Book Title: Suvas 1940 01 Pustak 02 Ank 07
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 51
________________ - 2 ( [ { } . કે સ્વદેશ–હિંદી મહાસભાએ બ્રિટનને યુદ્ધનો ઉદેશ સ્પષ્ટ કરવાની અને એ ઉદેશને હિંદમાં પણ અમલમાં મૂકવાની કરેલી વિનંતિ; પણ હિંદી વઝીરને હિંદ હજી સ્વરાજ્ય માટે લાયક નથી જતું: [તે પછી એવા ગેરલાયક પ્રદેશની મદદની પરવા પણ શા માટે હોવી જોઇએ! ] બ્રિટન હિંદને સ્વરાજ્ય આપવા કરતાં હિંદની લધુમતિઓને પીઠબળ આપવાની ફરજ વધારે કિંમતી ગણે છે: [એ વિષયમાં બ્રિટનનું સ્થાન જગતના ઈતિહાસમાં અદ્વિતીય છે.] વાઇસરોયના નિવેદને હિંદની આશા પર ફેરવેલું પાણી: [ ના. વાઇસરોયની રમત હમેશાં ખુલ્લાં પાનાંની જ હોય છે. મી. ઝીણું, મહાત્મા ગાંધીજી વિગેરેએ ના. વાઇસરોયની ફરીથી લીધેલી મુલાકાત. દિલ્હીમાં હિંદુ-મુસ્લીમ સમાધાન માટેના પ્રયાસે અને એની નિષ્ફળતા. લખનૈમાં મુસલમાનેએ જગાવેલું આંતરિક હુલ્લડ. મી. ઝીણા કહે છે, “હિંદના લોકો અભણ, અજ્ઞાન, ને વહેમી છે માટે હિંદમાં પ્રજાતંત્ર નભી શકે એમ નથી: [ અંગ્રેજોની છત્રછાયા નીચે જ હિંદ સંબંધમાં આવા અભિપ્રાય પણ ચલાવી લેવાય છે એ દષ્ટિએ પણ એ છત્રછાયા જરૂરી હશે.] બ્રિટનની હિંદ પ્રત્યેની બેપરવાઈ અનુભવી મહાસભાએ સત્તા છેડી દેવાને કરેલો નિર્ણય. મહાસભાવાદી પ્રધાનએ આપેલાં ક્રમિક રાજીનામાં. ગવર્નરેએ પ્રજાતંત્રને અભરાઈએ મૂકી સીવીલિયનના હાથમાં સોંપેલી સત્તા. ઈંગલેન્ડને મદદ આપવામાં હિંદી રાજાઓએ આદરેલી હરિફાઈ. બ્રિટનની યુદ્ધ-કાઉન્સીલમાં હિંદના પ્રતિનિધિ તરીકે જઈ પહોંચેલા સર મહમ્મદ ઝફર૦લાખાનને કરાવાયેલાં યુદ્ધભૂમિનાં દર્શન. મુંબઈની ધારાસભામાંથી પસાર થયેલા ગુમાસ્તા-બીલને મળેલી ગવર્નરની મંજુરી. શ્રી વીરાવાળા ફરી રાજકોટના દિવાનપદે. મુંબઈમાં વિમાની અકસ્માત; વિમાનવીર ગાડગીલનું મૃત્યુ, જયપુર-નરેશને થયેલી ઈજા. એલોરમાં મળેલી હિંદી પત્રકાર-પરિષદ. કાશીમાં હિંદી-સાહિત્ય સંમેલન. મુંબઈની ધારાસભામાં પ્રધાનને માટે ૯૯૦૦ ની મોટર ખરીદવાની સશક્ત સંતાનની માતાએ બને એ જોવાને કેમ નથી જણાતી ? એ સરકાર હિંદના પુરુષવર્ગને કેલેજનાં પગથિયાં ઘસતે જોવામાં જેટલો રસ લે છે એટલે જ રસ એ તે પુરુષવર્ગને હાથમાં તલવારો ચમકાવતા, આંખમાંથી તેજ વર્ષાવતે, જનની, જન્મભૂમિ, સ્ત્રી કે નિર્દોષનાં સંરક્ષણને ખાતર માથાં મૂકતો જોવામાં કેમ નથી દાખવી શકતી ? કલા, શિક્ષણ અને સાહિત્ય એ પ્રજાવિકાસના પરમ માર્ગ છે. પણ જ્યારે એ માર્ગો પ્રજાનો વિકાસ જેને નથી ચડે એવા વર્ગને આધીન હોય છે ત્યારે એ માર્ગ પ્રજાજીવનમાં ઝેરનાં કેટલાંક એવાં બુંદ પ્રવેશી જાય છે જે એ જીવનને અશુદ્ધ, છિન્નભિન્ન ને માયકાંગલું કરી મૂકે. આજનું શિક્ષણ નીતિ, સંસ્કાર કે જ્ઞાન નથી સિંચતું, સમાનતા ને સ્વતંત્રતાના નામે સ્વચ્છદ, કલાના નામે ભ્રષ્ટતા, ધર્મ અને માનવતાના નામે નિબળતા અને બુદ્ધિવાદના નામે અંગ્રેજી વિચાર પદ્ધતિને વિકસવાનું ખાતર સિંચે છે. એ શિક્ષણમાં જો મર્યાદા કે શુદ્ધિ નહિ જળવાય તે હિંદની પવિત્ર સંસ્કૃતિને પછડાઈ મરતાં કઈ જ નહિ અટકાવી શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54