Book Title: Suvas 1939 08 Pustak 02 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay
Catalog link: https://jainqq.org/explore/034626/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વાદરા રાજ્ય અને સુખઈ ઈલાકાના કેળવણીખાતાએ લાયબ્રેરીએ અને શિક્ષણ-સંસ્થાઓ માટે મંજુર કરેલુ. અને ગુજરાતના નામાંકિત વિદ્વાનાના સહકારથી વાદરામાંથી જ નીકળતું ગુજરાતનું એક અજોડ માસિક સુવાસ વાર્ષિક લવાજમ ૩.૩~૩~. વિનતિ–સૂચના પત્ર સુવાસ કાર્યાલય, રાવપુરા; વડાદરા. પુસ્તકાલયેા ( લાયબ્રેરીઆ )ને પહેલા વર્ષે અમે આપને ખાર અંક માકલાવ્યા. જો ગ્રાહક બનવાની ઈચ્છા ન હોય તેા અંક પાછા (Refused) માકલવાની દરેક અકે અમે આપને સૂચનાઓ કરી. છતાં ન આપે અક પાછા · મેકલાવ્યા, ન ‘નાના પત્ર લખ્યું. પરિણામે આપ ગ્રાહક બનવા ઈચ્છે છે એમ માની ગયે અક અમે આપને વી. પી.થી મેાકલાળ્યે. એમાંથી જેણે જેણે એ વી. પી. પાછાં મેકલાવ્યાં એમને બીજું તે શું કહીએ? પણ સૂચનાએ કર્યો છતાં દરેક અક લીધા જ કરવા અને છેલ્લી વખત વી. પી. પાછાં ધકેલવાં એમાં નથી અન્ધુભાવ, નથી સાહિત્યસેવા કે નથી સહૃદયતા. રાજ્યના ધારા પ્રમાણે પણ ગ્રાહક બન્યા સિવાય એક કરતાં વધારે અંકા રાખી શકાતા નથી. છતાં જે થયું તે થયું. પણ હવે અમે એ દરેક પાસે એટલી આશા તે જરૂર રાખીએ કે પહેલા વર્ષે પેટે તેએ પેાતાથી બનતું કંઇક મેાકલાવી આપે, અને બીજા વર્ષે ગ્રાહક મની અમને પ્રથમ વર્ષે થયેલ નુકશાન અને અન્યાયને ભૂંસવા પ્રયાસ કરે. જેમને અકે આ વર્ષે નવેસરથી મેાકલાય છે તે પુસ્તકાલયેા પાસે પણ ‘હા' ‘ના'ના તરત ઉત્તરની અમે આશા રાખીએ છીએ. સાથે એ યાદ આપીએ છીએ કે વડાદરામાંથી જ નીકળતા, અને અનેક વિદ્વાનોએ, સામયિકાએ અને પ્રજાએ વધાવી લીધેલા આ માસિકને ઉત્તેજનની ખાસ જરૂર છે. અને વડાદરા રાજ્યનાં પુસ્તકાલયેાની તે એમ કરવાની પહેલી ફરજ છે. તે મજેટમાં પસાર કરાવવાને પણ તેમને માથાકૂટ કરવી પડે એમ નથી. કેમકે ‘સુવાસ'ના ગુણેા અને તેની પ્રતિષ્ઠાથી આકર્ષાઇ, અને તેને ઉત્તેજન આપવાની ભાવનાથી, રાજ્યના પુસ્તકાલયખાતાના અધિકારી સાહેબે એને નવાં, અને જરૂર હાય તેને માટે વધારાનાં, બજેટમાં પણ તરત જ પસાર કરવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ તત્પરતા બતાવી છે. એનું લવાજમ પણ દરેકને પોષાઈ શકે એટલું ઓછું રાખવામાં આવ્યું છે. અને એના દરેક અંકમાં સામાન્ય અને કેળવાયેલ દરેકને માટે કંઈક ને કંઈક તે રસપ્રદ સામગ્રી હોય જ છે. શાળા-કોલેજોને— નમુના દાખલા આપને આ અંક મોકલાવીએ છીએ, અને હજી બીજા બે મોકલાવીશું. દરમિયાનમાં આપ ગ્રાહક બનવું કે કેમ એને નિર્ણય કરી લેશે એવી આશા રાખીએ છીએ. બજેટના સમયને અંગે મુશ્કેલી હોય તે તેમ જણાવશે. અમારા જ માસિક વિષે વિશેષ અમે શું કહીએ? આપ જ તે જોઈને, તેના વિષેના અભિપ્રાય ને અવલોકન વાંચીને નિર્ણય કરશે અને આપને તેમાં કંઇ સરવ જણાય-તે ઉત્તેજનને લાયક લાગે તે એના ગ્રાહક બનવામાં નજીવા લવાજમના પ્રશ્નને આગળ નહિ ધરે એવી આશા રાખીએ છીએ. ગ્રહસ્થાને– દરેક નામાંકિત ગૃહસ્થને અમે નમુનાના ત્રણ ત્રણ અંક મોકલાવીએ છીએ. તે દરેકને અમે વિનતિ એકજ કરીએ છીએ કે પહેલા બે અંક જોયા પછી પણ આપને જે “સુવાસ” ન ગમતું હોય અથવા ગમે તે સંગમાં આપની ગ્રાહક બનવાની ઈચ્છા ન જ હોય, અને “ના” જણાવવાને માટે એક કાર્ડ લખી મોકલવાની પણ આપની ભાવના ન હોય તો ત્રીજો અંક આપ પાછે (Refused) મોકલાવી દે. આપને એક પાઈને પણ ખર્ચ નહિ. થાય, ને અમને વ્યવસ્થા જાળવવામાં અને નિરર્થક ખર્ચમાંથી બચાવી લેવામાં આપ એ રીતે પણ સહાયક બની શકશે. આમ છતાં જે ગૃહસ્થ અંકે ઉપર અંકે સ્વીકાર્યા જ કરે અને આઠ-દશ કે બાર અંકને પૂરેપૂર ઉપયોગ કરી છેવટમાં વી. પી. પાછું ધકેલી દે એમને અમે શું કહીએ?–એટલી જ આશા રાખીએ કે તેઓ હજી પણ કંઇક વિચારે અને નવેસરથી ગ્રાહક બનીને, કોઈને ગ્રાહક બનવાની પ્રેરણું કરીને અથવા ગમે તે રીતે પણ અમને કંઈક બદલો વાળી આપે. પ્રત્યેક વાંચકને– આપ “સુવાસ પિસા ખર્ચીને વાંચતા હે, પુરતકાલયમાંથી વાંચતા હે કે ગમે તે રીતે. પણ “સુવાસ આપને ગમ્યું જ હોય તો આપની ફરજ છે કે તેને અકેક ગ્રાહક તે ગમે તે રીતે પણ વધારી આપ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ સુવાસ કાર્યાલયના નિયમ સુવાસ દરેક અંગ્રેજી મહિનાની પાંચમી તારીખે પ્રગટ થશે. બારમી તારીખ સુધીમાં અંક ન મળે તે વડોદરા-ઓફિસના સરનામે ફરિયાદ કરવી. નમુનાનો અંક મંગાવનારે પાંચ આનાની ટિકિટ બીડવી. સુવાસ’માં પ્રગટ થતા દરેક લેખના લેખકને લેખની યોગ્યતા પ્રમાણે પાના દીઠ રૂ. થી ૧ સુધી આપવામાં આવશે. આ પુરસ્કાર સ્વીકારવા સામે જેમને વાંધો ન હોય તેમણે પોતાનો લેખ મોલતી વખતે તે લેખના હાંસિયામાં પુરસ્કાર' શબ્દ લખવો. લેખકેને તેમને લેખ પ્રગટ થયા પછી સાત દિવસની અંદર પુરસ્કાર મોકલી દેવામાં આવશે. પણ લેખકને “સુવાસેના ગ્રાહક ગણી તેમને મળતા પુરસ્કારમાંથી તેમનું ગ્રાહકપદ ચાલુ રહી શકે એટલું વળતર જરૂરી ગણાશે. દરેક લેખકને તેના લેખની પાંચ “આઉટ પ્રીન્ટસ મોકલાશે. તલસ્પર્શી, ને ભાષાશુદ્ધિ ને કલાપૂર્વક આલેખાયેલા સુવાચ્ય લેખો માટે “સુવાસ'માં ઉચિત સ્થાન છે. જોડણી સબંધમાં લેખકે એ ગુજરાત-વિદ્યાપીઠના કોષને અનુસરવું. અશુદ્ધ લે માટે અસ્વીકારને ભય કાયમ રહેશે. સ્વીકાર્ય લેખની એક અઠવાડિયાની અંદર પહોંચ આપવામાં આવશે; અસ્વીકાર્ય જે શ્રેમપૂર્વક આલેખાયેલા હશે તે તે ઉચિત નોંધ સાથે તે જ મુદતમાં પાછા મોકલવામાં આવશે. તે સિવાયના લેખે જે લેખકે ટપાલ ખર્ચ મોકલી એક મહિનાની અંદર પાછા નહિ મંગાવી લે તો તે રદ કરવામાં આવશે. તરતમાં પ્રગટ થયેલ ગ્રન્થને અમે “ગ્રન્થ પરિચયમાં સ્થાન આપીશુ. તે સિવાયના ગ્રન્થની કેવળ નેધ જ લેવાશે. ‘સુવાસ સંબંધી પત્રવ્યવહાર કરતી વખતે પોતાનું નામ અને સરનામું પૂરેપૂરું લખવું. સુવાસ કાર્યાલય • રાવપુરા • વડોદરા ભારતવર્ષની પ્રાચીન ગરવતા તથા મહત્ત્વતા જાણવી હેય અનુભવવી હોય તો ડો. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ એલ. એમ. એન્ડ એસ. કૃત . સ. પૂર્વે ૯૦૦ થી ઈ. સ. ૧૦૦ સુધી ૧૦૦૦ વર્ષને પ્રાચીન ભારતવર્ષ ખરીદે તમે સ્વદેશપ્રેમી છો? ત્યારે તે તમે ભારતવર્ષને ઇતિહાસ જાણતા જ હોવા જોઇએ ન જાણતા હે તો ઉપલા પુસ્તક માટે આજે જ ઓર્ડર લખે અગાઉથી ગ્રાહક થનારને પાંચ ભાગના આખા સેટના રૂા. ૨૨ ત્યાર પછી અને છુટક આખા સેટને રૂા. ૩૦) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧ વંધ્યા ૨ કાકી ૩ કાયદામાં સ્ત્રીનું સ્થાન ૪ અર્ધાગના (વાર્તા) ૫ ગૃહવ્યવસ્થાની વાતે ૬ ખાંપણાં (લાકગીત) ૭ ખલિદાન (પ્રેરક ગીતા) ૮ ભવાટવી સ્ત્રી ઉપયોગી પુસ્તકો સ્રીશક્તિ ગ્રંથમાળા ૯ મા (વાર્તા) ૧૦ જયાના પત્રા (કસેાટીમય લગ્ન) ૧૧ પતિનો પસંદગી ૧૨ લીલીની આત્મકથા ૧૩ ફાઈ ૧૪ પારસી વાની ૧૫ વિધવા ( વાર્તા ) ૧૬ કાને પરણું ? (વાર્તા) ૧૭ સુધડતા અને સુંદરતા ૧૮ હાસ્યના ફુવારા ૧૯ ભૂતના ભડકા (વાર્તા) ૨૦ વિષવૃક્ષ (વાર્તા) ૨૧ હાસ્યકલાપ (રમુજી) ૨૨ દેવી ચૌધરાણી ૨૩ વીર રાઝા (કાળુ ગુલા) ૨૪ હાસ્ય ઝરણાં (રમુજી) ૨૫ ‘જરા ચાહ મુકો” .. ૨૬ ગરબાવળી (રાષ્ટ્રીય) ૨૭ જીવનપલટા (વાર્તા) ૨૮ સુખી ઘર (ખેાધક) ૨૯ ભરત ગૂંથણુ ૩૦ ચેાસીનું ચક્કર ૩૧ રઝીયા એગમ ૩૨ ગૃહ વિવેક ૩૩ સુખીના પત્રા ૩૪ સ્ટવનું શાસ્ત્ર ૩૫ સ્ત્રી હ્રદય ૦-૪ ૩૬ માતૃપ્રેમ ૦-૩ ૩૭ પારસી લગ્નગીતા ૦-૩ 0-3 ૦-૬ ૦-૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat h-a ૦-૪ ૦-૪ ૦-૬ ૦-૪ ૦-૩ ૪૬ વાતનું વતેસર ૪૭ ધરેણાંના શાખ -૪ ૪૮ પારસી સતીએ -} ૪૯ એકાદશી ૦-૫ ૫૦ રાણકદેવી 0-3 ૭-૧૦ ૩૮ સંતતિનિયમન ૩૯ વહેમી પતિ ૪૦ આરેાગ્ય અને સુખ ૪૧ સામાજિક વાતા ૧-૪ ૫૧ શિવાજીની આ -૮ −૮ ૧–૧૨ ૧-૮ 9-6 ૦-૫ ૪૨ રમુજી વાતા ૪૩ ભલી ભાભી દ-૦ ૪૪ પતિ પ્રભુ છે ૪૪ માંદગી અને માવજત ૫૫ નારી અભિષેક ૫૬ માસિક ધર્મ 9-6 ૫૭ નવા સાથિયા ૧-૦ ૧૮ ૧-૦ -૪ ૦-૪ 0-$ ૦-૮ સ્ત્રીશક્તિ ગ્રંથમાળાને આખા બહાર પડયાં છે. તે રૂા. ૩રમાં મળે છે. પર સાસુની શિખામણુ ૫૩ કાયમનું અજ્ઞાન ૫૪ નામ વગરની નવલકથા ૫૮-૫૯ વીર તારા (એ ભાગ) ૬૦ ગારમાનાં ગીતા ૬૧ મેડમ ડુમીડા ૬૨ સામાજિક વાતે ૬૩. ગુણીયલ ગૃહિણી ૬૪ સ્ત્રી સ્વાતંત્ર્ય ૬૫ દક્ષિણી રાંધણકળા ૬૬ સતી જસમા ૦-૪ -- -' ૦-૩ ~> 0-4 ૦-૪ ૦-૧ 0-9 -૪ 0-9 ૦~૧ ~> ૦-૧૧ ૦-૧૨ 0-90 ૦-૧ -૧ ૧-૮ ૦-૪ ~૨ ૦-૧ ૨-૪ ૦–૧ ૭-૧૨ ૬૭ સંસારદર્શીન ૬૮ ભૂમિમાતા આનંદમઠ ૬૯ બાળવિધવા ૦-૩ 0-3 ૭૦ સાચાં સહેાદર ૧-૨ સેટ આજેજ વસાવા. કુલ ૭૦ પુસ્તકા પુસ્તકા છુટા પણ મળી શકશે. નૂર જાદુ. લખાઃ સ્ત્રીશકિત, કેળાંપી, સુરત 0-3 ૦-૧ ૦-૧ ૭-૩ -} 0-$ ૧-૦ 0-2 www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ –; થાડાક અભિપ્રાયા : દરેક પુસ્તકાલચમાં આ પુસ્તક હોવું જ જોઇએ એટલું જ નહિ પર ંતુ તે વિશેષ વચાય એવી પેરવી મંત્રીઓએ કરવી જોઇએ... મુંબઈ પ્રાંતના કેળવણી ખાતાએ અને વડાદરા રાજ્યે પુસ્તકાલયેા માટે મંજુર કર્યું છે. “પુસ્તકાલય” માસિક (વડોદરા) ઘેર બેઠાં પૈસા કમાવા મગાવેા ? નફાકારક હુન્નરો ભાગ પહેલા નિષ્ણાત અને અનુભવીએએ લખેલા વિવિધ હુન્નરાથી ભરપુર પુસ્તક જેની ઉત્તમતા વિષે અનેક સુપ્રસિદ્ધ યાએ .....આવાં પ્રજા ઉપયાગી પુસ્તકને રાજ્યે અને ઉદ્યોગેાના પ્રચાર માટે ઉભી થયેલી સંસ્થાએએ ઉત્તેજન આપી, ગ્રામ ઉદ્યોગને સજીવન કરવામાં સાથ અને સહકાર આપવે જોઇએ... “ગ્રામ જીવન, સહકાય અને ખેતી” માસિક. (વડાદરા.) | ......ધર્ ગથ્થુ હુન્નરાનાં આ ાતનાં દેખાતાં પુસ્તક આપણે ત્યાં ઘણાં બહાર પડયાં છે, અને હજી યે ગમે તેવી જાહેરાતનાં ચાકઠાં સાથે મહાર પડશે, પરંતુ આ પુસ્તકની વિશેષતા તેમાં મુકેલા પ્રયાગ। જ માત્ર નથી. પણ જુદા જુદા વિષયેાના સારા અને અનુભવી લેખકા પાસે લખાવેલા લેખાને સંગ્રહીને આ પુસ્તકને વિવિધતાભર્યું બનાવવામાં આવ્યું છે તે છે... “રવિવાર” સાપ્તાહિક. (મુંબઈ.) ....આવું શાસ્ત્રીય પુસ્તક એ રૂપિયાની કિંમતે મળે એ ખરેખર સસ્તું જ લેખાય... “કમર’” માસિક. (સુરત) સારામાં સારા અભિપ્રાયા આપ્યા છે. ઉમદા એટીક કાગળ અને સુંદર છપાઈ છતાં કિંમત માત્ર ૨ રૂપી, ટપાલ ખર્ચ માફ. મળવાનું ઠેકાણું:-~ શ્રી લક્ષ્મી પુસ્તકમાળા પાસ્ટ સીનુગરા, (અંજાર-કચ્છ) માલનું વેચાણ મેઢા પ્રમાણમાં કરવા માટે જાહેરખબર જ સર્વોત્તમ સાધન છે. સાહસિક વેપારીઓને ખુશખબર સુપ્રસિદ્ધ માસિકોમાં સસ્તા ભાવે જાહેરખબર છપાવવા આજે જ લખા— વ્યવસ્થાપક, શ્રી લક્ષ્મી પુસ્તકમાળા પાસ્ટ સીનુગરા. (અંજાર-કચ્છ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ બાળક કોઈ પણ પત્ર સાથે જોડાયેલું નથી બાળક માસિક બાળકૈા માટેજ પ્રગટ થાય છે. સાદી ને સીધી ભાષા હોઈ આજના ઐાઢ શિક્ષણના જમાનામાં અક્ષરજ્ઞાનની શરૂઆત કરનારાઓને તેમાંથી કઈ કઈ મળી રહેશે. . * મ રીતે છતાં લવાજમ વરસના ફક્ત રૂપિયા એ ૧૭ તમારી સંસ્થા કે ઘરમાં બાળક વરસ થી અવશ્ય હાવુ જોઇએ, કેમકે નિર્દોષ બાલુડા બાળક વાંચવા ઘણાં આતુર હાય છે : ||પ્રગટ નવા વરસથી ઘણેા ફેરફાર જણાશે. થાય d ‘ બાળક’ કાર્યાલય, રાવપુરા—વડાદરા. બેકાર દુનિયાને મહાન આશીર્વાદ સ્વતંત્રપણે જીવન ગાળવું હોય આરામથી વન ગુન્નરવું àાય કાઈના તાબેદાર ન રહેવું હાય ~: અને :→ વગર પૈસે વેપાર કરવા હાય તા છાયા ટેલરીંગ કૉલેજમાં આજેજ દાખલ થાવ, અને શીવણુ તથા શ્વેતરણ શીખી લે.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat વેતરકામના શિક્ષણ માટે ‘માસ્ટર કટર’ ‘હામટેલર’કિંમત: રૂ. ૨-૧૨--૦ અયવા પેસ્ટેન્ટ ૦૭-૦ પરદેશ શિલીંગ છે. છાયા ટેલરીંગ કાલેજ-વડાદરા. તા. કે. સષા આનાની ટિકિટ બીડી સૂચિપત્ર મ’ગાવે. www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ SE अज्ञानतिमिरान्धानां ज्ञानांजनशलाकया । नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ॥ * પ્રય #ક + + ર = કે કે હે કે આ પુસ્તક ૨ જું ] વિ. સં૧૯૯૫ : જેઠા [ અંક ૨ - - દર્શન અંક મંદિર હતું. મંદિરની મધ્યમાં એક દેદીપ્યમાન હીરો ઝગમગતો. એ હીરામાંથી ટતાં તેજકિરણો મંદિરની ભીભીંતે પથરાઈ જતાં; ને ભીંતના અણુએ અણુમાંથી પ્રતિબિબિત થઈ તે પુનઃ હીરામાં ભળી જવા ઝંખતાં. પણ ભીતિ માટીની હતી. એકાએક કિરણ એ ભીતિના અકેક અણુમાં અટવાઈ જતું. પણ હીરો સામાન્ય હેત, કિરણે સામાન્ય ન્હોતાં. બંનેમાં દૈવી આત્મતેજ ઝળહળતું. પરિણામે અણુઅણુએ અટવાયેલ કિરણ હીરામાં જઈ ભળવાને એ અણુને પ્રતિબિંબક-હીરાની પ્રતિમા સમું બનાવવા મથતું. ને અણુમાં આંતરિક કે બાહ્ય વેગ પ્રગટ; તેનામાં હીરા સરીખાં બનવાની ભાવના જન્મતી. ને પ્રતિબિંબક બનવાની આ ભાવના ને ક્રિયા એ ભીતને જીવનક્રમ બનતે. ભીંત ક્યાંક સપાટ હોય તો કયાંક વિશેષ ખરબચડી પણ હૈય; પણ જીવનના પરમ તેજથી પ્રત્યેક અણુ ઘડાઈન-ઓગળીને પણ ઊજળો, ચકચકતો ને હીરા સમો બનવા મથતે. ને એ રીતે ચક્તિ થતે ભાગ ખરબચડાને પિતાના સમ બનવામાં સહાયક થતા. ચકિત-પ્રતિબિંબક બનતા જતા ભાગમાં પૂરાયલ કિરણો સ્વતંત્ર બનતાં; હીરા સાથે તે એકરૂપ થઈ શકતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સુવાસ : જેઠ ૧૯૫ - સૃષ્ટિ પણ કંઈક એવીજ છે. પ્રભુના તેજકિરણથી ત્યાં પ્રત્યેક પ્રાણીને જીવન મળ્યું : છે; પણ એ કિરણને તેણે પિતામાં કેદ કરી દીધું છે. પરિણામે જ્યાં સુધી પ્રાણ નિમળ થઈ પ્રભુ સાથે સમરૂપ ન બને, પ્રભુના કિરણને પ્રભુ સાથે એકતાર ન બનાવે, ત્યાંસુધી તેને જીવનના ભરતીઓટ હેાય છે. પણ જયારે તે તે કિરણનાં પ્રતિબિંબક બને છે, શુદ્ધ નિર્મળ ને તેજસ્વી બને છે, પ્રભુની ને તેને પરમ તેજની કેવળ પ્રતિમા સમાં બની જાય છેપ્રભુની જેમજ તેઓ મુક્ત બને છે. પ્રભુ કેણુ? કેલસાની ખાણમાં હીરે કોણ?