________________
૩૪૬ સુવાસ : કાતિક ૧૯૯૬
ચર્ચા વખતે એક મુસ્લીમ ધારાસભ્ય મૂકેલી રૂ. ૧૦૦ ના કાપની દરખાસ્ત; બીજાએ મેટરને બદલે સાઈકલ વાપરવાની કરેલી સૂચના. [સાઈકલને બદલે ટટ્ટની સૂચના કરનાર કોઈ ન નીકળ્યો એ પ્રતિનિધિત્વ કંઈક ઓછું જણાય છે. ] ગઈ પહેલી ઓગસ્ટે મુંબઈમાં કરવો પડેલો ગોળીબાર મુંબઇના ન્યાયમંદિરમાં વ્યાજબી ઠેરવાયા છે. હિંદુ બહુમતીવાળાં પ્રધાનમંડળો ધરાવતા પ્રાંતોમાં મુસલમાને પર અત્યાચાર ગૂજર્યા છે એ બાબતના પંડિત જવાહરલાલે કરેલા ઇન્કારના જવાબમાં બંગાળના વડા પ્રધાન સર ફઝલુલ હકકે એવી બાબતે પુરવાર કરવાનું બીડું ઝડપ્યું છે. પંજાબ અને યુ. પી. માં આગળ વધતી ખાસાર ચળવળ. વડોદરામાં ફટાકડાની દુકાનમાં લાગેલી આગ, લાહોરમાં એક જમીનદારના કુટુંબપર ખૂની હુમલો. મુંબઇમાં પંચાંગી મેચમાં હિંદીઓને ઝળકો વિજય. હડતાળ પર ગયેલા બંગાળના શણ કામદારોની સંતોષાયલ માગણીઓ. ' પરદેશ–વકીએ મિત્રરાજા સાથે કરેલા કરાર. તેની સાથે બીજું મુસ્લીમ રાજ પણ મિત્રરાજાના પક્ષે ભળે એ સંભવ. જર્મન યુ-ટએ સમુદ્ર પર આદરેલું પ્રચંડ યુદ્ધ. ઇગ્લાંડનાં કેટલાંક વહાણો વ્યાં. તેમાં પચીશ લાખ પાઉન્ડના ખર્ચે બંધાયેલી રોયલ એક પણ ૭૮૬ માણસ સાથે સમુદ્રને તળિયે જઈ બેઠી. યુદ્ધમાં માજી કેંસરના ૨૨ પુત્રો-પૌત્રો જમન પક્ષે લડી રહ્યા છે. [ ને છતાં પણ કૈસર હીટલરની યુદ્ધનીતિને વિરોધી ગણાય છે! ] રશિયન પરદેશમંત્રી માં. મેલોટેવન ઈંગ્લાંડ અને ક્રાંસ ઉપર આકરા શબ્દપ્રહાર. પોલાંડના વિજય પછી જર્મનીએ પશ્ચિમ ખરે આદરેલી હીલચાલ, ગયેલા મુલક પાછો મેળવ્યું. મ્યુનીચમાં ભાષણ કરતાં હીટલર કહે છે, “પાંચ વર્ષ સુધી લડી લેવાની મારી તૈયારી છે. વચને અંગ્રેજો નથી પાળતા. જે તેમણે ૧૯૧૪માં જર્મનીને અપાયેલ વચન પાળ્યું હેત, હિંદને તેમણે સ્વરાજ્ય આપ્યું હોત તો હું એમને ચરણે નમ: [ હિંદ સ્વરાજય આપીને હીટલરની સચ્ચાઈનું માપ કાઢવાને માર્ગ અને માટે હવે માકળો બન્યો છે.] રરિયા અને જર્મની વચ્ચે આર્થિક કરાર. સ્કેટલેન્ડ પર વિમાની હમલા. જાપાને હુંડિયામણને સંબંધ પાઉન્ડ સાથે તોડી નાંખી ડેલર સાથે જોડે છે. જર્મનીએ પકડેલી અમેરિકન સ્ટીમર સીટી ઓફ ફલીન્ટન છટકારો. અમેરિકામાં હડસન નદીમાં રહેલી બ્રિટનની મોટામાં મોટી સ્ટીમર “કવીન મેરી’ અને ‘સ્ટીમર નર્મીને ઉડાડી દેવાનું રચાતું કાવત્રુ. લંડનના વેસ્ટ એન્ડ પરના એક સીનેમાએ હીટલરને જીવતો પકડી લાવનાર માટે સવા લાખનું ઈનામ જાહેર કર્યું છે: [ આ પણ અંગ્રેજ પ્રજની એક ખૂબી જ છે. અમેરિકાએ શસ્ત્રસામગ્રી પાછળ ચાર અબજ ડોલર ખર્ચવાનું નક્કી કર્યું છે: [ પ્રલયકાળ નજીક આવી રહ્યો છે.] યુનાઈટેડ સ્ટેટસમાં એલચી તરીકે લોર્ડ લોધિયનની નિમણક, અમેરિકાએ ઉઠાવી લીધેલો શસ્ત્રવેચાણને પ્રતિબંધ. ઈટલીના યુદ્ધ -પ્રધાનમંડળમાં ફેરફાર, રશિયાએ લિથુઆનિયાને મેલો વિનાનો કબ છે. બેજિયમ ને હેલાંડના શાંતિ માટેના પ્રચાસે. હીટલર ને રીબેનાપ, ચેમ્બરલેન ને ચચલનાં પતિસ્પધી પક્ષ પર પ્રહાર કરતાં ભાષણ. આમની સભામાં જવુડ બેન હિંદ પક્ષ લે છે, સર સેમ્યુઅલ હાર હિંદને સ્વરાજ્ય માટે નાલાયક ગણે છે: [ધન્ય છે બ્રિટનની આ બેવડી રાજનીતિને. વ્યક્તિ ગમે તે સત્તા પર હોય તે સાચું બોલે, ન હોય ત્યારે મીષ્ટ બાલે. 3 એટિયામાં બળ. કરીબિયન સમુદ્રમાં જર્મન ટેન્કરે દમનને કબજે થવા કરતાં ડૂબવું પસંદ કર્યું. ઇંગ્લાંડ અને ઇટલી વચ્ચે વેપારી કરાર, ચચલ કહે છે:
અમે હારીશું તો માનવતાના રક્ષણની જવાબદારી અમેરિકાને માથે આવી પડશે : [ માનવતાને ઈજારો જગતમાં ક્રાંસ, ઈંગ્લાંડ ને અમેરિકાએ જ રાખે છે ! ] લોઇડ પેજ પોલાંડના યુદ્ધ સંબંધમાં બ્રિટિશ પ્રધાનમંડળ ૫ર ટીકા કરતાં પોલીશ સરકારને હલકટની ઉપમા આપે છે: [ અંગ્રેજો આખરે પણ સાચું તે બેલે જ છે.) હિંદી ખલાસીઓ અંગ્રેજ ખલાસીઓ કરતાં ઉતરતું સ્થાન લેવા કરતાં કેદમાં જવું પસંદ કરે છે. મુસલિનીની ઇટાલિયન પ્રજાને શસ્ત્રસજજ રહેવાની હાકલ. રશિયા ફિલેન્ડ વચ્ચે બગડેલો સંબંધ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com