Book Title: Suvas 1939 08 Pustak 02 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 60
________________ ૧૦૨ - સુવાસ : જેઠ ૧લ્પ ૨ સાહિત્ય—પરિષદના પ્રમુખ મા. તંત્રી શ્રી– આગામી સાહિત્ય-પરિષદના પ્રમુખની ચૂંટણી વિષે આપે જુદી જુદી ચર્ચાઓ વાંચી જ હશે. તેમાં અત્યારસુધીમાં સૂચવાયલ નામમાં મુખ્યત્વે–સરદાર શ્રી વલ્લભભાઈ પટેલ, કવિ શ્રી નેહાનાલાલ, અ. ફ. ખબરદાર, બ. ક. ઠાકર, શ્રી જીનવિજયજી, કાકા કાલેલકર અને શ્રી રમણલાલ દેસાઈ છે. સરદારશ્રીનું નામ સૂચવનારે એમની કઈ સાહિત્યકૃતિઓ પોતે વાંચેલી છે એ પણ જે સાથેજ જણાવી દીધું હેત તે ગુજરાતી સાહિત્ય-જગત એમનું ખૂબજ આભારી બનત. તેઓ દેશની મુખ્ય રાજકીય સંસ્થાના આગેવાન છે એ લાયકાત તેમને પરિષદના પ્રમુખ તરીકે ચૂંટી કાઢવાને પૂરતી ન ગણાય. બાકી જે ભાષણ કે પ્રજાને અમુક પળે દોરવાની જ શક્તિથી માનવી સમર્થ સાહિત્યકાર ગણાઈ શકતા હોય તે એ વિષયમાં જગતને અદ્વિતિય સેનાપતિ, શહેનશાહ અને નાયક નેપિલિયન પણ મહાન સાહિત્યકાર ગણાયો હેત. તેની તેજસ્વિની પત્રિકાઓએ લાખ સૈનિકમાં ઉત્સાહનાં પૂર વહાવેલાં. પણ ફ્રાન્સના સાહિત્યકારોએ તે એને, એની ઈચ્છા છતાં, રાજવંશી મહેમાન કરતાં ઊંચે હોદ્દો ન જ આપે. અને હવે તે ગુજરાતી સાહિત્ય પરિષદે પણ કંઈક એવોજ ઠરાવ કરેલો છે ને? આ સ્થિતિમાં સરદારશ્રીને માટે જરૂરી અવકાશ નથી રહેતા. બીજાં નામમાં કવિશ્રી નેહાનાલાલનું નામ સહેજે પહેલી પસંદગી પામે. પણ આજનું ગુજરાત અને તેમાં પણ સાહિત્ય પરિષદ તે પૂણશે ગાંધીવાદથી રંગાયેલ છે. અને કવિશ્રી, પ્રમુખ તરીકેના પિતાના ભાષણમાં, ગાંધીવાદ ઉપર પ્રહાર ન કરવાનું વચન આપે છે તે સંભવિત જ નથી. એટલે એ પ્રહારો ઝીલીને પણ એમને પ્રમુખ બનાવવાની ભાવના ન ખીલે ત્યાંસુધી એમને વિષે ચર્ચા ઉઠાવવી કે એમને વીનવવા જવું એ કંઈક વધુ પડતું ગણાય. બ. ક. ઠાર સંબંધમાં કંઈક અંશે ઉપર પ્રમાણેઅને વિશેષમાં સાહિત્ય-પરિષદથી તેઓ જ્યારે દૂર ને દૂર જ રહે છે ત્યારે એમની દોરવણી સર્જાતા યુગને અને સાહિત્યને કેટલી ફળદાયી થઈ પડે એ એક પ્રશ્ન છે. - શ્રી છનવિજયજી નામાંકિત, પ્રૌઢ અને પ્રામાણિક ઇતિહાસકાર છે એ સાચું. પણ સાહિત્ય એ કંઈ કેવળ ઈતિહાસ નથી. ભૂત અને વર્તમાન બંને કાળની પ્રજાના જીવનના અનેકવિધ અંગેને જે શબ્દમાં ઝીલે અને ભવિષ્યની પ્રજાને માર્ગ સૂચક કૃતિઓ આપી શકે એ જ સાહિત્યકાર ગણાય. ઈતિહાસ કે ઈતિહાસકારોની પરિષદના પ્રમુખ તરીકે શ્રી જનવિજ્યજી શોભી શકે એવા તે સાહિત્ય-પરિષદના પ્રમુખ તરીકે પ્રજાકીય ન જ ગણાય. * બાકીમાં–કવિ શ્રી ખબરદાર, કાકા કાલેલકર અને રમણલાલ દેસાઈ. ત્રણેનાં ક્ષેત્ર જે કે જુદાં છે છતાં ત્રણેએ સાહિત્યક્ષેત્રમાં સુયોગ્ય ફાળો આપ્યો છે. પ્રજા અને સાહિત્યકારો બંનેને તે ત્રણે માન્ય અને પ્રિય છે અને ઘડાતી પ્રજાને જીવન અને સાહિત્યમાં સુમાર્ગે દેરવાને તે ત્રણેએ પોતપોતાથી બનતું કર્યું છે. તેમાં પણ શ્રી ખબરદાર જીવનસંધ્યાએ ઊભા હાઈ પહેલી પસંદગી એમને અપાવી ઘટે. તેઓ જે માંદગીના અંગે એ ન સ્વીકારી શકે તે પછી કાકા કાલેલકર કે રમણલાલ દેસાઈ બેમાંથી ગમે તે એક એ સ્થાનને માટે વધુમાં વધુ યોગ્ય ગણાય નરસિહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64