—એ પ્રશ્ન જેવોજ એ પ્રશ્ન છે. ને કંઈક અંશે એના ઉત્તર સમાજ એનો ઉત્તર હેય. ઊર્ધ્વગતિ વિવિલ્સ [ પૃથ્વી ] હવે પુનિત કેડિયે સ્વરગની સખે ! ખૂંદવી, ધ ડગ દરેક આગળ, અને ઉરે કરવી પ્રતિજ્ઞ દઢ મંગલા નહિ જ વાત વિશ્રામની. સર્યા ઉર થકી સર્યા સહ પ્રમાદવાઘા નય ધય વજર બખ્તરે સુદઢ નિશ્ચયેનાં, સજી વિરાટ અભયે; નભે પ્રબળ બાથ ભીડવી. કરાળતમ કંદરા ગહન એહ ઓળંગવી અભીત મનથી કરૂં મરણને ખરે સામને અને સર હું શૃંગ સો દુરિત ડુંગરોનાં કરું. ભરી રગરગે અથાગ નવ જેમ તારુણ્યનું બની અનુજ શ્રેષ્ઠ કે વિકરાળ જંગે ઘૂમું; ખરો મરછ બની, અતળ મૃત્યુ ખૂંદી વળું. હવે “મનુજ મત્ય” એ પ્રબળ ભાવના સત્યનું કરું વિલીન આત્મમાં કંઈ અનંત બ્રહ્માંડ હું અસીમ વિભુના સમે ગગન-પૃથ્વીને આવરૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ જીવ ન મં ગ લા નામે ગાઉ કહો શી વિધ એ સખીને? ઉ૯લાસિની, જીવન આ સમતની. છે શાશ્વતી સુન્દરતા સ્વયં જે ! પાદાબુજે અર્થ ઉરેમિ મસ્તની. સંદર્યશ્રી નિત્ય કુમારિકા એ ટૂકી જરી હાસ્ય હસી અધૂકડું; ને ચૂમું ને ચૂમું લટે, સરી એ, સરી ગયું સોણલું આવી ટૂકડું ! ગાઉ કહે શી વિધ એ પ્રિયાને? હિયે ભરી મૂક વ્યથા, નિરાશા એ વર્ણના તી ત મને ર મા ને ગાઉં કઈ મંગલ ગીતિકામાં? નેણે છળ્યું મિન અનંત આભનું ગવાઈ મું અંતરગીત આકુડું ! સ્નેહ-સ્વરૂપ મનુભાઈ ત્રિવેદી અભ્ર બની ઘૂમેં એંમ ધરાતલ, જીવન ધ્યેય ધરું એક મંગલ; -અંતર ધૂમ શી ઊર્મિ ગબાર જ્યાં તું ત્યાં કરૂં છાંયડે મારે. સ્ત્રોત બની રમું અદ્રિ ઉગે, ચંદી સમી રમ આભ ઉમેગે, ઝીલી લઈ તવ રૂપની છાયા હું ય ઘડીક બનું નભ રાયા ? અદ્રિ બનું સ્થિર પાય ધરામાં, ઘેર બજે નભ મેઘ દશામા વીજ તું, ઝીંક પ્રહાર શિરે તે ઝીલી બનું કટકા અતિ હેતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ કચ્છી સાહિત્ય હરસુખરાય ગારધનદાસ માંડલી. ‘ કચ્છ ’ દેશ હિંદુસ્તાનનાં પ્રથમ શ્રેણીનાં દેશી રાજ્યો (First class Native States )માંના એક છે. અત્યારે તે અસામાન્ય એવા એ ખાસ હક્કો ભાગવે છે: (૧) કચ્છી ચલણી સિક્કો; (૨) કચ્છ દેશની પેાતાની–‘ કચ્છી ’–ભાષા. કચ્છ દેશનું સાહિત્ય એટલે સંકુચિત અર્થમાં કચ્છી ભાષામાં રચાયેલુંજ સાહિત્ય; કચ્છી ભાષાનું સાહિત્ય એટલે પુરાતન કાળથી ગવાતાં આવતાં કાવ્યા, લેાકગીતા, વાર્તામે, દુહાઓ વગેરે. કચ્છી ભાષામાં લિપી છેજ નહિ; તેથી ગદ્યરચના હેાઈ શકે નહિ. ભાટ, ચારણા, કવિઓ, રબારીએ તેમજ ભરવાડા વગેરેએ રચેલાં મૌખિક કાવ્યામાંજ કચ્છના પુરાતન સાહિત્યને કે કચ્છના લેાકસાહિત્યને ઘણાખરે। સમાવેશ થઈ જાય છે, એમ કહીએ તા પણ ચાલે. સિંધી ભાષા અને કચ્છી ભાષા વચ્ચે ઘણું સામ્ય છે. વળી હાલાર અને કાઠિયાવાડનાં ઘેાડાંએક દેશી રાજ્યા જેવાં કે ગાંડળ, જુનાગઢના ઘેાડા ભાગ (નાઘેર સિવાયને ) કે જ્યાં મેમણ લેાકેા મેમણુશાહી ભાષા ખાલે છે તે ભાષા અને કચ્છી ભાષા વચ્ચે પણ સારૂં જેવું સામ્ય છે. * સિંધી ભાષાના નિકટના સંબંધથી કચ્છી ભાષા જાણનાર સિંધી ભાષા ઘેાડી મહેનતે સમજી શકે છે. વળી એક ખીજો પણ ફાયદો છે: કચ્છી ભાષા જાણનાર બનતાંસુધી ગુજરાતી ભાષા જાણતા જ હેાય. આથી તે સિંધ જેવા પ્રદેશમાં જ્યાં ગુજરાતીઓનું સારૂં જેવું જોર છે ત્યાં સિંધીએ તેમજ ગુજરાતીઓ સાથે, બન્ને ભાષા વચ્ચેનું અંતર દૂર થવાથી, બહુ સહેલાઈથી હળી મળી શકે છે. કચ્છી ભાષાની ઉત્પત્તિ : કચ્છી ભાષા—હાલની કચ્છી ભાષામાં ગુજરાતી ભાષાના શબ્દોના સારા જેવા વપરાશ છે; પર ંતુ કચ્છી ભાષાને એક ‘સ્વતંત્ર ભાષા ' તરીકે સાબિત કરી આપવાના ઘણા સફળ પ્રયાસે થયા છે. સ્વ. શ્રી મુરારજીભાઈ માવજી કામદારે ગયે વર્ષે કચ્છમાં ઐતિહાસિક સંશાધના કર્યા બાદ કહ્યું કે, “ કચ્છી ભાષા આજથી પાંચ હજાર વર્ષ પહેલાં પણ ખેલાતી હાવી જોઈ એ.” આ વિષે કચ્છના આજના પ્રખ્યાત કવિ અને સાક્ષર શ્રીયુત્ દુલેરાયભાઇ કારાણીને જવાબમાં લખે છે:-~ પત્રદ્રારા પૂછાવતાં તે ‘ કચ્છી વાણી પાંચ હજાર વર્ષ–જૂની હાવાનાં તે કંઈ પ્રમાણેા હાય તેમ લાગતું નથી. પણ ડાર વર્ષના જૂના દુહાનાં પ્રમાણા તા છે અને એ સમયે ગુજરાતી ભાષાનું તા કઈ ઠેકાણુંજ ન હતું. ' તેએ તેમના એક ખીન્ન પત્રમાં લખે છે: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ કચ્છી સાહિત્ય પ૩ કચ્છી ભાષાને આ દુહે હમે સાંભળ્યો હશેઃ લાખ ખરચી લખ, કેરે કેટ અડાયે, ગંઠમેં હવે ગર, ત પદ્ધર અડાય પુંઅરા! ભાવાર્થ-–લાખા ફૂલાણીએ લાખ ખરચીને કેરા કોટ ચણવ્યો; હવે, હે પુંઅરે જામ ! જો હારી ગાંઠમાં પૈસા હોય તે તું પણ કઈ એ ગઢ ચણાવ. જામ લાખો અને પુંઅર પછી ૫૦-૧૦૦ વર્ષે આ દુહે તૈયાર થયે હશે. આ દુહ ખૂબજ જૂનો અને પ્રચલિત છે તે એને તૈયાર થયે લગભગ સાતમેં વર્ષ જરૂર થયા હશે એમ હારું માનવું છે. આવા બીજા પણ જૂના દુવા મળી શકે. ટૂંકામાં, કચ્છી ભાષા ગુજરાતી કરતાં જૂની જરૂર છે.” આ પરથી એમ માનવાને કારણે મળે છે કે ગુજરાતી અને કચ્છી ભાષાના નિકટના સંબંધને લઈને કચ્છી ભાષામાં ગુજરાતી શબ્દોની ઉમેરણ પાછળથી થઈ હાય. હે ઘણાઓને કહેતાં સાંભળ્યા છે કે – “કચ્છી ભાષા અમને તે નીરસ અને કઠીન લાગે છે !” આ માટે મને તે બે મુખ્ય કારણ જણાય છે: (૧) કચ્છી ભાષામાં કેન્ચ અને હિંદી ભાષાની માફકજ નાન્યતર જાતિ નથી; (આથી ભાષામાં નરમાશ ન જણાય એ એ દેખીતું છે.) અને (૨) કચ્છી ભાષા પુરાણું હાઈ જરા અણઘડ અને અણખેડાયેલી રહી જવાથી બહુ કર્ણપ્રિય ન હોઈ શકે. તેમ છતાંય કચ્છી ભાષામાં જે ખાસિયત છે, તે ગુજરાતી જેવી બીજી કઈ ભાષામાં જણાઈ નથી. કવિશ્રી કારણ તેમના એક કાવ્ય-પુસ્તક “કારાણી કાવ્યકુંજ ભા. ૧'ની પ્રસ્તાવનામાં કહે છે કે – આપણી કચ્છી ભાષા ભલે અણખેડાયલ કે અણઘડ હોય તે પણ જે વેધતા અને સચોટતા કચ્છી ભાષામાં ઊતરી શકે છે, તથા જે જુસ્સો અને જમાવટ કચ્છી ભાષામાં જામી શકે છે તે ગુજરાતી જેવી અન્ય અનેક ભાષાઓમાં કોઈ કાળે પણ આવી શકવાનાં નથી, આ વાત કચ્છી ભાષાથી પરિચિત ઘણા ગુજરાતી સાક્ષરો પણ ખુલ્લા હદયે કબૂલે છે.” કરછી ભાષાનું સ્થાનઃ જયાંસુધી આજની આપણી વિદ્યાપીઠ કચ્છી ભાષાને એના જેવી બીજી અનેક–Indian Vernaculars—હિંદીભાષાઓ જેવું અગત્યનું સ્થાન ન આપે એટલે કે પાલી, તેલુગુ, સિંધી વગેરે ભાષાની જેમજ પદ્ધતિસરની “ફરજિયાત ભાષા” (Compulsory Vernacular) તરીકે સ્વીકારવા જેટલું મહત્વ ન આપે. ત્યાં સુધી કચ્છી ભાષાનું સ્થાન હાલ તે ચેકસ ન કહી શકાય. છતાંય કચ્છી ભાષા કચ્છમાં હજારો વર્ષ થયાં બેલાતી આવી છે અને હજુ પણ એ ભાષા કચ્છીઓની જબાનમાં એટલી બધી ઓતપ્રોત થઈ ગઈ છે કે ગમે એટલા સુધારાઓ કચ્છમાં દાખલ થાય તે પણ એ જૂની પુરાણી ભાષાને કદિ નાશ થવાનો સંભવ નથી; એટલું જ નહિ પરંતુ હજારો વર્ષ સુધી બેલાતી રહેશે. શહેર કરતાં કચ્છનાં ગામડાઓમાં કચ્છી ભાષાની કિંમત વધારે છે. ગામડામાં રહેનારે તે કચ્છી ભાષા પૂરેપૂરી જાણી લેવી આવશ્યક છે. કદાચ સુધારાના પવનથી શહેરમાં કચ્છી ભાષાને બદલે ગુજરાતીમાં સઘળાજ વહીવટ ચાલે તે તે શક્ય છે ખ; પરંતુ ગામડાઓમાં તે કદી કચ્છી ભાષાનું આકર્ષણ, માન અને સ્થાન ઓછાં થશે જ નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ૫૪ - સુવાસ : જેઠ ૧૯૯૫ . કચ્છમાં પ્રથમ આવનાર કે કચ્છી ભાષાથી અપરિચિત માણસને સૌથી પહેલાં ખાસ કરીને ‘જીએરા ’શબ્દ આકર્ષે છે. તે શબ્દના અર્થ · કચ્છ નરેશ (રા) ધણું જીવા (જીએ)' એવા થાય છે, વળી ‘ જીએરા' એ કચ્છ રાજ્યનું ચિન્હ (Symbol) પણ કહી શકાય. કચ્છનુ” લેાકસાહિત્ય : અગાઉ કહ્યું તેમ કચ્છનું લેાકસાહિત્ય-સંકુચિત અર્થમાં-કચ્છી કાવ્યેામાંજ સમાયલું છે એમ સમજી લઈએ. પુરાતન કાળની લડાઈનાં આબેહૂબ વના તેમજ ઐતિહાસિક બનાવા સઘળાંય કાવ્યામાંજ ગૂંથેલાં છે. આ કાવ્યેામાંનાં ઘણાંય અત્યારે પ્રચલિત છે. તેમાંનાં કેટલાંએક એકઠાં કરી, ગુજરાતી ભાષામાં ભાવપૂર્ણ ભાષાંતર કરી, કચ્છના ઇતિહાસને અમુક ભાગ કલમ દ્વારા આપણી સમક્ષ મૂકવાને એક સફળ પ્રયાસ શ્રી દુલેરાય કારાણીએ કર્યાં છેઃ તેમણે ‘કચ્છના કળાધરા' નામનું એક ખૂબ મ્હાલું અને સુવાચ્ય પુસ્તક તૈયાર કરી કચ્છી સાહિત્યની સાચી સેવા બજાવી કહેવાય. કચ્છી કાવ્યેા માટે ભાગે “ કચ્છી સંગર ’ની ચેાજનામાંજ રચાએલાં હાય છે. ‘ કચ્છી સંગર 'ની પદ્ધતિ કલાત્મક છેઃ તેની પ્રત્યેક કડીમાં પહેલાં દુડાએ આવે. બન્ને દુહા દરેક ખમ્બે પંક્તિના હાવા જોઈએ. દરેક પંક્તિમાં ૨૪ માત્રા હાવી જોઈ એ. પક્તિના પ્રથમ અમાં ૧૩ અને બીન્ન અર્ધામાં ૧૧ માત્રા હૈાવી જોઇએ. આ પ્રમાણે એ દુહાએ પૂરા કરી પછી એક પંક્તિના બે ભાગ ઉલટાવીને મૂકવા જોઈએ, એટલે એની એક કડી થઈ. પહેલી કડીનેા છેલ્લા લગભગ અધ ભાગ એ બીજી કડીની શરૂઆતમાં પ્રથમ પંક્તિના પ્રથમ અધ તરીકે આવવા જોઇએ. આમ એ અર્ધીપક્તિ એવડાવી જોઇએ. આ પ્રમાણે સાંકળતી કડીઓની માફક જોડાયેલી રહે છે એ માટે એનું નામ “ સંગર ' ( સાંકળ ) પાડવામાં આવ્યું છે. આવી પદ્ધતિમાં રચાએલાં કાળ્યા યાદ રાખવાં બહુ સહેલાં થઇ પડે છે. કચ્છી કાવ્યેામાં તે સિવાય જુદા જુદા રાગ પણ છે. દા. ત. કચ્છી કારી, કારાઈડા મારઈ, મુસદ્દસ વગેરે. આ ઉપરથી જણાશે કે કચ્છી ભાષા પુરાણી હાવા છતાં કવનમાં તાલ, માત્રા, રાગ-રાગણીને પણ સ્થાન તા છેજ, k કચ્છી કાવ્યેાના પ્રકાશનથી કચ્છનું ધણું લેાકસાહિત્ય પ્રકાશમાં આવ્યું છે. હજુ ઘણું બહાર લાવી શકાય તેવું છે. એક ગુર્જર સાહિત્યકાર --પત્રકારના શબ્દોમાં કહું તે “ ગુજરાત અને કાઠિયાવાડનું ઘણુંખરૂં લેાકસાહિત્ય તા મેધાણી અને રાયચુરાએ વીણી લીધું છે. બાકી હવે કચ્છનું બહાર આવે ત્યારે ખરૂં ! ' આમ કચ્છના લોકસાહિત્ય પર માટી આશા બંધાયેલી છે. કચ્છી ભાષાના કવિઓ-જુના અને નવાઃ કચ્છી ભાષાના આદ્ય કવિઓમાંના એ પ્રખ્યાત વીરાનાં નામ આજે પણ યાદ કરાય છેઃ (૧) સ્વ. કવિશ્રી રાધવ; (૨) સ્વ. કવિશ્રી નિરંજન. કવિ રાધવની કાવ્યકૃતિએમાંની મ્હાટે ભાગે ધીરાભગતના ‘ ચાબખા ’તે મળતી છે. એટલે સમાજની અનિષ્ટ પ્રણાલિકાઓ પર ફટાક્ષ છે. હાલ જે રીતે ગુજરાતી ભાષાના કવિઓને–' ગણ્યા ગણાય નહિ તે વીણ્યા વીણાય નહિ,’ એટલે મ્હોટા રાફડા ફાટયા છે તેવું કશું કચ્છી ભાષા માટે નથી. કેમકે કચ્છી ભાષામાંજ કાવ્યેા રચનારા ‘ગણ્યા ગાંઠ્યા ’જ છે. તેમાંના પ્રખ્યાત કવિએ (૧) શ્રો દુલેરાય એલ. કારાણી, (૨) શ્રી મૂળજીભાઈ લક્ષ્મીદાસ સંપટ, (૩) કચ્છી કાવ્યા મૃત 'ના કર્તા શ્રી શીવજીભાઇ, (૪) શ્રીયુત લાલજી નાનજી જોષી વગેરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ કચ્છી સાહિત્ય ૫૫ તે સિવાય ગુજરાતી તેમજ કચ્છીમાં લખી શકે તેવા ઘણય સાહિત્યકારમાંથી કેટલાકને ગુજરાતી સાહિત્ય લગભગ પોતાના જ જાણે કરી લીધા હોય ની ! દા. ત(૧) સ્વ. સાક્ષર શ્રી નારાયણ વિસનજી ઠક્કર, (૨) સ્વ. મુરારજીભાઈ માવજી કામદાર, (૩) શ્રી. ડુંગરશી ધરમશી સંપટ, (૪) કવિશ્રી ચમન, (૫) ડો. શ્રી. મૂળજી જેવી, (૬) શ્રી. લાલજી મૂળજી જોષી, (૭) શ્રી. લાલજી નાનજી જેવી, (૮) યુવાન નવલકથાકાર શ્રી રસિકલાલ જોશી, (૯) શ્રી. પુરુષોત્તમ સુંદરજી ગોર, (૧૦) શ્રી. રાયસિંહજી રાઠોડ, (૧૧) શ્રી. ચુનીલાલ પાટડીઆ. (૧૨) સ્વ. પુરુષોત્તમ મૂળજી શેઠ વગેરે. આ સિવાય અનેક બહાર પડી ચૂકેલા અને ભવિષ્ય માટે સારી આશા આપતા ઊગતા કચ્છી લેખક અને કવિઓને ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો છે. આટલા પ્રાથમિક છતાં સર્વાગી વિવેચન પછી હવે આપણે કચ્છી સાહિત્યનાં મૂળભૂત અંગો–દુહાઓ, કહેવત, ઉખાણ, રસકવિત–વગેરેનાં દર્શન કરીએ. કચ્છી દુહાઓઃ કલેં કાછો રખેઓ, રખેઓ કારા કાં વિયાણી મલણી, કાં અકબર માં, ભાવાર્થ: “ કલ વીરેએ કચ્છનું અને કચ્છના ધણીનું રક્ષણ કર્યું એથી અકબર બાદશાહને જન્મ આપવાને એની માતાને જેટલું માન ઘટે છે તેટલું જ માન આ કક્કલ બાળાને જન્મ આપનાર તેમની માતા મલણીને પણ ઘટે છે.' રાજકુમારોના રક્ષણનું વચન પાળવાને પિતાનાં છ છ બાળકને રહેંસાતાં જોઈ રહેનાર કચ્છના કીર્તિમુગટ સમાં કકલદંપતીના સ્વાર્પણને આ કરુણ દશ્યને કરછી કાવ્ય દ્વારા વર્ણવી શ્રી. કારાણીએ કચ્છી જબાનની મીઠાશ, પ્રાસની ખૂબીથી, તેમના એક સળંગ કાવ્ય “કુરબાની'માં બતાવી છે “.. જંગલ રૂના, ઝાડી રૂની, ઝાડુંમથે પાપન રૂનાં, પંખી પરંદા ને પશુ, વનરાઈ વનવન રૂનાં, રણવીર રાવળ જામજા, ને ગામના જનજન રૂનાં, આસ્માન ને ધરણી રૂનાં, માડુ રૂનાં, મનમન રૂનાં, કવિતા કરે કારાણી રૂનું, કલમ કાગર કે છડે' હિકડો ન કક્કલ રૂનું, જંજા લાલ લટિયર ચાલડે.” ભાવાર્ય––આવા અસાધારણ બનાવથી અને કરુણ મૃત્યુથી જગત એટલું તે ત્રાહી ત્રાહી પિકારી ઊઠયું કે, જંગલે જંગલની ઝાડીઓએ રુદન કર્યો, ઝાડ પરનું પાંદડે પાંદડું રડી ઊઠયું; પક્ષીએ પક્ષી અને વનમાંહેની એકેએક વસ્તુ રડી ઊઠી. રણવીર રાવળ જામ અને ગામે ગામના માણસો સઘળાં રડી ઊઠયાં. એટલું જ નહિ પરંતુ આકાશ અને પૃથ્વી પણ જાણે હમદર્દી બતાવતાં રડી રહ્યાં હોય એવું લાગ્યું. માણસે માણસનાં મન રડી ઊઠયાં. કવિશ્રી કારાણી પિતે પણ કલમ અને કાગળને બાજુએ રાખી બે ઘડી આંસુ સારી રહ્યા પરંતુ જેના છ છ બાળકે કૂરબાનીના યજ્ઞમાં હેમાઈ ગયા હતા એવા એકજ - ક વીરની આંખમાંથી આંસુ સર્યું નહિ. [ અપૂર્ણ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રીવલભાચાર્ય કેશવરામ કાશીરામ શાસ્ત્રી પ્રાચીન વૈષ્ણવાચાર્ય શ્રીવિષ્ણુસ્વામીઃ તેમની પરંપરામાં થયેલા ગોવિંદાચાર્ય નામે એક વૈષ્ણવાચાર્યના શિષ્ય વલ્લભભટ્ટના વંશમાં, આંધ્ર દેશના કાફૂરપાંઠુ કે કાંકરવાર નામક ગામમાં, પૂર્વ, કૃષ્ણયજુર્વેદીય તૈત્તિરીયશાખી ભારદ્વાજ ગોત્ર અને આપdબ સૂત્રના, વેલનાડુ કુટુંબના, શ્રીયજ્ઞનારાયણ નામે એક વિદ્વાન તૈલંગ બ્રાહ્મણ રહેતા હતા. તેમના પુત્ર ગંગાધર ભટ્ટ. તેમના ગણપતિ ભટ્ટ ને તેમના વલ્લભ ભટ્ટ; વલ્લભ ભટ્ટને લક્ષ્મણ ભટ્ટ અને જનાર્દન ભટ્ટ નામના બે પુત્રો થયા, આ કુટુંબ સમયાજી હતું અને તેથી તેની શાખજ સમયાજી પડી ગઈ હતી. શ્રીયજ્ઞનારાયણ ભટ્ટથી માંડી શ્રી લક્ષ્મણ ભટ્ટજી સુધીમાં સો સમયજ્ઞ પૂરા કરવામાં આવ્યા હતા. એમ મનાતું આવ્યું છે કે જે કુલમાં સો સેમયજ્ઞ પૂરા થાય તે કુલમાં જબરદસ્ત દૈવાંશી પુરૂષને જન્મ થાય. એ પ્રમાણે શ્રીલક્ષ્મણ ભટ્ટજીને ત્યાં તેવા દૈવાંશી પુરુષના જન્મની સંભાવના કરવામાં આવતી હતી. શ્રીલક્ષ્મણ ભટ્ટજીનાં વિજયનગરના રાજગુરુ શ્રી સુશર્માનાં ઈલમાગારૂ નામક બેન સાથે લગ્ન થયાં હતાં. તેમાં તેમને શ્રીનારાયણ ભટ્ટ નામક એક પુત્રને અને બે પુત્રીઓને જન્મ થયો હતો. એ ત્રણ બાળકના જન્મ પછી શ્રી લક્ષ્મણ ભટ્ટજીને પ્રયાગ નિવાસ કરવા જવાની ઈચ્છા થઈ. પુત્ર શ્રી નારાયણ ભટ્ટને કારપાંટુ ગામમાં જ પોતાના ભાઈ જનાર્દન ભટ્ટજીને ત્યાં રાખી પિતાની બે પુત્રી અને પત્ની સાથે યાત્રા કરવાને માટે શ્રી લક્ષ્મણ ભટ્ટજી પિતાને ગામથી વિદાય થયા. તેઓ તીર્થભ્રમણ કરતા કરતા ભીમરથી નદીને કિનારે ચંપારણ્ય નામક સ્થાનમાં આવ્યા. અહીં શ્રીદલ્લમગારૂછને સં. ૧૫૨૯ ના ચૈત્ર (વ્રજ વૈશાખ) વદિ ૧૧ ને શનિવારની રાત્રીએ સાત માસે પુત્રજન્મ થયો. (કઈ સં. ૧૫૩૫ ના ચૈત્ર વદિ ૧૧ રવિ અને કઈ તે તિથિ-માસ-વર્ષ પણ વાર ગુરુવાર કહે છે. ગીતાની રસિદરંગની નામક ટીકાકાર શ્રી કલ્યાણ ભટ્ટજી પિતાના કહલાલ નામક ગ્રંથમાં વર્ષ ૧૫૨૯ ને વારે શનિ કહે છે. જે ગણિતની દષ્ટિએ બરોબર છે. સૌથી જૂને વર્ષને ઉલેખ શ્રી કલ્યાણ ભટ્ટજીને છે. ગૌડિયા સંપ્રદાયના ગ્રંથોમાં પણ આ જ વર્ષ મળે છે.) બાળક અધુરે મારો જન્મતાં ક્ષણભર મૂછ રહી, પરંતુ પછીથી પરમ તેજસ્વી મહાન અલૌકિક સુંદર બાલકનાં દર્શન થયાં. આ જ બાળક તે શ્રીવલભ. શ્રી લક્ષ્મણ ભટ્ટજી પિતાના આ બાળક અને પત્નીને લઈ નિકટના ચૌડા ગામમાં આવ્યા અને ત્યાં જાતકર્માદિ સંસ્કારો કર્યા. ત્યાં દોઢ બે માસ રહ્યા પછી આ નાનું કુટુંબ આગળ વધ્યું અને કેટલાંક તીર્થોમાં યાત્રા કરતાં કરતાં પ્રયાગમાં નિવાસ કરી રહ્યું. અહીં પ્રયોગમાંજ ત્રણ વર્ષ બાદ શ્રી. રામકૃષ્ણ નામક બાળકને શ્રીલક્ષ્મણ ભટ્ટજીને ત્યાં જન્મ થયો. હવે જ્યારે શ્રીવલ્લભ પાંચ વર્ષના થયા ત્યારે શ્રી લક્ષ્મણ ભટ્ટજી કાશી જઈ રહ્યા. ત્યાં હનુમાન ઘાટ ઉપર એક મકાન ભાડે લઈ એમણે કાયમી નિવાસ કરવાનો નિશ્ચય કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રીવલ્લભાચાર્ય ૫૭ યથાસમય શ્રીવલ્લભને યજ્ઞોપવીત સંસ્કાર કરાવ્યો અને બાળકના વિદ્યાભ્યાસનું કાર્ય મધ્વસંપ્રદાયી શ્રીમાધવંદ્રપુરી નામક પંડિતને સંપ્યું. થોડા સમય ઉપર જ સ્થપાયેલી શ્રીમાધવૈદ્રપુરીની પાઠશાળા એ વખતે કાશીમાં એમની વિદ્વત્તાથી વિખ્યાત થઈ ચૂકી હતી. અહીં શ્રીમાધદ્રપુરીજી પાસે બાળક વલ્લભના અભ્યાસનું દેક વર્ષ કાર્ય ચાલ્યા પછી બીમાધવંદ્રપુરી સં. ૧૫૩૫ માં વ્રજમાં ગયા અને પાઠશાળાનું કાર્ય શ્રી માધવતીર્થ નામના વિદ્વાનને સોંપતા ગયા. શ્રી રામકૃષ્ણને યજ્ઞોપવીત સંસ્કાર થયા પછી શ્રી માધવતીર્થ પાસે ભણવા મુકવામાં આવ્યો. થોડા જ સમયમાં બંને બાળકે સારા વિદ્વાન થયા. આ બાળકને દાર્શનિક જ્ઞાન અપાવવાની ઈરછાથી બંને પુત્રીનાં લગ્ન પતાવ્યા પછી . ૧૫૪ર માં શ્રીલક્ષ્મણ ભટ્ટજી પિતાના આ બંને બાળક અને પની સાથે દક્ષિણમાં તુંગભદ્રા નદીને કિનારે આવેલા અને જ્યાં પોતાના સાળા સુશમાં રહેતા હતા તે સુપ્રસિદ્ધ વિજયનગર નામ નગરમાં આવ્યા. ત્યાંના સરરવતી-ભંડારમાં પૂર્વ અને ઉત્તરમીમાંસાનો તુલનાત્મક અભ્યાસ કરાવવાને માટે શ્રીલક્ષ્મણ ભટ્ટજીએ બંને બાળકે સેપી આયા. બે વર્ષ સુધી મન લગાવી ત્યાં અભ્યાસ કર્યા બાદ શ્રીવલ્લભની ભારતવર્ષના દાર્શનિક પંડિતમાં ગણના થવા લાગી. આ જ સમયમાં શ્રીવલ્લભે “તત્વાર્થદીપનિબંધ' નામક સર્વ શાસ્ત્રોના સંદેહરૂપ ગ્રંથની રચના કરી, પિતાના પિતાજીને ભેટ આપે. કરો . આ , {" છે, જો શ્રીવલ્લભના અધ્યયન પછી સં. ૧૫૪૫ માં શ્રી લક્ષ્મણ ભટ્ટજી ફરી તીર્થયાત્રા કરવાને માટે વિજયનગરથી નીકળ્યા. એમ કહેવાય છે કે જ્યારે એઓ શ્રી લક્ષ્મણ બાલાછમાં આવ્યા, ત્યારે ત્યાં શ્રીલમણુ ભટ્ટજી સ્વધામ પધાર્યા. કુટુંબને ભારે " વર્ષના બાળક શ્રીવલ્લભ ઉપર આવી પડ્યા. મોટાભાઈ શ્રીનારાયણ ભટ્ટ શ્રીવલ્લભથી મોટા હતા, પરંતુ કાંકરવાડમાં પૂર્વે શ્રી માધવેંદ્રપુરી યાત્રા કરતાં આવી ચઢેલા ત્યારે તેમની ભક્તિપરાયણતા જોઈ શ્રીમાધવિંદ્રપુરીએ તેમને દીક્ષા આપી