Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અહીં જ્ઞાનાવરણ-દર્શનાવરણ કર્માસ્રવ થકી આપણને આપણા જ્ઞાન તથા દર્શન ગુણ કઇ રીતે ઢંકાય છે તેનું ચિત્રણ આપવામાં આવ્યું છે જો આ કર્મ પ્રકૃત્તિને હટાવીને અનંત જ્ઞાન શકિતના દર્શનની અર્થાત્ કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને પ્રાપ્ત કરવાની અભિલાષા હોય તો તેની સાથે સંબંધ ધરાવતા જ્ઞાન-દર્શન,જ્ઞાની-દર્શની અને જ્ઞાન-દર્શનના સાધનોનો ખરા અંતઃકરણ પૂર્વક આદર કરવો જોઇશે.
તેમજ ઉકત પ્રદ્વેષાદિ છ એ કારણોથી ક્રમશઃ જાતને દૂર કરવી પડશે.દર્શન-જ્ઞાનના આવરણથી અનેક દુઃખો ઉત્પન્ન થયા છે -થાય છે તેને રોકવા-નિવા૨વાથી જ શુધ્ધ જ્ઞાનદર્શન પ્રાપ્ત થવાના છે.તેથી આ સૂત્ર સમજીને આસ્રવ રોકવાનો પુરુષાર્થ કરવો.
७८
અધ્યાયઃ૬ -સૂત્રઃ૧૨
[1] સૂત્રહેતુઃ-સૂત્રકાર પ્રસ્તુત સૂત્ર થકી અસાતા વેદનીય કર્મના આસ્રવોને જણાવેછે. [2] સૂત્ર:મૂળઃ- ૩:વશોતાપાનવધદેવનાન્યાભોમયસ્થાન્યદેવસ્ય [3] સૂત્રઃપૃથ- દુ:હ - શો - તાપ - આન - વષૅ - પરિવનિ - આત્મપર - ૩મયસ્થાનિ - અસત્ - વેદ્યસ્ય
-
[] [4] સૂત્રસારઃ- દુઃખ,શોક,તાપ [સંતાપ] આકન્દ્ન [રૂદન],વધ અને પરિદેવન [હૈયાફાટરૂદન] એ પોતે કરે, પારકાને કરાવે [કે] બંનેમાં [ઉત્પન્ન] કરાવે-એ અશાતા વેદનીયના [આશ્રવ] છે.
[અર્થાત્ આ કારણોના નિમિત્તથી અશાતાવેદનીય કર્મનો બંધ જીવને થયા કરે છે-થાય છે.
[] [5] શબ્દજ્ઞાનઃ
દુઃવ -દુઃખ
તાપ -સંતાપ,પશ્ચાતાપ વર્ષે -વધ,હિંસાદિ
આત્મ(સ્થાનિ) -પોતામાં,પોતે કરે સમય(સ્થાનિ)-પોતામાં તથા પારકમાં,બંનેને ઉત્પન્ન કરાવે
-અશાતા વેદનીય
असवेद्य
શો-શોક
આન-રૂદન વેિવન-હૈયાફાટ રૂદન
પર (સ્થાનિ)-બીજામાં,બીજાને કરાવે
[6] અનુવૃત્તિઃ-સ આઅવ: ૬:૨ થી આસ્રવ ની અનુવૃત્તિ લેવી [ સામ્બરયિ શબ્દની અનુવૃત્તિ પણ સમજી લેવી
[] [7]અભિનવટીકાઃ-સૂત્રકાર મહર્ષિ આસ્રવના સ્વરૂપને જણાવતા જૂદીજુદી કર્મ પ્રકૃત્તિના આસ્રવનું અત્રે વર્ણન કરી રહયા છે.તેમાં વેદનીય કર્મના અસાતા વેદનીય કર્મનામક ભેદને આ સૂત્ર થકી કહે છે.
અસાતા વેદનીય કર્મનો આસ્રવ કઇ રીતે થાય ?
દુઃખ ધારણ કરવું કે આપવું,શોક કરવો કે કરાવવો
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org