Book Title: Suvas 1939 08 Pustak 02 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 31
________________ ચિત્રાંગદા : રસદર્શન • ૭૩ પણ અર્જુનને તેના રૂપની પરવા નથી. તે તે તેની ક્ષાત્રપ્રભાથીજ અંજાઇ ગયો છે– (અજુન) બલકે કહે છે કે શૈર્યમાં તે પુરુષ સમાન છે. અને મૃદુતામાં સ્ત્રી સમાન'. હવે ધીમેધીમે સહજ અસ્પષ્ટ ને લાક્ષણિક બેગપૂર્વક ચિત્રા તેની સત્ય સ્થિતિ બોલે છે–પણ તેમાંયે સાથેસાથે અર્જુનના વલણને પારખવાની ઈછા તે ઊડે ઊંડે રહેલી જ છે એ જ એનું સોથી મોટું દુર્ભાગ્ય છે. જ્યારે સ્ત્રી એ માત્ર સ્ત્રી જ રહે છે, જ્યારે પુરુષના હદયની આસપાસ તે તેનાં સ્મિત રદન સેવાઓ, અને આલિંગની પ્રેમચેષ્ટાઓ દ્વારા વિંટળાઈ રહે છે ત્યારે જ તે સુખી થાય છે. વિદ્યા અને મહાન સિદ્ધિઓ તેને શા કામનાં ?” પછી સ્ત્રી અર્જુનને પોતે પ્રથમ શિવમંદિરમાં મળી હતી તે પ્રસંગને ઉલ્લેખ કરતાં તે ઉમેરે છે– “વનપંથની બાજુમાં આવેલા મહાદેવના મંદિરમાં તમે તેને ગઈ કાલે જ જોઈ શકયા હેત તો તેની તરફ નજર પણ નાખ્યા વિના તમે પસાર થઈ જાત. પણ શું તમે સ્ત્રીના સોંદર્યથી એટલી બધી કંટાળી ગયા છે કે તેનામાં પુરુષનું બળ વાંછી રહ્યા છો ?” સાચે જ ચિત્રાના હરિગતિ સૌંદર્યથી અર્જુનને કંટાળો ઉપજ્યા છે. એવા મિથ્યાસંદર્ય કરતાં તે શસ્ત્રસજિત રાજકુમારી ચિત્રાંગદા તેને વધારે આકર્ષે છે. વિલાસને વૈરાગ્ય તેને શાર્ય તરફ વાળે છે. રાજકુંવરીની વીરતા સાંભળી તેના રોમેરોમમાં નવચેતન વહેવા માંડે છે, ને વિજ્યકીર્તિ પ્રાપ્ત કરવા સમરાંગણમાં જવાની તે ચિત્રા પાસે અનમતિ વાંછે છે. ચિત્રા, તેના સત્ય સ્વરૂપથી અનભિજ્ઞ અર્જુનની નિર્દોષ અજ્ઞતા પર મનમાં હસતી હશે કે એ સત્યસ્વરૂપને ઝીલવાને ઉસુક પ્રિયતમના તલસાટથી અંતરમાં હર્ષિતી હશે? ગમે તેમ, તે તેની છેલ્લે સુધી કસોટી કરી લેવા ઇચ્છે છે એટલે તેની સામે મુક્તિને ભાનું પ્રગટતો હોવા છતાં કૃત્રિમ સંદર્યની માયાજની પ્રત્યે અર્જુનને હજુ કાંઈ મેહ રહ્યો છે કે નહિ તે ચકાસી જોવા તે નિજ સિદર્યનું આકર્ષણ વધારે વિસ્તારતી જાય છે– આશા અનુભવવા છતાં બેપરવા નિરાશા વ્યક્ત કરે છે, એટલા માટે કે પાછળથી પસ્તાવું ન પડે– ચિત્રા- તમને જવાની ના પાડું તે? મારા બાહુપાશમાં તમને વીંટી રાખું તો ? તો શું સખ્તાઈથી મુક્ત થઈ, મને તજીને ચાલ્યા જશે? જુઓ, ત્યારે.....” જેને આપણે સ્ત્રીસહજ છણકે કહીએ છીએ તે નારીની અમોધ આકર્ષણ-મોહિનીનું આનાથી વધારે સરસ દ્રષ્ટાંત બીજું કયું હોઈ શકે? પણ તરત જ મૂળ વાત પર આવતાં– ચિત્રા-પ્રાણનાથ! જરી અહીં બેસે. કયા બેચેન વિચારે તમને સતાવે છે? કોણે તમારું મન ચારી લીધું છે ? ચિત્રાએ ?' જરાએ છૂપાવ્યા વિના કેવી સરળતાથી અને ઉત્તર આપે છે ! હા, ચિત્રાએ. મને આશ્ચર્ય થાય છે– ક્યા વ્રતની સિદ્ધિ સારૂ તે યાત્રાએ નીકળી હશે ? તેને શું જરૂરિયાત હોઈ શકે ?” ચિત્રા --“તેને શું જરૂરિયાત હોઈ શકે? એ અભાગી સ્ત્રીને કદી હતું જ શું? તેના ગુણો જ તેના હૃદયને ખાલી કાચલામાં જકડી રાખતા કારાવાસની દિવાલ સમા છે. તે અંધારમય છે, અતૃપ્ત છે. તેના નારીય પ્રેમને ચીંથરાં પહેરી સંતોષ માનવો પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64