________________
૩૪૪ સુવાસ : કાતિક ૧૯૯૯ ગણિકા સ્વાર્થ ખાતર પોતાનાં જ અંગનો ઉપયોગ કરે છે, કલાકાર પારકાં અંગને ઉપયોગ કરે છે.
કલા, સાહિત્ય કે શિક્ષણની દેવી સરસ્વતી છે. એ જયાંસુધી પવિત્ર કે કુમારી હોય ત્યાંસુધી જ એની કિંમત છે, એનો ઉપયોગ જ્યારે વ્યક્તિગત સ્વાર્થ કે દ્વેષને ખાતર થવા માંડે છે ત્યારે એનું સ્વરૂપ સ્વાર્થને ખાતર હમાયેલી કન્યા સરખું બને છે. એ સ્થિતિમાં લેખક કે કલાકાર કેવળ પુત્રીવિક્રેતાજ નહિ, પુત્રીની પવિત્રતાના વેચાણ પર નભતે ભાડુતી બાપ બને છે.
નાશિક મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના ચેરમેન શ્રી લલિની રાસલીલાએ શિક્ષણક્ષેત્રમાં ઠીક ઠીક ચર્ચા જગાવી છે. આ રાસલીલા એ ક્ષેત્રમાં સ્ત્રી-પુરુષના ચાલુ સમાગમનું સ્વાભાવિક પરિણામ હોઈ એમાં આશ્ચર્ય પામવા જેવું કંઈજ નથી. પણ આ દષ્ટાંતથી વર્તમાન શિક્ષણ પદ્ધતિ કંઈક ધડો લે એ અનિવાર્ય રીતે જરૂરી છે.
શ્રી લાલ નાશિક મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના ચેરમેન; બોર્ડના હાથ નીચે ચાલતી અનેક શાળાઓમાં સંખ્યાબંધ સ્ત્રી-શિક્ષિકાઓ; શિક્ષિકાઓની પસંદગીનું કામ શ્રી લાલ પોતાને માથે ઉપાડી લે; શિક્ષિકાઓ તેઓ મોટે ભાગે સ્વરૂપવાન, યુવાન ને ત્રીશ વર્ષની વયની અંદરની જ પસંદ કરે; તેમના ચાલુ સંપર્કમાં રહેવાને શ્રી લાલ વારંવાર શાળાઓની મુલાકાત લીધા કરે; એક શિક્ષિકા સાથે ગેરકાયદેસર અને ડીક શિક્ષિકાઓ સાથે તેઓ ગાઢ સંબંધ ધરાવે; યુવાન રૂપવતી શિક્ષિકાઓને ઑફિસમાં એકત્ર કરી મોડી સાંજ સુધી બેત્રણ શિક્ષકે સાથે તેઓ ઠકા-મશ્કરી પણ ઉડાવે ને આ રીતે રાસલીલા રમાયા કરે–એ એ રાસલીલાની તપાસ માટે નીમાયેલા અધિકારીને નમ્ર અભિપ્રાય છે.
સ્ત્રી અને પુરુષ બંને કુદરતનાં એવાં અડધિયાં છે કે જ્યાં એમનું જોડાણ પસંદ કરવા યોગ્ય ન હોય ત્યાં એમને પરસ્પરના ચાલુ સમાગમમાં મૂકવાં એ અઘટિત જોડાણને માર્ગ મોકળો કરવા સરખું છે. આપણી ગુલામીનાં કલંક્તિ પરિણામોમાંનું અને પતનનાં મુખ્ય કારણોમાંનું એક એ સ્ત્રી-પુરુષનો સ્વછંદવિહાર નીવડવાનું છે. એ ગુલામીએ પુરુષ પાસેથી બળ અને સંરક્ષણને ધર્મ છોડાવી, સ્ત્રીને પવિત્રતાની મશ્કરી કરતી બનાવી એક એવો ચેક ર છે કે જ્યાં એ બંને સ્વધર્મ વીસરી પરસ્પરની બગલમાં હાથ પરવી નાચે છે-સ્ત્રી ગણિકાનો વેશ ભજવતી, પુરુષ નિર્બળ મવાલો જે જણાને. મૃત્યુને આરે ઊભેલી દેવી ભારતી એનો પ્રત્યેક પુત્રી પાસેથી ઉચ્ચતમ પવિત્રતા ઝંખે છે, એના પ્રત્યેક પુત્ર પાસેથી લેહીનું ટીપેટીપું માગે છે. પણ એ મૃત્યુપકાર ગુલામ પ્રજાને કાને નથી પહોંચતો. એને તો રાસલીલાઓ રચવી ગમે છે.
હિંદની માનસિક, શારીરિક અને દ્રવ્યવિષયક શક્તિને પણ ભાગ આજે એવા વિષયો પાછળ ખર્ચાઈ રહ્યો છે જે વિષય હિંદની સ્વાતંત્ર્યપ્રાપ્તિમાં કે જે કંઈ અપ સુખ બાકી રહ્યું છે એના ટકાવમાં જરીક પણ મદદકર્તા નથી બનવાના, ઉલટા બાધક બનવાના છે. હિંદની સરકાર જે ખરેખર હિંદની પ્રજાને વિકાસ જ વાંછતી હોય તે તે હિંદી સ્ત્રીઓને નાચતી, કૂદતી, પુરુષો સાથે હાથ મિલાવતી કે સહશાળાઓની પાટલીઓ શોભાવતી જેવાને જેટલી આતુર છે એટલી જ આતુર એ તે સ્ત્રીઓ પવિત્ર, પ્રેમાળ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com