નેપાલમંત્ર આપ્યો હતા; અને કેશવપુરી એવું નામ પાડયું હતું. શ્રી માધવેંદ્રપુરીની સાથે તેઓ સંન્યસ્તદશામાં રહેવા લાગ્યા હતા. શ્રી માધવેકપુરી કાશી આવ્યા પછી શ્રી કેશવપુરી ધર્મપ્રચારનિમિત્ત તીર્થયાત્રામાં નીકળી પછી સુકર ક્ષેત્રમાં જઈ રહ્યા હતા. ગૌડિયા સંપ્રદાયમાં શ્રી કેશવપુરીનું માન અસાધારણ હતું. આમ એ વિરક્ત થઈ ચૂકેલા હતા. શ્રીવલ્લભ પિતાને અંત્યેષ્ટિવિધિ પૂર્ણ કર્યા પછી, નાનાભાઈ અને માતાની સાથે કાંકરપાંદુમાં આવ્યા અને પિતાના કાકા શ્રી જનાર્દનભટ્ટ સાથે રહેવા લાગ્યા. થોડો સમય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ' સુત્રાસ : જેઠ ૧૯૯૫ રહ્યા બાદ કાકાની રજા લઇ ફરી તીર્થયાત્રામાં નીકળી પડયા માર્ગમાં દામેાદરદાસ હરસાની અને કૃષ્ણદાસ મેઘન નામક એ શિષ્યા થયા. બાલક શ્રીવલ્લભ અને લગભગ સમવયસ્ક એ એ શિષ્યા આગળ તીર્થો કરતા કરતા મારવાડમાં આવ્યા. ત્યાં ઝારખંડ નામક સ્થળમાં શ્રીવલ્લભતે કાઈ અચિંત્ય દેવત વ્રજમાં ખેલાવતું હેાય તેવું થયું; એટલે શ્રીવલ્લભ વ્રજમાં જવાને નિશ્ચય કરી ઉજ્જૈનમાં આવ્યા. ત્યાં ગં. ૧૫૪૬ ના ચૈત્ર સુદ્ધ ૧ ને દિવસે ક્ષિપ્રા નદીના તટ ઉપર એક સુંદર સ્થળમાં શ્રીભાગવતનું પારાયણ કર્યું: ( આ દિવસે ત્યાંના નાત્તમ નામના બ્રાહ્મણગારને તીથંગાર તરીકે કબૂલ કર્યાનું તેવા એક ખતથી માનવામાં આવે છે. આ ખત થોડા વર્ષો પૂર્વ “શુદ્દાદ્વૈત” માસિકમાં છપાયેલું છે. ) ત્યાંથી તીર્થા કરતા કરતા તે ગાકુલ આવ્યા. એમ માનવામાં આવે છે. ક ગોવિંદઘાટ ઉપર સેં. ૧૫૪૮ ના શ્રાવણ સુદિ ૧૧ તે દિને પ્રભુ શ્રી ગાવર્ધનધરણે સાક્ષાત પ્રકટ થઇ શ્રીવલ્લભને ભક્તિમાય દીક્ષા આપી અને શિષ્ય તરીકે રવીકારી ‘ગદ્યમંત્રનું દાન કર્યું. શ્રીવલ્લભે ભેટ અને પવિત્રુ... ધરાવ્યું. ખીજે દિવસે પ્રાતઃકાળમાં પ્રભુની આજ્ઞા પ્રમાણે સૌથી પ્રથમ દામેાદરદાસ હરસાનીને અને પછી ખીજા અનેક વ્રજવાસીને શ્રીવલ્લભે શિષ્ય તરીકે સ્વીકારી “બ્રહ્મસબંધ” એ નામે સુપ્રસિદ્ધ ભક્તિમાર્ગીય દીક્ષા આપી. તે જ થળે સદૂપાંડે નામના અન્યારના એક વ્રજવાસી બ્રાહ્મણે આવી ગિરિરાજ પર્વત ઉપર શ્રીગાવર્ધનનાથજીના પ્રાકચની હકીકત કહી. એમ કહેવાય છે કે શ્રીમાધવેંદ્રપુરી સં. ૧૫૩૫ માં કાશીથી વ્રજમાં આવેલા ત્યારે ત્યાં એક શ્રીગાપાલનું સ્વરૂપ એમણે શ્રીગિરિરાજ ઉપર એક મંદિર કરી પધરાવેલું. આ મંદિર પૂર્ણમલ નામના ક્ષત્રિયે કરાવી આપેલું એમ ગૌડિયા સંપ્રદાયવાળા માને છે. સં. ૧૫૩૮ માં તેમે એ પ્રભુની આજ્ઞા પ્રમાણે જગન્નાથજીમાં કપૂ`રચંદન લેવા ગયા અને સં. ૧૫૪૦ માં પાછા ફ્રે એ પૂર્વે જ ઉત્કલ દેશમાં રમુણા નામના સ્થળમાં પ્રભુધામવાસી થયા. શ્રીગિરિરાજમાં વ્રજવાસીએ એ ગેાપાલસ્વરૂપની સેવા કરતા હતા. શ્રીવલ્લભે જે જાતના અવાજ ઝારખંડમાં સાંભળ્યેા હતા, તેવા જ અન્યેારમાં આવી ફરી સાંભળ્યેા. તેથી તેમને ખાત્રી થઈ કે પ્રભુ અત્રે જ બિરાજે છે. સદૂપાંડે સાથે શ્રીગિરિરાજ ઉપર જઈ એ શ્રીગાપાલશ્રીંગાવર્ધનધરણનાં દર્શન કરી શ્રીવલ્લભને અત્યંત આનંદ થયેા. ત્યાં સેવાપ્રકાર યથાસ્થિત કરી એ પાછા પેાતાના વતનમાં આવ્યા. થેાડા દિવસા ત્યાં રહી સ. ૧૫૪૮ (આષાઢી) ના વૈશાખ વદ ૨ તે દિવસે શ્રીવલને સ્વતંત્ર રીતે ભારતવર્ષની પરિક્રમાના આરંભ કર્યો અને સૌથી પ્રથમ ગેાદાવરીના તીર ઉપર ઉત્કલ પ્રદેશમાં આવેલા એક ખીજા વિદ્યાનગર નામક નગરમાં ભાગવત ધર્મને પ્રચાર કરવાને માટે ગયા. ત્યાં તે વખતે રામભદ્ર નામક રાન્ન રાજ્ય કરતા હતા. તેની સભામાં વાદ થયા પછી શ્રીવલ્લભને વિજેતા તરીકે સુવર્ણાભિષેક કરવામાં આવ્યા. ( જુએ. એડછા–નરેશાના પ્રાચીન ઐતિહાસિક ગ્રંથ · પ્રતાપવંશ વર્ણન ”ને ૧૦ મા તરંગ ક્લાક ૨૫-૪૦. ) અહીંથી શ્રીજગન્નાથજી જઈ ત્યાં પ્રસાદનું માહાત્મ્ય વધારી છેક સેતુબંધરામેશ્વર સુધીનાં તીર્થોમાં ભ્રમણ કરતા કરતા અને અનેક શિષ્યા કરતા કરતા તેમ સુંદર સ્થળેામાં ભાગવત-પારાયણ કરતા કરતા વ્રજમાં આવ્યા, અને શ્રીગિરિરાજ પર આવી શ્રીગોવર્ધનધરનાં દર્શન કર્યા. સં. ૧૫૫૪ । અન્નકૂટ-ઉત્સવ ત્યાં ધામધૂમથી ઊજવી, ગૂજરાત અને કાયિાવાડમાં તીર્થપરિક્રમણ કરી, ત્યાંથી કચ્છ-સિંધ અને છેક બરિકાશ્રમ થઈ, શ્રીજગન્નાથ અને ઉત્કલના વિદ્યાનગરમાં થઈ પોતાના વતન કાંકુરમાંહુમાં ગાળ્યા. અહીં સં. ૧૫૫૪ ના વૈશાખ સુદિ ૩ જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રીવલ્લભાચાર્ય .. ૫૯ ને દિવસે પ્રથમ પરિક્રમા પૂર્ણ કરી. એ પછી ત્યાં માતા તેમ જ કાકા પાસે એક વર્ષ રહી સં. ૧૫૫૫ ના ચૈત્ર સુદ ૨ થી બીજી પરિક્રમાના આરંભ કર્યાં. લગભગ એ જ ક્રમે ઉત્કલના વિદ્યાનગર અને તે પછી સેતુબંધરામેશ્વર, પંઢરપુર, ઉજ્જૈન વગેરે સ્થળામાં થઈ શ્રીવલ્લભ વ્રજમાં આવ્યા. આ સમયે ઉત્તર ભારતવર્ષ ઉપર સિકંદર લાદીનું શાસન હતું. મથુરા પ્રદેશમાં તેના કેટલાક હાકેમાએ હિંદુ ઉપર ભારે જુલ્મ આદર્યાં હતા. શ્રીવલ્લભ આવ્યા ત્યારે એ જુલ્મા ચાલુ હતા; મદિરા તેડી પાડવામાં આવતાં અને તીર્થા ભ્રષ્ટ કરવામાં આવતાં. કાઇ હિંદુને તીર્થસ્નાનાદિ પણ કરવા દેવામાં આવતાં નહોતાં. શ્રીવલ્લભની આજ્ઞાથી એમના શિષ્યસમૂહે અને તેને અનુસરી મથુરાતી ભાવિક હિંદુપ્રજાએ એ હુકમોને અનાદર કરી વિશ્રામધાટ ઉપર યમુનાસ્નાન કર્યું; અને પછી શ્રીવલ્લભ વ્રજમાં ચાલ્યા ગયા. ત્યાં જઈ જુએ છે તેા શ્રીગાવર્ધનધરણનું મંદિર નષ્ટ કરવામાં આવેલું. શ્રીકુંભનદાસ વગેરે પ્રભુને ટોક કે ધના નામક સ્થાનમાં પધરાવી ગયા હતા. એ પછી પૂછરી નામક સ્થાન નજીક સ્યામઘાટમાં પધરાવી ગયેલા. સં. ૧૫૬ ના ચૈત્ર સુદિ ૨ ને દિને ત્યાંથી પધરાવી શ્રી મપ્રભુએ તૈયાર કરાવેલા નવા મંદિરમાં પ્રભુને પધરાવ્યા. અને ખે વર્ષ પર્યંત ત્યાં રહી પ્રભુની રોવા કરી એજ ગાળામાં શ્રીવલ્લભાચાર્યજીની પ્રભુતાથી આકર્ષાયેલા સિકંદર લાદીએ હાનહાર નામના ચિત્રકાર પાસે શ્રીવલ્લભાચાર્ય અને તેમના ત્રણ શિષ્ય દામે દરદાસ હરસાની, કૃષ્ણદાસ મેઘન અને માધવભટ્ટ કારમીરીનું સમુચિત્ર આલેખાવ્યું, જે અત્યારે કિશનગઢના દરખારમાં મેજૂદ છે. એ પછી યાત્રા અધૃણ રાખી શ્રીવલ્લભ પ્રભુના આદેશે પ્રયાગ, કાશી, જગન્નાથજી થઈ પોતાના વતનમાં આવ્યા. ત્યાંથી માતાજીને સાથે લઈ કાશી આવ્યા અને ત્યાં સં. ૧૫૬૦ (યાદી) ના આષાઢ સુદિ ૫ ને દિને શ્રીદેવન ભટ્ટની મહાલક્ષ્મી નામક કન્યા સાથે લગ્ન કર્યા. માતા અને પત્નીને ત્યાં જ રાખી શ્રીવલ્લભ પ્રથમ શ્રીગિરિરાજ આવ્યા. ત્યાંની વ્રજયાત્રા પૂર્ણ કરી પછી કેરક્ષેત્રમાં જ્યાં મેટાભાઈ શ્રીકેશવપુરી હતા, '' ત્યાં સાવી પ્રણામાદિક કરી પછી પાછા શીવલ્લભ કાશી આવ્યા. ત્યાં ઘેાડા ૨સ બિરાજી પછી બીજી યાત્રાનાં બાકી રહેલાં તીથાનાં દર્શન કરવા નીકળ્યા. આ વખતે ફરતા ફરતા શ્રીવલ્લભ દક્ષિણમાં આવ્યા. કહેવાય છે કે ત્યાં તુંગભદ્રાના તીર પર આવેલા વિજયનગરમાં તે વખતના રાજ્ન્મ વીરનૃસિંહના સમયમાં તેના નાના ભાઈ કૃષ્ણુરાય રાલુના આગ્રહથી દરબારમાં ચાલતા એક રાાસ્ત્રાર્થમાં ભાગ લેવા શ્રીવલ્લભ આવ્યાં. અહીં શાસ્ત્રાર્યમાં વિજય મળતાં તેમના સં. ૧૫૬ના ચૈત્ર સુદમાં સુવર્ણાભિષેક કરવામાં આવ્યા. ત્યાંથી આચાર્ય પદવી પ્રાપ્ત કરી શ્રીવલ્લભ તીર્થભ્રમણ કરતા કરતા ગૂજરાત-કાઠિયાવાડ-કચ્છ -સિંધ-બદરિકાશ્રમ વગેરે તીર્થોમાં થઈ સં. ૧૫૬૪ માં કાશીમાં પેાતાને ઘેર આવી પહોંચ્યા. કાશીમાં સ્થિર થયા પછી ત્યાંના કેવલાદ્વૈતી સંન્યાસીએ સાથે અનેક વાદવિવાદના પ્રસંગ આવ્યા. વાદીઓને નિરુત્તર કરવાને માટે પાશ્ર્વન નામક વાદગ્રંથની રચના કરી શ્રીવલભાચાર્યે શ્રાવિષેશ્વરના દ્વાર પર બાંધ્યા. છતાં ઉપદ્રવ શાંત ન થવાને કારણે મિત્રો અને સંબંધીઓની સલાહથી સ. ૧૫૬૭ માં નજીકના, ગંગાકિનારા પર આવેલા અડેલ નામક ગામમાં જઈ ત્યાં કાયમી નિવાસ કર્યા. અહીં મળેલી શાંતિના સમયમાં પૂર્વ અને ઉત્તર સીમાંસાનાં ભાગ્યે।, ભાગવત ટીકા- સુખેાધિની, અને પ્રકીર્ણ પ્રકરણગ્રંથાની રચના કરી. અહીં સં. ૧૫૭૦ ના કાર્તિક વદિ ૧૧ ને દિને પ્રથમ પુત્ર શ્રીગોપીનાથજીને અને સં. ૧૫૭૨ના માગશર ( વ્રજ પોષ ) વદિ ૯ ને દિવસે શ્રીવિશ્વનાથજીને જન્મ થયા. ( કાઇ શ્રી ગોપીનાથજીના જન્મ સં. ૧૫૬૭ માં પણ માને છે; પણ શ્રીકલ્યાણ ભટ્ટ “ કલેાલ’”માં ૧૫૭૦ જણાવે છે, જે ખાટા હેાવા કારણુ નથી. ) 66 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ૬૦ સુવાસ : જેઠ ૧૯૯૫ અહીં સં. ૧૫૮૭ સુધી બિરાજ્યા. તે પછી પ્રભુની આજ્ઞા જગતના ત્યાગની થતાં જિદંડ સંન્યાસ ધારણ કરી, કાશીહનુમાનઘાટ ઉપર જઈ ત્યાં પુત્રને અંતિમ શિક્ષા (જે શિક્ષા લેાક તરીકે સાડાત્રણ લેક પ્રસિદ્ધ છે, તે) લખી આપી સં. ૧૫૮૭ (આષાઢી)ના આષાઢ સદિ ૨ ઉપર ૩ ને દિને મધ્યાહ્ન સમયે ગંગામાં દેહ છોડયો તે વખતે કાંઠે ઊભેલાં જોએ અગ્નિને એક મોટો તેજ:પુંજ આકાશમાં જતો જોયો. કહેવાય છે. શ્રીવલ્લભાચાર્યજીએ નિર્ગુણ ભક્તિમાર્ગની સર્વ વર્ણના જનો માટે સ્થાપના કરી, કિજેને માટે શુદ્ધાદ્વૈત વેદાંતને ઉપદેશ કર્યો છે. અનન્ય રહી પ્રભુનું શરણું અહર્નિશ વિચારવું, અને દુસંગ, પ્રભુને ઘર્યા વિનાના પદાર્થોનું સેવન તેમ જ મિથ્યા ભાષણને ત્યાગ કરવો, એ એમને પ્રધાન ઉપદેશ છે. શ્રીવલ્લભાચાર્યજી પછી શ્રીગોપીનાથજી આચાર્ય તરીકે આવ્યા. એઓ શ્રીગોકુલમાં આવી રહ્યા. એમને એક પુત્ર થયો. એ બંનેના સ્વધામપ્રયાણ પછી નાના પુત્ર શ્રીવિઠ્ઠલનાથજી આચાર્ય થયા. એઓશ્રીએ કાયમી નિવાસ મથુરામાં કર્યો હતે. મેગલ સમ્રાટ અકબરને શ્રીવિઠ્ઠલનાથજી માટે ઘણું માન હતું. એણે જ એમને “ ગોસ્વામી” એ બદ આપ્યું હતું, જે અદ્યાપિ પર્યત એ વંશમાં ચાલુ છે. શ્રીવલ્લભાચાર્યજીના ગ્રંથમાંથી અત્યારે ઉત્તરમીમાંસા-ઋજુમાળના અઢી અધ્યાય પૂર્વમીમાંસાના ભાવાર્યપાદનું ભાષ્ય, સુબોધિની (ભાગવત) ટીકાના ૧-૨-૩, ૧૦, પૂર્ણ અને ૧૧ મા કંધના ચાર અધ્યાય ૫ર ટીકા, ૧૬ પ્રકરણગ્રંથે, થોડાં સ્તોત્રો અને તસ્વાર્થદીપનિબંધ (બે પ્રકરણ પૂરાં પર અને ત્રીજા ભાગવત પ્રકરણના પાંચ સ્કંધ-અપૂર્ણ પર એમની જ પ્રકાશ–નામક ટીકા સાથે), આટલા Jથે મળે છે. અણુભાષ્યને અધૂરા રહેલે ભાગ શ્રી વિઠ્ઠલનાથજીએ પૂર્ણ કર્યો છે. એ ઉપરાંત શ્રી વિઠ્ઠલનાથજીએ " વિખંડન નામને સ્વતંત્ર વાદગ્રંથ, ભક્તિહંસ, ભક્તિહેતુ નિર્ણય, શૃંગારરસખંડન (કાવ્ય), સુધિની-૧૦ મા સ્કંધના ૩૨ મા અધ્યાય પર ટિપ્પણી ઉપરાંત કેટલાયે રાત્રે શ્રી વલ્લભાચાર્યજીના નવરત્ન, સિદ્ધાંત મુક્તાવલી અને યમુનાષ્ટક પર ટીકા, ગીતાના પહેલા અધ્યાય ૫ર ટીકા, વગેરે ગ્રંથની રચના કરી છે. શ્રીવિઠ્ઠલનાથજીના વંશમાં અનેક સમર્થ પંડિત વંશજ થયા છે, તેમાં તેમના ચોથા પુત્ર શ્રીગોકુલનાથજી, બીજા પુત્રના પુત્ર શ્રી કલ્યાણરાયજી, ને પૌત્ર શ્રીહરિરાયજી, ત્રીજા પુત્ર શ્રીબાલકૃષ્ણજીના વંશમાં શ્રી પુરુષોત્તમજી, ઉપરાંત શ્રી યોગી ગોપેશ્વરજી વગેરે મુખ્ય છે. શ્રીપુરુષોત્તમજીએ મનુમાણ ઉપર લખેલી “ પ્રકાશ” નામક ટીકા બધા ભાગકારોના મતને ઉલેખ આપી તુલનાત્મક દષ્ટિએ લખાયેલી છે. એના ઉપર શ્રીગી ગેપેશ્વરજીએ “રશિમ” નામક સમર્થ ટીકા લખી છે. આ સંપ્રદાયમાં પૂર્વે સંસ્કૃત સાહિત્ય નહતું, એમ માની કેટલાએ ભાષાસાહિત્યને આધારે વિરોધીઓએ છાંટા ઉડાડવાનો પ્રયત્ન કરેલે; પણ છેલ્લી બે પચીશીઓમાં પ્રસિદ્ધ થયેલા પ્રાચીન સંસ્કૃત સાહિત્ય આચાર્યના નિર્ગુણ ભક્તિમાર્ગની વિશુદ્ધિને વિદ્વાનમાં આજે પરિચય કરાવ્યો છે. બધા ભાષ્યકારમાં સૌથી છેલ્લા ભાષ્યકાર આચાર્ય શ્રીવલ્લભાચાર્ય થયા છે; એથી ભાષ્યકારના મર્મને પરિચય મેળવવામાં શ્રીવલ્લભનું વેદાંતભાષ્ય સૌથી વધુ ઉપયોગી છે. શ્રીવલભે બ્રહ્મસૂત્રના અર્થોની ખેંચતાણ કર્યા વિના અવિકૃત પરિણામવાદને સ્વીકારી બ્રહ્મ જ આ જગતરૂપે પરિણમ્યું છે, એ પ્રાચીન શ્રોત સિદ્ધાન્તનું દર્શન કરાવી, માત્ર અનન્ય શરણથી જ જીવ પ્રભુને પામી શકે છે, એ સિદ્ધાંત સ્થાપિત કર્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ જ્વાળામુખી ૧ સ્ત્રી અને પુરુષના હક્ક સમાન હાઇ શકે?' જી જગત- જગતના વિધાયકા-આ પ્રશ્નને ઉકેલ નથી કરી રાયા તા. કાલેન્જના વિદ્યાર્થીએ તેને ઉકેલ લાવી શકે ? છતાં વિદ્યાર્થીએ આ પ્રશ્ન ઉકેલવા મથે છે તે ખરા જ. સંસારવિધાનમાં તેમને ઘણા ફાળા છે, અગર તેમણે ઘણા ફાળે। આપવાનેા છે એવી માન્યતા તેમના હૃદયના ઊંડાણમાં વસતી હાય છે. એટલે તેમની વકતૃત્વસભાએેમાં આવા પ્રશ્નો ખૂબ ચર્ચાય છે. કાલેજમાં એ પ્રશ્ન ઉપર વાવિવાદ રાખવામાં આવ્યેા હતા. કેટલાક પ્રર્કના જ રસમય હોય છે. · ગામડાને ખેડૂત કેમ વે છે? ’ ‘ કાલેજનું ભતર ગામડાં માટે નિરુપયેગી છે, ’‘ વિદ્યાર્થીઓ અને વ્યસન ' એવા એવા પ્રશ્નોની ચર્ચા સભાનેા મંત્રી રાખવાની ભૂલ કરે તેા ચશ્મા પહેરેલા સુકા ત્રણચાર વિદ્યાર્થીએ અને જીંદગીથી કંટાળી ગયાને દેખાવ કરતા એકાદ પ્રેફેસર સભાગૃહમાં હાજર હોય. પરંતુ લગ્નની જરૂરિયાત, ’ ‘ સ્ત્રીપુરુષના હક્ક, ‘સન્નારીઓનું સત્યાગ્રહમાં રધાન ' એવા એવા રસનિર્ઝર વિષયાનું નિરૂપણ્ થવાનું હોય તેા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીએથી સભાગૃહ એટલું ઊભરાઇ નય કે ઘણાને ઊભા રહેવાનું સ્થાન પણ ન મળે, 4 શ્રી. રમણલાલ વસંતરાય દેસાઈ ઉપરાંત શિક્ષણ માટે ઓછામાં ઓછી તકલીફ લેઈ વધારેમાં વધારે પગાર ખેંચી જવા છતાં શહીદીને સદાય દેખાવ કરતા ગંભીર પ્રેાફેસરેા પણ વધારે સંખ્યામાં આવા ચર્ચાપ્રસંગે હાજર રહી શકે છે. આ તેવાજ પ્રસંગ હતા. વિદ્યાર્થીઓ ધક્કાધક્કી કરતા, હસતા, લડતા, બૂમા પાડતા, વિચિત્ર નાદપ્રયાગો કરતા આખા સભાગૃહને જીવંત બનાવી દેતા હતા. ઘડીકમાં તાળીએ પડતી, ઘડીકમાં પગધબકારા થતા, ધડીમાં રણુગર્જનાને ભૂલાવે એવી સીસેાટીએ વાગતી, તે ધડીમાં માનવી કે પશુપક્ષીમાંથી કાઇને પણ ન આવડે એવા વિચિત્ર ઉગારાથી વિદ્યાર્થી-સભ્યામાં હાસ્યનાં માર્જો ઊછળતાં. આંખ મીંચીને આવનાર એમ જ નણે કે અહીં કાઈ મહાસંગ્રામની તૈયારી થઇ રહી છે; ફરજિયાત શારીરિક કેળવણીથી ભર્યું પામતા વિદ્યાર્થીએ આવા પ્રસંગોમાંથી કેવા વીરરસ કેળવે એ સમજી શકાય એમ છે, સભાના અગ્રભાગના એક વિભાગમાં કૅલેજની વિદ્યાર્થીનીઓનું એક જૂથ બેઠેલું હતું. સાગન ખાઇ શકાય એવી સાદાઈ પાછળ આકર્ષણની અદ્ભુત જાળ ગૂંથવાની આવડતવાળી * શ્રી ‘ સયાજીવિજય'ના હવે પછી પ્રગઢ થનાર ભેટપુસ્તક શાસના'નું પહેલું પ્રકરણ - શ્રીમાન્ પ્રકારાકના સૌજન્યથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૬૨ - સુવાસ : જેઠ ૧૯૯૫ વર્તમાન યુવતી વિદ્યાર્થીઓના આવા ધાંધળથી બહુ વ્યાકુળ બનતી નથી. કવચિત હસતી, કવચિત નાખુશી બતાવતી, કવચિત ઉપેક્ષા કરતી વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓની અર્થહીન વેવલાશ અને નિરંકુશ છતાં પિકળ ઊભરાઓમાં હજી સમાન હક માગતી હોય એમ લાગતું નથી. પ્રોફેસરે કૈસરે વિદ્યાર્થીઓ તાળીઓ પાડતા. કેટલાક પ્રોફેસરો પિતાને મળતી તાળીઓથી હસતા, કેટલાક વિદ્યાર્થીઓના છિછલા વર્તનથી ગંભીર બની જતા અને કેટલાક સાચા વેદાન્તી પ્રોફેસર તાળીઓની માયાને મિથ્યા માની અલિપ્ત જ રહેતા કૅલેજે આપણાં વિદ્યાસ્થાને હોય પાઠશાળાઓ આપણું સંસ્કારની ગંગોત્રીઓ હોય અને પ્રાચીન ગુરુકુળ- અરે ગયા યુગની જ કોલેજનો કે શિક્ષિત પુરુષ વર્તમાન સભાસ્થાને જાએ તો તેને પ્રથમ દર્શને એમ જ લાગે કે આજનાં વિદ્યારથાનોની વિદ્યા વંડ ગઈ છે અને સંસ્કારગાત્રીના મૂળમાં કાંઈ વિષ રેડાયું છે, છતાં એ જ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓના સંધની પાછળ જગતનું ભાવિ ઘડાયે જાય છે, અને તે ઘડતરમાં વિષ રેડાયું હોય તે ક્યાંથી રેડયું એ પ્રશ્ન ઊભો જ રહે છે. વિદ્યાર્થી અવરથા વટાવી ગયેલી આગલી પેઢીને વિદ્યાર્થીઓ ઘડતાં આવડવું નથી એમ આરોપ આવે પણ ખરે. બાહ્ય તોફાનની પાછળ આ જ વિદ્યાર્થીવર્ગ એક મહાપ્રશ્ન વિચારી રહ્યો હતોઃ હસતે હસતે વિચારી રહ્યો હતો કે, સ્ત્રી અને પુષ્પના હક સમાન હોઈ શકે ? નિવૃત્ત થવાની અણી ઉપર આવેલા એક વિધુર ધ્રોફેસર સભાના પ્રમુખસ્થાને બિરાજ્યા. સ્ત્રીના હક્ક પુરુષ જેટલા રાખવાથી તેમને