________________
શ્રી કિશોરલાલ ઘ. મશરૂવાળા “સર્વોદય’ના છેલ્લા અંકમાં, ગાંધીજીની બ્રિટનને બિનશરતી મદદ આપવાની વલણને બાજુએ રાખી મહાસભાએ અંગ્રેજોના ઉદ્દેશની સ્પષ્ટતાની માગણી સાથે શરતી મદદનું નિવેદન બહાર પાડયું તે સંબંધમાં લખતાં જણાવે છે કે “ લડાઇની ખબર સાંભળી સટોડિયાઓ જેમ તજીમંદીને લાભ ઉઠાવવા લાગ્યા તેમ કોંગ્રેસમાં પણ એક વખત પિતાને દાવ અજમાવવાને મોહ જો;” અને મહાત્માજીએ એ નિવેદન સામે મૂકેલી મુખ્ય દલીલ કે, “અહિંસામાં પ્રતિપક્ષીની કફોડી સ્થિતિને લાભ ઉઠાવવાની વલણને સમાવેશ ન થઈ શકે,”—તેના ઉત્તરમાં મહાસભાએ કરેલ બચાવ કે “મહાસભાવાદી પ્રધાનોએ અહિંસાના સિદ્ધાંતને માન્ય રાખ્યા છતાં વિકટ સંગોમાં એમને જેમ ગોળીબારની પણ છૂટ આપવી પડી હતી એમ દેશની વર્તમાન સ્થિતિમાં તેના વિકાસ અને બચાવ માટેની દરેક પગલાં વ્યાજબીજ ગણાય; ”—તે પર ટીકા કરતાં શ્રી મશરૂવાળા કહે છે કે, “ ગોળીબાર કે ફાંસીની સજાના પ્રસંગોથી શુદ્ધ અહિંસકને દુઃખ તે થાય પણ એ હિંસા કાનુની છે. એક જેન મેજિસ્ટ્રેટ અહિંસામાં પૂર્ણ શ્રદ્ધા સાથે જેમ એવાં પગલાં લઈ શકે છે એમ મહાસભાવાદી પણ એ લઈ શકે, પણ મહાસભાની વર્તમાન વલણે તે ગાંધીજીના વર્ષોથી પિષેલા સિદ્ધાંતને ઉથલાવી નાંખ્યો છે.” - શ્રી મશરૂવાળાનું આ નિવેદન ત્રણ પ્રશ્નો ઊભા કરે છે. મહાસભા પ્રત્યે સન્માન ધરાવતી કોઈ પણ વ્યક્તિને, દેશની વર્તમાન સ્થિતિમાં, મહાસભાએ વિશાળ બહુમતિએ સ્વીકારેલા સિદ્ધાંત ઉપર પાછળથી ટીકા કરવાની કેટલી હદે છૂટ ? કાનુની હિંસાનો અર્થ છે? જેને અહિંસા આ નિવેદન સાથે કેટલી હદે સંગત છે?
મહાસભા એ વર્તમાન હિંદની બહુમાન્ય સર્વોપરી રાજકીય સંસ્થા છે. એની અમુક વલણ સ્પષ્ટ સ્વરૂપે બહાર પડી ગયા પછી એ વલણ સંબંધમાં સંસ્થા પ્રત્યે સન્માન ધરાવતી કોઈ પણ જવાબદાર વ્યક્તિએ કડક ટીકા કરવી એ એ વલણને નહિ પણ સંસ્થાને અને પિતાના સન્માનને ઘા મારવા સમાન છે. જેને એવી વલણ પસંદ ન હોય એણે કાં તે એ જાહેર થતાં પહેલાં જ કાર્યકર્તાઓને પિતાના મુદ્દા સમજાવવા જોઈએ અને એને જો એમજ લાગે કે એ મુદ્દાઓ ઝીલવાની કેઈનામાં શક્તિ નથી તે એણે એ સ્થિતિને દેશનું અને પિતાનું કમભાગ્ય સમજી દુઃખદ મૌન સેવવું જોઈએ અથવા બળ હોય તે સંસ્થા પર કાખ જમાવવાને બહાર આવવું જોઈએ. પણ જે મુદાઓ બુદ્ધિમાન કાર્યકર્તાઓના મગજમાં ન ઊતર્યા એ મુદાઓ સામાન્ય પ્રજા ઝીલી શકશે એવી આશાએ કડક ટીકા કરવી એ પ્રજામત કેળવવા કરતાં કાર્યક્તઓની શક્તિમાં અવિશ્વાસના સૂચન સાથે સંસ્થાને નુકશાન પહોંચાડવા સરખું છે. અને શ્રી મશરૂવાળા તે ગાંધીજીના ચુસ્ત અનુયાયી ગયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com