________________
ગ્રામોન્નતિ
ગ્રામજીવનના પ્રદર્શનનો આછો ખ્યાલ
શ્રી. રમણલાલ વસંતલાલ દેસાઈ
ઘણી વખત ગ્રામજીવનને લગતાં પ્રદર્શને ભરવામાં આવે છે. ગામડાનું જીવન એ પ્રદર્શનમાં વ્યક્ત થાય એવા પ્રયત્નો કરવામાં આવે છે. જો કે સમગ્ર ગ્રામજીવનનું દર્શન તેમાં થતું ન હોવાથી તેના ઉદ્યોગ કે ખેતીના પાકના નમૂનાઓ ભેગા કરી સંતોષ માનવામાં આવે છે. આવાં પ્રદર્શને સંપૂર્ણ અને રસપ્રદ બને તે માટે ગ્રામજીવનને સમેટી લે એવી તેના અંગોની રૂપરેખાનું અત્રે નિરૂપણ કરવામાં આવ્યું છે. ગામડાની કુદરત સુંદર અને વિવિધતાભરી છે. એ જ પ્રમાણે ગ્રામજનતા પણ ચિત્રવિચિત્ર મુખ, કેશ અને વસ્ત્રાલંકારોથી ગામડાને આકર્ષક બનાવી રહી છે. વળી ગામડાનાં દશ્યો પણ ગામડાની વિશિષ્ટ સુંદરતાને વ્યક્ત કરે એવાં હોય છે. આ બધાનો ખ્યાલ રાખી નકશા, ચિત્ર, વસ્તુઓ, પૂતળાં, બનાવટ અને સજીવ માણસની સુવ્યવસ્થિત ગોઠવણ કોઈ પણ ગ્રામપ્રદર્શનને ઉપયોગી અને ગ્રામના પ્રતિબિંબ સરખું બનાવી શકશે. ૧. ભાગેલિક વિભાગ
પ્રથમ તે આપણું ગ્રામજીવન લગભગ ચાર ભૌગોલિક વિભાગમાં વહેંચાઈ ગયેલું છે. એના મુખ્ય વિભાગો ચાર પાડી શકાય એમ છેઃ ૧ કાઠિયાવાડનાં ગામો. ૨ ઉત્તર ગુજરાતનાં ગામડાં. ૩ મધ્ય-ગુજરાતનાં ગામડાં. ૪ દક્ષિણ ગુજરાતનાં ગામડાં.
આ ચારે વિભાગોનાં ગામડાંની વિશિષ્ટતા અનેક રીતે પ્રદર્શનમાં લાવી શકાય એમ છે. જે તે વિભાગની જમીન, પાક, વરસાદ, જાનવર, પહાડ, નદી, જંગલ અને ખનીજના નમૂના આપી પ્રત્યેક વિભાગની વિશિષ્ટતા આપણે સમજી-સમજાવી શકીએ એમ છીએ. ૨. અંગ-ગાર–
આ ચારે ભૌગોલિક વિભાગનાં સ્ત્રી, પુરુષ અને બાળકોને તેમના શરીર ઉપરથી જ માત્ર નહિ પરંતુ પહેરવેશ ઉપરથી પણ, આપણે ઓળખી શકીએ છીએ. ચેરણાવાળો કાઠિયાવાડી ખેડૂત, મારવાડને પડોશ સૂચવતી ઉત્તર-ગુજરાતની ફરતા ઘાઘરાવાળી ઠાકરડી, મધ્ય ગુજરાતને સાદો ખેડૂત અને ધાતુનાં ઘરેણાંથી ખડકાયેલી દક્ષિણ-ગુજરાતની ધરણ એ બધાં વિવિધ પોષાકના નમૂના છે. પ્રદર્શનમાં આથી અંગગારને લગતાં સ્ત્રી, પુરુષ અને બાળકનાં નીચેનાં સાધનો યોજી શકાય?
૧ પિશાક. ૨ ઘરેણું. ૩ મુખશંગાર (Toilet)–જેમાં વાળની ઢબ, તેલકૂલેલના પ્રકાર, કપૂરકાચલી જેવાં અંગને સ્વચ્છ અને સુગંધિત બનાવનારાં દ્રવ્ય, કાજળ, છુંદણાં, રંગ વગેરે ગણાવી શકાય એમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com