હવે કાંઈ હરકત આવે એમ નહતું–ઘરમાં તેમ જ નોકરીમાં. અશાત વિદ્યાર્થીઓને શાન્ત રહેવાનો ઉપેક્ષા પામતે બંધ કરી તેમણે સભાનું કામ આગળ ચલાવ્યું, અને ચર્ચા માટે મુખ્ય વક્તાને સૂચના કરી. સભાએ તાળીઓ પાડવા માટે, હસવા માટે, બુમ પાડવા માટે અને બે ઠેકવા માટે જ હોય છે એમ માનતા વિદ્યાથીઓએ મુખ્ય વક્તાના વ્યાખ્યાનના થોડા ટુકડા સાંભળ્યા અને મોટા ભાગને ઘોંધાટમાં કુબાવી દીધે. સ્વમાનભગ થએલે એ વક્તા એક ઉડે ઘા પામી બેસી ગયે. સ્ત્રી અને પુના હક્ક સમાન ન હોઈ શકે એવા પસ એણે લીધો હતે. સામે વાત કરવાને એક બીજે વિદ્યાર્થી બે થશે. તેને પણ પુરતા પ્રમાણમાં તાળ પ્રદાન મળ્યું, એટલું જ નહિ, પરંતુ વ્યાખ્યાન-સ્થાન પાસે જતાં તેને આછી ઠોકર વાગી એટલે તાળીઓનાં પૂર ઊભરાયાં. વિદ્યાર્થી જગત ક્રૂર અને અન્યની વિટંબણામાં ખૂબ હસી શકે એવું નિર્દય બની ગયું છે એ વિચાર આવતાં પ્રમુખે નિઃશ્વાસ નાખ્યો. સામા વાદમાં શું કહેવાયું છે કે ઈને પણ સાંભળવામાં આવ્યું નહીં. પ્રમુખે પ્રથમ હસીને. પછી ગાંભીર્યથી, ત્યારબાદ મેજ ઉપર મુક્કો ઠેકીને અને અંતે અત્યંત ક્રોધપૂર્વક વિદ્યાથીઓને ગૃહસ્થાઈ વાપરવા વિનંતી કરી. જગતમાં ગૃહસ્થાઈ હોય તે વિદ્યાર્થીવર્ગમાં તે આવે ને ? રહ્યો સહ્ય ગૃહસ્થાઈને ટુકડે સભાગૃહમાં થોડી ક્ષણ માટે પ્રવેશ પામે, અને એક આકર્ષક યુવકે જરાપણ ક્ષોભ વગર વ્યાખ્યાનરથાન ઉપર પગ મૂક્યો. શાન્ત રહેલી વિદ્યાર્થી જનતાએ પાછો હકાર શરૂ કરી દીધો. અદબ વાળી ઉભા રહેલા એ યુવકે વિદ્યાર્થીઓને ઊભરાને ઊભરાઈ જવા દીધો. સમુદ્રનાં ઉછળતાં મેજ ખડક હામે અથડાઈ રહ્યાં. પરંતુ ખડક ખ નહીં. યુવક આછા રિમતસહ ઉભે જ રહ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ જવાળામુખી - ૬૩ સહજ શાન્તિ ફેલાતાં તેણે સ્થિરતાભર્યો ઉચ્ચાર કર્યોઃ “પ્રમુખ સાહેબ, સ્ત્રીઓ અને પુરુષોના હક્ક સમાન કદી ન હોઈ શકે..." વિદ્યાર્થીઓએ તાળીઓ પાડી, પરંતુ આગળ સાંભળવાની સહુને આછી લાલચ થઈ. યુવકે તેને લાભ લીધો. અને અસરકારક ભાષામાં તેણે ચર્ચા કરી. સ્ત્રીએ જગતના વિકાસમાં કશો જ ફાળો આપ્યો નથી, અને પુરુષ દેરે તેમ દોરવાનો તેને ધ જ છે એ તેના વક્તવ્યને ધ્વનિ હતો. સહુએ તેને શાંતિથી અને વખાણની તાળીઓ રહ સાં વિદ્યાર્થીઓના ઉત્સાહને વેગ મળે એવી ઘણી ઘણી રસપ્રદ બાબતે એમાં હતી. પરંતુ વિદ્યાર્થીનીઓને આ વ્યાખ્યાન રાખ્યું નહીં. તેમની ખ્યા ઓછી હતી એ વાત ખરી; વિદ્યાર્થીઓ જેટલું તોફાન તે કરતી નહીં એ વાત પણ સા. પરંતુ એને અર્થ એમ નહીં કે વિદ્યાર્થીનીઓની સંખ્યા ભવિષ્યમાં વધી વિદ્યાથીઓની બરાબરી ન કરી શકે. અને તેમ થાય તે તોફાનની શક્તિમાં પુરુષવર્ગ કરતાં ઊતરતું સ્થાન લેવાની તેમની તૈયારી ન જ હોય. પુરુષે વિરૂદ્ધની અનેક દલીલે વિદ્યાર્થીનીઓના હૃદયમાં સળવળી રહી. ચંપલ પછાડવા માટે તેમના પગ વેગવાન બનતા હતા, અને જરૂર પડયે કયુટેકસથી રંગી લાલ બનાવેલા અને ખાસ ઓજારથી સ્વચ્છ અને અણુદાર બનાવી આગળ વધારેલા કલામય નખ આયુધ તરીકે ન જ વાપરવાની તેમણે પ્રતિજ્ઞા લીધી ન હતી. પરંતુ હજી સ્ત્રી જાતિએ પુરુષ સરખા હક્ક માગ્યા છતાં ઘણા હક વાપર્યા નથી. હદયના ભાવ વિદ્યાર્થીનીઓએ આછી સ્મિત નીચે છુપાવી રાખ્યા. માત્ર એક વિદ્યાથીનીના હદયે તેના પગને વેગ આપ્યો. તેણે ઊઠી વ્યાખ્યાનસ્થાન તરફ જવા માંડયું. પાછો તાળીઓને વરસાદ વરસ્ય. એ વરસાદ માનવાચક ન લાગે. વિદ્યાર્થીનીઓ તળી ઊઠી છતાં શાન્ત રહી શકી. પ્રમુખે હાથ ઊંચા કર્યા. સને શાન્ત પવા વિનંતિ કરી, ધમકી આપી, મેજ પછાડયું અને સભા છોડી જવાની બહુ ડા સાંભળી શકે એવી વ્હીક બતાવી. એટલામાં એ વિદ્યાર્થીની જરાપણ ભસ્થ વગર પ્રમુખની પાસે આવી ઊભી રહી. તેણે પણ તાળીઓના વરસાદને વરસી જવા દીધો. સહજ શાન્તિ થતાં પ્રમુખે કહ્યું: ‘ સ્ત્રીઓ પ્રત્યે સભાએ વધારે સારું વર્તન રાખવું જોઈએ.” ‘ના’ ‘ના’ ના પિકારો વિદ્યાર્થીઓમાંથી ઊછળી આવ્યા. ‘ સમાન હક્ક,’ ‘સરખા હક્ક, ” “ સરખું વર્તન” એવા જવાબ પ્રમુખને મળ્યા. “પુરુષોની તલપૂર પણ મહેરબાની માગતી નથી, પ્રમુખ સાહેબ” વિદ્યાર્થીનીએ પિકા વચ્ચે પોતાના વ્યાખ્યાન માટે સ્થાન મેળવી શરૂઆત કરી. “બેસી જા” “બહુ થયું,’ ‘પરણ્યા પછી બેલજે' જેવા વિદ્યાથજગતની શિષ્ટતા દર્શાવતા ઉદ્દગારો સંભળાતા હતા છતાં તેમને ન ગણકારી તેણે સહુના ધ્યાન ખેંચવા માંડયું, અને જોતજોતામાં તેણે સહુના ધાનને સર કર્યું. તેને રણકારભર્યો મધુર અવાજ, ટારહિત છટા, પુરુષજાતિ ઉપરના પ્રહારે અને સ્ત્રી જાતે માનવસંસ્કારમાં આપેલા ફાળાને ઇતિહાસ તેના વ્યાખ્યાનને આકર્ષક બનાવી રહ્યાં હતાં. તેણે સાબિત કર્યું કે સ્ત્રીઓને પુરુષની દેરવેણીની જરાય જરૂર નથી; એટલું જ નહીં પણ પુરુષ સર્વદા સ્ત્રીથી દોરે છે, અને જેટલે અંશે એ સત્ય તે સમજશે તેટલે અંશે જ તે અને તેની દુનિયા સફળ થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ૬૪ - સુવાસ : જેઠ ૧૯૯૫ વ્યાખ્યાન પૂરું થતાં સુધી પૂરી શાન્તિ જળવાઈ રહી. વિદ્યાર્થીનીને પણ સાચા વખાણની તાળીઓથી સહુએ વધાવી લીધી. પરંતુ તેમાંથી પાછી અવ્યવસ્થા શરૂ થઈ ગઈ. પ્રમુખે સહુના મત માગ્યા. વિદ્યાર્થીઓએ સમાન હક્કની તરફેણમાં પણ હાથ ઊંચા કર્યા અને વિરુદ્ધમાં પણ હાથ ઊંચા કર્યા. વ્યાખ્યાન માટે કેઈને ગંભીરતા હતી જ નહીં, એથી કેઈને જ્ઞાનમાં વધારો થાય એમ લાગતું નહોતું. જ્ઞાનમાં વધારો કરવાની ઈચ્છાથી ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી ભણે છે. ભણવાની જરૂર છે, ભણવાની ટેવ પડી છે, બીજા ભણે છે માટે દેખાદેખી વિદ્યાર્થીઓ ભણે જાય છે. કશે ઠરાવ પસાર થશે નહીં અને પ્રમુખે પિતાનો આભાર માનવાની તક ન આપતાં સભા બરખાસ્ત કરી. સભા બરખાસ્ત થતાં રાસી બુમાબુમ, પછાડાછા, ભાંગતા અને ધક્કા ધક્કા સહ આ હિંદના-જગતના ભાવિની કૂચી ધારણ કરનાર વિદ્યાર્થીવર્ગ વ્યાખ્યાનગૃહની બહાર નીકળવા લાગ્યો. સમાન હક્ક માગતી કન્યાઓએ પિતાના હક્કને બાજુએ રાખ્યો. અને પુરુષ વિદ્યાર્થીઓને પહેલા બહાર નીકળવાની તક આપી. બહાર શયતાન ઉછળતું હતું. અંદર વિદ્યાર્થીઓનું ટોળું ધીમેધીમે દરવાજા તરફ આગળ વધ્યું. “ભના, હું બહુ સારો જવાબ આપે.” એક યુવતીએ વ્યાખ્યાન આપી ચૂકેલી વિદ્યાર્થીનીને કહ્યું. હું,” તિરસ્કારથી શોભન એ માનને સ્વીકાર કર્યો. એને તિરસ્કાર એની સહી પણ પ્રત્યે નહતો. વિદ્યાર્થીવર્ગને અવિનય તેને જરૂર ખૂચ હતો. “પાછું રસ્તે એનું એ જ થશે.' બીજી યુવતીએ કહ્યું. સહશિક્ષણથી વિદ્યાર્થીઓની વાસની તીવ્ર બની છે અને શૌર્યની કક્ષા નીચી ઊતરી છે એમ ઈ આરેપ મૂકે તે તેના પુરાવા કૅલેજ અને કૅલેજની બહાર છેક ન મળે એમ કહેવાય નહીં. છોકરીઓને નિહાળવાની તક મળે એવા ઉદ્દેશથી સરસ્વતી પૂજન કરતા વિદ્યાર્થીવર્ગ છેક હારે નહીં હોય! “હું તે ચંપલ જ લગાવી દઉં' ત્રીજી યુવતીએ કહ્યું. એ પ્રમાણે બને કે કેમ એ જુદી વાત છે. પરંતુ પુરુષોના ભણતરની સાથે વર્તનનું ઘડતર ચંપલને પાત્ર છે એવો અભિપ્રાય તો ઘણી વિદ્યાર્થીનીઓ ધરાવે છે. સહુને બહાર નીકળવા દેઈ શેભના છેલી બહાર આવી. બારણુ પાસે દસબાર યુવકે લટાર મારી રહ્યા હતા. સ્ત્રીઓને નિહાળવાની સૃજનજૂની પુરુષઘેલછા બ્રહ્મચર્યાશ્રમમાં પણ ભભૂકવા લાગે છે. કોઈએ તીરછી આંખે, કેઈએ સીધી નજરે, કોઈએ હસીને, કોઈ એ સહજ ટટાર બનીને બહાર નીકળતી વિદ્યાર્થીનીઓ તરફ નજર નાંખી. પગથિયા પાસે એક ચમકતી મોટરકાર ઊભી હતી. મહત્તાની ભાવના સાથે જડાઈ અનેક યુવક યુવતીઓને ચંચલ બનાવતી આ કહેવાતી જડ ગાડી પાછળ હિંદની રસિક્તાને ઈતિહાસ પણ રચાતો જાય છે. ગાડીમાંથી એક યુવક છટા અને સ્વચ્છતાથી બહાર નીકળી આવ્યો. એણે જ સ્ત્રીઓને સમાન હક્ક વિરૂદ્ધની દલીલ કરી હતી. પહોળો પાયજામો, રેશમી પહેરણ, સફાઈદાર ચશ્મા, અને વ્યવસ્થિત રીતે અવ્યવસ્થિત રાખેલા વાળથી સહમણે દેખાતે એ યુવક જરા પણ સંકોચ વગર શેનાની પાસે ગયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ જ્વાળામુખી ૬૫ મારી કાર ખાલી છે. આપને એમાં હું મૂકી આવું.' યુવકે કહ્યું. “ના. મને ચાલવાની ટેવ છે.” શોભનાએ જવાબ આપે. ટેવને સવાલ નથી. સગવડ છે તે બેસી જાઓ. સંધ્યાકાળ થાય છે.' હરકત નહીં. મારી જોડે વિની, તારિકા અને રંભા છે.' “ એ બધાંય એમાં આવી શકશે.’ ચાલે ત્યારે. બેસી જઈએ વળી.” રમતિયાળ બાળકી જેવા અભિનય કરતી સહજ સ્થૂલ તારિકા બોલી ઊઠી, અને પગથિયાં નીચે આવતાં યુવકે ગાડીનું બારણું ખોલી અંદર બેસવાનું લાલિત્યમય મૂક આમન્ત્રણ ચારે સાહેલીઓને આપ્યું. લટાર મારતા યુવકેનાં ટોળાંએ મેટેથી હસવા માંડયું. “બેસે, બેસે,” “હરકત નહીં,’ ‘હું સાથે આવું ? ' વગેરે ઉચારો પણ વર્તમાન શિષ્ટતાને શોભાવતા સંભળાવા લાગ્યા. હાસ્ય હઠીલાઈ ઉત્પન્ન કરે છે. આવા આકરિમક આમન્ત્રણથી કદી પણ કારમાં ન બેસે એવી ગર્વિષ્ઠ શોભનાને પણ યુવકોના હાસ્યને જવાબ આપવા કારમાં બેસવાની દઢ ઈચછા થઈ. ચીઢવીને સુધારવાની રીત નિષ્ફળ નીવડી છે. પરંતુ વિદ્યાર્થીઓ ચીઢવીને પણ સુધારવા કયાં માગતા હતા તેમને પણ યુવતીઓની સબત જોઈતી હતી. મશ્કરી કરવા છતાં યુવતીને સંગ મળી જાય તે તેમને ગમે એમ હતું. આપને આભાર માનું છું. આપના આમન્ત્રણને લાભ લઈએ જ,” શોભનાએ જવાબ આપી પિતાની સહીપણુઓને અંદર બેસાડી. “આપ આગળ બેસે. હું ચલાવીશ.” કહી યુવકે શોભનાને કારની આગલી બેઠક ઉપર બેસાડી. કારને હાંકનારે બારી પાસે ઊભે હતિ તે ખસી ગયે. તેને યુવકે કહ્યું તું પાછળ આવ. હું ગાડી લઈ જાઉં .” સફાઈપૂર્વક શોભનાની સાથે બેસી યુવકે ગાડીનું સુકાન હાથમાં લીધું. ગાડીમાં જીવ આ દેખાય. એકાએક કઈ વિચિત્ર ખાદીધારી યુવક ગાડી પાસે આવી શોભનાને જેતે ત્યાંથી પસાર થયો દેખાય. શોભના એ યુવકને જોઈ રહી. સહજ આશ્ચર્ય તેની આંખમાં રમી રહ્યું. કારના માલિકે ગાડી આગળ ધપાવી. તેણે પેલા ખાદીધારીને જે નહતા. “કોણ હતા એ બબૂચક?” તારિકાએ પૂછ્યું. કોની વાત છે?” રંભાએ પૂછયું. “પેલે આમ ગયો તેની.” એવા કેક ફરે છે, ગમારે ! ) શોભના કાંઈ બોલી નહીં. કાર આગળ વધી કોલેજના વંડાની બહાર નીકળી. સૂચક તાળીઓ અને ઉગારે વરચે થઈ તે પસાર થઈ યુવયુવતીને આ જગતમાં ઉત્સાહ, ઉન્માદ, અશિષ્ટતા, અદેખાઈ, અછકલાપણું, અને અતંત્રતા ચારે પાસ દેખાયા કરતાં હતાં. એ વળિયા વચ્ચે થઈ ઝડપથી આગળ વધતી ગાડીમાં એ જ યુવયુવતીને એક વિભાગ અત્યંત નિયંત્રણપૂર્વક આગળ વધતા હતા. વાળામુખીના ટુકડાઓ વ્યવસ્થિત અને નિયમનભર્યા વાહનને જ વશ વર્તતા હતા. કે પછી નિયમન માગતા વાહનને જ એક જવાળામુખી રિતે હો ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ જનસંખ્યા શ્રી નર્મદાશંકર હ. વ્યાસ ઉત્પાદનનાં મુખ્ય બે અંગ-પ્રકૃતિ અને માનવી. ઉત્પાદનમાં પ્રકૃતિ કરતાં માણસ વધારે સક્રિય ભાગ ભજવે છે, વધારે. મહત્વનું અંગ ગણાય છે. અને તેથી જનસંખ્યાના વિકાસને પ્રશ્ન અર્થશાસ્ત્રમાં ખાસ વિશિષ્ટ પ્રકારની વિચારણા તથા શ્રમ અભ્યાસ માગી લે છે. માનવીની સંખ્યા, શક્તિ અને ચારિત્ર સમયના પ્રવાહમાં કેવી રીતે વિકાસ પામતાં આવ્યાં છે તે ઉપર પ્રથમથી જ વિચારકે વિચાર કરતા આવ્યા છે. જનસંખ્યાના સિદ્ધાન્તમાં રાજકીય તેમજ સામાજિક અને આર્થિક પરિવર્તન સાથે ફેરફાર થાય છે. શાસ્ત્રિય પદ્ધતિથી જનસંખ્યાના સિદ્ધાન્તને નિર્ણય સહુથી પહેલાં માથસે * કરેલ. તેણે જનસંખ્યાના વધારાનું ખાસ નિરીક્ષણ કરી જાહેર કર્યું કે જનસંખ્યા વધવાનું જે પ્રમાણ છે તે પ્રમાણ જોતાં ભવિષ્યમાં સમાજની પ્રગતિ તેમજ સમાજની આર્થિક સુધારણું ઘણી મુશ્કેલ થઈ પડશે. ઉત્પાદન જેટલા પ્રમાણમાં વધારી શકાય તેના કરતાં જનસંખ્યા ઘણું વધારે પ્રમાણમાં વધે છે. પરિણામે ઉત્પાદન અને તેને ઉપભોગ કરનાર માનવીની સંખ્યાનું સમતોલપણું જળવાતું નથી. જગતને આર્થિક વ્યવહાર ટકાવી રાખવા માટે કોઈ પણ રીતે સંપત્તિ અને માનવસંખ્યાનું સમતલપણું રાખવું જ જોઈએ. પ્રકૃતિ મર્યાદિત છે અને તેથી ઉત્પાદનને વિકાસ પણ મર્યાદિત બને છે. જન સંખ્યાને વિકાસ અમર્યાદિત છે. ઉત્પાદન એકગણું, બેગણું, ત્રણગણું, ચારગણું–એમ સમપ્રમાણથી વધે છે જ્યારે જનસંખ્યા એકગણીમાંથી બેગણી, બેગણીમાંથી ચાર ગણી, ચારગણીમાંથી આઠગણી, આઠગણીમાંથી સળગણ કે એવી રીતે બહુપ્રમાણુથી વધે છે. એટલે ઉત્પાદન જ્યારે ચારગણું થાય ત્યારે વસતીનું પ્રમાણ આઠગણું થાય છે; અને ઉત્પાદન જ્યારે આઠગણું વધે છે ત્યારે જનસંખ્યા એકસોઅઠ્ઠાવીશગણી થાય છે. આ પ્રમાણે માનવસંખ્યાને વિકાસ કોઈપણ જાતના કૃત્રિમ અવરોધ વિના આગળ વધે તે અમુક સમયમાં જ એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય જેમાં માનવીના ઉપગ માટે સંપત્તિ સંપૂર્ણ ન સાંપડે, ઉત્પાદનનાં સાધનો ઘણાં ઓછાં અને અપૂર્ણ માલુમ પડે તેમજ માણસના વસવાટ માટે પણ જમીનની કમી જણાય. પણ પ્રત્યક્ષ અનુભવથી સમજી શકાય છે કે હજુ સુધી જગતમાં આવી વિષમ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ નથી અને સહેજ ગંભીર વિચારણાથી ક૯પી શકાય છે કે ભવિષ્યમાં પણ કઈ દિવસ એવી વિષમ પરિસ્થિતિ ઉપસ્થિત નહિ થાય, કારણ કે ઉપર જોયા પ્રમાણે વાસ્તવમાં કોઈ દિવસ જનસંખ્યાને વધારે થતો નથી. જેમ પ્રકૃતિ મર્યાદિત છે તેમ અમુક કારણથી જન સંખ્યા પણ મર્યાદિત બને છે. * ૧૭૯૮માં માલ્યસે વસતીના સિદ્ધાન્ત પરને નિબંધ જનતા સમક્ષ મૂકેલે. ( Essay ou the Principle of Population ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ જનસંખ્યા ૬૭ વધતી જતી જનસંખ્યા મુખ્યત્વે બે રીતે અંકુશમાં આવે છે. કુદરતને કાનુન જ એ અજબ છે કે ઉત્પાદન અને જનસંખ્યા આપોઆપ જ સમતલ સ્થિતિમાં રહે છે. વધતું જતું જનસંખ્યાનું પ્રમાણ કાં તે રોગચાળાને પરિણામે અથવા તે ભૂખમરાથી કે વિગ્રહને પરિણામે કાબૂમાં આવી શકે છે. તેમજ જનતા આપોઆપ સમજીને જન્મનું પ્રમાણ ઘટાડી જનસંખ્યાને મર્યાદિત કરી શકે છે. આમ કરવાને માટે કાં તે લગ્ન મોટી ઉંમરે કરવાં પડે અથવા તો સંતતિનિયમન કરવું પડે. માથસે જનતાને બીજી જાતને પ્રકાર ગ્રહણ કરવા આગ્રહ કરેલ. જેમ બને તેમ મોટી ઉમરે પરણવું અને પરિણીત જીવનમાં પણ સંયમ જાળવી જેમ બને તેમ ઓછી પ્રજા ઉત્પન્ન કરવી. જનસંખ્યા મર્યાદિત કરવાને આ માર્ગ ગ્રહણ કરવામાં આવે તે જગતનું કેટલુંય દુઃખ આપિઆપ આપાઈ જશે. પણ આ રસ્તે ગ્રહણ કરવામાં ન આવે અને અમર્યાદિત રીતે જનસંખ્યા વધતી જ જાય તે પછી કુદરત પિતાને ભાગ ભજવવાની જ. પરિણામે જનતામાં દુઃખને આરે નથી રહે, ભૂખમરો વધે છે, રોગચાળો વધે છે અને મહાન વિગ્રહમાં પ્રાનું ઘણું સારું તત્વ હણાઈ જાય છે. જગતની વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે સાધારણ રીતે જનતા બીજા પ્રકારના માર્ગ-Preventive checks-ગ્રહણ કરી શકતી નથી. આ માગે ત્યારે જ શક્ય અને સુલભ બને જ્યારે સમસ્ત પ્રજા સમજુ, સંસ્કારી અને સુશિક્ષિત હોય. જ્યાં સુધી જનતાને મે ભાગ અજ્ઞાન અને અસંસ્કારી હોય ત્યાં સુધી આ માર્ગ ગ્રહણ કરવાથી સમાજને હાનિ થાય છે. કારણ કે પ્રજાને ઉપલો થર જે ભણેલે અને સંસ્કારી હોય છે તે પ્રજોત્પત્તિનું પ્રમાણ ઘટાડે છે. જ્યારે પ્રજાના નીચલા થર જે મોટેભાગે અભણ અને અસંસ્કારી હોય છે તે અમર્યાદિત રીતે પ્રજોત્પત્તિ કર્યો જ જાય છે. પરિણામે પ્રજાને ઉપલે થર-સમાજને શિક્ષિત અને સંસ્કારી વર્ગ ઘટતું જાય છે જયારે સમાજમાં અણઘડ માણસે વધતાં જાય છે. છેવટ કુદરત પિતાને ભાગ ભજવે છે અને વધતી જતી જનસંખ્યા રેગચાળાથી, બેકરીથી ભૂખમરાથી કે લડાઈની કતલ-Possitive checles-થી કાબુમાં આવે છે. માથસને પોતાના યુગમાં વધતી જતી જનસંખ્યાના પ્રમાણનું નિરિક્ષણ કરીને જે ભય ઉત્પન્ન થએલે, તે ભય આજે વાસ્તવિક નથી લાગતું, કારણ કે આજે વિજ્ઞાનની શોધખોળને પરિણામે અર્થશાસ્ત્ર રાષ્ટ્રીય મટી આંતરરાષ્ટ્રીય અને સર્વવ્યાપી બન્યું છે. વિજ્ઞાનની પ્રગતિએ ઘટતી જતી પેદાશના નિયમની સ્થિતિસ્થાપકતા પુરવાર કરી છે અને પરિણામે જનસંખ્યાના પ્રમાણ સાથે ઉત્પાદનના પ્રમાણને સમતલ કરી શકાય છે તેની ખાત્રી આપી છે. આજે જગતમાં કેળવણી વ્યાપક બનેલી છે. જગતની પ્રજાએ સુશિક્ષિત અને સંસ્કારી બનતી જાય છે. પ્રાણીશાસ્ત્રના નિયમ પ્રમાણે જનતા સભ્યતામાં જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ તેની પ્રજનનશક્તિ ઓછી થતી જાય છે. માનવજાત બુદ્ધિના ક્ષેત્રમાં તેમજ નીતિના ક્ષેત્રમાં જેમ જેમ વિકાસ સાધે છે તેમ તેમ તેની ફળદ્રુપતા ઓછી થતી જાય છે. આ નિયમ પ્રમાણે ભવિષ્યમાં અમર્યાદિત જનસંખ્યા થઈ જવાને સંભવ નથી રહેતે કારણ કે માનવજાત પ્રત્યેક દિવસે પ્રગતિને પંથે પગલાં પાડી રહી છે. આજને સમાજ પિતાનું આર્થિક જીવન ઘણું જ સમજણપૂર્વક જીવે છે. આર્થિક સમજણને પરિણામે સમાજમાં જનસંખ્યા મર્યાદિત બને છે. જૂના જમાનામાં વધારે વિશાળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ૬૮ સુવાસ: જેઠ ૧૫ કુટુંબ હવામાં ગર્વ મના, આજે કુટુંબને મર્યાદિત કરવામાં ગર્વ મનાય છે.