Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
પદ
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા –જીવ અને અજીવ બંને હોય તો જ આસ્રવ થાય છે
– માટે જ સૂત્રકારે જીવ અને અજીવ એ બંને ને આગ્નવ અધિકરણ કહ્યા છે અર્થાત કર્મબંધના સાધન, ઉપકરણ કે શસ્ત્ર એ જીવ અને અજીવ જ છે
-जीवाधिकरणमजीवाधिकरणं च नात: परमोऽन्योऽधिकरणभेदाऽस्ति
જ દૂવ્ય અને ભાવથી બે ભેદ જીવ અને અજીવ બંને અધિકરણો દ્રવ્ય અને ભાવ એમ બે-બે પ્રકારે કહેલા છે.
-अधिकरणं द्विविधम् - द्रव्याधिकरणं भावाधिकरणं च ।
- સ્વ નો જીવ કે પરનો જીવ એમ બે પ્રકારે જીવરૂપ અધિકરણ થાય છે તેમ જ કર્મરૂપ અભ્યન્તર અને બાહ્ય શસ્ત્રાદિ પુદ્ગલ દ્રવ્યો રૂપ બાહ્ય એ અજીવાધિકરણ એમ બંને અધિકરણોના દ્રવ્ય અને ભાવથી બે પ્રકારે કહ્યા છે.
– દૂત્ર અધિકરણ તેમાં ભાષ્યકારે બે વાત કહેવાઈ છે
(૧)છેદવું, ભેદવું,તોડવું,વીંધવું, બાંધવું,પંજામાં દબાવવું વગેરે રૂપ દ્રવ્ય અધિકરણ [ક્રિયા સાધનો
(૨)શસ્ત્ર,અગ્નિ,વિષ, લવણ,સ્નેહ,સાર,ખટાશ,અનુપયુકત મન,અનુપયુકતવચન, અનુપયુકત કાયા એ દશ પ્રકારના શસ્ત્રોને પણ અધિકરણ [ઉપકરણો]કહ્યા છે
– આ દશ અધિકરણો થકી અનુક્રમે (૧)કાપવું, (૨)બાળવું, (૩)ઝેર દઈને મારવું, (૪)પૃથિવ્યાદિ કાયાદિ ઉપઘાત-મીઠા વડે મારવું, (પ)ઘી,તેલ વગેરે ચીકાશ થી મારવું ()ક્ષાર વડે સઘળા માંસ-ચામડીને સડાવીને મારવું (૭)ખટાશ વડે મારવું (૮)મન (૯)વચન (૧૦)કાયાનો દુરુપયોગ કરવા થકી કર્મબાંધવા એમ દશ પ્રકારે દ્રવ્ય અધિકરણ થકી સામ્પરાયિક કર્માસ્રવ કહેલો છે
પ્રશ્ન- છેદન ભેદન વગેરે સાથે સ્વપજ્ઞ ભાષ્યમાં માદ્રિ શબ્દને જોડવાથી નાના-મોટા શસ્ત્રો અધિકરણોનો સમાવેશ થઈ જ જવાનો પછી આ દશવિધમ્ એવું કહીને ફરી થી શસ્ત્રોના દશ પ્રકાર કેમ જણાવ્યા?
સમાધાનઃ-દશ જ પ્રકાર શસ્ત્રોના છે એવા સંખ્યા નિર્ધારણને માટે જ અહીં શસ્ત્ર ૨ વિધમ્ ! એવું વાકય ભાષ્યકારે જણાવેલ છે
૪ ભાવ અધિકરણ - ૩અષ્ટોત્તરશવમ્ – ૧૦૮ પ્રકારે ભાવઅધિકરણ કહેલ છે જે હવે પછીના સૂત્રમાં કહેવાશે
–ભાવ એટલે તવાદિઆત્મ પરિણામ અને તે જ અધિકરણ છે કે જેના ૧૦૮ ભેદો હવે પછીના અનન્તર સૂત્રઃ૯માં કહેવાયા છે
જ બીજી રીતે દૂવ્ય ભાવ અધિકરણની વ્યાખ્યા - –જીવ વ્યકિત અથવા અજીવ વસ્તુ દ્રવ્યાધિકરણ છે
–જીવગત કષાયાદિ પરિણામ તથા કરી આદિ નિર્જીવ વસ્તુની તીક્ષ્ણતા રૂપ શકિત આદિ ભાવાધિકરણ છે.
* ત્રીજી રીતે દૂવ્ય ભાવ અધિકરણની વ્યાખ્યા Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org