Book Title: Suvas 1939 08 Pustak 02 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 21
________________ જવાળામુખી - ૬૩ સહજ શાન્તિ ફેલાતાં તેણે સ્થિરતાભર્યો ઉચ્ચાર કર્યોઃ “પ્રમુખ સાહેબ, સ્ત્રીઓ અને પુરુષોના હક્ક સમાન કદી ન હોઈ શકે..." વિદ્યાર્થીઓએ તાળીઓ પાડી, પરંતુ આગળ સાંભળવાની સહુને આછી લાલચ થઈ. યુવકે તેને લાભ લીધો. અને અસરકારક ભાષામાં તેણે ચર્ચા કરી. સ્ત્રીએ જગતના વિકાસમાં કશો જ ફાળો આપ્યો નથી, અને પુરુષ દેરે તેમ દોરવાનો તેને ધ જ છે એ તેના વક્તવ્યને ધ્વનિ હતો. સહુએ તેને શાંતિથી અને વખાણની તાળીઓ રહ સાં વિદ્યાર્થીઓના ઉત્સાહને વેગ મળે એવી ઘણી ઘણી રસપ્રદ બાબતે એમાં હતી. પરંતુ વિદ્યાર્થીનીઓને આ વ્યાખ્યાન રાખ્યું નહીં. તેમની ખ્યા ઓછી હતી એ વાત ખરી; વિદ્યાર્થીઓ જેટલું તોફાન તે કરતી નહીં એ વાત પણ સા. પરંતુ એને અર્થ એમ નહીં કે વિદ્યાર્થીનીઓની સંખ્યા ભવિષ્યમાં વધી વિદ્યાથીઓની બરાબરી ન કરી શકે. અને તેમ થાય તે તોફાનની શક્તિમાં પુરુષવર્ગ કરતાં ઊતરતું સ્થાન લેવાની તેમની તૈયારી ન જ હોય. પુરુષે વિરૂદ્ધની અનેક દલીલે વિદ્યાર્થીનીઓના હૃદયમાં સળવળી રહી. ચંપલ પછાડવા માટે તેમના પગ વેગવાન બનતા હતા, અને જરૂર પડયે કયુટેકસથી રંગી લાલ બનાવેલા અને ખાસ ઓજારથી સ્વચ્છ અને અણુદાર બનાવી આગળ વધારેલા કલામય નખ આયુધ તરીકે ન જ વાપરવાની તેમણે પ્રતિજ્ઞા લીધી ન હતી. પરંતુ હજી સ્ત્રી જાતિએ પુરુષ સરખા હક્ક માગ્યા છતાં ઘણા હક વાપર્યા નથી. હદયના ભાવ વિદ્યાર્થીનીઓએ આછી સ્મિત નીચે છુપાવી રાખ્યા. માત્ર એક વિદ્યાથીનીના હદયે તેના પગને વેગ આપ્યો. તેણે ઊઠી વ્યાખ્યાનસ્થાન તરફ જવા માંડયું. પાછો તાળીઓને વરસાદ વરસ્ય. એ વરસાદ માનવાચક ન લાગે. વિદ્યાર્થીનીઓ તળી ઊઠી છતાં શાન્ત રહી શકી. પ્રમુખે હાથ ઊંચા કર્યા. સને શાન્ત પવા વિનંતિ કરી, ધમકી આપી, મેજ પછાડયું અને સભા છોડી જવાની બહુ ડા સાંભળી શકે એવી વ્હીક બતાવી. એટલામાં એ વિદ્યાર્થીની જરાપણ ભસ્થ વગર પ્રમુખની પાસે આવી ઊભી રહી. તેણે પણ તાળીઓના વરસાદને વરસી જવા દીધો. સહજ શાન્તિ થતાં પ્રમુખે કહ્યું: ‘ સ્ત્રીઓ પ્રત્યે સભાએ વધારે સારું વર્તન રાખવું જોઈએ.” ‘ના’ ‘ના’ ના પિકારો વિદ્યાર્થીઓમાંથી ઊછળી આવ્યા. ‘ સમાન હક્ક,’ ‘સરખા હક્ક, ” “ સરખું વર્તન” એવા જવાબ પ્રમુખને મળ્યા. “પુરુષોની તલપૂર પણ મહેરબાની માગતી નથી, પ્રમુખ સાહેબ” વિદ્યાર્થીનીએ પિકા વચ્ચે પોતાના વ્યાખ્યાન માટે સ્થાન મેળવી શરૂઆત કરી. “બેસી જા” “બહુ થયું,’ ‘પરણ્યા પછી બેલજે' જેવા વિદ્યાથજગતની શિષ્ટતા દર્શાવતા ઉદ્દગારો સંભળાતા હતા છતાં તેમને ન ગણકારી તેણે સહુના ધ્યાન ખેંચવા માંડયું, અને જોતજોતામાં તેણે સહુના ધાનને સર કર્યું. તેને રણકારભર્યો મધુર અવાજ, ટારહિત છટા, પુરુષજાતિ ઉપરના પ્રહારે અને સ્ત્રી જાતે માનવસંસ્કારમાં આપેલા ફાળાને ઇતિહાસ તેના વ્યાખ્યાનને આકર્ષક બનાવી રહ્યાં હતાં. તેણે સાબિત કર્યું કે સ્ત્રીઓને પુરુષની દેરવેણીની જરાય જરૂર નથી; એટલું જ નહીં પણ પુરુષ સર્વદા સ્ત્રીથી દોરે છે, અને જેટલે અંશે એ સત્ય તે સમજશે તેટલે અંશે જ તે અને તેની દુનિયા સફળ થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64