* જીવનનું ધોરણ સ્થિતિસ્થાપક છે, પ્રત્યેક દિવસે જીવન વધારે સગવડતાઓ અનુભવતું થતું જાય છે અને પરિણામે કુટુંબને મર્યાદિત કરવું જ પડે છે. મધ્યમવર્ગનાં લેકે અને સુધરેલાં રાષ્ટ્રોમાં તે સારો જનસમુદાય પિતાના કુટુંબમાં સંખ્યા જેમ બને તેમ ઓછી રહે તેવી કોશિશ કરે છે. આધુનિક સમયમાં જીવનનું ધોરણ જેમજેમ ઊંચું ને ઊંચું જતું જાય છે તેમ તેમ કુટુંબમાં સંખ્યા મર્યાદિત થતી જાય છે. વાસ્તવમાં કોઈ પણ રાષ્ટ્રમાં ઉત્પાદનના પ્રમાણ કરતાં જનસંખ્યા વધારે થઈ નથી. જનસંખ્યાનો વધારો બે રીતે થાય છે. એક તે કુદરતી રીતે એટલે કે જન્મનું પ્રમાણુ મરણના પ્રમાણુ કરતાં વધારે હોય, અને તેથી થતો જનસંખ્યાને વધારે. બાકી તે જ્યારે લોકો બહારથી કોઈ પણ રાષ્ટ્રમાં વસાહત કરવા આવે છે અને તે રીતે જે વધારે જનસંખ્યામાં થાય છે તે કુદકતી રીતે જનસંખ્યા વધવાને આધાર આબોહવા ઉપર, સામાજિક અને ધાર્મિક રિવાજે ઉપર, જીવનના આર્થિક ધોરણ ઉપર તેમજ જન્મમરણના પ્રમાણુ ઉપર છે. ગરમ પ્રદેશોમાં લગ્ન હાની ઉંમરે થાય છે-જેમકે હિંદુસ્થાનમાં ઈંગ્લાંડ કરતાં લગ્ન બહુ નાની ઉમરે થાય છે. લગ્નની ઉમ્મરનું પ્રમાણ જેટલું નાનું તેટલું વસતી વધવાનું પ્રમાણુ મોટું, અને લગ્ન જેટલાં મેડી તેટલું પ્રજાનું પ્રમાણ ઓછું. લગ્નસંસ્થાનું ઘડતર દેશને સામાજિક અને ધાર્મિક રિવાજો ઉપર આધાર રાખે છે. જ્યાં એક કરતાં વધારે પનીઓ કરવાની છૂટ હોય છે, ત્યાં જનસંખ્યા એકદમ વધે છે. ધાર્મિક માન્યતાઓને અંગે પણ લગ્ન ન્યાની ઉંમરે કરવામાં આવે છે. હિન્દુબળાને માટે પહેલી વીશીમાં જ લગ્ન આવશ્યક મનાય છે. આજે સામાજિક કે ધાર્મિક માન્યતાઓ લગ્નમાં જેટલે ભાગ ભજવે છે તેના કરતાં આર્થિક પરિસ્થિતિ વધારે મહત્વનો ભાગ ભજવે છે. જેટલા પ્રમાણમાં જીવનનું આર્થિક ધોરણ ઊંચા દરજજાનું હોય છે તેટલા પ્રમાણમાં લગ્ન મોટી ઉંમરે થાય છે. યુવક અને યુવતી ત્યારે જ લગ્નગ્રંથીથી જોડાય છે જ્યારે તેઓ તેમના દંપતીજીવનમાં અમુક જીવન ધોરણ પ્રમાણે જીવી શકે છે. જેવી રીતે જન્મના પ્રમાણ ઉપર જનસંખ્યાને આધાર છે તેવી રીતે મૃત્યુના પ્રમાણ ઉપર પણ જનસંખ્યાને આધાર છે. મૃત્યુનું પ્રમાણ જેટલું ઓછું હોય છે તેટલું વસતીનું પ્રમાણ વધારે હોય છે. જે દેશો આરોગ્યતાની બાબતમાં તેમજ આર્થિક સમજણમાં પછાત હોય છે તે દેશમાં જન્મનું પ્રમાણ ઊંચું હોય છે પણ સાથે સાથે મૃત્યુનું પ્રમાણ પણ અધિક ઊંચું હોય છે. ઈગ્લાંડમાં હિંદુસ્તાન કરતાં જન્મનું પ્રમાણ ઓછું છે પણ મૃત્યુનું પ્રમાણ તેથી ઓછું છે. પરિણામે જેટલા પ્રમાણમાં વસતી વધવી જોઈએ તેટલા પ્રમાણમાં, જન્મનું પ્રમાણ ઓછું હોવા છતાં, ઈંગ્લાંડમાં વસતી વધે છે, જ્યારે હિંદુસ્તાનમાં જન્મનું પ્રમાણ ઘણું વધારે હોવા છતાં મૃત્યુનું પ્રમાણ ઘણું વધારે હોવાથી જેટલા પ્રમાણમાં વસતી વધવી જોઈએ તેટલા પ્રમાણમાં વધતી નથી. ૪ આ વિચારણામાં ઝપાટાબંધ પરિવર્તન થતું જાય છે. હવે જર્મની, ઇટાલી, ફ્રાન્સ જેવા રાષ્ટ્રમાં પ્રજોત્પત્તિ વધારવા માટે રાજ્ય તરફથી જોશભેર આંદોલન કરવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ જનસંખ્યા ૬૯ આજની સભ્યતામાં શ્રીમંત વર્ગોમાં તેમજ મધ્યમ વર્ગોમાં કુટુંબને કૃત્રિમ રીતે મર્યાદિત બનાવવાની વૃત્તિ બહુ મજબુત રીતે જણાય છે. આ વૃત્તિને પરિણામે સમાજ અને રાષ્ટ્રને જબરજસ્ત હાનિ પહોંચે છે; પ્રજાનું અધઃપતન થાય છે, નીચી કક્ષાના લેકે સંખ્યામાં વધે છે અને તેમ ન થાય તે જનસંખ્યાનો બેહદ ઘટાડો કદાચ આખીયે જાતિના નાશમાં પરિણમે છે. સાધારણ રીતે શ્રીમંત વર્ગના લેકે મોટી ઉંમરે પરણે છે, તેમને પ્રજા ઓછી થાય છે અને જે પ્રજા થાય છે તેમને પણ કેટલેક ભાગ તે કુદરતી રીતે જ શક્તિ અને તેજમાં કમ હોય છે; શ્રીમતાઈને લીધે તેમની ઉછેર પણ એવા પ્રકારની હોય છે કે જેથી તેમનામાં હિંમત કે સાહસિકવૃત્તિ ખીલતાં નથી. પરિણામે ગુણની દૃષ્ટિએ પણ પ્રકા અવનત થતી જાય છે. જ્યારે જનસંખ્યા બેહદ પ્રમાણમાં ઘટી જાય છે ત્યારે સારીયે જાતિને લોપ થઈ જવાની ભીતિ રહે છે. પ્રજાને ઘટાડે એટલે દેશની આથિકરાજકીય, અને સૈનિકશક્તિને પણ ઘટાડે. રાજકીય દષ્ટિએ કૃત્રિમ રીતે જનસંખ્યા મર્યાદિત કરવા અને સંતતિનિયમનનાં સાધને ઉપગ બહુ નુકશાનકારક છે. આજે યુરોપના બધાય રાજ્યમાં સંતતિ નિયમન વિરૂદ્ધ જબરદસ્ત આંદોલન ચાલી રહ્યું છે તેની પાછળ મુખ્યત્વે આ રાજકીય જનસંખ્યા કેટલા પ્રમાણમાં હોવી જોઈએ તે બાબતમાં આજની શાસ્ત્રિય વિચારણા એવી છે કે કોઈપણ રાષ્ટ્રની આર્થિક સંપત્તિ તેમજ ઉત્પાદન શક્તિને વિચાર કરી અને તેટલી આર્થિક સંપત્તિથી તથા ઉત્પાદન શક્તિથી કેટલા માણસને નભાવી શકાય તેને વિચાર કરી જનસંખ્યાની મર્યાદા કે પ્રમાણુ નક્કી થવું જોઈએ. આ સિદ્ધાન્ત પ્રમાણે એક તરફ રાષ્ટ્રની સંપત્તિ અને ઉત્પાદક શક્તિને મૂકવામાં આવે છે અને બજી બાજુ તેના પ્રમાણમાં જનસંખ્યા નક્કી કરવામાં આવે છે. જેટલા પ્રમાણમાં સંપત્તિ હોય તેટલા પ્રમાણમાં જ જનસંખ્યા હોવી જોઈએ. સંપત્તિના પ્રમાણ કરતાં જનસંખ્યા ઓછી હોય તે તે આર્થિક દૃષ્ટિએ નુકશાનકારક છે કારણ કે જેટલી જનસંખ્યા ઓછી તેટલી ઉત્પાદનશક્તિ ઓછી અને જેટલી ઉત્પાદનશક્તિ ઓછી તેટલી સંપત્તિને સ પૂર્ણ સદુપયોગ કરવાની તક પણ ઓછી. જેટલા પ્રમાણમાં સંપત્તિ હોય તેના કરતાં વધારે પ્રમાણમાં જનસંખ્યા હોય તે વળી આર્થિક દૃષ્ટિએ વધુ નુકશાનકારક છે. આવી પરિ. સ્થિતિમાં જનસંખ્યામાં ભૂખમરે આવે છે, રેગચાળો આવે છે, જીવનનું ધોરણ નીચું જાય છે-પરિણામે પ્રજા શક્તિહીન અને નીચી કેટીની સંભવે છે. આ સિદ્ધાન્તoptimum theory of population-નું તાત્પર્ય એ છે કે કોઈ પણ રાષ્ટ્રની જન સંખ્યા તે રાષ્ટ્રની કુદરતી સંપત્તિના પ્રમાણસર નક્કી થવી જોઈએ. આ સિદ્ધાન્ત પ્રમાણે લાંબેગાળે જનસંખ્યા એક યા બીજી રીતે કુદરતી સંપત્તિના પ્રમાણમાં જ આવી રહે છે અને એક વખત સમતોલપણું પ્રાપ્ત થયા પછી સાધારણ રીતે અસાધારણ સંજોગો ઉપથિત થયા વિના તે સમતોલપણું નાશ પામતું નથી. જર્મનીમાં હર હીટલરે શુદ્ધ બહાચર્ય ન સેવી શકતી સાળીને પરણી જઈ પ્રજા ઉત્પન્ન કરવાની આજ્ઞા ફરમાવી છે, એટલું જ નહિ પણ, ગત મહાયુદ્ધમાં હેમાઈ ગયેલા લાખે નરવીરેના કારણે, તે દેશમાં પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વિશેષ પ્રમાણમાં હોઈ, તેણે, લગ્ન માટે પુરુષ ન મેળવી સતી મોટી વયની કન્યાઓને, શુદ્ધ ને સશકત આર્ય જર્મને સાથે સંગમાં આવવાની છૂટ આપી, તેમની સંતતિને કાયદેસર ગણવા ઠરાવ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ચિત્રાંગદા : રસદર્શન બાલચંદ્ર મણિલાલ પરીખ (ગતાંક પૃ. ૩૮ થી ચાલુ ) પ્રકૃતિની ગોદમાં પ્રફુલતું, નિવૃત્તિમાં વિકસતું, આનંદ અને વિષાદના તેજઅન્ધારમાં વિહરતું નવદમ્પતી વિલાસતૃપ્તિને આરે આવીને ઉભે છે. પ્રેમલગ્નનું એક વર્ષ પૂરું થવા આવ્યું છે. વર્ષાઋતુ ચાલી રહી છે. ધોધમાર વર્ષની મેઘધારાને નિહાળતા અર્જુનને આવા સમયે ખળભળેલાં નદીનાળાં ઓળગી જ્યારે પાંચે બાંધો, વન વીંધતા, ગિરિગર ભેદતા, મૃગયા રમવા નીકળતા ત્યારનો પ્રસંગ ફુરી આવે છે. મયૂરના કેકારવથી ગાજતા ચિત્રકવનના પ્રદેશે, અખલિત વર્ષની મેઘધારાના નાદ, એમમાં વિહરતાં પધરના ગભીર નિર્દોષ, વનમાં વિચરતાં પશુઓ, બેઉ કાંઠે છલકાતાં નદીનાળાં, અને તે બધાના દર્શને એકસાથે ધબકતાં બાધવહદયો, એ સર્વના સમરણે પ્રગટતી કલ્પનાસૃષ્ટિમાં અર્જુન વર્તમાનને ભૂલી જઈ તલ્લીન બને છે. એ અદ્દભુત ચિત્રાંગદા'—જગવિખ્યાત રસનાટિકાના મહાન સૃષ્ટિની મોહકતા તેનામાં પ્રબળ ઉત્કંઠા જગાવે લેખક-કવિવર રવીન્દ્રનાથ ટાગોર છે અને મૃગયા ખેલવા નીકળવા તે ચિત્રા સમીપ પિતાની ઇરછા વ્યકત કરે છે; પણ ચિત્રા તો અધવચથીજ તેને કાપી નાંખે છેઃ “પહેલાં જે શિકારની પાછળ પડયા છે તેને જ ઝબે કરો. તમે નજીકમાં નજીક ધારતા હો ત્યારે તે વનપશું તમારી પાસેથી હંમેશાં સ્વમવત છટકી જાય છે. જુઓ, ગાંડે તુર વરસાદ સહસ્ત્ર બાણ ફેંકતા વાયુ પાછળ ધાય છે પણ તે તે સદાય મુક્ત અને અજેય ચાલ્યો જાય છે.' અને વર્ષો અને વાયુના આ પ્રકૃતિદર્શનના રૂપકને પિતાના જીવન સાથે ઘટાવતાં તે ઉમેરે છે-- આપણું કીડા એ, પ્રાણનાથ ! એવી જ છે. તમે સૌદર્યના વિદ્ગતિ આત્માની પાછળ, તમારી પાસે છે તે એક એક બાણ ફેંકતા, ધાઓ છે, છતાં આ જાદુઈ હરણ સદાય મુક્ત અને અપૃષ્ટ દેડયા કરે છે.. ., Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ચિત્રાંગદા : રસદર્શન-૭૧ આમાં અર્જુનને ચિત્રાના વાસ્તવસ્વરૂપની કઈક ઝાંખી થાય છે. તેનામાં તે કાંઈક સ્થાયી તત્વને પકડવા મથે છે પણ ચિત્રા તે હરિણીની પેઠે સદાય અસ્પૃશ્ય રહે છે. ગમે તે બાજુથી વાસ્તવને સ્પર્શવા તલપતા અર્જુન સીધે જ પ્રશ્ન કરે છે–– પ્રિયે જ્યાં સ્નેહાળ હદયો હારા પ્રત્યાગમનની વાટ જોતાં હોય એવું તારે એકે ગુડ નથી ?—એવું ગૃહ, જેને તે તારી સુમન સેવાઓ વડે એકવાર મધુરું બનાવ્યું હતું, અને જ્યારે તું આ અરણ્યમાં આવવા તે તજી નીકળી ત્યારે જેને જીવનદીપ હોલવાઈ ગયો હતો?” કેવી હૃદયંગમ ભાવમયતાથી અજુનના મુખમાંથી નીકળતાં આ કેમળ વચને રવીન્દ્રનાથના પ્રિય ગૃહજીવનના પ્રભાવન્ત આદર્શને મર્તિમાન કરે છે ! ભારતવર્ષના એ સાંસ્કૃતિક મહાગૌરવને પ્રગટાવતા આ ચિત્રદર્શનમાં વિલસતી પુણ્યપ્રભા, ભારતની પ્રાચીન મહત્તા પર એક એવી તેજવન્તી દીપશિખા ધરી રહે છે કે જેના પ્રકાશમાં આપણને આર્યાવર્તના આર્ષ જીવનધર્મને, ઉર્જસ્વલ આદર્શને, પવિત્ર સંસ્કૃતિને, ઉત્કૃષ્ટ માનવતા ને ગૌરવશીલ સંસ્કારિતાનો પરમ સાક્ષાત્કાર થાય છે.” પણ આપણી ચિત્રાંગદાનું અસ્વાભાવિક જીવન ગૃહજીવનના આદર્શને અનુરૂપ સ્થિતિ હજી પામ્યું નથી. અજુનના હદયવેધક પ્રશ્નોને ઉત્તર આપતાં તે કહે છે– - “આ પ્રશ્નો શા માટે? અણુવિચારતા વિલાસના દિવસો શું વહી ગયા? તમે તમારી આગળ મને જુએ છે તે કરતાં હું કશું વધારે નથી તે તમે નથી જાણતા ?” આ વિભક્ત દશાનું તાત્પર્ય હવે અર્જુનને કંઈક સમજાવા માંડે છે. ડૂબતા માણસ પડે તે પ્રિયતમાને પકડી રાખવા મથે છે. પણ તેથી તે તેનું જીવન એક સતત સંગ્રામને ઝંઝાવાત અનુભવવા માંડે છે. અનઃ “અહા એટલેજ તું મારી પાસેથી સરકી જતી હોય તેવું ભાસે છે. મારું હૃદય અતૃપ્ત છે, મારા ચિત્તને શાંતિ નથી. હજી પાસે આવ એ અપ્રાપ્ય ! નામ, ગૃહ અને કુળનાં બંધન સ્વીકારી લે; મારા હૃદયને સઘળી બાજુએથી તને સ્પર્શવા દે અને પ્રેમના પ્રશાન્ત પ્રત્યયમાં તુજ સહ મને જીવવા દે.” પ્રણયીનું આ કરુણ આક્રંદ જાણે તેના હૃદયને ચીરીને બહાર નીકળવા મથતું હોય તેવી દારૂણ આત્મદના પ્રગટ કરે છે. આશા અને નિરાશા, સુખ અને દુઃખ, જીવન અને મૃત્યુ-એ આકંદ પાછળથી ઊઠતી એક ઊંડી અહમાં અસહ્ય વ્યથારૂપે જલી રહ્યાં છે. એક જ શ્વાસે જાણે તેનું આખું જીવન લટકી રહ્યું છે ! ને ચિત્રાના પ્રત્યુત્તર વાદળાંના રંગ, વિચિમાલાનાં નૃત્ય, પુષ્પની સૌરભ–એને ઝાલી રાખવાના આ નિરર્થક પ્રયત્નો શા માટે?”—– ચિત્રામાં સનાતન સત્ય ગ્રહણ કરવા, તેને પિતાના હૃદયકમળ પર સ્થાપવા ઝંખતા અર્જુનને આ ઉત્તર શી રીતે સંતોષી શકે? તેથી તે પુનઃ તેની તે જ અભ્યર્થના ઉચ્ચારે છે પ્રિયે, પ્રેમને આકાશકુસુમથી શાંત કરવાની આશા ને સેવીશ. મને એવું કાંઈક આપ જેને હું વળગી રહું—એવું કાંઈક જે યાતનાઓમાંથી પસાર થવા છતાં અમર રહી શકે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ૭૨ સુવાસ : જેઠ ૧૯૫ પણ સ્થિર આત્મા વગરની આ અસહાય થવના શું કરી શકે? કયી રીતે તે પ્રિયતમના પ્રેમને વાસ્તવિક પ્રેમથી તૃપ્ત કરી શકે? ક્યી રીતે તેની સહ તે અખંડ-અવિભાજ્યઅંતરંગ એકતા સાધી શકે? એટલેજ, વરદાનને કારણે અસ્થિર બનેલા જીવનમાં જે કાંઈ મળ્યું છે તેમાંથી શકય રસ ચૂસી લેવાની જ્યારે તે અર્જુનને પ્રેરણા આપે છે ત્યારે તેમાંથી માનવીના દીર્ઘ છતાં નિહિત વિકાસકાળ કરતાં વધારે મોહક, વધારે આકર્ષક, પુષ્પના અલ્પ છતાં મુક્ત–નિર્બન્ધ જીવનકાળની અમૃતઝરતી મધુરતા ટપકી રહે છે— મારા વીર, હજી તે વર્ષ પણ પૂરૂં નથી થયું એટલામાં તમે થાકી યે ગયા! હવે મને ખબર પડે છે કે પુષ્પ અપાયું છે તે સ્વર્ગના આશીર્વાદને લીધે છે. આ મારો દેહ ગઈ વસતનાં પુષ્પો સાથે કરમાઈ મર્યો હોત તે જરૂર તે ગૌરવ સહિત મૃત્યુ પામે ગણત. છતાં તેના દિવસે ગણાઈ ચૂક્યા છે, નાથ! એમાંથી કશું બાકી ન રાખશો; સઘળે રસ એનામાંથી ચૂસી લો કે પાછળથી તમારું યાચક હૃદય, ગ્રીષ્મપલેવો ધૂળમાં કરમાયેલાં પડયાં હોય, ત્યારે તૃષાર્ત મધુકરની પેઠે, અતૃપ્ત કામના સહ, વારંવાર તે વખતે વખતે, પુનઃ તેની પાસે પાછું ન આવે.' વર્ષને છેલ્લે દિવસ. નવવર્ષનું પ્રભાત અને ચિત્રાનું જીવન કે મૃત્યુ. મદન તેને કાળસમાપ્તિની ચેતવણી આપે છે પણ સાથે સાથે એટલી આશાય આપે છે કે તેનું બક્ષેલું સૌદર્ય વસન્ત મંદિરે પાછું ફરતાં તેની દેહલતાને નવસાંદર્યનાં બાલકુસુમ પ્રગટવાં શરૂ થશે. આ છેલ્લી રાત્રિ માટે ચિત્રા ફરી એકવાર મદન પાસે બૂઝાતા દીપકની જ્યોત જેવું સર્વોત્કૃષ્ટ પ્રભાવનું અપૂર્વ સંદર્ય માગી લે છે અને તેની અભ્યર્થનાને સ્વીકાર કરી મદન તેને વાસ્તવિક વિકાસની પરિસીમાએ અધિષિત કરે છે. આ અરસામાં અર્જુનને એકાએક ગ્રામજનો પાસેથી તે પ્રદેશ પર આવી રહેલી બહારવટિયાઓની ધાડના સમાચાર સાંપડે છે. તેનું ક્ષાત્રતેજ ભભૂકી ઊઠે છે, તેના અંગે માં વીરત્વનું જેમ ઊભરાય છે, અને સત્વર ગામના રક્ષણે જવાની તે તત્પરતા દર્શાવે છે. રાજકુમારી ચિત્રાંગદાનાં શૈર્ય, શક્તિ અને પ્રતિભા વિષે લેકએ સુણાવેલી પશસ્તિ તેના હૃદયના સર્ભમાં સૂક્ષ્મ તારને પણ ઝણઝણાવી મૂકે છે. પણ જ્યારે પ્રિયતમાના મૂળ સ્વરૂપથી અજ્ઞાત અર્જુનને ચિત્રો જણાવે છે કે યાત્રાએ જતાં પહેલાં રાજકુમારી ચિત્રાંગદાએ સરહદના રક્ષણને પાકે બંદોબસ્ત કરી દીધા હોઈ કશો વાસ્તવિક ભય નથી, ત્યારે તે લેકપ્રશસ્તિએ તેનામાં પ્રેરેલા તેની પ્રત્યેના માનમાં ઓર વધારો થાય છે. બિચારો અજ્ઞાત અર્જુન ! કલ્પના પ્રદેશની એ વીર રાજકુમારી પ્રત્યે તે ધીમેધીમે અગમ્ય આકર્ષણ અનુભવતે જાય છે-જે અંતે તીવ્ર બનતાં મેહમાં પરિણમે છે, અને તેનું રટણ જ તેને એકમાત્ર વિષય બની રહે છે. પણ જ્યારે તેની આ ચિત્તબદ્ધવૃત્તિનું કારણ જાણવા માગતી પ્રિયતમાને તલસાટભર્યા કાલાવાલાને ઉત્તર આપતાં અજુન રાજકુમારી ચિત્રાંગદાના વીરત્વની અનહદ પ્રશંસા કરે છે, ત્યારે ચિત્રા એક વેધક બાણ ફેકે છે – પણ તે સંદર્યવતી નથી. તેને મારા જેવાં મનેહર, મૃત્યુસમાં કાળાં ભમ્મર નયને નથી.' