________________
૩૪૨ - સુવાસ:
કાર્તિક ૧૯૯૬
છે. તેઓ ગાંધીજીના જ સિદ્ધાંતના બચાવમાં મહાસભા જેવી સંસ્થાને ‘ સટેાડિયા ’ની ઉપમા આપે એ એ સિદ્ધાંતની છત્રછાયાને વિશેષ પડતા લાભ ઉઠાવવા સાથેજ ગાંધીજી અને મહાસભા વચ્ચેના ભેદભાવને જાહેર કરવા સમાન છે.
કાનુની હિંસાના અર્થ ? એની મર્યાદા કેટલી?--એક વ્યક્તિએ ખૂન કર્યું ાય યા નહિ પણ કચેરીમાં એના પર ખૂનના આરેાપ પુરવાર થતાં એ વ્યક્તિના કુટુંબીઓની રી દશા થવાની છે એની જરીક પણ પરવા વિના પેાલીસખાતું એ ખૂનીને ગાળાથી વીંધી નાંખે. એ હિંસા કાનુની ? એક ટાળું ઉશ્કેરાને હિંસક પગલાં લે અને પેાલીસ એ ટાળામાં કાણુ દેષિત છે એ શેાધી કાઢવાને અસમર્થ સ્થિતિમાં ટાળા પર ગોળીબાર કરે—જેમાં કેટલાક નિર્દોષ। પણ વીંધાઈ જાય એ હિંસા કાનુની ? ગમે તેવી મહાન વ્યક્તિ કાઇ સત્તાધીશ વ્યક્તિની વલણ પ્રત્યે સંમતિ ન દાખવી શકે તે એ મહાન વ્યક્તિને એની મહત્તાથી, કીર્તિથી, સ્થાનથી ભ્રષ્ટ કરવી એ માસિક હિંસા તે અહિંસા ? પણ એક રાષ્ટ્ર પર બીજા રાષ્ટ્રે લૂટારૂનીતિથી કાબૂ જમાવી તેને ચૂંથી નાંખ્યું હેાય ત્યારે પ્રથમ રાષ્ટ્ર બીજાને મદદ કરતી વખતે કંઇક શરત મૂકે એનુંજ નામ શું બિનકાનુની હિંસા? હિંસા સંબંધમાં કાનુની કે ખિનકાનુની વિશેષણા યાજનારે એ યાદ રાખવું ઘટે કે એક નગરને કાઇ લૂટારૂટાળીએ ખૂન વહાવીને કબજે કર્યું હાય ત્યારે નગરજને બચાવમાં જે કંઈ પગલાં લે એ સરકારી દૃષ્ટિએ જેમ કાનુની ગણાય છે અને એની તેાંધ ખૂન કે હિંસા તરીકે નથી લેવાતી એમ એક રાષ્ટ્ર ખીન રાષ્ટ્રે પર બળજબરીથી કાબૂ જમાવ્યે હાય ત્યારે બચાવમાં પ્રથમ રાષ્ટ્ર જે કંઈ પગલાં લે એ ઈશ્વરની દૃષ્ટિએ કાનુનીજ હોય છે અને એની માંધ હિંસા તરીકે નથી લેવાતી.
અને કાનુની કે બિનકાનુની હિંસા—અહિંસા સંબંધમાં જૈન દૃષ્ટિને દાખલે આપનારે એ સમજવું જોઇએ કે એ દૃષ્ટિએ તે હિંસા એ હિંસાજ છે.—પછી તે કીડીની હાય, કુતરાની હેાય, માનવીની હાય કે માતંગની હોય; કાનુની હાય કે બિનકાનુની હાય. પણ સ્વાર્થવાંકું સંસારીવર્ગ એવી સૂક્ષ્મ અહિંસા ન પાળી શકે માટે તેના સંબંધમાં અમુક પ્રકારની જરૂરી હિસાએ ચલાવી લેવામાં આવે છે. પણ એમાં કેવળ ફ્રાંસીની કે ગાળીબારની આજ્ઞા આપવાની કાનુની હિંસાનેાજ નહિ પણ ધર્મ કે રાષ્ટ્રના સંરક્ષણુને ખાતર લેવાતાં ગમે તેવાં પગલાંને પણ સમાવેશ થાય છે. એક સાધ્વીના શિયળની રક્ષાને ખાતર અવંતીપતિ સાથે મહાયુદ્ધ ખેલનાર કાલિકાચાર્ય; કે રાષ્ટ્રના સંરક્ષણને ખાતર યુદ્ધના મેદાન પર લાખાનાં શિર ઉતારનાર વિમળશાહ, કુમારપાળ, વસ્તુપાળ કે તેજપાળ જૈન દૃષ્ટિએ મહાવીરના વિરાધી નથી ગણુાયા, પૂજક ગણાયા છે. પરહસ્તે સાયલી જન્મદાત્રીને છેડાવવા લેવાતાં ગમે તે પગલાં જેમ કાનુની છે એમ પરચક્રમાં ફસાયલ ધર્મ કે રાષ્ટ્રને મુક્ત કરવાને લેવાતાં ગમે તે પગલાં કાનુનીજ છે. કબજે થયેલી માતાની સાથે ઉપભાગ કરીને, એના લેાહીને ભ્રષ્ટ કરીને, તેના શરીરને ચૂથી નાંખીને એના અંગના કૂચા વિજેતા ધીમેધીમે પાસે ઊભેલા યાચક પુત્રના પગ પાસે ફેંકતા રહે અને પુત્ર એ કુચાને પેાતાની શાંત મહત્તાનું પરિણામ ગણી હર્ષ પામે, માતાને ચૂંથનાર વિજેતાને બીજા પ્રતિસ્પર્ધી સાથે અથડામણના પ્રસંગ આવતાં એ બીજાને મહાત કરવામાં તે માતૃવિજેતાને બિનશરતી મદદ કરવા દાડે એ જેમ સાચેા પુત્રધર્મ નથી-જન્મભૂમિ સંબંધમાં પણ એમજ હાઈ શકે.
X
X
X
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com