Book Title: Suvas 1940 01 Pustak 02 Ank 07
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 30
________________ સુષ્ટિના આદિકાળથી જગતનાં રસિક સ્ત્રી-પુરુષ ને લક્ષ્મીવસે જેના મોહમાં ગુલતાન બન્યાં છે, જેના કારણે યુદ્ધ ખેડાયાં છે-લેહી રેડાયાં છે તેનું – તેને રોમાંચક ઈતિહાસ ને તેનાં અવનવાં સ્વરૂપ, નરસિંહ ના જગવિખ્યાત મ્યુઝિયમમાં “નેચરલ હિસ્ટરી' નામે એક બહુમૂલ્ય વિભાગ રાખવામાં આવ્યો છે. એ વિભાગમાં અનેક મૂડીદારોના કિંમતી ખનીજ-સંગ્રહે, સચવાય છે. નામાંકિત કેટયાધિપતિ મેર્ગનનો જગતભરમાં અદ્વિતીય એવો રત્નસંગ્રહ પણ ત્યાં જ રાખવામાં આવ્યું છે. અનેક રસિક યુગલે અને જવાહિરશોખી શ્રીમન્તો એ • સંગ્રહના અવલોકનમાં આનંદ અનુભવે છે. એક દિવસે એ સંગ્રહખંડમાં એક સ્વરૂપવાન રમણી સાથે એક યુવકે પ્રવેશ કર્યો. તે વિભાગના કયુરેટર છે. હીટલકને રમણની ઓળખ આપતાં યુવકે કહ્યું, “આ મારાં ભાવિ મહોરદાર છે. એને ભેટ આપવાને હું કિમતી અલંકાર મઢાવવા ઈચ્છું છું; પણ તેમાં કરવાને ઝવેરીને ત્યાં જતાં પહેલાં આપને સંગ્રહ અવલોકી તેની પસંદગી પ્રિયતમા પાસે જ કરાવવાની મારી ઈચ્છા છે.” ઘણી જ ખુશીથી” ડોકટરે કહ્યું. ને તે બંને પ્રેમીઓને જુદી જુદી જાતનાં રત્ન બતાવવા લાગ્યો. તેમ કરતાં તેઓ વાદળી કિરણથી ઝળહળતા, જગતભરમાં મોટામાં મોટા-૫૬૩ કેરેટના-સ્ટાર ઓફ ઈન્ડિયા' નામે મણિ પાસે જઈ પહોંચ્યાં. બંને પ્રેમીએનાં નયનમાં તેજ ચમકયું. યુવાન બે, “કે ભવ્ય, કેટલે રમણીય!” યુવતીએ પૂછયું, “એ કેટલીક કિંમતને હશે ?” ડોકટરે બંનેને વિદાય આપી પોતાના મદદનીશને કહ્યું, “એ રમણી યુવાનને કે એના પ્રેમને નહિ. પૈસાને પરણવાની છે. તેમનું લગ્ન પૂરું એક વર્ષ પણ નહિ નભી શકે.” ને મદદનીશે છ જ મહિના પછી છાપામાં જ્યારે વાંચ્યું કે એ રમણીએ બાર લાખ રૂપિયા કરે મૂકાવી પોતાના પતિ સાથે છૂટાછેડા લીધા છે ત્યારે તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયે. ડો. વહીટલાક કહે છે, “રત્ન એ તે ભવિષ્યદર્પણ છે. તે માનવીની ભાવનાઓનું પ્રતિબિંબ પાડે છે. જેમાં માનવી મૃત્યુની ક્ષણે ગુહ્ય નથી છુપાવી રાખતે, ગોફ જેવી કેટલીક રમતમાં જેમ એ પિતાની વૃત્તિઓ નથી ગોપવી શકતો એમ રત્નની સમીપમાં પણ એની લાગણીઓ નથી છુપાઈ શકતી. રત્નના પ્રકાશમાં માનવીનાં હૈયા વાંચી શકાય છે.” ર –કિંમતી પત્થરના અનેક પ્રકાર છે. હીરા, માણેક, નીલમ (મણિ), લીલમ ( પાનું), પોખરાજ, મોતી વ. હિંદની વર્તમાન પ્રજાના ભાગ્ય પારકે ખીલે બંધાયેલ હોઈ એને એ બહુમૂલ્ય દ્રવ્યનાં અવનવીન સ્વરૂપને પૂરો ખ્યાલ નથી પણ હિંદની પ્રાચીન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54