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ચિત્રાંગદા : રસદર્શન • ૭૩ પણ અર્જુનને તેના રૂપની પરવા નથી. તે તે તેની ક્ષાત્રપ્રભાથીજ અંજાઇ ગયો છે– (અજુન) બલકે કહે છે કે શૈર્યમાં તે પુરુષ સમાન છે. અને મૃદુતામાં સ્ત્રી સમાન'. હવે ધીમેધીમે સહજ અસ્પષ્ટ ને લાક્ષણિક બેગપૂર્વક ચિત્રા તેની સત્ય સ્થિતિ બોલે છે–પણ તેમાંયે સાથેસાથે અર્જુનના વલણને પારખવાની ઈછા તે ઊડે ઊંડે રહેલી જ છે એ જ એનું સોથી મોટું દુર્ભાગ્ય છે. જ્યારે સ્ત્રી એ માત્ર સ્ત્રી જ રહે છે, જ્યારે પુરુષના હદયની આસપાસ તે તેનાં સ્મિત રદન સેવાઓ, અને આલિંગની પ્રેમચેષ્ટાઓ દ્વારા વિંટળાઈ રહે છે ત્યારે જ તે સુખી થાય છે. વિદ્યા અને મહાન સિદ્ધિઓ તેને શા કામનાં ?” પછી સ્ત્રી અર્જુનને પોતે પ્રથમ શિવમંદિરમાં મળી હતી તે પ્રસંગને ઉલ્લેખ કરતાં તે ઉમેરે છે– “વનપંથની બાજુમાં આવેલા મહાદેવના મંદિરમાં તમે તેને ગઈ કાલે જ જોઈ શકયા હેત તો તેની તરફ નજર પણ નાખ્યા વિના તમે પસાર થઈ જાત. પણ શું તમે સ્ત્રીના સોંદર્યથી એટલી બધી કંટાળી ગયા છે કે તેનામાં પુરુષનું બળ વાંછી રહ્યા છો ?” સાચે જ ચિત્રાના હરિગતિ સૌંદર્યથી અર્જુનને કંટાળો ઉપજ્યા છે. એવા મિથ્યાસંદર્ય કરતાં તે શસ્ત્રસજિત રાજકુમારી ચિત્રાંગદા તેને વધારે આકર્ષે છે. વિલાસને વૈરાગ્ય તેને શાર્ય તરફ વાળે છે. રાજકુંવરીની વીરતા સાંભળી તેના રોમેરોમમાં નવચેતન વહેવા માંડે છે, ને વિજ્યકીર્તિ પ્રાપ્ત કરવા સમરાંગણમાં જવાની તે ચિત્રા પાસે અનમતિ વાંછે છે. ચિત્રા, તેના સત્ય સ્વરૂપથી અનભિજ્ઞ અર્જુનની નિર્દોષ અજ્ઞતા પર મનમાં હસતી હશે કે એ સત્યસ્વરૂપને ઝીલવાને ઉસુક પ્રિયતમના તલસાટથી અંતરમાં હર્ષિતી હશે? ગમે તેમ, તે તેની છેલ્લે સુધી કસોટી કરી લેવા ઇચ્છે છે એટલે તેની સામે મુક્તિને ભાનું પ્રગટતો હોવા છતાં કૃત્રિમ સંદર્યની માયાજની પ્રત્યે અર્જુનને હજુ કાંઈ મેહ રહ્યો છે કે નહિ તે ચકાસી જોવા તે નિજ સિદર્યનું આકર્ષણ વધારે વિસ્તારતી જાય છે– આશા અનુભવવા છતાં બેપરવા નિરાશા વ્યક્ત કરે છે, એટલા માટે કે પાછળથી પસ્તાવું ન પડે– ચિત્રા- તમને જવાની ના પાડું તે? મારા બાહુપાશમાં તમને વીંટી રાખું તો ? તો શું સખ્તાઈથી મુક્ત થઈ, મને તજીને ચાલ્યા જશે? જુઓ, ત્યારે.....” જેને આપણે સ્ત્રીસહજ છણકે કહીએ છીએ તે નારીની અમોધ આકર્ષણ-મોહિનીનું આનાથી વધારે સરસ દ્રષ્ટાંત બીજું કયું હોઈ શકે? પણ તરત જ મૂળ વાત પર આવતાં– ચિત્રા-પ્રાણનાથ! જરી અહીં બેસે. કયા બેચેન વિચારે તમને સતાવે છે? કોણે તમારું મન ચારી લીધું છે ? ચિત્રાએ ?' જરાએ છૂપાવ્યા વિના કેવી સરળતાથી અને ઉત્તર આપે છે ! હા, ચિત્રાએ. મને આશ્ચર્ય થાય છે– ક્યા વ્રતની સિદ્ધિ સારૂ તે યાત્રાએ નીકળી હશે ? તેને શું જરૂરિયાત હોઈ શકે ?” ચિત્રા --“તેને શું જરૂરિયાત હોઈ શકે? એ અભાગી સ્ત્રીને કદી હતું જ શું? તેના ગુણો જ તેના હૃદયને ખાલી કાચલામાં જકડી રાખતા કારાવાસની દિવાલ સમા છે. તે અંધારમય છે, અતૃપ્ત છે. તેના નારીય પ્રેમને ચીંથરાં પહેરી સંતોષ માનવો પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ 9૪ - સુવાસ : જેઠ ૧૯૯૫ સંદર્ય તેને બક્ષાયું નથી. તે તે શ્યામ અબ્રોથી નાશ પામેલા ઉજાસવાળી, કે શિલામય ગિરિશંગ પર બેઠેલી-નિલાસ પ્રભાતના આત્મા સમી છે. મને એના જીવન વિષે પૂછશે નહિ. પુરુષના કાનને તે કદી પ્રિય નહિ લાગે.” કેવી વ્યંગાત્મક વિશદતાથી ચિત્રાએ તેનું સકળ દારિદ્રય પ્રગટ કર્યું છે! સંદર્ય, સૌભાગ્યને પ્રેમવિહોણા જીવનનાં વહેણ પલટાવવા તેણે જે ભગીરથ પ્રયત્ન આદર્યો હતો તે આવી નિરર્થકતામાં પરિણમે એ તેના અંતરને કેટલું દુઃખકર નીવડયું હશે! અજ્ઞ અર્જુનને સર્વ પરિસ્થિતિ જણાવી તે પ્રત્યે તેનું કેવું વલણ રહે છે. તે પર હવે તે પિતાના ભાવિ પંથનું નિર્માણ કરવાની આશા બાંધે છે. - અર્જુન રાજકુમારી ચિત્રાંગદાનું કલ્પનાચિત્ર દેરે છે. વિજયદેવી શી ઓપતી, ત અશ્વ પર સવારી કરતી, ધનુર્ધારી રાજકુમારી તેના મનને હરી લે છે. નિકટની પ્રિયતમા હવે તેના જીવનને સૂર્ય નથી રહી, ને નથી રહી તેના પ્રેમને પ્રદીપ્ત કરતી પૂર્વની ચૈતન્ય તિ. એ ચારુ વનખંડો, એ એકાન્ત ગિરિગરો, એ ગાઢ કુંજનિકુંજે, મનોરમ્ય પુષ્પગ્રહે, સોહામણી લતામંડપ–પૂર્વનાં એ પ્રેમનિકેતને હવે તેને અપ્રિય થઈ પડયાં છે. તેનું ધ્યાન વનમાંથી, જ્યાં રાજકુમારી ચિત્રાંગદા પ્રવાસ કરી રહી છે તે કલ્પના પ્રદેશમાં ન્દ્રિત થયું છે. પણ ચિત્રાને સદભાગ્યે તેમાં તેના અંતિમ સુખનો ઉદય થાય છે. જે વસ્તુ તેની પોતાની જ છે, જેના પર બીજા કોઈના પ્રભાવની છાયા નથી, જે નિજામામાંથી, ફૂલમાંથી સુગંધ ફોરે તેમ સ્વભાવ જ પમરે છે, તે પ્રતિનું અર્જુનનું આકર્ષણ તેનામાં હર્ષ સિવાય બીજું શું પ્રેરે ? છતાં સૌભાગ્યના ઉદય સામે રહેલી દુર્ભાગ્યની સંભવિતતા તેને આખી વસ્તુસ્થિતિ મૂળથી ચકખી કરવા પ્રેરે છે– “અજુન, મને સાચું કહો; અત્યારે હું કઈ જાદુથી આ વિલાસી માર્દવતા, જગતના આરોગ્યવર્ધક, પરુષ સ્પર્શથી ખચકાતી આ નિર્માલ્ય સંદર્યપ્રભા મારા પરથી એખેરી નાખી મુક્ત બની શકે અને તેને મારા દેહ પરથી ઉછીનાં વસ્ત્રોની જેમ ફેંકી દઈ શકું–તમે તે સહન કરી શકશે ? આલિગતી નિબળતાની કલા-ચાતુરીઓને તિલાંજલી આપી, સાહસી હદયના મસહ સબળ, ટટ્ટાર ઊભી રહું; વેલ પેઠે ધૂળમાં ઢસરડાતાં નહિ, પણ કોઈ ઊંચા ગિરિ-ફર–વૃક્ષ પેઠે મારું શિર ઊંચું ધરી રાખું તે પુરુષનાં નયનને આકર્ષશે ? ન, ને, તમારાથી તે સહન નહિ થાય.' સંદર્યનાં મધુ પી પી ઘડાઈ ગયેલો તેના સત્ય સ્વરૂપને આવકારી શકે તે ચિત્રાને અશકયવત ભાસે છે. અને છતાં એ પણ એટલુંજ એક્કસ છે કે આ ચંચળ લાવણ્ય કોઈ પણ હિસાબે અક્ષુબ્ધ, સ્થાયી સુખ જન્માવી શકવાનું નથી, કેમકે જેની મધ્યમાં તેને જીવવાનું છે તે જગત સાથે તેને કશે સંબંધ નથી. સૃષ્ટિનાં નિયમોથી તે અસ્પૃશ્ય છે, માનવજીવનનાં તોથી વિયુક્ત છે. અર્જુનના શબ્દોમાં તે કઈક વિલાસી દેવનો પ્રમાદથી પૃથ્વી પર પડેલા સ્વર્ગના એકાદ ખેડ સમું છે એટલે જ એ સત્ય નથી, માયાસ્વરૂપ છે. તેના બાહુપાશ વસમો છે પણ સત્યને જીરવવું છે તેથીયે અઘરું છે. એટલે વર્તમાન જીવનથી જ સંતોષ પામવાનો સંકલ્પ કરતાં ચિત્રા અર્જુનને કહે છે– બહેતર છે કે હું મારી આસપાસ ચંચળ યૌવનની સઘળી લલિત ક્રીડાસામગ્રી પાથરી રાખું; અને વૈર્યથી તમારી વાટ જોઉં. જ્યારે તમને પાછા આવવાની ઈચ્છા થાય ત્યારે સ્મિતભેર, તમારા સારૂ, આ લાવણ્યમય દેહના પ્યાલામાં હું આનંદ-મદિરા રેડીશ, એ મદિરાથી જ્યારે કંટાળી જાઓ, પરિતૃપ્ત થાઓ, ત્યારે તમે કામ પર જઈ શકે છે, અથવા ક્રિીડા માણી શકે છે.' [અપૂર્ણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ વટપદ્ર(વડાદરા)ના ઐતિહાસિક ઉલ્લેખા [ પં. લાલચંદ્ર ભ. ગાંધી, પ્રાચ્યવિદ્યામંદિર, વાદરા] [ } ] વિ. સં. ૧૬૩૮માં આધિન વ. ૧ શુક્રવારે વાચનાચાર્યે મહિમાસાગરે વટપદ્ર લખાયેલી પ્રતિયા નગરમાં લખેલી મયણુરેહા (મદનરેખા) મહાસતીના પ્રબંધની પ્રતિ અમદાવાદમાં વિજયવીરસૂરિના સંગ્રહમાં છે. ૧ કવિ ઋ ષવર્ધનસુરિએ વિ. સં. ૧૫૧માં રચેલ નલ–વદંતી–રાસની વિ. સં. ૧૬૫૦માં વૈશાખ શુ. ૭ રવિવારે વટપદ્ર નગરમાં લખાયેલી એક પ્રતિ અમદાવાદના શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી હસ્તકના પાલીતાણાના જૈન પુસ્તકભંડારમાં છે. રાહેનશાહ અકબ્બરથી ‘જગદ્ગુરુ' બિરૂદ્દારા સન્માનિત થયેલા સુપ્રસિદ્ધ હીરવિજયસૂરિએ સમ્રાટ અકબ્બરદ્વારા સર્વપ્રાણિ હિતકર પરાપકારનાં અનેક સત્કર્તવ્યો કરાવ્યાં, તેમાં સમાજના હિતનું શત્રુ ંજય તીર્થના ક્રૂરમાનનું કર્તવ્ય પણ ગણાવી શકાય. દૂર દેશથી સુરિએ માકલેલા સંદેશ–વચનથી તેમના પ્રતિનિધિ પં. ભાનુચંદ્રે હિમ-કષ્ટાની પરવા કર્યા વિના, કાશ્મીરના માર્ગને શેાભાવનારા ‘જયનલલંકા ’ નામના દસ યેજન (૪૦ કાશ) પ્રમાણવાળા મનેાહર સરેાવરમાં વહાણ-નૌકાવિહારથી મેઝ માણતા પાતશાહને અરજી કરી હતી. શત્રુંજય તીર્થના યાત્રિકને વચ્ચેના સમયમાં કર વિગેરેથી કનડગત થેઈ ધણા કરે ઈષ્ટદેવનાં દર્શન થતાં, એ દ સર્વથા દૂર કરવાને! સમયજ્ઞ યુગપ્રધાન એ મહાત્માના દૂરંદેશીભર્યાં દૂરદર્શી સુયશસ્વી પ્રયત્ન સલ થયા હતા. પ્રતિવર્ષ છ મહિના અને ૬ દિવસ સમસ્ત દેશામાં સર્વ પશુ, પક્ષી, જલચર પ્રાણિગણને અભયદાન આપ્યાનું અને ગુજરાતના જજીયા નામના અનિષ્ટ કરને દૂર કર્યાનું ફરમાન, વાચક શાંતિચંદ્રના હાથે ભેટ મેાકલાવી પાતશાહે હીરસૂરિના પ્રસન્ન અંતઃકરણની શુભાશિષ મેળવી હતી અને પં. ભાનુચંદ્રના પ્રયત્નથી શત્રુંજયના કર મુક્ત કરી સરિને શત્રુજય સમર્પણ કર્યાનું ફરમાન ભેટ ધરી એમાં વૃદ્ધિ કરી હતી. વાદરાના સંઘ શત્રુંજયમાં રાધનપુર(ગુજરાત)માં વિજયસેનસૂરિ સાથે ચામાસું રહેલા હીરવિજયસૂરિએ ઉપર્યુક્ત સત્કાર્યથી પ્રસન્ન થઈ લાહેાર(પંજાબ)માં પાતશાહ પાસે રહેલા પં. ભાનુચંદ્રને વચનદ્વારા ઉપાધ્યાયપદથી સન્માનિત કર્યા હતા. પાતશાહ અકમ્બરે હીરવિજયસૂરિના પટ્ટધર વિજયસેનસૂરિને દર્શનાર્થ લાહેારમાં ખેાલાવી એ ઉપાધ્યાયપદના મહેાત્સવ કર્યા હતા અને વાદમાં વિજયી થયેલા વિજયસેનસૂરિને ‘સવાઈ વિજય’પદથી વિશેષ માનનીય કર્યાં હતા. આ તરફ્ હીરવિજયસૂરિ, શત્રુજય--સમર્પણુનું ફરમાન મળ્યા પછી ઘણા યાત્રિકાના સંધા સાથે શત્રુજયની યાત્રાએ પધાર્યા હતા અને ત્યાં ખંભાતના ઓસવાળ શ્રીમાન્ ૧. પ્રકટ થયેલ પ્રશસ્તિ–સંગ્રહ (ભા. ૨, પૂ. ૧૩૦)માં વટપદ્રને બદલે વિટપદ્ર એવું અશુદ્ધ છપાયેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ૭૬ સુવાસ : જેઠ ૧૯૯૫ તેજપાલશાહે ઉદ્ધાર કરી નવા કરાવેલા મૂલમંદિરની પ્રતિષ્ઠા વિગેરે સત્કાર્યો કર્યા હતાં હીરસૌભાગ્ય મહાકાવ્ય વિગેરે ગ્રંથમાં એનું વિસ્તારથી વર્ણન છે, તથા તે સમયની કવિ હેમવિજયે રચેલી પ્રતિષ્ઠા-પ્રશસ્તિનો શિલાલેખ ત્યાં વિદ્યમાન છે. વિ. સં. ૧૬પ૦માં શત્રુંજયની યાત્રાએ હરમુનીશ્વર આવ્યા, તે વખતે ત્યાં હર સંઘવી આવ્યા હતા, તેમાં વડોદરાને સંધ પણ હતા. એમ ખંભાતના શ્રાવક કવિ વભદાસે વિ. સં. ૧૬૮૫માં રચેલા હીરસૂરિ-રાસમાં જણાવ્યું છે. વિ. સં. ૧૬૭૯(૮૭)માં બુરહાનપુરમાં કવિ દર્શનવિજયે રચેલા વિજયતિલકસૂરિરાસમાં પણ વટપદ્રના આવેલા આ સઘને ઉલ્લેખ છે. શત્રુંજય તીર્થની યાત્રા કરવા અને હીરસુરિને વંદન કરવા આવેલા માણસની સંખ્યા બે લાખ કવિએ સાંભળી હતી, તથા હીરવિજયસૂરિએ વિ. સં. ૧૬૪૯માં આ યાત્રા કરી હતી-તેમ જણાવ્યું છે. ખરી રીતે વિ. સં. ૧૬૪૯માં તૈયાર થયેલા ઉપર્યુક્ત મંદિરની પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૫૦માં હીરવિજયસરિના હસ્તે થયેલી હોવાનું ત્યાંના શિલાલેખ પરથી જણાય છે. સિદ્ધપુર(ગુજરાત)ના વણિક રામજી અને રમાદેના સુપુત્ર ભાણજી, કે જેને આઈન-ઈઅકબરીમાં–અકબરના દરબારમાં માન્ય વિદ્વાનોના વર્ગમાં ભાણચંદ નામથી યાદ કર્યા છે, . તે પૂર્વોક્ત શત્રુંજયકચન વિગેરે સુકૃતથી અને સૂર્યસહસ્ત્રનામ, ઉપાધ્યાય ભાનુચનું વસંતરાજ (શકનશાસ્ત્ર), કાદંબરી, રસારસ્વત, કાવ્યપ્રકાશ, નામમાલી, આગમન વિકવિલાસ વિગેરે ગ્રંથો પર વિદ્વત્તાભરી વ્યાખ્યાઓ રચવાથી વિખ્યાત થયેલા ઉપાધ્યાય ભાનુચંદ્ર, તેના સહકારી વિદ્વાન્ શિષ્ય સિદ્ધિચંદ્ર સાથે જહાંગીરના રાજ્યઅમલમાં વિ. સં. ૧૬ ૬પ લગભગમાં ૨૩ વર્ષ ગુજરાતમાં આવ્યા, ત્યારે વટપદ્ર (વડોદરા)માં પણ પધાર્યા હતા–એમ એ સિદ્ધિચંદ્ર રચેલા સં. ભાનચંદ્રચરિત મહાકાવ્ય (પ્રકાશ ૪, લે. ૨૦૯) પરથી જણાય છે. ૧. “એહો શ્રીજે જ્યાંહિ, હીર મુનીસર આવ્યા ત્યાં હિ; બેહોત્તરી સંધવી આવ્યા તસિં, સંવત સેલ પંચાસે જસિં. x x x મહિમદાવાદ બારેનું ય, વડોદરાનો સંઘ તિહાં હોય; આમોદ સિનેર કેરા જન્ન, જંબુસર નર નારી ધન્ન. –હીરસૂરિાસ (આનંદકાચમહેદધિ મી. ૫ દે. લા.) ૨. “સુરતિ દીવિ બંદિરને વલી, વટપદ્ર ભરૂઅચિ તેમાંહિ ભલી; - ૪ ૪ એમ અનેક સંધ આવ્યા ઘણું, ચાત્ર કરવા સહામણું. શ્રી શત્રુંજય તીરથ તણી, વલી શ્રીહીર વંદેવા ભણી; માણસની સંખ્યા બિ લાખ, સુણ તેહવી મિ કહી એ ભાષ. હીરવિજયસૂરિ કરી જાત્ર, ગણપચાસઈ ગુણ-પાત્ર?” –વિજયતિલકસૂરિરાસ (ગા. ૩૪૬ થી ૩૪૯) અિતિહાસિકરાયસંગ્રહ ભા ૪થે પૂ. ર૭ ૨. વિ. J.) ૩. “વાડથ મારે ત્યાં કઇસ્થિતિ પુન: | वाचकास्ते चतुर्मासीमासीना: पत्तनेऽन्यदा ॥" આ મહાકાવ્ય, અહારા સ્નેહી સાક્ષર શ્રીયુત મેહનલાલભાઈ દ. દેશાઈદ્વારા સંપાદિત થઈ પ્રકાશમાં આવવાની તૈયારીમાં છે. આ સંબંધમાં “શાસન-પ્રભાવક ગુરુ-શિષ્ય ભાનુચંદ્ર અને સિદ્ધિચંદ્ર' નામને એમને લેખ આત્માનંદજન્મશતાબ્દી-સ્મારક ગ્રંથમાં પ્રકટ થયેલો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ વટપદ્ર(વડોદરા)ના એતિહાસિક ઉલ્લેખ ૭૭ વિક્રમની સત્તરમી સદીના પૂર્વાર્ધમાં તપાગચ્છમાં મહેપાધ્યાય ધર્મસાગરના શિષ્ય ૫. પદ્મસાગર વિદ્વાન વાદી, વ્યાખ્યાકાર અને કવિ થઈ ગયા. જેમણે વિ. સ. ૧૬૩૩માં તિલકમંજરી જેવી ઉત્કૃષ્ટ જૈન ગદ્યથાની વ્યાખ્યા રચી હતી, દાદા પાર્શ્વનાથ તથા નયપ્રકાશ (સટીક સં. ૧૬૩૩), શીલપ્રકાર, યુક્તિપ્રકાશ, પ્રમાણપ્રકાશ (સટીક), ધર્મપરીક્ષા, યશોધરચરિત્ર, અને જગદગુરુકાવ્ય (મંગલપુરમાં વિ. સં. ૧૬૪૬માં), ઉત્તરાધ્યયન-કથા (સ. ૧૬૫૭), જેવા ગ્રન્થની રચના કરી હતી, તેમના શિષ્ય રાજસુંદર(સાગર) કવિએ ભક્તામર નામના પ્રસિદ્ધ જૈનસ્તોત્રનાં પદ્ધોનાં પ્રથમ ચરણ લઈ બીજાં ત્રણ ત્રણ ચરણોથી પાદપૂર્તિ કરી વટપદ્ર(વડોદરા)ના ૧દાદા પાર્શ્વનાથને ઉદ્દેશી નવીન ભકતામર સ્તંત્ર રચ્યું હતું. તપાગચ્છમાં થયેલા કવિ શાંતિકુશલે વિ. સં. ૧૬૬૭માં રચેલા પાર્શ્વનાથ-નામમાલા (૧૦૮ નામેવાળા) સ્તવનમાં, ભિન્ન ભિન્ન સ્થાનેમાં રહેલા પાર્શ્વનાથ (મૂર્તિ)ના સ્મરણમાં, વડોદરાના પાર્શ્વનાથનો પણ ઉલ્લેખ કર્યો છે. વિ. સં. ૧૯૭૦માં માર્ગ. શુ. ૩ ભેગે વટપદ્ર મહાનગરમાં મુનિ દીપવિજયે લખેલી સારસ્વત વ્યાકરણની એક પ્રતિ વડોદરામાં પ્રવર્તક લખાયેલી પ્રતિ કાન્તિવિજય મુનિરાજના શાસ્ત્રસંગ્રહમાં છે. | વિ. સં. ૧૬૭૩માં ફાગણ શુ. ૧૦ ગુરુવારે વટપદ્ર નગરમાં લખેલી ચૈત્યવંદનાદિ ભાષ્યત્રયની પ્રતિ, ઝીંઝુવાડામાં જેન પુસ્તક-ભંડારમાં છે. વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં જહાંગીરના રાજ્યઅમલમાં જેને તાંબરસમાજમાં તપાગચ્છમાં અંદર અંદર અનિચ્છનીય વૈમનસ્ય ઉગ્ર રૂપ લીધું, ત્યારે એ શમાવવા રાજપના શાણું અધિકારીઓએ ગુજરાતમાં લેખ મોકલાવતાં આવેલ લેખ આ વટપદ્રમાં પણ લેખ આવ્યો હતા–એમ કવિ દર્શનવિજયે વિ. સં. ૧૬૭૯માં રચેલા વિજયતિલકસૂરિરાસમાં જણાવ્યું છે. ૧. વર્તમાનમાં વડોદરામાં નરસિહજીની પિળમાં દાદા પાર્શ્વનાથનું જૈન દહેરૂં પ્રસિદ્ધ છે. અહમ્મદાવાદનિવાસી ઝેરી મોહનલાલ મગનલાલના પ્રયત્નથી વિ. સં. ૧૯૭૯માં પ્રકટ થયેલ, મણિલાલ ન્યાલચંદ શાહે લખેલ “પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ” પુસ્તકમાં જણાવ્યું છે કે ઉપર્યુક્ત મંદિર મહારાજા કુમારપાલે બંધાવ્યું હતું.” પરંતુ અહારા ધારવા પ્રમાણે તે મંત્રીશ્વર તેજપાલની કારકીર્દીમાં બન્યું હશે. આ જિનમંદિરમાં મૂલનાયક તરીકે બિરાજમાન દાદા પાશ્વનાથની પ્રૌઢ પ્રભાવક પ્રતિમા લેગમય વળની છે. સંરક્ષક શ્રાવકોની વસતિને અભાવે આજ સદીમાં પાવાગઢથી આવેલી ભીડભંજન પાર્શ્વનાથની પ્રાચીન પ્રતિમા પણ આ મંદિરમાં પધરાવવામાં આવી છે. આ દેહરાને જીર્ણોદ્ધાર વિ. સં. ૧૯૭૩માં લગભગ એક લાખ રૂપીઆના ખર્ચે કરા જણાવાય છે. સદ્ગત સુયશસ્વી શ્રીમંત સરકાર મહારાજા સાહેબ સયાજીરાવ ગાયકવાડે ઉપર્યુક્ત પ્રસંગમાં દાદાપાશ્વનાથનાં દર્શનથી જૈનજનતાને આનંદિત કરી હતી. ૨. “તું ભરૂઅછિ તું ઈડરઈ, ખૂઆડ હે તું હિ જ ગુણ-ખાણિ; તું દેલવાડઈ વડોદરઈ, ડુંગરપુરે હો ગંધારિ વખાણિ. –પ્રાચીનતીર્થમાલાસંગ્રહ (ય. વિ. ચં. ભા. ૧, પૃ. ૧૯૯, ગા. ૧૪). ૩. “આશાતના સાગરા જેહ કરતા, દીય ભૂપ સીખામણ ખરીય તુરતા; તવ આવી ગુજરદેસિ લેખા, રાજનગર સૂરતિ વટપદ્ર એષા.” –વિજયતિલકસૂરિરાસ અ. ૧, ગા. ૧૩૧૬ [ઐતિહાસિકરાસસંગ્રહ ભા. ૪, ૫. ૧૧૦ . વિ. ચં.] