________________
છૂટાં ફૂલ–
પંજાબના પહેલાંના ગવર્નર સર એડવર્ડ મેકલેગન વર્તમાન યુદ્ધ અને હિંદ સંબંધમાં Asiatic Review'ના છેલ્લા અંકમાં એક લેખ લખતાં જણાવે છે કે--હિંદ સમગ્ર દૃષ્ટિએ તે, ૧૯૧૪ની જેમજ, બ્રિટને હેરેલા યુદ્ધને અપનાવવાનું અને તેમાં ઝંપલાવવાને તૈયાર છે. અને પોતાના એ કથનના ટેકામાં તેઓ મહાત્માજી, પંડિત જવાહરલાલ, ઝીણા, રાજાઓ વગેરેનાં જર્મનવિરોધી નિવેદને ટાંકે છે.
હિંદીઓ કઈક સમયે તો પિતાનું તંત્ર પિતાના હાથે જ ચલાવી શકશે એવી મેકલેએ દર્શાવેલી આશાને અંગ્રેજ પ્રજાએ હસીને કવિની કલ્પના જ ગણી કાઢેલી.
અંગ્રેજી ભાષાના કેટલાક લેખકની વાર્ષિક આમદાની—
નોયેલ કાવડ–૪૦ હજાર પાઉન્ડ, બર્નાડ શો-૩૫ હજાર પાઉન્ડ, જેમ્સ બેરી અને એચ. જી. વેલ્સ-૩૦ હજાર પાઉન્ડ, પી. જી. વુડહાઉસ-૨૦ હજાર પાઉન્ડ, ગાસવર્ધી– ૧૨ હજાર પાઉન્ડ.
ટેનીસને પિતાને કઈ મળવા ન આવે એ માટે પિતાના ઘરની આસપાસ જંગી દિવાલ ચણાવરાવી હતી.
મીસીસ ફરેન્સ હોસે લગ્ન પછી ૨૪ વર્ષમાં ૨૪ સંતાનને જન્મ આપે છે. હજી વધુ વખત માતા બનવાની તેની ઉમેદ છે. સંતાનઉછેરને જ તે જીવનસુખ માને છે. તેની માએ ૧૯ સંતાનને જન્મ આપેલો.
પ્રાચીન હસ્તલિખિત પ્રતોના ફોટા સહેલાઈથી લઈ શકવાની શેધ મુંબઈમાં સફળ નીવડી છે.
શ્રી. કસ્તુરભાઈ લાલભાઈએ રૂ. ૬૫ હજાર લગભગમાં શ્રી. અવનીન્દ્રનાથને કલાસંગ્રહ ખરીદ્યો છે.
સવાસના એક લેખક પંડિત લાલચંદ્ર ભગવાન વડોદરામાં એમ. એ. ના અર્ધમાગધી વિભાગના માનદ આચાર્ય નીમાયા છે.
પિતા–(ઉડાઉ પુત્રને) તારી ઉંમરે તે હીટલરે નામના કાઢી હતી. પુત્ર–ને તમારી ઉંમરે ?
શિક્ષક–અંગ્રેજોના રાજ્યમાં હમેશાં અજવાળું શા માટે રહે છે? શિષ્ય–સ્વર્ગના ડીકટેકટિવ સૂર્યને તેમના પર વિશ્વાસ નહિ આવતા હોય માટે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com