Book Title: Suvas 1940 01 Pustak 02 Ank 07
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 18
________________ ૩૧૨ - સુવાસઃ કાર્તિક ૧૯૯૬ સવારમાં યુવતીને તેણે ન્યાયમંદિરમાં બોલાવી. પૂછયું, “ અત્યાચારી કોણ હતો ?” મહારાજ હું એને નથી ઓળખતી.” “આ સભામાંથી ઓળખી કાઢ” ઇડરપતિએ આજ્ઞા ફરમાવી. યુવતીએ પ્રતાપરાવની સમીપ બેઠેલા એક તેજસ્વી રાજપુરુષ તરફ આંગળી ચીંધી. પ્રતાપરાવે જલ્લાદ પાસે તરત જ એ પુરુષના કકડા કરાવી નાખ્યા.—એ રાજપુરુષ પ્રતાપરાવને મિત્ર અને તેની હાલામાં હાલી પુત્રીને પતિ હતો. જમાઈના વધથી જરાક વિહવળ બન્યા વિના રાજવીએ યુવતીને પૂછ્યું: “તું અનાચારને તાબે કેમ થઈ?” “મારા પર બળાત્કાર ગુજાર્યો હત” યુવતી બોલી. બળાત્કાર!” પ્રતાપરાવ ગજે, “શિયળ કરતાં જીવનને વધારે મોળું ગયું ? મરીને શિયળ ન સાચવી શકી ! તું ઇડરની રમણી ગણવાને લાયક નથી.” ને પ્રતાપરાવે એ રમણીને ફરી એ બળાત્કારને વશ ન બની જાય એવો પાઠ ભણ. લીંકનનું ઘર ઘણુંજ નાનું ને છાપરૂં બેસી ગયેલું હતું. પણ એ બેદરકાર વીરને એની કશી જ ગણતરી નહોતી. એક સમયે તે ચીકાગો-ન્યાયમંદિરમાં ગયો. પાછળથી તેની પત્ની અને એક મિત્ર મળી એ ઘરને ઉપરને ભાગ પાડી નાખે. લીકન પાછા ફરતાં તે ગૂંચવાઈ ઊઠ્યો. તેણે એક પાડોશીને પૂછ્યું, “આ મહોલ્લામાં લીંકન મહાશયનું ઘર કયાં આવ્યું ?” પાડોશીએ હસીને પડી ગયેલા ઘર સામે આંગળી ચીંધી. એ ગૃહમંદિરના અવશેષો નિહાળતાં લીકનને સમજાયું કે પોતાને માટે એક સાદા સુશોભિત ઘરની જરૂરિયાત છે. ને થોડા જ સમયમાં નવા મકાનો પાયો નંખાયે. એક સવારે ફરવા જતાં લોકન ઊંડા વિચારમાં દરને દૂર નીકળી પડ્યો. તેના પગ થાકી ગયા ત્યારે જ તેને ખબર પડી કે પોતે ઘણો છેટે નીકળી પડ્યો છે. તે વખતે ત્યાંથી ગાડી હંકારી જતા એક સદ્દગૃહસ્થ નીકળ્યા. લીકને પોતાના કેટ તરફ આંગળી ચીંધી એને પૂછ્યું, “ભાઈ, મારે આ કેટ જરા શહેરમાં લઈ જશો ?” “ઘણી જ ખુશીથી,” સદ્દગૃહસ્થે કહ્યું, “પણ પછી તમે એ પાછો શી રીતે લઈ જશે?” હું એ કેટમાં છું એ જ સ્થિતિમાં પુરાઈ રહેવા માગું છું. એટલે તમે એ કેટને જુદે સાચવવાની મુશ્કેલીમાંથી હેજે ઊગરી જશે.” - સદગૃહસ્થના મનની ઈચ્છા ગમે એ હોય પણ એણે હસીને લીંકનને ગાડીમાં આવકાર તો આ જ. એક દિવસે લીકને ન્યાયમંદિરમાં એક કેસ ચલાવ્યું. પણ ન્યાયાધીશે તેના પક્ષની વિરૂદ્ધ પડી અસરકારક ભાષણ કર્યું. લીંકને જોયું કે જ્યુરીના ગૃહસ્થ ન્યાયાધીશના ભાષણથી દેરવાઈ ગયા છે. ને તે કલાત્મક બે બે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54