Book Title: Suvas 1939 08 Pustak 02 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 11
________________ કચ્છી સાહિત્ય પ૩ કચ્છી ભાષાને આ દુહે હમે સાંભળ્યો હશેઃ લાખ ખરચી લખ, કેરે કેટ અડાયે, ગંઠમેં હવે ગર, ત પદ્ધર અડાય પુંઅરા! ભાવાર્થ-–લાખા ફૂલાણીએ લાખ ખરચીને કેરા કોટ ચણવ્યો; હવે, હે પુંઅરે જામ ! જો હારી ગાંઠમાં પૈસા હોય તે તું પણ કઈ એ ગઢ ચણાવ. જામ લાખો અને પુંઅર પછી ૫૦-૧૦૦ વર્ષે આ દુહે તૈયાર થયે હશે. આ દુહ ખૂબજ જૂનો અને પ્રચલિત છે તે એને તૈયાર થયે લગભગ સાતમેં વર્ષ જરૂર થયા હશે એમ હારું માનવું છે. આવા બીજા પણ જૂના દુવા મળી શકે. ટૂંકામાં, કચ્છી ભાષા ગુજરાતી કરતાં જૂની જરૂર છે.” આ પરથી એમ માનવાને કારણે મળે છે કે ગુજરાતી અને કચ્છી ભાષાના નિકટના સંબંધને લઈને કચ્છી ભાષામાં ગુજરાતી શબ્દોની ઉમેરણ પાછળથી થઈ હાય. હે ઘણાઓને કહેતાં સાંભળ્યા છે કે – “કચ્છી ભાષા અમને તે નીરસ અને કઠીન લાગે છે !” આ માટે મને તે બે મુખ્ય કારણ જણાય છે: (૧) કચ્છી ભાષામાં કેન્ચ અને હિંદી ભાષાની માફકજ નાન્યતર જાતિ નથી; (આથી ભાષામાં નરમાશ ન જણાય એ એ દેખીતું છે.) અને (૨) કચ્છી ભાષા પુરાણું હાઈ જરા અણઘડ અને અણખેડાયેલી રહી જવાથી બહુ કર્ણપ્રિય ન હોઈ શકે. તેમ છતાંય કચ્છી ભાષામાં જે ખાસિયત છે, તે ગુજરાતી જેવી બીજી કઈ ભાષામાં જણાઈ નથી. કવિશ્રી કારણ તેમના એક કાવ્ય-પુસ્તક “કારાણી કાવ્યકુંજ ભા. ૧'ની પ્રસ્તાવનામાં કહે છે કે – આપણી કચ્છી ભાષા ભલે અણખેડાયલ કે અણઘડ હોય તે પણ જે વેધતા અને સચોટતા કચ્છી ભાષામાં ઊતરી શકે છે, તથા જે જુસ્સો અને જમાવટ કચ્છી ભાષામાં જામી શકે છે તે ગુજરાતી જેવી અન્ય અનેક ભાષાઓમાં કોઈ કાળે પણ આવી શકવાનાં નથી, આ વાત કચ્છી ભાષાથી પરિચિત ઘણા ગુજરાતી સાક્ષરો પણ ખુલ્લા હદયે કબૂલે છે.” કરછી ભાષાનું સ્થાનઃ જયાંસુધી આજની આપણી વિદ્યાપીઠ કચ્છી ભાષાને એના જેવી બીજી અનેક–Indian Vernaculars—હિંદીભાષાઓ જેવું અગત્યનું સ્થાન ન આપે એટલે કે પાલી, તેલુગુ, સિંધી વગેરે ભાષાની જેમજ પદ્ધતિસરની “ફરજિયાત ભાષા” (Compulsory Vernacular) તરીકે સ્વીકારવા જેટલું મહત્વ ન આપે. ત્યાં સુધી કચ્છી ભાષાનું સ્થાન હાલ તે ચેકસ ન કહી શકાય. છતાંય કચ્છી ભાષા કચ્છમાં હજારો વર્ષ થયાં બેલાતી આવી છે અને હજુ પણ એ ભાષા કચ્છીઓની જબાનમાં એટલી બધી ઓતપ્રોત થઈ ગઈ છે કે ગમે એટલા સુધારાઓ કચ્છમાં દાખલ થાય તે પણ એ જૂની પુરાણી ભાષાને કદિ નાશ થવાનો સંભવ નથી; એટલું જ નહિ પરંતુ હજારો વર્ષ સુધી બેલાતી રહેશે. શહેર કરતાં કચ્છનાં ગામડાઓમાં કચ્છી ભાષાની કિંમત વધારે છે. ગામડામાં રહેનારે તે કચ્છી ભાષા પૂરેપૂરી જાણી લેવી આવશ્યક છે. કદાચ સુધારાના પવનથી શહેરમાં કચ્છી ભાષાને બદલે ગુજરાતીમાં સઘળાજ વહીવટ ચાલે તે તે શક્ય છે ખ; પરંતુ ગામડાઓમાં તે કદી કચ્છી ભાષાનું આકર્ષણ, માન અને સ્થાન ઓછાં થશે જ નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64