાળવી રાખવામાં સહાયક થવું તથા અશાંતિ કુસંપ દૂર કરવા-કરાવવા -સાધુભગવંતોને પણ સંયમપાલનમાં અનુકૂળતા થાય તેમ કરવું તથા તેમની રત્નત્રયી આરાધનમાં શાંતિ સમાધિ જળવાય તે જોવું ૪ ચતુર્વિધ શ્રી સંઘ તથા તેમાં રહેલા સાધુઓના તપની રક્ષા કરવી તેને સંઘ સાધુસમાધિ કહે છે $ જે રીતે ભંડાર વગેરેમાં આગ લાગે ત્યારે તેને પ્રયત્ન પૂર્વક શાન્ત કરાય છે તે રીતે અનેકવ્રત શીલથી સમૃધ્ધ મુનિગણ આદિસંઘમાં કોઈ વિઘ્ન ઉદ્ભવેત્યારે તેનું નિવારણ કરવું એ સંઘ-સાધુ સમાધિ છે ૪ સંઘ-એટલે સમુહ, સમ્યક્ત-જ્ઞાનચરણ ના આધારભૂત સાધુઆદિ ચતુર્વિધ શ્રી સંઘ –સમાધિ એટલે સમાધાન, સ્વસ્થતા,નિરૂપદૃવત્વ –કરણ એટલે સાધુ સંઘને સમાધિ ઉત્પન્ન કરાવવી તે - સંઘ તથા સાધુને એ રીતે સમાધિ રખાવવી કે જેથી જ્ઞાન, દર્શન,ચાત્રિમાં વૃધ્ધિ થાય તે સંઘ-સાધુ સમાધિકરણ એ તીર્થકર નામકર્મનો આસ્રવ કરે છે. संघ: ज्ञानादि आधारः साध्वादिसमूहः तस्यसमाधि: स्वस्थता एतत् करणं-साधवः च। (૯)સંધ-સાધુ વૈયાવૃત્યકરણઃ ગમે તેટલી મુશ્કેલીમાં આવી પડેલ સાધુ વગેરે શ્રી સંઘને યોગ્ય રીતે તેમની મુશ્કેલીનું નિવારણ કરવા પ્રયત્ન કરવો તે સંઘ-સાધુ વૈયાવૃત્યકરણ ૪ સાધુઓને આહર, પાણી,ઔષધ,સેવા વગેરે થકી અને આર્થિક કે અન્ય કોઈ આપત્તિમાં આવેલા શ્રાવકોને તેની પ્રતિકુળતા દૂર કરી અથવા વડે ભક્તિ કરવી-વૈિયાવચ્ય વર્ણન ૫.૧-૨૪] . જ સાધુ-મુનિ મહારાજાદિ સંઘની સેવા-ભકિત કરવી તે ૪ સંઘ-સાધુ વગેરે ગુણ પુરુષો ઉપર દુઃખ કે વિપત્તિ આવી જવાથી તેનું નિવારણવ્યાવૃત્તિ કરવી તેનું નામ વૈયાવૃત્ય છે # સાધુ-મુમુક્ષનને પ્રાસક આહર,ઉપધિ,શયા,ઔષધ, વિશ્રામણાદિથકી વૈયાવચ્ચ કરવી અર્થાત્ તેને પડતી મુશ્કેલીનું નિવારણ કરી આરાધનામાં સવિશેષ સ્થિર થાય તે રીતે ભકિત કરવી. તે મન-વચન-કાયાના ભાવોને અથવા શુધ્ધ પરિણામોને સાધુ વૈયાવચ્ચ કહેવાય છે અથવા શ્રી સંઘને સમાધિ ઉત્પન્ન કરાવવા માટે ચિત્તના પરિણામ તે સંઘસમાધિકરણ આ સંઘ અને સાધુ સમાધિકરણ થકી તીર્થકર નામ કર્માસ્રવ થાય છે . (૧૦)અહંતુ ભક્તિ-અરિહંતમાં શુધ્ધ નિષ્ઠાથી અનુરાગ રાખવોતેઅ-અરિહંત ભકિત ૪ રાગાદિ અઢારદોષોથી રહિત હોય તે અરિહંત ગુણોની સ્તુતિ, વંદન, પુષ્પાદિક થી For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178