________________
શ્રામાન્નતિ ૩૩૧
૩ ધ્યાન ખેંચે એવા પોષાકવાળાં લોક–
છબી કે પૂતળાં દ્વારા પોશાકથી ઓળખાઈ આવતા નીચે દર્શાવ્યા પ્રમાણેના લેકેનો એક વિભાગ પણ પ્રદર્શનમાં રોકી શકાય?
(અ) જાતિ પરથી ઓળખાતા લેકે–૧ કાઠી. ૨ ગરાસિયા. ૩ ભરવાડ-રબારી. ૪ વાઘેર. ૫ કળી, ભીલ, વસાવા, ઠાકરડા. ૬ ધારાળા. ૭ પાટીદાર. ૮ દુબળા, ગામીત, ચોધરા, ઘેડિયા વગેરે રાનીપરજના લેકે. ૯ મેમણ. ૧૦ વેરા. ૧૧ વાણિયા-શાહુકાર. ૧૨ પારસી-શહેરી અને પીડાંવાળા.
(૧) ધંધાદારી લેકે-૧ ખેડૂત. ૨ મજુર. ૩ સુતાર. ૪ લુહાર. ૫ વણકર. ૬ ચમાર. ૭ ગોવાળ. ૮ વલેણું વલવતી સ્ત્રી. ૯ નટ. ૧૦ મદારી. ૧૧ લવારિયાં. ૪ ગ્રહ અને ગૃહશૃંગાર–
આ વિભાગમાં નીચેની વિગતે આવી શકે-૧ પ્રદેશવાર ગામની રચનાના નમૂના. ૨ પ્રદેશવાર મકાનની રચનાના નમૂના, ૩ પ્રદેશવારના તબેલા-ગમાણની રચના. ૪ વાડાબાગ-kitchen gardens ૫ આંગણું. ૬ તુલસીકયારો. ૭ હીંચકે-ઘરને અગર ઝાડ ઉપર બાંધેલો. ૮ છાપાં-સાથિયા. ૯ ગણેશ, નાગ, માતા જેવાં ચિત્રકામ. ૧૦ લીંપણની ઓકળીઓ. ૧૧ પાણિયારું. ૧૨ ઉતરડ. ૧૩ ખાટલ-સાંગામાચી. ૧૪ દીવી-શમેદાની. ૧૫ હીંચકાની સાંકળે. ૧૬ બળદની ઘૂઘરમાળ–શિઘટી-ઓઢા. ૧૭ ત્રાંબાનૂડી. ૧૮ ચલાણાં, કાંસકી, આયના, કંકાવટી. ૧૯ ઉઢાણી. ૫ ગામને ઓળખાવતાં વિશિષ્ટ દર
ઉપર કરતાં આગળ વધીશું તે ગ્રામજીવનની સાથે ઓતપ્રોત થયેલાં છતાં ગામડાને સ્પષ્ટપણે ઓળખાવી દેતાં નીચેનાં દસ્યો પણ આપણે પ્રદર્શનમાં છ ગ્રામજીવનનો તાદશ્યતા લાવી શકીએ –
૧ વિસામા. ૨ પરબ–પાણીશેરડું. ૩ તળાવ-ઓવારો-ખડિયાટ-બંધાર. ૪ કુવો– હવાડે. ૫ વાવ. ૬ પરબડી. છ ચારે. ૮ ચોતરો-ઝાડની આસપાસ. ૯ મંદિર, દીપમાળ, માંડવી. ૧૦ ધર્મશાલા. ૧૧ શાળા. ૧૨ વાડી. ૧૩ ગૌચર. ૧૪ આંબાવાડિયુંવૃક્ષરાઇ. ૧૫ ગં. ૧૬ સમાધિ. ૧૭ ખેતર-ખેતરનો માળો. ૬. સામાજિક જીવનનાં કલામય દુ---
ગ્રામજીવન રસહીન બનતું જાય છે, નિર્જીવ બનતું જાય છે એ ખરું પરંતુ નિર્જીવ બનતે બનતે પણ તે હજી સામાજિક અને સમુહજીવનને વ્યક્ત કરતા કલામય અંશે સાચવી રહ્યું છે. એના ઉપર ભાર મૂકવાથી, એને ખીલવવાથી, આપણે ગ્રામજીવનમાં રસ લઈ-- લેવડાવી શકીશું. હજી પણ રમ-ગમત અને ઉજાણી–મેળામાં સમુહજીવનનાં સુન્દર દશ્ય ગામડામાં સચવાઈ રહ્યાં છે. ગ્રામજીવનનું પ્રદર્શન એ દૃશ્યો વગર અગર એ દાનાં પ્રતિબિંબ વગર ઉણું-અધૂરું રહેશે. એ દશ્યની તારણો નીચે પ્રમાણે કરી શકાય--
૧ ઉજાણી. ૨ મેળા. ૩ બજાર-હાટ. ૪ ગરબા. ૫ દાંડિયા-રાસ. ૬ સેકનૃત્ય-Folk Dance-જેને દાંડિયા, ભૂંગળ, ઢેલ, તૂર, રણશીંગુ, શેખ, કે શરણાઈ જેવાં સાધને હજી પણ અજબ વેગ આપી શકે છે. ૭ રમતો–() ગૃહરમત : કૂકા, પાંચીકા, શકટાંબાઇ, ગંજીફ, પાસબાજી, ઢીંગલા, અલ્લકૃદલક, ભમરડારી, લટિયે. () ઘરબહારની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com