Book Title: Suvas 1940 01 Pustak 02 Ank 07
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 10
________________ ૩૦૪.. સુવાસ : કાર્તિક ૧૯૯૬ 33 સમાયલું હું દેખું છું. લગન કરૂં તે મારા છનીમાનું શું થાય ? મારે લગનબગન કરવાં નથી. આવા એના તરફથી એકના એક ઉત્તર અનેક વખત મળવાથી, બધાએ એ ખાખત ફરી પૂછવાનું છોડી દીધું. દિવાળી આવી તે પહેલાં એક-બે મહિનાથી જ, છનીઆએ દિવાળીના દિવસેામાં કેવી કેવી મઝા લેવી એની નોંધ કરવી શરૂ કરી. ધની કામ ઉપરથી આવતી ઃ પહેલી છનીઆને એક બચી લેતી અને પછી ખાવાનું તૈયાર કરી બંને જમતાં. જમતાં જમતાં મા-દિકરાની વાતે ચાલતી. એક દિવસ ધનીને કામ ઉપરથી આવતાં જરા મેાડુ થયું. છનીએ એની રાહ જોતા હતા. કેટલીક વખત તે। એ બહાર એટલા ઉપર આવી ઘણે દૂર સુધી નજર નાંખતા પણ એને એની મા ન દેખાઈ. “ આજ ક્રમ મેડુ થયું ” એને વિચાર કરતા એ એક ફ્રાટેલી ગાદડી ઉપર પડયા. એટલામાં ધની આવી. ધનીએ ઉંબરામાં પગ મૂકયા કે છનીમાએ * કહ્યું, ખા. તું આવી ! આજ ક્રમ મેાટું થયું ?” “ બેટા, આજ જરા કામ વધારે હતું, ” ધની તેણે એક બચી લીધી અને તે ખાવાનું કરવા લાગી. ભાંગેલા પાટલા-પાટિયું આપ્યું તે ઉપર એ ખેડા. ખેલી. નિત્ય નિયમ પ્રમાણે પુત્રને છતીએ એની પાસે ગયેા. ધનીએ “ મા. આજે આટલું બધું શું કામ હતું ?' ધનીઆએ પૂછ્યું. હું કામે જાઉં છું તે ત્યાં એક તારા જેવા કીકાભાઈ છે. એની આજ વરસગાંઠ હતો એટલે એના ગાઠિયાઓને એણે ચા પીવા ખેાલાવ્યા હતા. ’ .. એના ગાઠિયાને એકલા ચા જ પાયા !'' * ના. સાથે ખાવાનું પણ હતું. ' << છની ખ. હું પણ મારા ગાઠિયાઓને દિવાળીમાં ચા પીવા ખેલાવીશ હું. '' ધની તરફ જોઇ રહ્યો. “ હા બેટા, ખેલાવજે હું. એટલામાં તારી બિયત પણ સારી થશે. હજી દિવાળીને દોઢ મહિને છે.' ધનીએ હસતાં હસતાં કહ્યું. એની આંખમાં વાત્સ“જ્યેાત તરવરી ઊંડી. છૌઆને હજી અશક્તિ ધણીજ હતી. બે માસ સુધી એણે સખ્ત માંદગી ભોગવી હતી. એની માંદગીના દિવસેામાં ધનીને જીવ ઊડી ગયા હતા. એ એના તરફ જોઇ જોઇને રડતી. કામે જવાનું પણ ગમતું નહિ; પણ કરે શું? કામે ન જાય તેા ખાવાનું કયાંથી લાવે? દવા-દારૂ માટે પૈસા કયાંથી મળે ? એટલે બિચારીને નછૂટકે કામે જવું પડતું. એક એ જગ્યાનું કામ છેાડી દીધું; માત્ર એક જગ્યાએ કામ રાખ્યું હતું. બાળકની માંદગીના લીધે કરજ ઘણું થયું. દવાના પૈસા, દૂધના પૈસા, એમ એને ખર્ચ વધ્યા ને આવક ઘટી. લેાકેા એને જે જે કહેતાં, તે તે બધું એ કરતી. માનતા રાખી, ભગત ખેલાવ્યા, અને ડાકટરની દવા તે ચાલુજ હતી. એને ન હતું દુઃખ પૈસાનું કે ન હતી ચિંતા કરજની; હતી એને કાળજી માત્ર એક છનીઆની—એના જીવ ને પ્રાણની. દુઃખના દિવસેામાં જૂનાં દુઃખનાં સ્મરણેા તાજા થાય છે તે પ્રમાણે પુત્રની માંદગી જોઇ એને એના પતિની માંદગીના દિવસે। યાદ આવતા, અને દુઃખ બમણું વધતું. જેમ જેમ દિવસેા જતા ગયા તેમ તેમ એની ધીરજ ખૂટતી ગઈ. પરંતુ ધનીતે એ દુઃખદ પ્રસંગ જોવાના ન હતા. છનીઆની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54