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સુવાસ : જેઠ ૧૯૫ વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા કેટલાક ઉલ્લેખો પરથી જણાય છે કેતે સમયમાં-આજથી ત્રણ વર્ષો પહેલાં વડોદરામાં જૈનોને એક જ્ઞાનભંડાર (ચિત્કષ) હતા. શહેનશાહ અકબૂરથી સન્માનિત થયેલા સુપ્રસિદ્ધ જગદ્ગુરુ વડોદરાના પ્રાચીન હીરવિજયસૂરિના શિષ્ય-પરિવારે આ ભંડારમાં પોથીઓ મૂકી જ્ઞાનભંડાર હતી. હીરવિજયસૂરિના હસ્તદીક્ષિત એક પ્રસિદ્ધ શિષ્ય વાચક કીર્તિવિજય નામના વિદ્વાને વિ. સં. ૧૬૯૦માં (આસો શુ. ૪) વિચારરત્નાકર નામના ગ્રંથની સંકલન કરી હતી, જેનું લેખન, તેમના સુપ્રસિદ્ધ શિષ્ય ૫. વિનયવિજયે કર્યું હતું. આ ગ્રંથની એક પ્રતિ, ઉપયુક્ત ગ્રંથકાર કીર્તિવિજય વાચકના શિષ્ય કાંતિવિજયે વટપદ્રપુરના પૂર્વોક્ત જ્ઞાનભંડારમાં મૂકી હતી, જે હાલ છાણના જૈનભંડારમાં (ઉ. વીરવિ. શાસ્ત્રસંડમાં) છે. વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં અને અઢારમી સદીના પૂર્વાર્ધમાં વિદ્વત્તાભરી રચનાઓથી વિખ્યાત થયેલા જૈન છે. તપાગચ્છની બહુશ્રુત ઉપાધ્યાય વિનયવિજયે જોધપુરથી ભાદ્ર. શુ. ૧૫ની રાત્રે ચંદ્રને દૂત બનાવી સૂરતમાં ચોમાસું રહેલા કવિ વિનયવિજયે તપાગણપતિ વિજયદેવસૂરિ ?) તરફ મોકલ્યો હતો. મહાકવિ કરેલ વર્ણન કાલિદાસના મેઘદૂનની પદ્ધતિએ ૧૩૧ મંદાક્રાંતા છંદોમાં રચાયેલા આ ઈન્દુદૂત કાવ્યમાં ઈન્દુને ત્યાં જવાનો માર્ગ સૂચવતાં જોધપુર, સુવર્ણગિરિ નગિર), ઝાલેર, શિરોહી, આબુ, અચલગઢ, સિદ્ધપુર, સાભ્રમતી, અહમદાવાદ, વાપ, ભૂપુર (ભરૂચ) અને સૂરત વિગેરે સ્થળનું કવિએ સુંદર વર્ણન કર્યું છે. તેમાં પ્રસ્તુત વટપદ્ર (વડોદરા)ને પરિચય આ પ્રમાણે કરાવ્યો છે – "तस्माद् द्राच्छमनककुभि प्रस्थितस्यान्तस ते ___ स्वर्गाकारं नगरमपरं लाटदेशस्य पुण्डम् । दर्श दर्श मनसि परमप्रीतिरापत्स्यते यत् __नानालक्ष्मीरुचिरवपुषां तत्र वासो जनानाम् ॥ #ા રાણાં મનસિ વધતી તોરા મમઝા– तीते दृग्भ्यो वसति च पदे हन्त ! वस्वोकसारा । पातालं प्राविशदपमदा साऽपि भोगावतीमां दृचा रम्यामनुपमतमां वाटपद्रीमभिख्याम् ॥ मध्येऽस्त्यत्र प्रचुरसुषमो मण्डपोऽत्यन्ततुङ्ग स्तत्र स्थित्वा चतसृषु दिशास्वीक्षणीयं स्वयेन्दो!। द्रष्टासि द्राक् श्रियमनुपमामस्य विष्वक् पुरस्य रम्यं ह्येतच्छुचिरुचि चतुरिचैत्यानुकारम् ॥" –ઈ દુદ્દત (લે. ૭૯-૮૧ નિ. સા. કાવ્યમાલા ગુ. ૧૪) --[અપૂર્ણ १. "श्रीकीर्तिविजयवाचकविनेयलेशेन कान्तिविजयेन । श्रीवटपद्रपुरस्थितचित्कोशे प्रतिरियं मुक्ता ॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ જીવન ઝરણાં प्रभा [જગતમાં મહાન પુરુષ તે હજારોની સંખ્યામાં થઈ ગયા છે. પણ તે દરેકનાં વિસ્તૃત જીવનચરિત્રો વાંચવાનો પ્રજાને અવકાશ ન જ હોય. પરિણામે એવા મહાપુરુષોના જીવનમાં બનેલા સમયસૂચક, રોમાંચક, સાહસિક, માર્મિક કે વિનેદમય પ્રસંગોને ખૂણેખાંચરેથી ખેળી કાઢી, કે પરભાષાનાં અલભ્ય કે કિંમતી ગ્રન્થરત્નોમાંથી તારવીને, સવાગ્ય શૈલી અને જરૂરી શબ્દમાં, પ્રસંગે પ્રસંગે આ પાનાંઓ પર અપાતા રહેશે.] ઝર એક પ્રસંગે દરિયાઈ સહેલગાહે નીકળ્યો. અધવચ પહોંચતાં સમદ્ર તોફાન ગયો ને હીરા-મોતીએ મહેલી સીઝરની શાહી હેડી ાિનાં ઊછળતાં માં પર ફૂલની જેમ ખૂલવા લાગી. હોડીને કમાન રોમનપતિની સહીસલામતીની પિતાના પર આવી પડેલી જોખમદારીથી ગભરાઇ ઊઠયો. પણ સીઝરે તે પ્રસંગે પ્રભાવપૂર્ણ વદને શાંતિથી કહ્યું, “ માન, ગભરાઓ નહિ. હોડીમાં પૃથ્વી પતિ સીઝર એકલો નથી, સાથે જ તે પૃથ્વી પતિનું ભાગ્ય પણ છે.” ને સીઝરનાં એ સમયસૂચક પ્રભાવવચનોએ ગભરાયલ કપ્તાનમાં જેમ, ઉત્સાહ ને આત્મભાન પ્રગટાવ્યાં. અણધાર્યા તોફાનની વચ્ચેથી પણ હેડી તરીને પાર ઊતરી. રશિયન શહેનશાહ ઝાર અલેકઝાંડરે પણ આવો જ એક પ્રસંગ અનભવેલોઃ ચીન્મઋતુની એક સાંજે તે હોડીમાં સરોવરની સહેલગાહે નીકળ્યો. થોડેક જતાં તેફાનની અધીઓ ચડી. કપ્તાન પોતાની ગંભીર જવાબદારીથી બેબાકળો બની ઊઠયો. પણ અલેકઝાંડરે પળ પારખી કહ્યું, “ કમાન, હું શહેનશાહ છું એ ભૂલી જાઓ. મને તમારા પિતાના કરતાં જરીક પણ મેટ ન માને. ને જે પગલાં તમારા બચાવ માટે લઈ શકાય એ જ પગલાં મારે માટે થો.” નેપોલિયન જ્યારે ઈંગ્લાંડ પર ચડાઈ લઈ જવાને બેલેન બંદરે ધૂમ તૈયારીઓ કરી રહ્યો હતો ત્યારે અંગ્રેજ વહાણે વારંવાર ત્યાં અકસ્માત આવીને ઉપદ્રવ કરી જતાં. એક પ્રસંગે નેપોલિયન તેમની સાથે દરિયાઈ યુદ્ધ માટે પોતાના વહાણમાં ઊતરી પડયો. આ વખતે શહેનશાહને ખૂબ ભયમાં જોઈશાહી નૌકાદળના અધિકારીએ વહાણનું સુકાન પોતાના હાથમાં લીધું. ને વહાણને તેણે સહીસલામત સ્થળે દોરવા માંડ્યું. કેન્ય વહાણો પણ નેપોલિયનના વહાણની આસપાસ વિંટળાઈ વળ્યાં. નેપોલિયન તે વખતે બરાડી ઉછે, “મને નહિ, પ્રસંગને જુઓ.”ને હસીને તેણે આગળ વધી અંગ્રેજ વહાણેને સહેલાઈથી મારી હઠાવ્યાં. સ એક સમયે પ્રી બીસ્માર્ટ વર્ષાઋતુમાં, ગામડામાં, બે મિત્રો સાથે દૂર દૂર કરવા નીકળી પડો. કેટલેક દૂર જતાં એક ઠેકાણે કાદવવાળી ભૂમિમાં બેમાંના એક જાડા મિત્રના પગ ખૂંપવા માંડયા ને ચેડા જ વખતમાં તે તે કાદવમાં ખભા સુધી ડૂબી ગયો. તેમાંથી નીકળવાના તેના પ્રયાસ નિષ્ફળ જવા લાગ્યા. તેણે બીસ્માઈને મદદ માટે વિનંતિ કરી, ને ઉત્તરમાં બીસ્માર્ક બંદુક સજવા માંડી. “આ શું કરો છો?” ડૂબતા મિત્રે ગભરાઈને પૂછયું. “કંઈ નહિ” બીસ્માર્ટે શાંતિથી તેના કપાળ સામે બંદુક તાક્તાં કહ્યું, “તમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ૮૦ - સુવાસ : જેઠ ૧૯૯૫ બચાવી શકાય એમ છે જ નહિ, ને તમે આવું દુઃખદ મૃત્યુ પામે એ મને પસંદ નથી. એક જ ગોળી ને તમે શાંતિથી સીધા સ્વર્ગે જઈ પહોંચશે.” ને બીસ્માર્થે બંદુકના ઘડા. પર પોતાનો હાથ મૂક્યો. ડૂબતા માણસે ક્યાંય આરે ન જે. પરિણામે પિતે કાદવમાં ડૂબે છે એ વાત જ વિસરી જઈ ગોળીથી બચવાને તેણે નાસી છૂટવાને એક જેરનો ઊછાળો માર્યો, અને ખરેખર એ ઊછાળા અકથ્ય નીવડયો. તે કાદવમાંથી બહાર કૂદી પડયો ને નક્કર ભૂમિ પર દોડતાં તેણે બીમાર્કને મિત્રધર્મ ભૂલવા માટે ઠપકે દીધો. ઠપકે ખુશીથી આપો,” તેના ખભા પર શાંતિથી હાથ મૂકતાં બીસ્માર્ટ હસીને કહ્યું, “પણ ભૂલી ન જાઓ કે એ મિત્રે જ તમને બચાવ્યા છે.” કે “ એમ !” મિત્રે વ્યંગમાં કહ્યું. “હ જ” બસ્માર્ક બેલ્યો, “ગોળી તમને મારવાને નહિ, તમારી આત્મશક્તિ ઉશ્કેરવાને તાકવામાં આવી હતી. અમારી આશામાં તમે તમારું સ્વત્વ ગુમાવી દીધું હતું. તમે સમજી ન શક્યા કે મદદ કરવા જતાં તે અમે પણ સાથે જ ડૂબીએ એમ હતા. પણ જ્યારે તમે જોયું કે તમારું કંઈ જ નથી--- તમારી સમગ્ર શક્તિએ એકી સાથે ઊછાળા માર્યો. ને એ એક જ પળમાં બીસ્મા બંને મિત્રોને જીવનશક્તિનો નવો જ પ્રકાશ આપો. • રશિયન સામ્રાજ્ઞી કેથેરાઈન પાસે રશિયાની પ્રજાનું પ્રતિનિધિમંડળ જવાબદાર રાજતંત્રની માગણી કરવાને ગયું. રાણીએ તેમને અવસરે યોગ્ય ઉત્તર આપવાને દિલાસો આપે. બીજે દિવસે તેણે પ્રધાનને રાજ્યનાં જુનાં દફતરે તપાસવાની ને તેમાંથી જુના વખતમાં થઈ ગયેલા રશિયાના લોખંડી રાજવી મહાન પીટરે આવા કોઈક પ્રસંગે આપેલા ઉત્તરની નકલ ખોળી કાઢવાની આજ્ઞા ફરમાવી. થોડાક મહિનામાં પ્રધાનએ એ નકલ ખેળી કાઢી; ને તે વાંચી મહારાણીને કહ્યું : “દેવીજી, ઉત્તર તો મળે છે, પણ તે એટલે કડક ને કટાક્ષભર્યો છે કે આપને તે વંચાવતાં અમને શરમ આવે છે.” મારે વાંચવાની કંઈજ જરૂર નથી,” દેવીએ બેપરવાઈથી કહ્યું, “પ્રતિનિધિમંડળને એ ઉત્તર મોકલાવી દ્યો.” પ્રીન્સ બીસ્માર્કના એક અંગ્રેજ મિત્રને એક ઉમરાવપત્ની સાથે મિત્રાચારી હતી. તે ઉમરાવપત્નીની માગણીથી તે અંગ્રેજ મિત્રે તેને માટે બીસ્માર્ટ પાસે તેના હસ્તાક્ષરની માગણી કરી. ઉત્તરમાં બીસ્માર્ક એ ઉમરાવપત્ની પર પિતાના જ હાથે સીધે પત્ર લખીને જણાવ્યું, “વહાલાં શ્રીમતીજી, મને મારા હસ્તાક્ષર કોઈને પણ આપવા સામે ખૂબ જ ચીડ છે. એટલે એ હું કોઈને કોઈ વખત આપ જ નથી. સદાય આપનો કૃપાકાંક્ષી–બીસ્મા.” બર્નાડ શૈ સંબંધમાં પણ કંઈક અંશે આવો જ એક પ્રસંગ બનેલ– એક સામાન્ય સ્થિતિની છતાં બુદ્ધિમાન સ્ત્રીને શેનું બુદ્ધિમતી સ્ત્રીને દરવણી નામનું પુસ્તક જોઈતું હતું, પણ તે ખરીદી શકવા જેટલી તેની પાસે જોગવાઈ હતી. તેણે પર એ પુસ્તક જે પિતાને ભેટ મોકલવામાં આવે તો ખૂબ જ ઉપકાર થશે એવી મતલબને પત્ર લખે. ને ઉત્તરમાં શાએ આવી રીતે પુસ્તક મફત મેળવવાની માગણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ જીવન ઝરણાં ૮૧ કેટલી અનુચિત છે, દરેકે પિતાના બળ અને બુદ્ધિથી જ પિતાને જોઈતી વસ્તુ મેળવી લેવી જોઈએ વગેરે જણાવતો પત્ર લપ - સ્ત્રી ચાલાક હતી. બર્નાડ શાના બે-પાંચ શબ્દના અભિપ્રાયની પણ કેટલી કિંમત અંકાય છે તે તે જાણતી હતી. પરિણામે શાને પત્ર લઈ તે એક પત્રકાર પાસે ગઈ અને તેના વર્તમાનપત્રમાં શાને આ પત્ર છાપવા દેવાના મૂલ્ય તરીકે તે તેની પાસેથી બે ગીની લઈ આવી. તેમાંથી તેણે પિતાને જોઈતું પુસ્તક ખરીદો અને બર્નાડ શા પર તેણે પોતે પિતાના કેવા બુદ્ધિબળથી એ પુસ્તક ખરીદી લીધું છે એ દર્શાવતું પત્ર લખ્યો. નેપાળના પ્રધાન રાર જંગબહાદુરને લાંડનમાં મહારાણી વિકટેરીયાએ જંગી મિજબાની આપેલી. તે પ્રસંગે ખાણુના ટેબલ પર તરેહતરેહની વાનીઓ ગોઠવવામાં આવી. પણ જંગબહાદુર તેમાંથી એકેને હાથ પણ અડાયા વિના ઊડી ગયા. મહારાણીએ તેમને હસીને આનું કારણ પૂછયું. જંગબહાદુરે મક્કમતાથી કહ્યું, “હું હિંદુ છું." એક સમયે સમર્થ બંગાળી સાહિત્યકાર જેિન્દ્રલાલ રાય લંડનમાં એક સભા પાસેથી પસાર થતા હતા. સભામાં ભાષણ કરતા પાદરીને આ કાળા માણસને જોઈ પાને ચડે. તેણે રેય સામે તાકી મેથી કહ્યું, “ઓ મૂર્તિપૂજક ! સેતાન તારા માં સામે તાકી રહ્યો છે.” 3યે હસીને કહ્યું, “આપ તકે જ છે ને!” ને આખી સભાએ પણ એ હાસ્યને વધાવી લીધું. એક પ્રસંગે ન્યાયમૂર્તિ રાનડેના અભ્યાસખંડમાં અચાનક એક ખ્રિસ્તિ અમલદાર આવી ચડ્યા. રાનડે તે વખતે તત્ત્વજ્ઞાનનાં કેટલાંક પુસ્તકે જોતા હતા અને એ પુસ્તકના ઢગ પર બાઈબલ પડયું હતું. એ જોઈ અમલદારે કહ્યું, “હર્ષની વાત છે કે આપ બાઈબલને સૌથી ઉપર રાખો છે.” ન્યાયમૂર્તિએ ટગની નીચેથી ગીતા કાઢી તે બતાવતાં શાંતિથી કહ્યું, “પણ મૂળમાં તે આ છે.” પીલ પાર્લામેન્ટમાં જુદા જુદા અભિપ્રાયો ને ફકરાઓ ટાંકીને લાંબુ ભાષણ કરતા હતા. તે વખતે એક સભ્ય વડા પ્રધાન ડીઝરાયલીને પૂછ્યું, “આપને તેઓ નામદારના ભાષણમાં કંઈ ખામી જણાય છે. ” “ જરીકે નહિ,” ડીઝરાયલીએ ગંભીરતાથી કહ્યું, “તેઓ નામદાર આ જ પાર્લામેન્ટમાં આ પહેલાં બેલાઈ–પસાર થઈ ચૂકેલ જ હોય એ સિવાય કંઈજ નથી બોલતા. પછી એમાં ખામી સંભવી જ શી રીતે શકે?” એક વખતે એક અંગ્રેજ મૂડીદાર ડીઝરાયલી પાસે આવ્યો અને પિતાને ઉમરાવ બનાવવા માટે તેણે તેને ખૂબ જ આગ્રહ કર્યો. “દિલગીર છું કે કેટલાંક કારણોસર હું આપને ઉમરાવ નથી બનાવી શકો,” ડીઝરાયલીએ કહ્યું. અને પછી શાંતિથી ઉમેર્યું, “પણ આપ આપના મિત્રોને ખુશીથી કહી શકે છે કે મેં આપને ઉમરાવપદ લેવાની વિનંતિ તો કરી હતી પણ આપે તેને અસ્વિકાર કર્યો છે. આથી આપનો દરજો અને માન ઉલટાં બેવડા વધી જશે.” પિતાની યુવાનવયમાં ડીઝકાયલી એક પ્રસંગે નાણાંની તંગ સ્થિતિમાં આવી પડેલે. તેણે એક અંગ્રેજ મૂડીદાર પાસે હજારેક પાઉંડ ઉછીના માગ્યા. મૂડીદારે પૂછ્યું, “ અડાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ૮૨ સુવાસ : જેઠ ૧૯લ્પ વટમાં શું મૂકે છો?” “મારું મગજ અને બુદ્ધિ.” ડોઝરાયલીએ મક્કમતાથી કહ્યું. અને એ મૂડીદારે એ અડાણવટને સ્વીકાર પણ કર્યો. એ જ અરસામાં લોર્ડ મેબેને તેને એક પ્રધાનના સેક્રેટરીની જગ્યા ધામવા માંડી. ડીઝરાયલીએ શાંતિથી કહ્યું, “સેક્રેટરીપદે શું વળે? હું તો પ્રધાન જ બનીશ” અને ચેડાં જ વર્ષો પછી એ સામાન્ય પ્રધાન જ નહિ, બ્રિટીશ સલ્તનતને વડા પ્રધાન બન્યો. એક મિત્રે ડીઝરાયલીને તેના પ્રતિસ્પર્ધિ અને મહારાણી વિકટેરિયાને અણમાનીતા મહાન વડાપ્રધાન લેસ્ટન વિષે પૂછગાછ કરી. ડીઝરાયલીએ કહ્યું, “ગ્લેસ્ટન ખરેખર મહાન છે. પણ તે રાણી સાથે વાત કરતાં ભૂલી જાય છે કે એ એક સ્ત્રી છે. હું તે યાદ રાખું છું. રાણી રાતને દિવસ કહે તો પણ હું તેને વિરોધ ન કરું.” જર્મનમંત્રી પ્રીન્સ બીસ્માર્ક યુવાનવયે એક ભવ્ય હોટલનો થોડોક ભાગ ભાડે રાખેલે. તે ભાગમાં સ્માર્કના બેઠકખંડમાં નોકરને બેલાવવાને ઘંટડીની વ્યવસ્થા નહતી. બીસ્માર્ટ એ ત્રુટિ તરફ માલિકનું ધ્યાન ખેંચ્યું. પણ માલિકે કહ્યું કે, “ઘંટડીની જરૂર હોય તે તે ભાડુઆતે પિતે વસાવી લેવી જોઈએ.” બીસ્માર્ક એ વખતે તે કંઈ ન બોલ્યો પણ રાત્રે તેણે બંદુકના ઉપરાઉપરી વ્હાર કરવા માંડયા. મકાનમાલિક હુલ્લડની બીકે એ ખંડમાં ધસી આવ્યા ને ગોળી હારનું કારણ પૂછ્યું. “ગભરાઓ નહિ, ” બીસ્માર્થે હસીને કહ્યું, “બંદુકમાં ગેળી ભરેલી નથી. આ તે નેકરને બોલાવવાને માટે આ ખંડમાં એકે ધંટડી નથી દેખાતી એટલે નોકર સાથે મેં એવી વ્યવસ્થા કરી છે કે મારે તેને બોલાવે હોય ત્યારે મારે ખાલી બંદુકને બહાર કરવા.” ને બીજા દિવસનું સવાર ઊગે એ પહેલાં જ બીસ્માર્કના ખંડમાં ધંટડી. ગોઠવાઈ ગઈ. અંગ્રેજ એલચી લેર્ડ રસેલે બીસ્માર્કની મુલાકાતના પ્રસંગે એક વખતે તેને પૂછયું, “આ૫ મુલાકાતથી તે ખૂબ જ કંટાળી જતા હશે ? તેમાંથી બચવાને આપે કેઈ ઉપાય શો છે ખરે?” “હા ” બીસ્માર્ટ કહ્યું; “મારાં કૃપાળુ પરની મુલાકાતના ખંડમાં આવી ગમે તે હાને..”અને તે વાક્ય પૂરું કરે એ પહેલાં જ તેમનાં પત્નીએ તે ખંડમાં આવી મધુર ને નિર્દોષભાવે કહ્યું, “આપને દવા પીવાને સમય કયારને થઈ ગયો છે-એ ભૂલી ન જતા.” - રસેલ જાણતો હતો કે બીસ્માર્ક માં છે જ નહિ-માંદ હોય તો પણ દવા પીએ તેમ નથી. તે હસીને ઊભો થઈ ગયો. એક પ્રસંગે બીસ્માર્ટે અંગ્રેજ એલચીને ખાણું આપ્યું. તે વખતે ભોજન કરતાં એલચીનાં : પત્ની લેડી એમીલી તરફ જોઈ તે સ્મિતપૂર્વક બોલ્યા, “તમારા બાપ મરી જવાના સમાચાર જેવા ખુશીના સમાચાર મેં મારી જીંદગીમાં બીજા સાંભળ્યા જ નથી. ” લેડીને તે ચમક આવી ગઈ. પણ પછી બીસ્માર્થે ઉમેર્યું, “જે તે જીવતા હોત તો તેમણે મને વહાલું યુદ્ધ અટકાવી દીધું હોત. ” અનેક જર્મન આગેવાને કેસરને મળવાને આવતા. બીસ્માર્કને તે સર્વની કેસરને ઓળખ આપવી પડતી. પણ ઓળખ આપવાના આવા પ્રસંગેએ બીસ્માર્કનું મગજ એવી ગૂંચથી ભરેલું હતું કે તેને આવનારનું નામ યાદ કરવામાં મુશ્કેલી પડતી. પરિણામે તેણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ જીવન ઝરણાં ૮૩ એવો શીરસ્ત રાખ્યો કે જેનું નામ તત્કાળ યાદ ન આવે તેને વિષે, “નામદાર કાઉન્ટ ફલાણા ફલાણા”—તરીકે ઓળખ આપવી. કૈસર એવા કાઉન્ટને ઓળખતો હેય નહિ, અને આવનારને પણ પિતે કાઉન્ટના ઈલ્કાબે ઓળખાવાથી મગરૂરીને કે મળે. શાદુ છત્રપતિને સાદાઈ ખૂબ પ્રિય હતી. એક વખતે મોગલ દરબારમાં રહેતા એક મરાઠા સરદાર અલકારના ઠાઠમાઠ સાથે તેમની મુલાકાતે આવ્યો. છત્રપતિએ તેનું સ્વાગત કરવાને મોકલેલી સાદી મંડળી સાથે પોતાના પ્રિય કતરા ઘેડને પણ ઝરઝવેરાતથી લાદીને એક શોભાયમાન ગાડીમાં બેકલ્યો. તે પછી જ્યારે દરબાર ભરવામાં આવ્યો ત્યારે શાદૂ, મહારાજે શાંતિથી કહ્યું, “આજના આપણું દરબારમાં બે જ વ્યક્તિઓ અલંકારથી શોભી રહી છે. એક આપણે પ્રિય ધાં ને બીજા આપણું વહાલા મહેમાન.” માધવરાવ પેશ્વાના સેનાપતિ સમશેર બહાદુર પરશુરામ ભાઉને એક વખતે હજામત કરાવતાં અસ્ત્રો વાગ્યો. ભાઉએ હજામને તે સંબંધી સંભાળ રાખવા સૂચના આપતાં અટકચાળા હજામભાઈએ કહ્યું, “સેનાપતિજી, અસ્ત્રાથી આટલા કરે છે તે લડાઈમાં તરવારના ઘા શી રીતે સહાતા હશે ? ” સેનાપતિ એ પળે તે શાંત રહ્યા. પણ પછી હજામત પૂરી થતાં તેમણે એક ભાલે મંગાવ્યો અને હજમના પગ પર પિતાને પગ દાબી તે પર એવા જોરથી એ ભાલાનો ઘા કર્યો કે તેનું ફળે બંનેના પગ સોંસરવું ઊતરી ગયું. હજામે તે ચીસે ચીસ પાડવા માંડી. પરશુરામે પૂછ્યું, “કાં હજામભાઈ, ભાલ તે બંનેના પગમાં પેઠો છે. રડો કેમ નાંખે છે ?' લખનૌના રાજમહેલની સમીપમાં એક ફકીર બાંગ પોકારતું હતું, “છસકે ન દે ખુદાતાલા ઉસકે દે આસફ ઉદ્દૌલા.” ને નવાબ આસફ ઉદ્દલાએ તે ફકીરને બોલાવી હીરામોતીથી ભરેલું એક તરબૂચ ભેટ આયું. કેટલાક દિવસ જતાં એ ફકીર પુનઃ નવાબની દષ્ટિએ પડશે. નવાબે તેને પૂછ્યું, “કાં સાંઈબાવા, તરબૂચમાંથી શું મળ્યું હતું?” “એ તે મેં બે પૈસે વેચી દીધેલું.” ફકીરે ચમકીને કહ્યું. “હું તે તમને હીરામોતી આપવા ઈચ્છતો હતો,” નવાબે શાંતિથી કહ્યું, “ પણ ખુદા તાલાને એ પસંદ હેતું. તેણે તે તમને બે જ પૈસા અપાવ્યા. માટે હવેથી બાંગ ફેરવી નાખે ને કહે કે, “છસકે ન દે ખુદાતાલા-ઉસકે ન દે આસફ ઉદૌલા.” તાનસેનના વૃદ્ધ ગુનું સંગીત સાંભળી અકબરે તાનસેનને