Book Title: Suvas 1940 01 Pustak 02 Ank 07
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 29
________________ નાગર-ગરવ” ૩૨૩ હતું. સિદ્ધરાજ જયસિંહે રુદ્રમાળ પૂરો કર્યો ત્યારે વડનગરના નાગરને પાનના બીડામાં જુદાં જુદાં ગામનાં નામ લખીને તે પાન દાનમાં આપ્યાં તે વખતે વિસનગર જેમને મળ્યું તે નાગરો વિસનગરમાં જઈને રહ્યા ને પછી વિસનગરા કહેવાયા. અને સાઠોદ ગામ જેમને મળ્યું તે સાઠોદમાં જઇને રહ્યા ને સાઠોદરા નાગર કહેવાયા. વિસનગર ઉત્તર-ગુજરાતમાં વડનગરની પાસે આવેલું છે ને આજે મોટું આબાદ શહેર છે. સાઠોદ ગામ ડાઈની પાસે આવેલું છે ને નાનું ગામ છે. ત્યાંના સાઠોદરા નાગરે તો ડભોઈ ને ચાંદેદમાં જઈને વસેલા છે, ને નડિયાદ તથા અમદાવાદમાં પણ તેમની ઘણી વસ્તી છે. તેઓ પૈસેટકે સુખી તથા મોટા શ્રીમંતો છે. સ્વ વ્રજલાલ કાલિદાસ તથા સ્વ. દિ. બ. કેશવ હર્ષદ ધ્રુવ જેવા સમર્થ વિદ્વાને એમનામાં થઈ ગયા. અમદાવાદવાળા સર ચીનુભાઈ સાઠાદરા છે. પ્રશ્નોરા પ્રશ્નપુર અથવા અહિચ્છત્રપુર નામનું ગામ ઉત્તર-હિંદમાં હતું ત્યાં જઈને વસેલા તે ઉપરથી તેમનું નામ પડેલું છે. કૃષ્ણોરા તથા ચિત્રોડા નામ પણ કૃષ્ણપુર અને ચિતોડમાં તેઓ વસતા હતા તે ઉપરથી પડયું છે. ડુંગરપુર નામ પણ ડુંગરપુર તરફ વસવાને લીધે પડયું છે. સીપાહી નાગર નામ તે તેઓએ સિપાઈગીરીનો-લશ્કરમાં નોકરી કરવાનો ધંધો કરવાને લીધે પડયું છે. આમ મૂળ નાગરો એકજ જાતના પણ જુદા જુદા ગામભેદે તેમનાં જુદાં જાદાં નામ પડયાં છે. પરંતુ એ બધા નાગરોમાં એક જાતની ગૌરવશીલતા છે તે તો એક સરખી જ મળતી આવે છે; ને તેથી બધી જ જાતના નાગરે એકજ છે એમ સહજ જોઈ શકાય છે. પ્રેરક પ્રભુલાલ શુકલ [ પૃથ્વી ] હતું કવન મારું કચડ કાદવે કેહતું સદા ઝરણ શું? રુંધાયલ અજાણ છે” સેતુથી; નીતે નવપ્રકાશ કૈ, નાતે ઉર પ્રભાવ કે, નહીં યુગ પિછાણ કે સરવદેશી આજના. હતી નહિ વિવિધતા, કલપના, કશી ભાવના તમે ઉંચકિયાં સખે, સકળ બંધનાં પાટિયાં અને વહત કીધ સૌ યુગપ્રવાહ કાળે તણા ! * કેટલાક કહે છે કે વિસનગર વિસલદેવ વાઘેલાએ વસાવેલું છે. જો એમ હોય તો સિદ્ધરાજે એ ગામ દાનમાં બ્રાહ્મણોને આપ્યું ત્યારે એનું નામ જુદું હોવું જોઈએ અને વિસલદેવ વાઘેલાએ એને આબાદ કરી પોતાના નામ ઉપરથી એનું નામ વિસનગર પાડયું હશે. પછી ત્યાં રહેનાર બ્રાહ્મણો વિસનગરા કહેવાયા હશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54