________________
રેવેનું સંચાલન
નર્મદાશંકર હે. વ્યાસ
રેલ્વે એટલે વિનિમય અને વ્યાપાર વિસ્તાર. વર્તમાન જગતમાં સામાજિક, આર્થિક અને રાજકીય જીવનને જે વિકાસ થયો છે તેમાં રેલવેએ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. રેલ્વેનો અને આર્થિક ક્ષેત્રને વિકાસ પરસ્પરને અવલંબી થયેલ છે; બન્ને અ ન્યાશ્રયી છે.
આજના સામાજિક અને રાજકીય જીવનના મૂળમાં આર્થિક કારણે રહેલાં છે, જીવનના સમગ્ર વ્યવસાયો આર્થિક વિચારણાને રંગે રંગાયેલા હોય છે. રાજ્યની આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ વ્યાપક અને વિસ્તૃત થતી જાય છે. વ્યક્તિગત આર્થિક જીવનની સ્વતંત્રતાના વિચારને (Policy of laissez-faire) લોપ થતો જાય છે. પ્રત્યેક વ્યક્તિની આર્થિક પ્રવૃત્તિ ઉપર રાયે કાબ મેળવતું જાય છે. આ પરિવર્તનની અસર રેવના સંચાલન ઉપર થાય તે સ્વાભાવિક છે. રેલ્વે સમાજ અને રાજ્યનું એક મહત્ત્વનું અંગ હેઈ જે પ્રકારનાં પરિવર્તન સમાજ અને રાજય અનુભવે તે પ્રકારનાં પરિવર્તને રેલવેના સંચાલનમાં પણ અવશ્ય સંભવે.
રેલ્વેના સંચાલનને પ્રશ્ન પ્રથમથી જ અર્થશાસ્ત્રના, સમાજશાસ્ત્રના અને રાજ્યશાસ્ત્રના એક મહત્વના પ્રશ્ન તરીકે છણાયેલ છે. અને જેમ જેમ સમય અને વિચારોનું પરિવર્તન થતું જાય છે તેમ તેમ એ પ્રશ્નની વિચારણામાં દૃષ્ટિબિંદુ બદલાતું જાય છે.
ઔદ્યોગિક ક્રાંતિએ રેલ્વેને જન્મ આપે. સંયુક્ત મૂડીથી જથ્થાબંધ ઉત્પાદનની પ્રવૃત્તિએ રેલ્વેને પાળી, પિલી, વિકસાવી. આજે જગતભરમાં રેલવેએ પગભર બનીને પ્રૌઢ અવસ્થામાં આવી ગઈ છે. રેલ્વેના વિકાસના મૂળમાં વ્યાપાર અને વિનિમય રહેલાં છે. પરિણામે રેવેનું સંચાલન શરૂઆતમાં મૂડીદાર, વ્યાપારીઓ અને ઉત્પાદકોના હાથમાં આવ્યું, બલકે આ લેકેએ જ, પોતાના વ્યાપારને અને વિનિમયને વેગ આપવાને માટે, પિતાની મૂડીને સદ્ધર આર્થિક પ્રવૃત્તિમાં રોકવાને માટે, અને જથ્થાબંધ ઉત્પાદન માટે કાચો માલ મેળવવાના સાધન તરીકે તેમજ પાકા માલને પરદેશના બજારમાં મોકલવાના સાધન માટે, રેલવેઓ બાંધી. રેવે આર્થિક ક્ષેત્રને ઓળંગી સમાજ અને રાજ્યને સ્પર્શતી હોવાથી પ્રથમથી જ રાજ્ય ખાનગી મૂડીથી તૈયાર થતી રેલ્વેઓના સંચાલન ઉપર અમુક પ્રકારનાં નિયમોથી કાબૂ મેળવ્યો. સંચાલન મૂડીદારને હસ્તકજ રહેલું પણ તે રાજ્યથી નક્કી થતું અને તેને અંગેનું નિયમન રાજ્ય તૈયાર કરતું. રેલ્વેની માલિકી મૂડીદારની એટલે કંપનીઓની હેઈને રાજ્યથી એની આચિય પ્રવૃત્તિ ઉપર તેમજ આર્થિક વ્યવસ્થા ઉપર અસરકારક અંકુશ મૂકી શકાતો નહિ. આ પરિસ્થિતિમાં રેલ્વેના સંચાલનમાં મુખ્ય હેતુ આર્થિક હિત સાધવાને રહેતો, સામાજિક અને રાજકીય હિત ગૌણ બની જતાં. પરિણામે મૂડીદારે રેલવેમાંથી જેમ બને તેમ વધારે આર્થિક ફાયદો ઉઠાવી શકાય તેવી રીતે સંચાલન યોજતા. વર્ષો સુધી રેલ્વેમાંથી પુષ્કળ ધન મૂડીદારોએ મેળવ્યું. રેલ્વે તેમની મૂડી રોકાણનું એક સુંદર સાધન બની રહ્યું અને એ રોકાણમાંથી મૂકીને ઘણું સરસ વળતર મળવા લાગ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com