Book Title: Suvas 1939 08 Pustak 02 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 49
________________ રવિ--રસાયણું તલાલ બાવીસી હવાફેર નિમિત્તે અમે થોડા દિવસ ચાલે છે એક માસ્તર સાહેબ સાથે અમારો પરિચય થયેલ. સાહિત્ય અને સાહિત્ય પ્રતિ તેમને અતિ પ્રેમ હતું. આવતા વેંત તેઓની પ્રથમ ચર્ચા સાહિત્ય અને સાહિત્યકારો વિશેની જ હોય. જાણે એ જ એમને ધ હોય. તેઓ હંમેશાં વક્તા હોય અને અમે શ્રોતા. તેઓની વાગ્ધારા શરૂ થતાં તે કયારે અટકશે તે કહી શકાય તેમ નહોતું. બીજા કેઈને ભાગે બેસવાનું આવતું જ નહીં ! મારસાહેબને સાહિત્ય વિષે કેટલું જ્ઞાન હતું તે તો ખબર નથી. પરંતુ સાહિત્યકારો વિશે તેઓ અવશ્ય થોડું ઘણું જ્ઞાન ધરાવતા. કદાચ તેમના મત પ્રમાણે તે તેઓની રગેરગના જાણકાર હતા એટલું જ નહીં પરંતુ તેમના નક્ષત્ર સુદ્ધાં જાણતા. સાધારણ જનતામાં મહાપુ, સાક્ષરો, કવિઓના આંતરજીવનને-જીવનરહસ્યને જાણવાનું કંઈક કૌતૂહલ હોય છે. સ્વભાવતઃ તેઓને તેમના જીવન વિષે કંઈ જાણવાનું દિલ રહ્યા કરે છે. એટલે માસ્તરસાહાને શ્રોતાઓની કયારેય ખોટ જણાતી નહીં. એક દિવસ વાતચીત થતાં કવિવર રવીન્દ્રનાથ વિષે વાત નીકળી. માસ્તર સાહેબે કહ્યું, “હું તો ઘણું દિવસ કવિ સાથે શાંતિનિકેતનમાં રહ્યો છું !” કવિના જીવન વિષે કંઈક નવું જાણવાને અમે બધાએ, આતુરતાપૂર્વક, તેમને આગ્રહ કર્યો, ને માસ્તરસાહેબે વાગ્ધારા છેડી: “ઉત્તરાયન' નામના આરસપહાણના એક રાજપ્રાસાદમાં કવિ રહે છે. તેમના શયનખંડ ઉપર બિલોરી કાચનો એક વિશાળ ઘુંમટ છે. રાત્રે સ્વ રેશમી ચાદર, બિછાવેલી મખમલની શય્યા ઉપર સુતા સુતા કવિ એ ઘુમ્મટમાંથી ચંદ્ર-તારકજડિત આકાશની શોભા નિહાળે છે. ચંદ્રનાં અજવાળાં આવી તેમના શયનખંડને સૌમ્ય, ઉજજવળ અને શીતળ બનાવી જાય છે. પુષ્પ, ધૂપ, વગેરે સુગંધીથી મઘમધતા તે શયનખંડમાં ચંદ્રમાંના પ્રકાશમાં રાત્રે તેઓ સંગીત અને કવિતા રચે છે. અને સવારે વાર્તા, નિબંધ અને નવલકથા લખે છે. ઉષઃકાલ થતાં જ સુંદર બાલિકાઓનું એક ટોળું આવી મધુર સ્વરે ગીતાંજલિનું ગીત ગાઈ કવિને નિદ્રામાંથી જગાડે છે. કવિ ઊઠતા સીધાજ સ્નાનગૃહમાં ચાલ્યા જાય છે. સ્નાનગૃહની વિશાળ દીવાલો તરફ અરીસાથી મઢેલી છે. આરસપહાણુની ચાકી વચ્ચે ત્રણ જબરજસ્ત “બાથટબ” મૂકવામાં આવેલ છે. એકમાં ગરમ પાણી, એકમાં બરફનું ઠંડુ પાણું અને એકમાં સુગંધી ગુલાબજળ ભર્યું રહે છે. સ્નાન કરી આવ્યા પછી કવિ નાસ્તો કરવા બેસે છે. ચા, પાઉટી, કેફી, ઈડાનો રસ, ભીમનાગના સંદેશ, ઓસ્ટ્રેલિયન સફરજન, ઈટાલીના જડદાલુ, બદામનું શરબત, ગાયનું અરધે શેર દૂધ અને તે સાથે ચેડા “પામ' બિસ્કીટ આ તેમને સવારનો નાસ્ત છે. આ દરમ્યાન, માલતીકુંજમાં આવી બબરચી ચાંદીથી મઢેલ હેકામાં સુગંધી તમાકુ ભરી જાય છે. જરીભરેલ હોકાની નળી પચાસ હાથ લાંબી છે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64