Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
४४
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા –સમાધાનઃ-પ્રશ્ન યોગ્ય છે કેવળ ૨૫ક્રિયાના વિધાનથી આગ્નવના હેતનો નિર્દેશથઈ શકે છે. પરંતુ આ ૨૫ ક્રિયાઓમાં ઈન્દ્રિય કષાય અને અવ્રત એ કારણ છે એવું જણાવવાને માટે ઇન્દ્રિયાદિ ત્રણેનું ગ્રહણ કરેલ છે.
જેમ કે પારિગ્રહિક ક્રિયા(૧) આ ક્રિયામાં પરિગ્રહરૂપ અવ્રત એ કારણ છે (૨) પરિગ્રહમાં લોભરૂપ કષાય એ પણ કારણ છે. (૩) જો તેના વર્ણાદિનો મોહ હોય તો ચહુ આદિ ઇન્દ્રિય પણ કારણ છે જેમકે-સ્પર્શન ક્રિયા(૧) સ્ત્રીના સ્પર્શમાં અબ્રહ્મ નામક અવ્રત એ કારણ છે
(૨) સ્ત્રી એ પણ જીવ પરિગ્રહ હોવાથી ગૃધ્ધિરૂપ લોભ કષાય અથવા સ્પર્શજન્ય રાગ પણ કારણ છે.
(૩) સ્પર્શનેન્દ્રિયનો વિષય હોવાથી સ્પર્શન પ્રવૃતિ પણ કારણ છે.
[૨] કેવળ ઇન્દ્રિયના નિર્દેશથી પણ અન્ય કષાય આદિનું ગ્રહણ થઇ જ જશે કારણ કે કષાયનું મૂળ ઇન્દ્રિયો છે, જીવોઇન્દ્રિયો થકી વસ્તુનું જ્ઞાન કરી તેના વિશે વિચારણા કરી કષાયોમાં, અવ્રતોમાં અને ક્રિયાઓમાં પ્રવર્તે છે. આથી કષાય વગેરે અલગ નિર્દેશની આવશ્યકતા શું છે?
સમાધાનઃ- જો કેવળ ઇન્દ્રિયોનું જ ગ્રહણ કરવામાં આવે તો ફકત પ્રમત્ત જીવનાજ આગ્નવોનું કથન થશે પરંતુ અપ્રમત્ત જીવના આગ્નવોનું કથન થઈ શકશે નહીં
-કારણ કે અપ્રમત્તજીવને ઇન્દ્રિયો વડે કર્મોનો આસ્રવ થતો જ નથી. તેમના આસ્રવમાં કષાય અને યોગનું જ નિમિત્ત થાય છે
બીજું એકેન્દ્રિય,બેઇન્દ્રિય,ઇન્દ્રિય,ચઉરિન્દ્રિય અને અસંગ્નિ પંચેન્દ્રિય જીવોને યથાસંભવ પૂર્ણ ઇન્દ્રિયો તથા મનનો અભાવ હોય છે, તો પણ તેમને કષાય આદિથી આઝવ તો થાય છે.
આથી સર્વ જીવોમાં સર્વ સમામાન્ય આમ્રવનું વિધાન કરવા માટે ઇન્દ્રિય આદિ ચારે ભેદોનું સામ્પરાયિક આસ્રવમાં કથન કરવું આવશ્યક જ છે.
[૩]કેવળ કષાયનું ગ્રહણ કરવાથી ઇન્દ્રિય આદિનું ગ્રહણ થઈ જાય છે કારણકે સામ્પરાયિક આસ્રવમાં મુખ્યતયા કષાયો જ કારણ છે એવું આ અધ્યાયના જ પાંચમાં સૂત્રમાં જણાવવામાં આવેલ છે. કષાય થી રહિત ઈન્દ્રિય આદિ સામ્પરામિક આસ્રવ બનતા જ નથી તો પછી કષાય સિવાયના અવ્રતાદિ ત્રણે ભેદોનું કથન કરવાની શી જરૂર?
-સમાધાનઃ- આ પ્રશ્ન ખરેખર વિચારણીય છે. પણ પહેલી વાતતો એ છે કે જે સૂત્રકાર મહર્ષિએ જીવના યોગને સામ્પરાયિક આસ્રવ કહ્યો તે જ સૂત્રકાર મહર્ષિએ સફાયો પ્રસ્તુત સૂત્રમાં અવ્રત,કષાય, ઇન્દ્રિય અને ક્રિયાને સામ્પરાયિક આમ્રવના ભેદો કહ્યા છે
–બીજી વાત એ છે કે કષાયના યોગે જીવ આમ્રવની કેવી કેવી પ્રવૃત્તિ કરે છે. તેનો સ્પષ્ટ બોધ થાય અને એથી તે-તે પ્રવૃત્તિને રોકવા પ્રયત્ન કરી શકાય એ માટે અહીં અવ્રતાદિ ચારે ભેદોનું પૃથક પૃથક ગ્રહણ કરેલ છે.
[૪] કેવળ અવ્રતનું ગ્રહણ કરવાથી પણ ઇન્દ્રિય,કષાય,ક્રિયાનું ગ્રહણ થઈ શકયું હોત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org