Book Title: Suvas 1940 01 Pustak 02 Ank 07 Author(s): Suvas Karyalay Publisher: Suvas Karyalay View full book textPage 5
________________ સુવા अज्ञानतिमिरान्धानां ज्ञानांजनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ॥ વિ. સ. ૧૯૯૬ : કાર્તિક પુસ્તક ૨ ] ૧૯૯૬ નવલવર્ષને ભલે કુંકુમ-કુસુમથી વધાવીએ, દીપકની માળથી શણગારીએ, કેસરઅક્ષતથી પૂજીએ પણ નયનનાં નીર પણ ઓછાં પડે એ ભારતની સ્થિતિ છે. મહાન વિક્રમની ઉજ્જવળ સ્મૃતિને જીવન્ત રાખતા એને યશસ્વી સંવત્સર તા સૈકાઓથી આથમી ગયેા છે. છેલ્લી કેટલીક સદીઓને ઈતિહાસ એ તા ભારતીય પ્રજાની કરુણતાને, તેની હૈયાવરાળના, તેનાં લેાહીને ઈતિહાસ છે. [ અંક ૭ તે પુણ્ય પ્રસંગ–કે જ્યારે મહાન વિક્રમે પરદેશીઓને તે પ્રજાનાં ઋણને, સમાજની અપ ત્રુટિઓને કે દેશની નજીવી રિદ્રતાને પણ દૂર કરી, ભારતમાતાના કંઠમાં વિજયની વરમાળ પરાયી, સંવત્સરની સ્થાપના કરી-ને ૧૯૯૫ વર્ષ વીતી ગયાં છે. તે સમયે ભારત પાસે સત્તા હતી, શક્તિ હતી; પ્રેમ હતા, પ્રભુતા હતી; કલા હતી, સંયમ હતા; સરસ્વતી હતી, રસ હતા. ધર્મ, સંસ્કૃતિ, રાજા, પ્રજા ને રાષ્ટ્ર એકપ્રાણુરૂપ લેખાતાં; જગતની પ્રજાએ મુગ્ધભાવે એની પૂજા–પ્રશંસા કરતી. સૈકા સુધી ભારતવર્ષની એ પ્રભુતા જળવાઈ રહી. સંવત્સરની સ્થાપનાને દિનનવલવર્ષનાં પૂજન જીવનનાં પૂજન અની ગયાં. ભારતીય પ્રજાએ કલા ને સાહિત્યમાં, પ્રેમ ને ઉલ્લાસમાં વિકાસ સાધ્યેા. જગતને મન ભારત સ્વર્ગ બની રહ્યું. પશુ ધીમેધીમે, પ્રજાનાં પુણ્ય ઓછાં થતાં એનામાં અલ્પતા પ્રવેશતાં, ભારતની મહત્તા ધટતી ગઇ. વિધર્મીઓએ પગપેસારા આદર્યો; બુદ્ધિનાને તેમણે પાતાની સંસ્કૃતિની અસર નીચે લેવા માંડયા. તેમની સંખ્યા વધતી ચાલી. પણ ભારતનેા ઉજ્જવળ વિશ્વપ્રેમ, એની દયા, એને અડગ આત્મગવે તે એની શુદ્ધ નિઃસ્વાર્થવૃત્તિ એ પ્રગતિનાં ઝેરીલાં ખીજ ન પારખી શકી. ભારતીય પ્રજામાં પ્રવેશતા કલહે એ પ્રત્યે કંઇક આંખમીંચામણાં પણ સેવ્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 54