Book Title: Suvas 1940 01 Pustak 02 Ank 07
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 9
________________ ધની કૃષ્ણરાવ મહિલે ધની એક ગરીબ મજૂરણ હતી. પોતાના ચાર પાંચ વરસના બાળક સાથે એ એક ઝૂંપડીમાં રહેતી. એની ઝૂંપડી શહેરના ગંદા ભાગમાં આવી હતી. સાંકડી ગલી, કાદવકિચરાથી ભરેલી, ત્યાં વીજળીના દીવા તે ક્યાંથી હોય? પરંતુ પિતાની કર્તવ્ય-પરાયણતા દેખાડવા માટે, મ્યુનિસિપાલિટીએ મૂકેલા બે-ત્રણ ગ્રાસલેટના દીવા આખી રાત ઝબૂકતા. એ લત્તામાં લગભગ બધા મજૂરવર્ગજ રહેતા. આખા દિવસના પરિશ્રમથી થાકી ગયેલા બિચારા મજૂરો, વાળુ કરી રહેલાજ સૂઈ જતા. રાતનાં બાળકોના રડવાથી, મછરેના ગણગણવાથી અને ભસતા કૂતરાના અવાજથી આખાયે મહેલાનું વાતાવરણ ભીષણ બનતું. ધનીની ઝૂંપડી નાકા ઉપર આવી હતી. અર્ધ પર પડી ગયેલું, અધ ભીંત તૂટેલી-એવી એ ઝૂંપડી, કઈ ઘવાયેલી વિરાંગનાની પેઠે દઢતાથી ઊભી હતી. ને છતાં એ ગલીમાં આદર્શરૂપ ગણાય એવી તે એક એ ધનીની જ ઝૂંપડી હતી. એના મહેનતુ સ્વભાવે, એની ઝૂંપડીને સ્વચ્છતાનું રૂપ આપ્યું હતું. મહિનામાં એક-બે વખત તે ઝૂંપડી લીંપતી ને સવારસાંજ વાળીઝાડી બને તેટલી રવછતા રાખવા મથતી. ધની બહુ રૂપાળી ન હતી; પણ એની ન્યાતમાં એ સૌથી સુંદર લેખાતી. એની આંખમાંથી નિર્દોષતા અને માતૃ-સ્નેહનાં કિરણો વરસતાં. એને જગતમાં હાલામાં વહાલી વસ્તુ એકજ હતી; અને તે એને પુત્ર–છનીઓ. એને જોઈ એનું હૈયું નાચતું ને રાચતું; એને નિહાળી એ સંતોષ માનતી ને પિતાનાં દુઃખને વિસારતી. એ નાનકડો બાળક એનો આશા-દીપક હતા. એ દીપકને ઝાલી એ સંસારયાત્રાના રસ્તે વિહરતી. એ સૂતો હેય ત્યારે ઘડીઓની ઘડીઓ સુધી, ધની એની હામે એક નજરે નિહાળતી; નયનેથી સ્નેહાશ્રનાં ઝરણું ઝરતાં, હદય સ્તબ્ધ થતું. બાહ્ય જગતનું ભાન ભૂલી તે ચેતનરહિત બની ઊભી રહેતી જાણે આરસની પૂતળી જ ન હોય! હાનકડા બાળકની મુખાકૃતિમાં પતિની રૂપરેખાઓ એ સ્પષ્ટ રીતે જોઈ શકતી. પતિના સ્નેહની અવશેષ રહેલી એ પ્રસાદી છે એમ એને લાગતું; દામ્પત્યપ્રેમની એ સ્મરણસંહિતા છે એમ એ માનતી. ધનીના પતિને ગુજરી ગયે બે-ત્રણ વર્ષ થઈ ગયાં હતાં. બાળકના સુખમાં એના વિરહનું દુઃખ કંઈક ઓછું થયું હતું. ધનીને ફરી લગ્ન કરવા એનાં સગાવ્હાલાઓ તેમજ ન્યાતીલાઓ કહેતાં. એ કામે જતી ત્યાં પણ એને બધાં એકજ પ્રશ્ન પૂછતાં, “ધની, તમારા લેકમાં તે નાતરાનો રિવાજ છે, પછી તું નાતરું કેમ નથી કરતી ?” એનાં લગભગ બધાંજ ઓળખીતાઓ આ પ્રમાણે પૂછતાં. આ પ્રશ્નથી બનીને અસહ્ય દુખ થતું. લગ્નની વાત સાંભળી, વીસરી જવા માંડેલાં જૂનાં સ્મરણે ફરી તાજા થતાં, એના પતિની સ્નેહાળ મૂર્તિ એની નજર સમક્ષ ખડી થતી. બધાંને એ એકજ ઉત્તર આપતી “મારા ભાગ્યમાં સુખ છે તે મારા પતિ મને શા માટે છેડી ગયા હેત ! હવે બધું મારું સુખ છનીઆમાંજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54