Book Title: Suvas 1940 01 Pustak 02 Ank 07
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 41
________________ રેલવેનું સંચાલન ૩૩૫ પરિણમતું જાય છે ત્યારે રાજ્યથી કોઈ પણ પ્રકારના આર્થિક દષ્ટિબિંદુની અવગણના થઈ શકે જ નહિ. રેલવેની માલિકી અને સંચાલન જ્યારે રાજ્યને હસ્તક હોય ત્યારે રેલ્વેને મુખ્ય હેતુ પ્રજાની સગવડતા, પ્રજાનું સુખ અને પ્રજાનું હિત રહે છે જ્યારે કંપનીની માલિકી અને કંપનીનું સંચાલન હોય છે ત્યારે રેકેલી મૂડીના વળતર માટે વધારે ધ્યાન આપવામાં આવે છે. રાજ્યને હસ્તક સંચાલન હવામાં વ્યાપાર અને વિનિમયની બાબતમાં કોઈ પણ વ્યક્તિ કે કઈ પણ કંપનીને અન્ય વ્યક્તિ તેમજ બીજી કંપનીઓને નુકશાન પહોંચે તેવી રીતે વિનિમયના દરમાં ખોટી રીતે લાભ અપાવાનો સંભવ રહેતું નથી; જ્યારે કંપનીના સંચાલનમાં મૂડીદારો પિતાના લાભાર્થ, પોતાના વ્યાપાર કે પોતાના ઉત્પાદન માટે વિનિમયના દરને સંપૂર્ણ લાભ ઉઠાવી શકે છે. પરિણામે જે લોકોના હાથમાં રેલ્વેનું સંચાલન હોય તે લેકો પોતાના વ્યાપારના કે ઉત્પાદનના ક્ષેત્રમાં કોઈ પણ હરીફને ટકવા દેતા નથી અને એ પ્રકારના વ્યાપાર તેમજ ઉત્પાદનને એકહથ્થુ કરી લઈ પુષ્કળ નફો મેળવી શકે છે. રેવેનું સંચાલન રાજ્યને હસ્તક હોય અને રેલ્વેની માલિકી રાજયની હોય તે રેલવે ઉદ્યોગમાંથી મળતે અસાધારણ ન મૂડીદારોને નહિ મળતાં રાજ્યને મળશે અને તેને ઉપગ પ્રજાહિતનાં કાર્યોમાં થઈ શકે. હિંદુસ્તાનમાં આજે અમુક રેવેઓ રાજ્યની માલિકીની છે તેમજ તેનું સંચાલન પણ રાજ્યને હસ્તક છે; પણ લગભગ જેટલી રેલ્વે છે તેને બેતૃતીયાંશ ભાગ રાજ્યની માલિકીને હોવા છતાં તેનું સંચાલન કંપનીઓને હસ્તક છે. કંપનીઓના હાથમાંથી સંચાલન નાબૂદ કરી રાજય હરતક બધું સંચાલન કરી લેવા માટે મજબૂત પ્રજામત છે. ૧૯૨૦-૨૧ માં બેઠેલી રેલ્વે-સમિતિનો બહુમતી અભિપ્રાય બધી રેલ્વે રાજયની માલિકીની કરી લેવા તેમજ સમગ્ર સંચાલન રાજ્યને હસ્તક કરી લેવાનો થયેલ અને આ અભિપ્રાયને પ્રજાના મોટા સમુદાયનો તેમજ મધ્યસ્થ ધારાસભાને પણ ટકે મળેલ. રાજ્ય અમુક અંશે એ અભિપ્રાયને સ્વીકારવાની તૈયારી પણ બતાવેલી છે. હવેથી કંપનીઓના પટાની મુદત જેમજેમ પૂરી થતી જાય છે તેમ તેમ રેલવેએનું સંચાલન રાજ્ય પિતાને હસ્તક કરતું જાય છે; કંપનીઓને નવેસરથી પટ આપવામાં આવતા નથી. | હિંદુસ્તાનમાં રેવેની વ્યવસ્થા અને રેલ્વેનું સંચાલન જ્યાં સુધી સંપૂર્ણ રીતે રાજ્યને હસ્તક ન આવી જાય ત્યાંસુધી રેલ્વેની પરિસ્થિતિ સુધરવી શક્ય નથી. હિન્દુસ્તાનની પ્રજાને રેલ્વેમાં સહન કરવી પડતી મુશ્કેલીઓ અસાધારણ છે. આ મુશ્કેલીઓ વિરૂદ્ધ ઘણી વખત મજબૂત પ્રજાપકાર થાય છે પણ જ્યાંસુધી હિન્દી પ્રજાનો અવાજ હિંદના રાજકારણમાં અસરકારક ન નીવડે ત્યાં સુધી એ પ્રજાપકારથી રે–સત્તાધારીઓના કાન ઊંચાનીચા થવાના નથી. ઉપરાંત હિંદમાં રેલવે મધ્યસ્થ સત્તાને હસ્તક છે અને ત્યાં સુધી મધ્યસ્થ સત્તા પ્રજાના હાથમાં નહિ આવે ત્યાં સુધી રેલ્વેએનો તેમજ પ્રજાને ઉદ્ધાર થવો શક્ય નથી. રેવેની માલિકી રાજ્યની થઈ જાય, રેલ્વેનું સંચાલન પ્રજાકીય રાજ્યતંત્રના હાથમાં આવે ત્યારે રેલ્વેમાં ભોગવવી પડતી યાતનાઓને નિકાલ થાય. એ દિવસ કયારે આવશે જ્યારે રેવેને ત્રીજા વર્ગને ડમ્બે નર્મભૂમી મટી સ્વર્ગસમાન થશે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54