Book Title: Suvas 1940 01 Pustak 02 Ank 07
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 25
________________ નાગર–ગરવ જગજીવનદાસ દયાળજી મોદી બધી જાતના બ્રાહ્મણમાં નાગરે સર્વથી શ્રેષ્ઠ ગણાય છે, એટલું જ નહિ પણ હિંદુઓની સર્વ જાતિઓમાં શ્રેષ્ઠ પદ ભોગવે છે. એ એમની શ્રેષ્ઠતા તેમણે પરાપૂર્વથી સાચવી રાખી છે. દેખાવમાં, આચાર-વિચારમાં, સુઘડતામાં, સ્વચ્છતામાં, ચાતુર્યમાં, ભાષાશુદ્ધિમાં, વાણીમાધુર્યમાં, માર્મિકતામાં નાગરો બીજી બધી જાતે કરતાં ચડી જાય છે. નાગરો એટલે આર્ય સંસ્કૃતિનું પ્રત્યક્ષ સ્વરૂપ. સંસ્કારમૂર્તિ તે નાગરે. રૂ૫–સાંદર્ય તે નાગરોને જ વરેલું છે. કહેવાય છે કે નરસિહ મહેતાને ભગવાને રાજી થઈને વરદાન માગવાનું કહ્યું ત્યારે તેમણે માગી લીધેલું કે મારી ન્યાતમાં કોઈ કદરૂપું ન હોય ને કોઈ ગરીબ ન હોય. અને ખરેખર એ નરસૈયા ભાતની ન્યાતમાં કોઈ રૂપૌંદર્ય વિનાનું નથી હોતું ને કઈ ભૂખ્યું નથી રહેતું. ગેરવર્ણ, અવયની સપ્રમાણતા, કાળા વાળ, મોટી અને કાળી તેજસ્વી આંખો, રક્તઓઠ, પ્રલંબબાહુ, મોટું માથું, ભવ્ય ચહેરે અને ગંભીર મુખમુદ્રા એ નાગરોને બીજી કેમોથી તુરત જુદા પાડે છે. અને એ ગૌરવ તથા મોટાઈનું અભિમાન બોલી ચાલી, પહેરવેશ ને મુખમુદ્રા ઉપરથી જોનારને તુરત જણાઈ આવે છે. નાગરો રાજદ્વારી કેમ છે. મુત્સદ્દીગીરી તે નાગના બાપની જ. મોટાં મોટાં રાજ્ય વસાવવાં હેય કે ઉથલાવી નાખવાં હોય તે નાગરે કરી શકે એમ છે. વિદ્યામાં ને રાજખટપટમાં નાગરે આગળ પડતા છે; નાગરોમાં કે અભણ નહિ, નાગર સ્ત્રીઓ એકે એક ભણેલી હોય છે. અને કેટલીક તે સારી વિદ્વાન ને ગ્રંથકાર પણ થઈ ગયેલી છે–હાલ પણ છે. નાગર સ્ત્રીઓ ઘણી રૂપાળી હોય છે અને સાથે સુઘડ અને ચતુર પણ હોય છે. સ્ત્રી સન્માન અને સ્ત્રી-સ્વાતંત્ર્ય નાગરોમાં જેટલું છે તેટલું બીજી કોઈ કામમાં નથી. નાગર સ્ત્રીઓ ડહાપણથી ભરેલી અને ઠાવકી હોય છે. તેમનો કંઠ મધુર હોય છે. અને તેઓ સંગીતમાં નિપુણ હોય છે. દીપકથી દાઝેલા અકબરના માનીતા ગવૈયા તાનસેનને મલ્હાર રાગ ગાઈ શાતિ આપનાર નાગર કુમારિકાઓ હતી. આચારશુદ્ધિ, વિચારશુદ્ધિ, વાણી શુદ્ધિ એમ સર્વ બાબતમાં શુદ્ધિ જાળવી રાખી નાગરોએ સમાજમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. બીજી કઈ જાતનું નાગરે જમતા નથી; અને એમ નહિ જમવાને લીધે જ નાગરો બીજી કેમે કરતાં ઊંચા ગણાઈ ગયા છે. ન જમવાનું કારણ તેમની ચડિયાતી સુઘડતા છે. હિંદુઓમાં એ રિવાજ પડી ગયો છે કે જે જેના હાથનું રાંધેલું કે અડેલું ન ખાય તે તેના કરતાં ઊંચે ગણાય છે. જો કે નાગરોમાં હવે આવી છે છ બહુ ઓછી થઈ છે. તે પણ તેમણે પોતાની સંસ્કારિતા જાળવી રાખવાથી હજુ તેઓની મહત્તા સમાજમાંથી ઓછી થઈ નથી. કલમ, કડછી ને બરછી એ નાગરને પશે છે. કલમ એટલે વિદ્યાને લગતા ધંધામહેતાગીરી, કારકુની અને છેવટે દિવાનગીરી પણ કરવાને નાગરો સમર્થ હોય છે. કડછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54