Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
પર
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અધિકરણ વધુ શકિતશાળી તેમ પરિણામોમાં ઉગ્રતા વધુ અને જેમ પરિણામો ઉગ્રતમકર્મબંધ પણ વધુ
સંકલિત અર્થ- સૂત્રના મુખ્ય શબ્દોની સ્પષ્ટતા પછી એમ કહી શકાય કે રાગદદ્વેષાદિયુક્ત તીવ્ર પરિણામ અથવા મંદ પરિણામ, તેમજ સમજણ પૂર્વક [જ્ઞાન પૂર્વક અથવા અણસમજ અજ્ઞાન પૂર્વક તેમજ વળી આત્મવીર્ય અને અધિકરણ શકિતની બહુલતા કે અલ્પતા વડે જે-જે હેતુઓની જે-જે પ્રકારે આસ્રવમાં હેતુતા રહેલી હોય છે તે મુજબ આસ્રવમાં તેમ જ કર્મબંધમાં પણ શુભ અથવા અશુભ તેમજ અલ્પ કે અધિક સ્થિતિ બંધ અને રસબંધ માં તિરતમતા યુકત] વિશેષતા વાળો કર્મબંધ થાય છે એમ સમજવું
જ વિશેષઃ
-૧-ત- સૂત્રમાં મૂકેલ તત્ શબ્દ અનુવૃત્તિને માટે છે તેનાથી પૂર્વના સૂત્રોમાંથી સપૂરેય અને સાવ શબ્દની અનુવૃત્તિ કરવામાં આવેલી છે.
- અહીં સાપરાયિક આસ્રવ શબ્દથી તેના બે અર્થો કરવાના છે
(૧) ઇર્યાપથ આમ્રવનું નિવર્તન થઈ જશે
(૨)સામ્પરાયિકઆસવ કહેવાથી પાંચઅવ્રત,ચારકષાય, પાંચ ઇન્દ્રિય અનેરપ-ક્રિયાએ ૩૯ ભેદે આસ્રવ સમજવાનો છે કે જેના આ તીવ્ર-મંદ-જ્ઞાત વગેરે ભેદોનું કથન છે. –અર્થાત ધારો કે ક્રોધ કષાયનું ઉદાહરણ લઈએ તો
(૧)તીવ્ર ક્રોધના પરિણામ વડે કર્મનો બંધ ઉત્કટ થાય છે (૨)મંદ ક્રોધના પરિણામ વડે કર્મનો બંધ અલ્પ થાય છે (૩)જાણવાછતા કોઈ જીવા જીવ પર ક્રોધ કરતા વિશેષ કર્માસ્રવ થાય છે (૪)અજાણતા કે પ્રમાદથી ક્રોધ થઈ જાયતો કર્માસ્રવ ઓછો થાય છે
(૫)વીર્ય-શક્તિ વિશેષ વાળાને બળઉત્સાહ વધુ હોવાથી કષાય તીવ્રબનતા કર્મબંધ તીવ્ર થાય છે સાતમી નારકી સુધી જઈ શકે છે ઓછી શક્તિવાળાને નિર્બળતા કે ઉત્સાહના અભાવે ક્રોધ કષાયની તીવ્રતા ઓછી હોવાથી કર્મબંધ મંદ થાય છે તેથી છઠ્ઠા સંઘયણ વાળાને વધુમાં વધુ બીજી નરક સુધી ગતિ થાય છે
(૬)અધિકરણ ઉગ્ર શસ્ત્રાદિ વાળાનો ક્રોધાવેશ વધુ હોઈ પરિણામ બંધ પણ સવિશેષ થાય, સામાન્ય શસ્ત્ર વાળાનો ક્રોધાવેશ અધિકરણના અભાવે મંદ હોવાથી કર્મબંધ પણ અલ્પ થાય છે
-૨–પ્રશ્નઃ- અધિકરણ આદિના ભેદથી કર્મબંધમાં ભેદ પડે છે તેવો એકાન્ત નિયમ નથી. જેમ કે તંદુલીયો મત્સ્ય, તેની પાસે અધિકરણ અર્થાત હિંસાના કોઈ સાધન નથી, વાસુદેવકેચકી જેવું કોઈ બળ પણ નથી છતાં તેમનોયોગ માત્રથી તીવ્રતમકર્મબંધ કરી સીધો સાતમી નરકે જાય છે તેનું શું?
-સમાધાનઃ- અહીં સૂત્રમાં સૂત્રકાર મહર્ષિએ તીવ્ર-મંદ-જ્ઞાત-અજ્ઞાત-વીર્ય-અધિકરણ એ છ સાધનો કહ્યા છે
બાહ્ય આમ્રવની સમાનતા હોવા છતાં કર્મબંધમાં જે અસમાનતા આવી જાય છે એના કારણરૂપે જ આ છ વિશેષતાનું કથન કરેલ છે, તો પણ ત્યાં કર્મબંધની વિશેષતાનું ખાસ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org