Book Title: Suvas 1940 01 Pustak 02 Ank 07
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 17
________________ જીવન ઝરણ૩૧૧. કેશલપતિના ત્યાગ અને પ્રેમ, તેના દાન અને તેની ઉજજવળ કીર્તિએ કાશીપતિના હૃદયમાં ઠેષ પ્રગટાવ્યો. તેણે ભયંકર સૈન્ય સજજ કરી કૌશલ પર ચડાઈ કરી અને તે સુખી પ્રદેશને છિન્નભિન્ન કરી નાખ્યો. કેશલપતિ જંગલમાં ચાલ્યો ગયો. પણ પરિણામ ધાર્યા કરતાં ઊલટું આવ્યું. કેશલપતિનાં કીર્તિગાન સાથે જ હિન્દભરમાં કાશી પતિની નિન્દા વધવા લાગી. ને ખીજાયેલ કાશી પતિએ કેશલરાજને પકડી લાવનાર માટે એક હજાર સોનામહોરનું ઈનામ જાહેર કર્યું. ડાક સમય જતાં કાશપતિની સભામાં એક જટાધારી જોગી આવ્યો. તેની સાથે એક ગરીબ લાગતે ગૃહસ્થ હતો. કેણું છે ? કેમ આવવું થયું ? ” કાશપતિએ હસીને પૂછયું. “હું વનવાસી કોશલરાજ," જોગીએ શાંતિથી કહ્યું, “મને પકડવાને તમે હજાર સેનામહોરનું ઈનામ જાહેર કર્યું છે. આ સંગ્રહસ્થને દ્રવ્યની જરૂર છે. મને એમના હાથે પકડાયેલ ગણ એ ઈનામ એમને આપે.” - કાશીપતિની આંખો ચમકભીની બની. તેને કોશલપતિની કીર્તિનાં સાચાં મૂળ સમજાયાં. સિંહાસન પરથી ઊઠી, પિતાના એ મહાન પ્રતિસ્પર્ધીને ભેટી પડી, એના માથા પર મુગટ મૂકતાં એ બોલ્યો, “કેશલે તમારું છે. સૈન્યથી તમે મને ભલે હરાવો. ગુણથી કદી ન હરાવશે.” સિકંદર પંજાબમાં વિજયની ધૂનમાં આગળ વધતો હતો. હિંદીઓને હાથે માર ખાતા પિતાના સૈન્યની પીછેહઠની વલણને તે હસી કાઢતા. તે અરસામાં, પોતે જીતેલા એક નગરમાં, તેણે કેટલાક બ્રાહ્મણ વિદ્વાનો નહીંતર્યા. તેમની સાથે તે તત્ત્વજ્ઞાનની વાતમાં પરોવાયો. તેને લાગ્યું કે આ વિદ્વાને તેના ગુરુ. એરિસ્ટોટલ કરતાં પણ કંઈક વિશેષ જાણે છે. વાતચીત પૂરી થતાં એક યુવાન બ્રાહ્મણ સિકંદરને એક બાજુએ લઈ ગયો. ત્યાં પહેલેથી પથરાવેલ ચામડા પર તે આમથી તેમ ભમવા લાગ્યો. સિકંદર પર સૂચક નજર ધી તે વારાફરતી ચામડાના ચારે ખૂણે ઊભો રહ્યો, છેવટે વચ્ચે જઈ ઊભે. જ્યારે એ ખૂણાઓ ઉપર ઊભા રહ્યા ત્યારે સિકંદરે બાકીના ચામડાને ઊછળીને યુવાનની ઉપર જ ધસતું જોયું; જ્યારે તે વચ્ચે ઊભો ત્યારે ચામડું દબાઈ ગયું. “આને અર્થ?” સિકંદરે પૂછયું. અર્થ એ જ કે,” બ્રાહ્મણે તીણતાથી કહ્યું, “રાજાનો ધર્મ રાજ્યની મધ્યમાં રહેવાને છે. ને તે જ તે રાજ્યને સાચવી શકે. જે એ જગત જીતવાની ધૂનમાં આડાઅવળે કે રાજયની બહાર ફરતો રહે તો તે પિતાનું પદ ગુમાવી બેસે છે. તેનું રાજ્ય પણ તેના સામું ધસી આવે છે.” સિકંદરની વિધૂન એ જ વખતે ઓગળી ગઈ. સૈન્યની આગળ ન વધવાની ઈચ્છાને તે તાબે થયો. ને તરત જ ત્યાંથી પાછા ફરી ગયો. K ઈડરપતિ પ્રતાપરાવ રાત્રે ગુણવેશે નગરદર્શને નીકળ્યો. તે વખતે એક ઘરમાં તેણે કઈ અત્યાચારીને એક સ્વરૂપવાન યુવતી સાથે અનાચાર કરતો જો. તેણે ઘરનું ઠેકાણું યાદ રાખી લીધું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54