Book Title: Suvas 1940 01 Pustak 02 Ank 07
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 34
________________ ૩ર૮ સુવાસ: કાતિક ૧૯૯૯ જેને પાસીને ચકચકતો બનાવવામાં આવે છે તે હીરે તે મળી આવતા હીરામાંથી ઘણી મહેનતે કેરી કઢાય છે. એના પર જામેલાં કઠણ પડ તેડવામાં નિષ્ણાતોની પણ કસોટી થાય છે. આખા જગતમાં વધારેમાં વધારે કઠણ વસ્તુ હીરે છે. સંસ્કૃતમાં તે એને વજ કહેવાય છે. એને ફાડવામાં કે તેડવામાં ઘણું વપરાય છે. ઘણનો ઘા હીરા પરથી વધારાનાં પડ ઉખેડી નાંખે, તે પછી હીરાને ઘાટ આપવામાં આવે અને પાસીને ચકચક્તિ બનાવવામાં આવે ત્યારે જ તે ઉપભોગ્ય બને છે. હીરાને ફાડતી વખતે તે ક્યાંથી ફાડે તે સંબંધમાં એક લાઈન પસંદ કરવામાં આવે છે. પણ જે લાઇનની પસંદગી બરોબર ન થાય કે લાઈન પર ઘા યોગ્ય સ્વરૂપમાં ન પડે તે લાખોની કિંમતનો હીરો વેડફાઈ જાય છે. આ સ્થિતિમાં કિંમતી હીરાએ ફાડવાનું જોખમ વહેરતાં નિષ્ણાતો પણ ગભરાઈ ઊઠે છે. - ૧૯૦૫ મા પ્રીટેરિયા પાસેથી એક મોટો હીરો મળી આવ્યો. શેધકના નામ પરથી તેને કુલીનન નામ અપાયું. મૂળ સ્થિતિમાં તેનું વજન ૩૦૨૫ કેરેટ હતું. ટ્રાન્સવાલની સરકારે તે હીરો સાતમા એડવર્ડને તેમના જન્મદિવસે ભેટ આપવાને દેઢ લાખ પિંડની કિમતે ખરીદી લીધે. ને તેને ફાડીને પાસવાનું કામ જોસેફ એશર નામના નિષ્ણાતને સેંપવામાં આવ્યું. કામ માથે તે લીધું પણ જ્યારે હીરાને ફાડવાનો પ્રસંગ આવ્યો ત્યારે જોસેફનાં હાજ ગગડી ગયાં. કામની શરૂઆત કરતાં તેણે પોતાની સમીપ એક ડોકટર ને બે નર્સ ઊભાં રાખ્યાં. એક પળની માનસિક સ્વસ્થતા મેળવી તેણે ઘણું ઉપાડીને હીરા પર ઘા માર્યો ને બીજી જ ક્ષણે તે બેહોશ બની ગયો. ડોકટર ને નર્સોએ તરતજ તેને પિતાના ખોળામાં લઈ લીધે, પણ મગજ ભ્રમિત થઈ જવાના કારણે તેને ત્રણ મહિના સુધી હોસ્પીટાલમાં પડયા રહેવું પડયું. છતાં હીરા પર ઘા તે યોગ્ય સ્થળેજ પાડ્યો હતો. ૩૦૨૫ કેરેટના મૂળ હીરામાંથી ગણતરી પ્રમાણેજ ૫૧૬ કેરેટના સુંદર હીરાઓ કરી કઢાયા જેમાંના મુખ્યનું વજન ૩૦૯ કેરેટ થયું. જગતને તે એક અપૂર્વ હીરે ગણાય ને સમય જતાં શહેનશાહ પાંચમાં જે તેને બ્રિટિશ પ્રજાની મિલ્કત ગણી સ્ટાર ઓફ આફ્રિકા 'નું નામ આપ્યું. બ્રિટનનાં મહારાણીની માલિકીને કહીનૂર હીરો ૧૦૬ કેરેટનો છતાં તેને પ્રકાશ અપ્રતિમ ગણાય છે. તેની કિંમત એક લાખ પડની અંકાય છે. તેની જન્મભૂમિ હિંદ છે. આજનાં વૈજ્ઞાનિક સાધનના અભાવમાં તેને કઈ રીતે ફાડીને આવું અદ્વિતીય સ્વરૂપ અપાયું હશે તે સમજવું પણ મુશ્કેલ થઈ પડે છે. ૧૯૦૪ માં પ્રીટેરિયા પાસેથી જેકોબ યોન્કર નામના એક ખેડૂતને એક મોટો હીરો મળી આવ્યો. એ કુલીનના કરતાં પણ વધારે વજનદાર હતો. હેરી વીન નામના એક અમેરિકન વેપારીએ એ સાત લાખ ડોલરની કિંમતે ખરીદી લી. મૂળ માલિકના નામ પરથી હીરો કરના નામે પ્રખ્યાત બન્યા. કેટલીક વખત મૂળ હીરામાંથી એક મેટે હરે કારી કાઢવા કરતાં તેના કકડા કરી વધારે હીરા બનાવવા એ વિશેષ લાભદાયી થઈ પડે છે. કેન્સર સંબંધમાં પણ કેટલાકને એ મત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54