Book Title: Suvas 1939 08 Pustak 02 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 40
________________ ૮૨ સુવાસ : જેઠ ૧૯લ્પ વટમાં શું મૂકે છો?” “મારું મગજ અને બુદ્ધિ.” ડોઝરાયલીએ મક્કમતાથી કહ્યું. અને એ મૂડીદારે એ અડાણવટને સ્વીકાર પણ કર્યો. એ જ અરસામાં લોર્ડ મેબેને તેને એક પ્રધાનના સેક્રેટરીની જગ્યા ધામવા માંડી. ડીઝરાયલીએ શાંતિથી કહ્યું, “સેક્રેટરીપદે શું વળે? હું તો પ્રધાન જ બનીશ” અને ચેડાં જ વર્ષો પછી એ સામાન્ય પ્રધાન જ નહિ, બ્રિટીશ સલ્તનતને વડા પ્રધાન બન્યો. એક મિત્રે ડીઝરાયલીને તેના પ્રતિસ્પર્ધિ અને મહારાણી વિકટેરિયાને અણમાનીતા મહાન વડાપ્રધાન લેસ્ટન વિષે પૂછગાછ કરી. ડીઝરાયલીએ કહ્યું, “ગ્લેસ્ટન ખરેખર મહાન છે. પણ તે રાણી સાથે વાત કરતાં ભૂલી જાય છે કે એ એક સ્ત્રી છે. હું તે યાદ રાખું છું. રાણી રાતને દિવસ કહે તો પણ હું તેને વિરોધ ન કરું.” જર્મનમંત્રી પ્રીન્સ બીસ્માર્ક યુવાનવયે એક ભવ્ય હોટલનો થોડોક ભાગ ભાડે રાખેલે. તે ભાગમાં સ્માર્કના બેઠકખંડમાં નોકરને બેલાવવાને ઘંટડીની વ્યવસ્થા નહતી. બીસ્માર્ટ એ ત્રુટિ તરફ માલિકનું ધ્યાન ખેંચ્યું. પણ માલિકે કહ્યું કે, “ઘંટડીની જરૂર હોય તે તે ભાડુઆતે પિતે વસાવી લેવી જોઈએ.” બીસ્માર્ક એ વખતે તે કંઈ ન બોલ્યો પણ રાત્રે તેણે બંદુકના ઉપરાઉપરી વ્હાર કરવા માંડયા. મકાનમાલિક હુલ્લડની બીકે એ ખંડમાં ધસી આવ્યા ને ગોળી હારનું કારણ પૂછ્યું. “ગભરાઓ નહિ, ” બીસ્માર્થે હસીને કહ્યું, “બંદુકમાં ગેળી ભરેલી નથી. આ તે નેકરને બોલાવવાને માટે આ ખંડમાં એકે ધંટડી નથી દેખાતી એટલે નોકર સાથે મેં એવી વ્યવસ્થા કરી છે કે મારે તેને બોલાવે હોય ત્યારે મારે ખાલી બંદુકને બહાર કરવા.” ને બીજા દિવસનું સવાર ઊગે એ પહેલાં જ બીસ્માર્કના ખંડમાં ધંટડી. ગોઠવાઈ ગઈ. અંગ્રેજ એલચી લેર્ડ રસેલે બીસ્માર્કની મુલાકાતના પ્રસંગે એક વખતે તેને પૂછયું, “આ૫ મુલાકાતથી તે ખૂબ જ કંટાળી જતા હશે ? તેમાંથી બચવાને આપે કેઈ ઉપાય શો છે ખરે?” “હા ” બીસ્માર્ટ કહ્યું; “મારાં કૃપાળુ પરની મુલાકાતના ખંડમાં આવી ગમે તે હાને..”અને તે વાક્ય પૂરું કરે એ પહેલાં જ તેમનાં પત્નીએ તે ખંડમાં આવી મધુર ને નિર્દોષભાવે કહ્યું, “આપને દવા પીવાને સમય કયારને થઈ ગયો છે-એ ભૂલી ન જતા.” - રસેલ જાણતો હતો કે બીસ્માર્ક માં છે જ નહિ-માંદ હોય તો પણ દવા પીએ તેમ નથી. તે હસીને ઊભો થઈ ગયો. એક પ્રસંગે બીસ્માર્ટે અંગ્રેજ એલચીને ખાણું આપ્યું. તે વખતે ભોજન કરતાં એલચીનાં : પત્ની લેડી એમીલી તરફ જોઈ તે સ્મિતપૂર્વક બોલ્યા, “તમારા બાપ મરી જવાના સમાચાર જેવા ખુશીના સમાચાર મેં મારી જીંદગીમાં બીજા સાંભળ્યા જ નથી. ” લેડીને તે ચમક આવી ગઈ. પણ પછી બીસ્માર્થે ઉમેર્યું, “જે તે જીવતા હોત તો તેમણે મને વહાલું યુદ્ધ અટકાવી દીધું હોત. ” અનેક જર્મન આગેવાને કેસરને મળવાને આવતા. બીસ્માર્કને તે સર્વની કેસરને ઓળખ આપવી પડતી. પણ ઓળખ આપવાના આવા પ્રસંગેએ બીસ્માર્કનું મગજ એવી ગૂંચથી ભરેલું હતું કે તેને આવનારનું નામ યાદ કરવામાં મુશ્કેલી પડતી. પરિણામે તેણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64