________________
૩૩૪ - સુવાસ : કાર્તિક ૧૯૬
આજે સામાજિક અને રાજકીય જીવનની વ્યવસ્થાની વિચારણામાં જબરદસ્ત પરિવર્તન થઈ ગયેલું હોવાથી, રેલ્વેનું સંચાલન કંપનીઓથી થવું જોઈએ કે રાજ્યથી એ મહત્ત્વનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. સમય અને વિચારોના પરિવર્તન સાથે જ એ પ્રશ્નને ઉકેલ પણ થતો જાય છે. સમગ્ર રાષ્ટ્રની આર્થિક પ્રવૃતિઓ રાજ્ય પિતાને હસ્તક કરતું જાય છે અને રેલવેનું સંચાલન ઘણાંખરાં રાજ્યોમાં રાજ્યને હસ્તક થઈ ગયું છે. સંચાલનજ માત્ર રાજ્યને હસ્તક થયું છે એટલું નહિ પણ રેલવેની માલિકી પણ રાજ્યની થવા લાગી છે. અમેરિકા અને ઇંગ્લાંડમાં રેલ્વેઓની માલિકી મૂડીદારોની છે અને સંચાલન કંપનીઓને હસ્તક છે પણ રાજ્યના નિયમાનુસાર તેમજ રાજ્યના કાબૂ નીચે આજે એ રાષ્ટ્રોમાં આ પરિસ્થિતિ ટાળી રેલવેની માલિકી અને સંચાલન રાજ્ય લઈ લેવાં કે નહિ તે ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે.
રેલ્વેની માલિકી અને સંચાલન કંપનીઓને હસ્તક રહે તેમાં રાષ્ટ્રને તેમજ પ્રજાને -વધારે ફાયદો છે કે રાજયને હસ્તક રહે તેમાં તે પ્રશ્નની ગંભીર વિચારણા માટે બન્ને પ્રકારની અને બન્ને પદ્ધતિમાં રહેલા લાભાલાભની દલીલો જોવો જોઈએ.
રેવેનું સંચાલન કંપનીઓને હસ્તક રહે તે તેની વ્યવસ્થા ઘણીજ ઉત્તમ પ્રકારની તેમજ સંગીન રહે તે સ્વાભાવિક છે પણ ઉત્તમ કોટિની અને સંગીન વ્યવસ્થા કંપનીઓ મોટે ભાગે પ્રજાહિતના ભોગે પ્રાપ્ત કરે છે કારણકે જેમ બને તેમ રોકલી મૂડીમાંથી વધારે વળતર મેળવવાનો હેતુ તેમના લક્ષમાં હોય છે. - વ્યાપાર અને વિનિમયની દૃષ્ટિથી રેવેનું સંચાલન કંપનીઓને હસ્તક હોય તે વ્યાપારની અને વિનિમયની વધતી જતી માંગને સંતોષપૂર્વક કંપનીઓ પૂરી પાડી શકે. આ દલીલ બરાબર છે પણ અત્યારના પ્રવાદ જ્યારે સમગ્ર આર્થિક પ્રવૃત્તિઓ રાજ્યમાં એકત્રિત થવાનો છે ત્યારે રેલવે એ પ્રવાદથી અલગ રહી શકે નહીં. રાષ્ટ્રને વ્યાપાર, રાષ્ટ્રને વિનિમય, રાષ્ટ્રનું ઉત્પાદન આજે રાજ્યથી નક્કી થાય છે અને તેથી સમજી શકાય કે નક્કી કરેલા વ્યાપાર, વિનિમય કે ઉત્પાદનને યોગ્ય રીતે રેલવેની સેવાઓ મળી જાય તેવું સંચાલન રાજય કરી શકે.
પ્રજાતંત્ર ધરાવતાં રાષ્ટ્રોમાં રેલ્વેનું સંચાલન રાજ્યથી થતું હોય તે રેલ્વેના કામદારોને વધારે પડતી સગવડતાઓ અને સુખસવલતે મળવાને સંભવ રહે છે કારણ કે રેલવે કામદારો રાજકીય જીવનમાં પોતાના મતબળથી જબરદસ્ત અસર કરી શકે છે. આમ થવામાં મૂડીદારોને નુકશાન થવાનો સંભવ રહે છે માટે રેલવેનું સંચાલન રાજ્યને હસ્તક નહિ પણ કંપનીઓને હસ્તક હોવું જોઈએ એમ દલીલ કરવામાં આવે છે પણ એ દલીલ કરનારા ભૂલી જાય છે કે હવે મૂડીદારના દિવસે ભરાઈ ગયા છે. રાજયની આર્થિક પ્રવૃત્તિ અને રાજ્ય પ્રત્યેક વ્યક્તિના આર્થિક જીવન ઉપર મેળવેલે કાબૂ મૂડીદાર સંસ્થાનાં વિનાશચિહ્યો છે. પ્રત્યેક રાષ્ટ્રોએ સ્વીકારેલ કરપદ્ધતિઓ ઝીણવટથી તપાસતાં ખાત્રી થશે કે રાજય ક્રમશઃ વિકાસ ક્રમના ઘેરણ પ્રમાણે સમાન સંપત્તિ અને સમાન ઉપભોગના સિદ્ધાંત પ્રત્યક્ષ કરતું જાય છે.
રેલવેનું સંચાલન રાજ્ય હસ્તક જતાં રેલ્વેના દરે, રેલવેની વ્યવસ્થા, રેલવેને વિસ્તાર રાજકીય દૃષ્ટિબિંદુથી નક્કી થવાની દહેશત રહે છે અને વ્યાપારિક તેમજ આર્થિક દૃષ્ટિબિંદુઓની અવગણના થવાને સંભવ રહે, એ દલીલ વજુદ વિનાની છે કારણકે જ્યારે રાષ્ટ્રનું સમગ્ર આર્થિક જીવન રાયને હસ્તક આવતું જાય છે, જ્યારે રાજ્યનું સ્વરૂપ આર્થિક રાજ્યમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com