Book Title: Suvas 1939 08 Pustak 02 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 61
________________ ET III III હિદની મધ્યસ્થ અને પ્રાન્તિક ધારાસભાઓએ સામાજિક અને ધાર્મિક પ્રશ્નો સંબંધમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં અનેક કાયદાઓ પસાર કર્યો અને હજી પણ કરે છે. અલબત્ત એ સાચું છે કે આવા કાયદાઓ જરૂરિયાત વિચાર્યા પછી જ કરવામાં આવે છે પણ એ જરૂરિયાત ઊભી કયા કારણે થાય છે એ પણ સાથે જ વિચારી લેવું જોઈએ. મુંબઈ ઈલાકાની ધારાસભાએ હમણું એક પત્નીવ્રતનું અને તે વાને સફળ બનાવવાને છૂટાછેડાનું બીલ પસાર કરવા ધાર્યું છે. આ બીલની આવશ્યકતા અંગે લાગણીના આવેગમાં ગમે તે કારણો દર્શાવાયાં હોય પણ એના મૂળ કારણ તરીકે વસ્તુસ્થિતિમાં તે છેલ્લાં ત્રણ ચાર વર્ષમાં એક પત્નીની હયાતી છતાં આઠદશ કેળવાયેલ પુરુષોએ કરેલાં દ્વિતીય લગ્ન, તેની છાપાંઓએ ગજાવેલી હેહા, તેમાંથી લાગણીવશ માણસનો ઉશ્કેરાટ અને કઈ કીર્તિવાંછું ધારાસભ્યનું એ પ્રત્યે ખયાલ ધ્યાન-એ છે. હિંદની વર્તમાન પરિસ્થિતિમાં એકપત્નીવ્રત બેશક જરૂરી હોઈ શકે. પણ તેની સફળતા માટે-અપસંખ્ય સ્ત્રીવૈવિધ્યતા વાંછુઓની લાલસા સંતોષવાને આખા જગતે જે સામાજિક પ્રથાને ધિક્કારપાત્ર અને અસંખ્ય દૂષણને બહેતરનાર તરીકે કબૂલી છે તે છૂટાછેડાની પદ્ધતિ સ્વીકારવી એ તે ઘરમાં દીવો કંઈક ઝાખો થતાં પ્રકાશ માટે ઘાસલેટના ડબ્બામાં જ દિવાસળી મૂકી દેવા જેવું છે. અને રાજકીય દૃષ્ટિએ તે હિંદ પર જયાં સુધી બ્રિટનનું સાર્વભૌમત્વ છે ત્યાં સુધી ગમે તેવી પ્રજાકીય ગણાતી ધારાસભાદ્વારા પણ કાંઈ પણ ધાર્મિક કે સામાજિક નિયમન કરાવવું એ ગુલામીની જંજીરને વધારે નક્કર બનાવવા સમું છે. સંભવિત છે કે સમાજમાં દૂષણો પ્રવેશતાં હોય, પણ એને પ્રજાકીય ધોરણે જ અટકાવી શકાય. એને માટે પરદેશી શાસકે કે એમની વતી શાસન ચલાવતી સભાઓનો આશ્રય લેવો એ તો રાજકીય ગુલામી ઉપરાંત સરકૃતિક ગુલામીન નેતરવા સરીખુ છે. બ્રિટનના હિંદ પરના રાજકીય વિજયનાં મૂળ તે ૧૭૫માં નંખાઈ ચૂક્યાં છે. ૧૮૫૭માં તો એ વિજય સંપૂર્ણ પણ થઈ ચૂકેલે. પણ કેવળ રાજકીય વિજય જગતમાં સ્થાયી વિજય નથી બની શકતે. એવો વિજય તે સિકંદરે કે જંગીસખાને પણ પ્રબળ પ્રમાણમાં સાધ્યો હતો. પણ રાજકીય વિજયને જ્યારે સાંસ્કૃતિક વિજય અનુસરે છે ત્યારે જ વિજય સ્થાયી અને સંપૂર્ણ બને છે. સાંસ્કૃતિક વિજય રાજકીય વિજય એટલે ત્વરિત નથી બની શકતો. તેમાં પણ પ્રજા જો સંસ્કારી કે બુદ્ધિમાન હોય તે સૈકાઓ વીતી જાય છે. એ વિજય વિજેતાઓ પ્રત્યક્ષ રીતે સાધી શકતા પણ નથી. તે માટે તેમને શિક્ષણનો આશ્રય લેવો પડે છે. શિક્ષણમાંથી સ્વત્વ, શ્રદ્ધા, ચારિત્ર, તેજ, શક્તિ અને શુદ્ધ અને સાચા ઈતિહાસના અમુક અંશો ઘટાડી નાંખી તેમાં વિલાસ, કૃત્રિમ માનવતા, તરંગ અને તર્કવાદના અમુક અંશે જ્યારે વધારી દઈ પ્રજાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64