________________
જવાહિર - ૩૨૭ રાજકુવરી મેરી ક્રિસ્ટીનાએ એ રત્ન પ્રત્યે અતીવ માહ દર્શાવતાં તેણે મહિના સુધી તેનાં અશુભ પરિણામ ભાગવેલાં.
અમેરિકામાં નામાંકિત બનેલા હાપ ણ મૂળમાં ક્રાન્સપતિ લુઈ ચૌદમાની માલિકીને હતા. લુઇ પાસે તે તેણે કશાજ ચમત્કાર ન દાખવ્યા પણ હેખીબ એ નામે એક શ્રૌમતે દશ લાખની કિંમતે તે ખરીદી લેતા ત્યાં તેણે એવાં અશુભ ચિન્હો દાખવવા માંડયાં કે બિચારા શ્રીમતે તે તરતજ એ લાખની કિંમતમાં એક ઝવેરીને વેચી દીધા. પણ ઝવેરીએ ચાલાકીથી તે સાડાસાત લાખની કિમતે લીન નામના એક અમેરિકન કાટયાધિપતિને ત્યાં પધરાવી દીધા.
આ રીતે રત્ના તેના માલિકના ભાગ્ય ઉપર સારી-ખાટી અસર કરતાં હાઈ મેટાં રત્નાની કિંમત કેવળ તેના તેજ કે આકર્ષણથી જ નથી અંકાતી. આમ છતાં વૈજ્ઞાનિક વિચાર શ્રેણી તા એ અસરને વહેમજ ગણી કાઢે છે અને એ વિચારને અનુસરનારા અશુભ ગણાતાં રતાને ઓછી કિંમતે સારા સંગ્રહ જમાવી શકે છે. એપેલ નામે રત્ન, એકટાક્ષરમાં ન જન્મ્યા હૈાય એવાએને માટે, અશુભ ગણાતું હેાઈ એ સુંદરમાં સુંદર છતાં એની કિંમત ઘણી ઓછી રહે છે. સ્વ. મેર્ગન પણ આપેલ પ્રત્યે વહેમની નજરેજ જોતા અને પરિણામે એમના અદ્વિતીય રત્નસંગ્રહમાં પણ એપેલની સંખ્યા તાન જેવીજ હતી.
કેટલાક રસિકાને પ્રાચીનતા ઉપર ખૂબજ પ્રેમ હોય છે અને જ્યાંસુધી રત્નની । ઐતિહાસિક મહત્તા પુરવાર ન થાય ત્યાંસુધી તેએ એની કશીજ કિંમત નથી આંકતાં. હાલીવુડની એક નાંમાંકિત નટીને રાજકુમારીનેા પાઠ ભજવવાને હતા. તેમાં સાચાં રત્ના પહેરવાં જરૂરી હેાઈ તેને મ્યુઝિયમના રત્નભવનમાં લઈ જવામાં આવી. ત્યાં તેને લાખાની કિંમતનાં રત્ના કે રત્નહારા બતાવાયાં પશુ એકે ઉપર તેની પસંદગી ન જ ઊતરી. કાઇના ઘાટ ન ગમે, કાઇનેા પ્રકાશ ન ગમે તે કાર્યને રંગ ન ગમે. આખરે કયુરેટરે એની આગળ એક બહુમૂલ્ય પ્રાચીન હાર રજુ કર્યાં.
“ આમાં તે। કશીજ વિશિષ્ટતા નથી જાતી " નટીએ હારને હાથમાં ફેરવતાં ઉત્તર આપ્યા.
(
“ વિશિષ્ટતા ! ” યુરેટરે ચીડાઈને કહ્યું, “ જગતમાં પ્રાચીનમાં પ્રાચીન ને કિંમતી હાર તેા આ એકજ છે. બાબા આદમે વને લગ્ન વખતે એ ભેટ આપ્યા હતા.”
“ એહ, ઈવનેા હાર ! ” નટી ઊછળીને દ્વાર કંઠમાં પરાવતાં ખેાલી, “ જુએ હવે હું કેવી શેખું છું ? ”
‘ ઈવના જેવી ” કયુરેટરે હસીને કહ્યું;—અલ્ઝત્ત નટીએ એ પછી ઘણાજ સુંદર પાઠ ભજવ્યેા.
સોનું કે ખીજાં કિંમતી દ્રવ્યેાની જેમ રત્નનું અભેદ્ય સંરક્ષણ કરવામાં આવે એ સ્વાભાવિક છે. તેની લૂંટના પ્રયાસે! પણ સ્વાભાવિક છે. પણુ હીરાને કાપવાની કે તેને બ્રાટ આપવાની હકીકતા ઘણી વખત રામાંચક હાય છે.
જગત સમક્ષ હીરા જે ઝળહળતા સ્વરૂપમાં મૂકવામાં આવે છે એ જ સ્વરૂપમાં કુદરત તે નથી આપતી. કેટલીક વખત તે તે એવા એડાળ રવરૂપમાં મળી આવે છે કે સામાન્ય માણસા સમજી પણ ન શકે કે આ હીરા હશે. નિષ્ણાતેાજ એની કિંમત આંકી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com