Book Title: Suvas 1940 01 Pustak 02 Ank 07
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 19
________________ જીવન ઝરણુ • ૩૧૩ આપણા માનવંતા ન્યાયાધીશ સાહેબ બાહાશ છે, વકીલ તરીકે સફળ નીવડી શકે એવા પણ છે. પણ એમની અવળી કળાએ એમના મગજ પર પણ અસર કરી જણાય છે.’ * ન્યાયાધીશ ધૂંવાંફૂવાં થઈ ગયા. લીંકને તેના ગંજીરાક સામે આંગળી ચીંધી. બધાંએ એ તરફ નજર કરી તે જણાયું કે ન્યાયાધીશ સાહેલ્મે તે વઅને ઉતાવળમાં અવળું પહેરી નાંખ્યું હતું. છાતીને ભાગ વાંસામાં ચાલ્યા ગયા હતા, વાંસાને ભાગ છાતી પર શાભતા હતા. તે બધા ધીમું હસી ઊઠયા. ન્યાયાધીશને પણ ક્રોધભરી ગભરામણ છૂટી. તેમના ભાણુની અસર એલવાઇ ગઇ, તે જ્યુરીએ લીંકનના પક્ષી તરફેણમાં ચુકાદા આપ્યું. લેમન નામના એક નામાંકિત અમેરિકન વકીલ દ્વયુદ્ધના ખૂબજ રસિયે। હતા. એક પ્રસંગે કચેરીના બારણેજ તેને યુદ્ધનું આશ્વાન મળતાં તે તરત પાછા ફરી અખાડામાં યુદ્ધ ખેલવા લાગ્યા. પણ પ્રતિસ્પર્ધી કઇક સબળ જણાયા. એણે યુદ્ધમાં લેમનનું પાટલૂન ચીરી નાંખ્યું. તે સમયે ન્યાયમંદિરમાંથી તેના નામની ખૂમ પડતાં તે તત્ક્ષણ કચેરીમાં દેડયેા. તે એ જ સ્થિતિમાં પેાતાના અસીલના બચાવમાં ભાષણ કરવા લાગ્યા. *ચેરીના ટીખળી વકીલાએ એ વખતે એના ફાટેલ પાટલૂન પર નજર નાંખી એક નવા ફંડની શરૂઆત કરી. મથાળે તેમણે લખ્યું, નામાંકિત છતાં ગરિબાઈથી પીડાતા વકીલ લેમનને માટે એ પાટલૂન ખરીદવાને ” એ ફંડમાં બધા વકીલેએ યેાગ્ય રકમા ભરી એ કાગળ ગુપ્ત રીતે અંદરાઅંદર ફેરવવા માંડયા. તેમાં છેલ્લે વારા લીંકનને આણ્યે. લીંકને લખ્યું : "6 “ હું કાઈ પણ ક્રૂડમાં છેલ્લા ફાળા નથી નોંધાવતા. ’ (6 એક સમયે બગીચામાં ફરવા નીકળેલા પ્રમુખ લીંકનને એક સૈનિક મળી ગયા. પ્રમુખને તે એળખતા નહાતા. બંને વચ્ચે વાતચીત થતાં સૈનિકે પ્રમુખથી માંડી સેનાના સરદાર। સુધીના દરેકની ખબર લઇ નાંખી. << પણ છે શું? ” લીંકને હસીને પૂછ્યું. ( “ હું ગરીબ સૈનિક છું. માંદે। પડતાં મને સૈન્યમાંથી કાઢી મૂકયા. તે મારા પગાર આપવાની પણ કાઈ ને દરકાર નથી. ’ " એમ !” લીંકને ચમકીને કહ્યું, ” હું વકીલ છું. તને કાઢી મૂકવા સંબંધીના સરકારી કાગળા મને બતાવે તેા કઈક રસ્તા નીકળે. સૈનિક લીંકનના હાથમાં કાગળા મૂકયા. લીંકને તે તરત તપાસી જઈ, તેની પાછળ યુદ્ધ વિભાગના સેક્રેટરીને આ કેસ ક્રૂરી તપાસી જોવાની સૂચના કરી, તેની નીચે પેાતાની ટૂંકાક્ષરી સહી કરી. તે લઇ સૈનિકને તેણે સેક્રેટરી પાસે પાછા જવા સૂચવ્યું. પ્રમુખના એ મિત્રો આ વખતે દૂર રહી ગુપ્ત રીતે આ પ્રસંગ જોઇ રહ્યા હતા. સૈનિક તેમના પાસેથી પસાર થતાં તેને તેમણે પૂછ્યું, “ કાણુ હતા એ ? ” “ હતા કાઈ ખેડાળ ઉલ્લુ. કહે છે કે હું વકીલ છું. મને નકામે ધક્કો ખવરાવે છે. ’’ <6 ઠીક, અમે પણ તારી સાથે આવીએ છીએ.” મિત્રોએ કહ્યું. જ્યારે તે યુદ્ધ વિભાગની કચેરીમાં જઈ પહેોંચ્યા ત્યારે જ સૈનિકને ખબર પડી કે પેાતે કૅવા ભાગ્યશાળી હતા. તે પછી તેણે પેાતાના મદદગાર વકીલતી ઘણી તપાસ કરી. પણ એને તેને પત્તો ન જ મળ્યો. * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat X X www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54