________________
નોંધ ૩૪૩ “ગુજરાતી ' ના છેલ્લા દિપોત્સવી અંકમાં કવિ શ્રી ખબરદારે, શ્રી બ. ક. ઠાકરે પિતાની “કવિતાસમૃદ્ધિ ની બીજી આવૃત્તિમાં વિનામંજુરીએ વાપરેલાં તેમનાં કવિતા અને તેમની કવિત્વશક્તિ પર કરેલા પ્રહાર સંબંધમાં એક ફરિયાદ-લેખ લખ્યો છે. જો આ લેખ કેવળ ફરિયાદરૂપે રહ્યો હોત તો તે કવિ શ્રી ખબરદાર પ્રત્યે પ્રજાની હમદર્દી વરી લાવત. પણ એ ફરિયાદ ઉપરાંત વિષયની બહાર જઈને એવા અંગત આક્ષેપરૂપ બની ગયો છે કે તેણે ગુજરાતી સાહિત્યની અનેક કમનશીબીઓમાં એક ઉમેરો કર્યો છે.
ગુજરાતી સાહિત્યની આ દશા ક્યાંસુધી રહેશે ? વિજેતાઓ પ્રત્યે વળવાને અસમર્થ બનેલો ગુલામ પ્રજાને દ્વેષ અંદરોઅંદર અથડાય છે. એ સિદ્ધાંત સાહિત્યક્ષેત્રે પણ શું સાચે નીવડશે ? શ્રી મુનશીની કતિઓમાં જનો પ્રત્યે દ્વેષ ઉભરાય. ગાંધીજી સામેના વિરોધ કવિશ્રી ન્હાનાલાલની કલાને પણ અસર પહોંચાડવા માંડી. શ્રી પાઠક કે એમની મંડળી-હિદની પ્રાચીન મહત્તાને ઝીલવાને અસમર્થ બની એની મશ્કરીના રૂપે પણ દ્વેષ પ્રગટાવ્યો. સૈરાષ્ટ્રસંઘ-જેની અંધભક્તિ સ્વીકારી એના પ્રત્યે એ ભક્તિભાવ ન દાખવનાર વરની વલણને તાર્કિક પદ્ધતિએ ગાળવાને બદલે ‘આલ્ટિમેટમ' જોડવા માંડયાં. અને શ્રી બ. ક. ઠાકર કે ખબરદાર-દરેકને પોતાના વાડા, પક્ષે, દ્વેષ કે પ્રતિપક્ષી સામેના અંગત આક્ષે છે. માતા પારકે હાથે ચૂંયાઈ રહી છે એ ભૂલી સાહિત્યકારો પિતાની કીર્તિ, પિતાની વૃત્તિઓ કે પોતાના સ્વાર્થમાં જ સર્વસ્વ જોતા થયા છે. એમનાં શબ્દબાણ જેટલાં ઘરમાં છૂટે છે એટલાં બહાર નથી છૂટતાં. મા ભારતીની ચીસ સામે કાન પર હાથ મૂકનાર એ શબ્દદે પિતાની કીર્તિ કે કૃતિ પર જરીક પણ ટીકા થતી જોતાંજ બાંય ચડાવીને પિતાની બધી જ શક્તિથી લડી લેવાને સજજ બને છે.
નેપોલિયને છેટલિને ઑસ્ટ્રિયાની એડી તળેથી મુક્ત કરી ઈટાલિયન પ્રજને ઓસ્ટ્રિયા સામે યુધે ચડવાને જ્યારે સજજ કરવા માંડી ત્યારે ઍસ્ટ્રિયાના શહેનશાહે કહ્યું, “તમે એ પ્રજાને નચવી શકશે; એના પાસે સારાં સારાં પુસ્તક લખાવી શકશે; કલા, ધર્મ કે માનવતાની વાત કરાવી શકશે; એને ભણાવી શકશો, અંદરોઅંદર અથડાવી શકશે; એની પાસે આંતરિક સુધારાનાં ભાષણ અપાવી શકશો પણ અમારા સામે યુદ્ધના મેદાન ઉપર તે તેને તમે પળવાર પણ ઊભી નહિ રાખી શકે. કેમકે અમે એને એ રીતે મેળવી છે.” બ્રિટન આજે આ જ શબ્દો હિંદી પ્રજા સંબંધમાં સહેલાઈથી વાપરી શકે એમ છે.
સાહિત્ય ને સમાજસુધારે, કલા અને શિક્ષણ, સમાનતા ને માનવતા, સીનેમા ને સહનશીલતા (અલબત્ત–પારકા હાથની માર ખાતાં) એ જ વર્તુલની આસપાસ આજે હિંદનું પ્રજાબળ ફર્યા કરે છે. પિતે જે માર્ગે જાય છે એ સુધારાને છે કે સત્યાનાશને એને વિચાર કરવાનો એને અવકાશ પણ નથી રહેતું. વેશ્યા કે ભિખારણના જીવન પર એક સુંદર નવલકથા લખી નાંખતો સાહિત્યકાર એ સમજવાની દરકાર પણ નથી કરતો કે પોતે ચારિત્રશીલ ન બની શકતા હોય, દરિદ્રોના ચરણે પિતાનું સર્વસ્વ ધરી ન દઈ શકતો હોય તે પોતાના સ્વાર્થ-કીર્તિ અને દ્રવ્યને ખાતર એ ભિખારણ અને વેશ્યાને દલાલ બન્યો છે. યુવતીનાં ખુલાં અંગનાં ચિત્ર પ્રત્યે લેકની આખ આકર્ષાતાં પોતાની કલાકૃતિઓ વધારે ખપશે એમ માનનાર કલાકારે એ ભૂલી ન જવું જોઈએ કે એમ કરીને એ દ્રવ્યને ખાતર પિતાનાં અંગ ખુલ્લા કરતી યુવતી કે ગણિકા કરતાં પણ વધારે પાપી બને છે. કેમકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com