પૂછયું, “તાનસેન, તું હિંદુસ્તાનને અદિતિય ગવૈયો છે. પણ તારા સંગીતમાં મને તારા ગુરુના સંગીત જેટલી મધુરપ કેમ નથી જણાતી ?” “રાજનતાનસેને વિનયથી ઉત્તર દીધે, " મારી કળાને મેં રવાથી બનાવી છે. હું આપને–પૃથ્વી પતિને રીઝવવા ગાઉં છું. મારા ગુરુની કળા તો કેવળ પ્રભુસ્તુતિમાં મસ્ત રહે છે.” થીયોસોફીના જગદગુરુ શ્રી કૃષ્ણમૂર્તિએ થીયેસેફિસ્ટની સભામાં પ્રવેશ કરતાં કહ્યું, “કોઈ ઊભા ન થશે. આપણે સર્વ સમાન છીએ; બધુભાવભર્યા છીએ. કોઈને વધારે મહાન માનવાની જરૂરિયાત નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ૮૪ સુવાસ : જેઠ ૧૯૯૫ * બીજી વખતે સભાના સર્વે સભ્યો બેસી રહ્યા. પણ ડો. કઝીન્સ ઊભા થયા. કૃષ્ણ મૂર્તિએ તેમને તેમ કરવાનું કારણ પૂછ્યું. ડોકટરે શાંતિથી ઉત્તર આપ્યો, “ આપનાજ સિદ્ધાંત પ્રમાણે કેઈએ વિચારપરવશતા ન રાખવી જોઈએ. આપ બેસવાનું કહે ત્યારે અમારે શું બેસી જ રહેવું ? મને આપના પ્રત્યે માન છે અને તે માટે હું સ્વાભાવિક રીતે ઊભો થયો છું ?” • શ્રી દયાનંદ સરસ્વતિને વાદનું આહવાન આપતાં કાશીના એક પંડિત હાથમાં છરી બતાવી કહ્યું, “જે હારે એનાં નાકાન કાપી લેવાં.” મહર્ષિએ કહ્યું, “એકલાં નાકાનજ શા માટે?” ને હથેળીમાં ચપ્પ રમાડતાં ઉમેર્યું, “આ ચપુથી ભેગી જીભ પણ કાપી લેવી.” ડેકકન કોલેજના પદવીદાન–સમારંભ પ્રસંગે ડે. ભાંડારકરે અંગ્રેજોના ગુણગાન ગાતાં કહ્યું, “જે અંગ્રેજો ન હતો તે હિંદની પ્રગતિ સંભવિત ન બનત. દાખલા તરીકે હું તેકયાંક અજાણ્યા ખૂણામાં આચમન કે સંધ્યા કરતે બેઠો હેત.” સમારંભના પ્રમુખ પ્રિન્સીપાલ બેઇને ઉમેર્યું, “અને શિવાજી હોત તે તે આ યુગમાં અચ્છે ક્રિકેટર બની શક્યો હેત. નાના ફડનવીસે પણ ટેનીસમાં એકાદ લવલેટ છ હેત.” ટેંપલની કુશાગ્ર બુદ્ધિ કઈ પણ વિષય પર નવો પ્રકાશ ફેંકી શકતી, પણ જ્યારથી તેણે એડીસન પાસેથી કેટલાક પાઉંડ ઉછીના લીધા ત્યારથી તે તેની સાથેની ચર્ચામાં હંમેશાં મૂક સંમતિજ દાખવવા માંડી. એડીસને એ એક પ્રસંગ જોઈ તેને કહ્યું, “ જનાબ, કાં તે મારી સાથે રીતસરની દલીલ કરો અથવા તે પછી મારા પાઉંડ મને પાછા આપે.” એડીસન સાથેની વાતચીત પછી એક સ્વરૂપવતી રમણીએ તેને કહ્યું, “ તમે ખૂબજ ગંભીર અને ઓછાળેલા છે.” “દેવીજી,” એડીસને ખીસામાંથી નવ પેન્સ કાઢી તેને હથેળીમાં ધરતાં કહ્યું, “મારા ખીશામાં આ નવજ પેન્સ છે. પણ એનો અર્થ એ નથી કે મારી તિજોરીમાં પણ નવજ પેન્સ છે.” બ્રિટનના વડા પ્રધાન પીટ સાથે એક પ્રસંગે ભેજન લેતાં બે ફ્રાન્સના વધતા જતા બળ અને તેના ભયજનક પરિણામ પ્રત્યે તેનું ધ્યાન દે. પીટ્ટ ગર્વથી કહ્યું, “આ દેશનું બંધારણ અને તેની આબાદી તે દિને કયામત સુધી સલામત છે.” બંક હસીને ઉત્તર દીધે, “હું દિને કયામતના ભયની વાત નથી કરતો.” રશિયાના સુશોભિત રાજમહેલમાં એક દિવસે જંગી મહેફીલ ગોઠવાઈ હતી. તે પ્રસંગે રાણ કેથેરાઈન તેિજ દરેક વિષય પર દેખરેખ રાખતી હતી. ભેજન વખતે એક નોકરની જરૂર જણુતાં તેણે બૂમ મારવા માંડી. પણ અનેકમાંથી એકે નેકર ત્યાં ન દેખાયો. તે પિતે નોકરેની શોધમાં ચાલી. ડીક પળમાં તેણે એક નેકરને તે ભેજનખંડમાં એકલાવી આયો, પણ સાથે તે ન આવી શકી. એક રાજવંશી મહેમાન રાણીની શોધમાં ચાલ્યા. તેણે નોકરોના ખંડમાં જઈ જોયું તે રાણી નેકરે સાથે બેસી પાનાંની રમત રમતી હતી. “આ શું ?” રાજવંશોએ સ્તબ્ધ થઈ પૂછયું. “બધાજ નોકરો રમતે ચડયા હતા,” રમતમાંથી ઊંચું પણ જોયા વિના રાણીએ ઉત્તર દીધે, “તેમની રમતમાં ભંગ પાડ મને વ્યાજબી ન લાગે; પણ એક નોકરની તે અનિવાર્ય જરૂર હતી. એટલે એને તમારા ખંડમાં એકલી હું એનો દાવ સાચવી રહી છું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ યોગીશ્વર શ્રી હેમચંદ્રાચાર્ય અને ધ્યાનનિરૂપણું લેખકઃ મોહનલાલ ભગવાનદાસ ઝવેરી બી. એ., એલ એલ. બી. સેલિસિટર [ અનુસંધાન અંક ૧૨ પૃ. ૬૧૦ થી ચાલુ ] અનિત્યતા આદિ બાર ભાવના ભાવવાથી નિર્મમત્વ ઉત્પન્ન થાય છે, અને તેથી સુખદુઃખ, લાભ -હાનિ જય-પરાજય, સિદ્ધિ-સિદ્ધિ સફળતા-નિષ્ફળતા વગેરે કંદથી મનુષ્યને કલેશ થતું નથી અને સમત્વ સિદ્ધ થાય છે અને એમ રાગ અને દ્વેષ જીતાય છે. રાગદ્વેષને જય થતાં મનની શુદ્ધિ થાય છે, તેથી ઇન્દ્રિયને જ થાય છે, અને પરિણામે કષાય છતાય છે. આ પ્રકારે પ્રત્યાહાર સિદ્ધ થાય છે. પછી છઠ્ઠા ગાંગ “ધારણાને તેઓ વર્ણવે છે ને તેને ધ્યાનના કારણરૂપ કહે છે. તે ધારણનાં યોગ્ય સ્થાન તરીકે નાભિ, હદય, નાસાગ્ર, કપાળ, ભવાં, તાળવું, નેત્ર, મુખ, કર્ણ તથા મસ્તકને તેઓશ્રી બતાવે છે. ધારણના પાર્થિવી, આગ્નેયી, મારૂતી, વારૂણી, તથા તત્રભૂ એવા પાંચ પ્રકાર તેઓ ત્યાર પછી વર્ણવે છે. પરંતુ તે ધારણાઓનું સ્વરૂપ અન્ય યોગ ગ્રન્થમાં વર્ણવ્યું છે તે કરતાં જુદુ છે. ધ્યાનને વિષય શરૂ કરતાં પહેલાં ધ્યાનને માટે યોગ્ય સ્થાન તથા ધ્યાનને પ્રવાહ ચાલુ રાખવા માટે ઉપયોગી ભાવનાઓનો ઉલ્લેખ કરીશું. તીર્થકર ભગવાનના જન્મ, દીક્ષા, જ્ઞાન, અથવા માની કલ્યાણકભૂમિઓ તીર્થરૂપ છે તે સ્થળો તથા તેને અભાવે જ્યાં પણ સ્વરથતા પ્રાપ્ય હોય ત્યાં અથવા પર્વતની ગુફા વગેરે સ્ત્રી-પશુરહિત નિર્જન સ્થાન ધ્યાન માટે યોગ્ય છે, એમ આચાર્યથી કહે છે. ઘેર સંહિતામાં યોગ્ય સ્થાન સારા દેશમાં. ધાર્મિક રાજ્યમાં. જયાં ભિક્ષા સુલભ હૈય, ને જ્યાં ઉપદ્રવ ન હોય ત્યાં કહ્યું છે, અને સાથેસાથે કહ્યું છે કે – दूरदेशे तथा ऽरण्ये राजधान्यां जनांतिके। __ योगारंभं न कुर्वीत कृतो न सिद्भिदो भवेत् ॥ प्र. ५ लो. ३ એટલે દૂરના દેશમાં, જંગલમાં, રાજધાનીમાં, જ્યાં બહુ માણસનું આવવું જવું હોય એવે સ્થળે ગારંભ ન કર; જે ત્યાં કરવામાં આવે તે સિદ્ધિ આપવાવાળો થતો નથી, કારણ કે દૂર દેશમાં વિશ્વાસ રહેતું નથી, જંગલમાં રક્ષા થઈ શકતી નથી, અને નગરમાં પ્રકાશમાં આવવાથી વિક્ષેપ થાય છે. આ ધ્યાન અમુક સમય પર્યત ચાલુ રહી શકે છે, તેથી વચ્ચે વચ્ચે તૂટતા ધ્યાનને ધ્યાનના નવા પ્રવાહ સાથે જોડવા માટે મૈત્રી, પ્રદ, કારુણ્ય તથા માધ્યસ્થ એ ચાર ભાવનાઓ ઉપયોગી છે. ધ્યાનના ધર્મ અને શુકલ એવા બે પ્રકાર છે. તેમાં ધર્મધ્યાન માટે આ ભાવનાઓ ઉપયોગી છે. સામ્ય વિના ધ્યાન થતું નથી, અને ખાન વિના સામ થતું નથી, સામ્યને લઈને ધ્યાન નિશ્ચળ થાય છે, તેથી તે બંને અ ન્યના કારણરૂપ છે. મોક્ષ સકળ કર્મના ક્ષયથી થાય છે અને તે આત્મજ્ઞાનથી થાય છે. આત્મજ્ઞાન ધ્યાનથી સાધ્ય છે માટે ધ્યાને આત્માના હિત માટે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ૮૬ સુવાસ : જેઠ ૧૯૫ ધ્યાન કરવા ઈચ્છનારે ધ્યાતા, ધ્યેય તથા ફળનું જ્ઞાન મેળવવું જોઈએ. ધ્યાતા (ધ્યાનને અધિકારી) તે જ થઈ શકે કે જે પ્રાણુનાશના પ્રસંગે પણ સંયમ ત્યજતે નથી, અન્યને પિતાના જેવાં જ ગણે છે, પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાંથી ચુત થતો નથી; ટાઢ, તડકે, પવન વગેરેથી સંતાપ પામતો નથી; ક્રોધ, લેભ, માન, માયા વગેરેથી જેનું મન દુષ્ટિતા થતું નથી; જે આત્મામાં જ લીન છે; સર્વ કર્મોમાં નિર્લેપ રહી કામગથી વિરત થયા છે; પિતાના શરીરની પણ મમતા જેણે મૂકી દીધી છે; જે વૈરાગ્યમાં નિમગ્ન છે અને સર્વ પ્રત્યે જેને સમભાવ છે; જે રાજા તેમજ રંકનું સરખી રીતે કલ્યાણ ઈચ્છે છે, અગાધ કરણું વાળો છે, સંસારસુખથી પરાડમુખ છે, મે જે અચળ છે, ચન્દ્ર જેવો આનંદકારી છે, અને પવન જે નિઃસંગ છે એ બુદ્ધિમાન ધ્યાતા પ્રશંસાને પાત્ર છે. પછી બેયને પિચ્છસ્થ, પદસ્થ, રૂપસ્થ, અને રૂપાતીત એ ચાર પ્રકાર ધ્યાનના આલંબન તરીકે આચાર્યશ્રી આમ વર્ણવે છે – पिण्डस्थं च पदस्थं च रूपस्थं रूपवर्जितम् । चतुर्धा ध्येयमाम्नातं ध्यानस्यालंबनं बुधैः ॥ प्र. ७ लो० ८ પિડ એટલે શરીર-તેમાં રહે તે પિણરથ પેય; તેના પાર્થિવી, આગ્નેયી, મારૂતી, વારૂણી, તથા તત્રભૂ એ પાંચ ધારણારૂપ પાંચ પ્રકાર આચાર્યશ્રી વર્ણવે છે. તેની વિગતમાં આપણે અત્રે નહિ ઊતરીએ. આના સતત અભ્યાસ કરનાર યોગી પર મેલી વિદ્યાઓ, મંત્ર, તથા મંડળની શક્તિઓ ચાલતી નથી; શાકિની, ક્ષુદ્ર યોગીનીએ, તથા માંસભક્ષી પિશાચ વગેરે તેનું તેજ સહન ન થવાથી ત્રાસ પામી નાશી જાય છે; અને દુષ્ટ હિંસક હાથીઓ, સિહો, શર, અને સર્પો પણ દૂરથી જ ખંભિત થઈ જાય છે. જે પવિત્ર પદરૂપ બેયના આલંબનથી ધ્યાન થાય છે તેને સિદ્ધાંતને પાર પામેલાઓ પદરથધાન કહે છે. એટલે જે ધ્યાનમાં અમુક મંત્રાક્ષર કે મંત્રીપદના જાપપૂર્વક બાન કરવામાં આવે છે તે જ પદરથ ખાન જુદા જુદા મંત્રપદના જાપથી જુદાં જુદાં ફળ થાય છે તે આચાર્યશ્રીએ વિસ્તારથી યોગશાસ્ત્રના આઠમાં પ્રકાશમાં પદસ્થ બાનનું વિવરણું કરતાં દર્શાવ્યું છે. આ પદસ્થ ધ્યાનનું વિવરણ કરતાં આચાર્યશ્રીએ વિવિધ મંત્રોનું નિરૂપણ કર્યું છે, તે પરથી જેન મંત્રવાદને આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે. એ મંત્રવાદને પ્રવાહ અત્યંત પુરાતન છે. તે તથા તેનું મૂળ જૈન આગમનાં પ્રાચીન પૂર્વ નામના ભાગમાંના વિદ્યાપ્રવાદમાં છે, તે ગશાસ્ત્રના નીચેના કે પરથી સિદ્ધ થાય છે – ज्ञानव द्भिः समाम्नातं वज्रस्वाम्यादिभिः स्फुटम् । विद्यावादात्समुध्धृत्य बीजभूतं शिवश्रियः ॥ प्र. ८ लो० ७४ कर्मदाबहुताशस्य प्रशान्तिनववारिदम् । गुरूपदेशाद्विज्ञाय सिद्धचक्र विचिन्तयेत् ॥ प्र. ८ 'लो. ७५ इति गणधरधुर्याविष्कृतान्युध्धृतानि प्रवचनजलराशेस्तत्त्वरत्नान्यमूनि । हृदयमुकुरमध्ये धीमतामुल्लसन्तु प्रचितभवशतोस्थक्लेशनि शहेतोः ॥ प्र० ८ लो० ८१ “વજીસ્વામિ વગેરે જ્ઞાનીઓએ વિદ્યાપ્રવાદમાંથી ઉદ્ધરી મેક્ષ લક્ષ્મીના બોજરૂપ, કમંદાવાગ્નિને શાન કરવામાં નવા મધ જેવું સિદ્ધચક્ર, સારી રીતે સ્પષ્ટતાથી વર્ણવ્યું છે તે ગુસ્ના ઉપદેશથી નણું ચિંતવવું.” લેક ૭૪-૭૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ગીશ્વર શ્રી હેમચંદ્રાચાર્ય અને ધ્યાનનિરૂપણ ૮૭ એમ ગણધરમુપે પ્રકટ કરેલા સિદ્ધાન્ત સમુદ્રમાંથી ઉદરેલાં આ તત્ત્વરને બુદ્ધિમાનોના હૃદયરૂપ દર્પણમાં સેકડો ભવનાં સંચિત લેશ–પાપના નાશ માટે ઉલ્લાસ પામે—” લેક ૮૧. પદસ્થ ધ્યાનનું વર્ણન કરતાં મંત્રાધિરાજ અહ, પંચ પરમેષ્ટિમંત્ર, પ્રણવ–28કાર, માયાબીજ હકાર, સરિમંત્ર પ્રથમપીઠમયે વલયુક્ત અપ્રતિચક્ર વિદ્યા, પાપનાશિની સારસ્વત વિદ્યા, સિદ્ધચક્ર વગેરે ધ્યાનયોગ્ય કમલની રચના સાથે આચાર્યશ્રીએ બતાવ્યા છે–એટલે મંત્રોને ધ્યાનપૂર્વક જા૫ વર્ણવ્યું છે. પદસ્થ ધ્યાન ચર્ચતા યોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં કેટલાક મંત્રો તથા આચાર્યશ્રીએ શ્રીભદ્રગુણાચાર્ય વિરચિત “અનુભવસિદ્ધ મંત્ર દ્વાર્વિશિકા” નામને ગ્રંથ જે “શ્રીરવ પદ્માવતી કલ્પ” નામક મુકિત ગ્રંથના ૩૦ મા પરિશિષ્ટ તરીકે પ્રકટ થયે છે તે ઉપરથી શબ્દશઃ કે છાયારૂપે લીધા છે, તે કંઈક અંશે ફૂટનોટમાં * નિર્દિષ્ટ લેકેની સરખામણ પરથી માલમ પડશે. વિશેષ ચર્ચા લેખકની ઉક્ત “શ્રીૌરવ પદ્માવતી કપની પ્રસ્તાવનામાં છે. રૂપસ્થ ધ્યેયને આશ્રયીને કરવામાં આવે તે રૂપથ ધ્યાન. સમવસરણમાં રહેલા સર્વ અતિશયોથી યુક્ત, કેવળજ્ઞાનથી દીપતા, ચતુર્મુખ, અરિહંત ભગવાનના રૂપનું આલંબન કરી જે ધ્યાન કરવામાં આવે તેને રૂપસ્થ ધ્યાન કહે છે. આ રૂપસ્થ ધ્યાનના અભ્યાસથી તેમાં તન્મય થયેલ યોગી વીતરાગ થઈ મુક્ત થાય છે; અર્થાત વીતરાગને ધ્યાનથી ધ્યાના પણ એયરૂપ વીતરાગ થાય છે અને પરિણામે મુક્તિ વરે છે. ઘેરષ્ઠ સંહિતાના નીચેના લેકમાં વર્ણવેલું ધ્યાન તે “રૂપરથી જ છે, જો કે ત્યાં તેને પૂલ ધ્યાને કહ્યું છે – “ચ તેવસ્થ થામૂષ-વાદ્ધનમ્ ___ तद्रूपं ध्यायते नित्यं स्थूलध्यानमिदं विदुः ॥" उ० ६ लो० ८ ઘેરસંહિતા'માં ધ્યાનના પૂલ, જ્યોતિ, તથા સૂક્ષ્મ એમ ત્રણ ભેદ પાડયા છે. કુલાર્ણવામાં ધ્યાનના સ્કૂલ અને સૂક્ષ્મ બે જ ભેદ પાડયા છે, છતાં ત્યાં પણ પરમેશ્વરનું તેજોમય ધ્યાન કરવાને ઉલ્લેખ છે (જુએ કુલાર્ણવઉલ્લાસ ૯મો). શ્રી. હેમચંદ્રાચાર્યે પણ નીચેના ગ્લૅકમાં ધૂલ ધ્યાનમાંથી સૂમધ્યાન કરવાનો ઉલ્લેખ કર્યો છે. સૂક્ષ્મ ધ્યાન તે જ રૂપાતીત ધ્યાન છે, જે હવે પછી વર્ણવવામાં આવશે. “अलक्ष्य लक्ष्यसंबंधात् स्थलास्सूक्ष्म विचिन्तयेत् । सालम्बाच्च निरालंबं तत्त्ववित्तत्त्वमंजसा ॥" प्र० १. लो० ५ “લક્ષ્યના સંબંધથી અલક્ષ્યનું, સ્કૂલમાંથી સૂક્ષ્મનું, સાલંબન પરથી નિરાલંબન તત્વનું તવે જાણનાર ધ્યાન કરે, ” નિરાકારનું ધ્યાન તે રૂપાતીત ધ્યાન, અમૂર્ત-નિરાકાર, ચિદાનંદરૂપ, નિરંજન સિદ્ધ * અનુભવસિદ્ધમત્રદ્ધાત્રિશિકા પ્રથમ અધિકાર પૈગશાસ્ત્ર અષ્ટમ પ્રકાશ . ૬ શબ્દશ: = લે. ૩૧ લો. ૮ તથા ૧૫ છાયા તથા શબ્દશઃ = લો. ૭૪-૭૫ (ઉપર આપ્યા છે.) , ૯ થી ૧૪ શબ્દશ: = . ૬૦ થી ૬૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ૮૮- સુવાસ જેઠ : ૧લ્પ પરમાત્માનું ધ્યાન તે રૂપાતીત ધ્યાન છે. આવાં ધ્યાનમાં મગ્ન થયેલા મુનિનું મન સમગ્ર જગતને સાક્ષાત્કાર કરે છે ને આત્મશુદ્ધિ પ્રાપ્ત કરે છે. અને છેવટે ધ્યાતા અને ધ્યાનના અભાવે એમની સાથે એકાકાર થઈ જાય છે. આમ ધ્યાનના ચાર પ્રકાર વણવી, જેન શાસ્ત્રમાં પ્રસિદ્ધ ધર્મધ્યાન તથા શુકલ ધ્યાન એમ ધ્યાનના બે ભેદ પાડી, ધર્મધ્યાનના આજ્ઞાવિય, અપાયરિચય, વિપાકવિચય તથા સંસ્થાનવિચય એવા ચાર પ્રકાર વર્ણવી શુકલધ્યાનના પણ ચાર પ્રકારે વર્ણવે છે, કારણકે મોક્ષપ્રાપ્તિનું સાક્ષાત કારણું તે શુકલધ્યાન જ છે. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શ્રી હેમચંદ્રાચાર્યે ધ્યાનના જે ચાર પ્રકાર પિંડસ્થ, પદરથ, રૂપસ્થ અને રૂપાતીત વર્ણવ્યા છે તે તેમની પૂર્વના કેઈ પણ જૈનગ્રંથમાં વર્ણવેલા છે કે નહિ. નિઃશંકપણે તેમની પૂર્વને કહી શકાય એવા કોઈપણ જૈનગ્રંથમાં તેવો ઉલ્લેખ લેખકને ઉપલબ્ધ થયો નથી. જ્ઞાનાર્ણવ ગ્રંથમાં તે ઉલેખ છે, પરંતુ તે ગ્રંથ ગશાસ્ત્ર પહેલાં રચાયો હોય એવું નિશ્ચયાત્મક પ્રમાણ નથી મળતું. એટલું જ નહિ પણ તે ગ્રંથ યોગશાસ્ત્ર પછીને છે એમ લેખકને મત છે, જે “શ્રી ભૈરવ પદ્માવતી કલ્પ'ની તૈયાર થતી પ્રસ્તાવનામાં વિસ્તૃત ચર્ચાપૂર્વક દર્શાવ્યો છે. શ્રીજિનદત્તસૂરિકૃત ‘વિવેક વિલાસ'માં ધ્યાનના આ જ પ્રમાણે ચાર પ્રકાર વર્ણવ્યા છે. પણ એ વાગડગ૭ના શ્રીજિનદત્તસૂરિ યોગશાસ્ત્રકાર શ્રી હેમચંદ્રસૂરિ પછી આશરે ૩૬ વર્ષ બાદ થયો છે. વસ્તુપાલ મંત્રીને શત્રુ જ્યની યાત્રાએ ગયેલ સંધમાંના આચાર્યોમાં તેમનું પણ નામ માલમ પડે છે તેથી સંવત્ ૧૨૭૭માં પણ તેમનું અસ્તિત્વ હતું એમ સાબિત થાય છે. તેમણે યોગશાસ્ત્રમાં વર્ણવેલા ધ્યાનના નવીન ચાર પ્રકાર અનુસાર જ ઉક્ત વર્ણન કર્યું હોય એમ લાગે છે. તે વર્ણન સંક્ષિપ્ત હોવાથી અત્રે આપીએ છીએ – विवेकविलास उल्लास ११"रूपस्थं च पदस्थं च पिण्डस्थं रूपवर्जितम् । ध्यानं चतुर्विधं प्रोक्तं संसारार्णवतारकम् ॥" ३६ “ રૂપસ્થ, પદસ્થ, પિડસ્થ અને રૂપાતીત એવા ચાર પ્રકારનું ધ્યાન સંસાર સમુદ્રમાંથી પાર ઉતારનારું છે. ” “પથતિ પ્રથમ જ તૌતિ દયે તતઃ તમયઃ ઃ ચાત્તતઃ જણાતીતઃ કમાત્ ૨૦ “બાતા પ્રથમ એયનું રૂપ જુએ, પછી પદવડે એયની સ્તુતિ કરે, પછી સ્વશરીરમાં તન્મય (એયરૂપ) થાય અને પછી ક્રમે રૂપાતીત થાય.” " यथावस्थितमालम्ब्य रूपं त्रिजगदीशितुः । क्रियते यन्मुदा ध्यानं तद्रूपस्थं निगद्यते ॥" ३८ “ત્રિલોકના નાથનું જેવું છે તેવાં જ રૂપનું આલંબન લઈ પ્રમોદપૂર્વક ધ્યાન કરવું તે રૂપસ્થ ધ્યાન કહેવાય.” "विद्यायां यदि वा मन्त्रे गुरुदेवस्तुतावपि । पदस्थ कथ्यते ध्यानं पवित्रान्यस्तुतावपि ॥" ३९ વિદ્યા કે મંત્રનું, ગુરુદેવની સ્તુતિનું, તથા અન્ય પવિત્ર સ્તુતિનું ધ્યાન તે પદસ્થ ધ્યાન કહેવાય.” "यत्किचन शरीरस्थं ध्यायते देवतादिकम् । तन्मयीभावशुद्धं तत् पिण्डस्थं ध्यानमुच्यते ॥” ४२ શરીરમાં કોઈપણ દેવતાદિકનું તન્મયતાથી શુદ્ધ જે ધ્યાન કેપિઠસ્થ ધ્યાન કહેવાય.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ .. निर्लेपस्य निरूपस्य सिद्धस्य परमात्मनः । ,, चिदानन्दमयस्य स्याध्ध्यानं रूपविवर्जितम् ॥ બુ૪ * ચૈાગીશ્વર શ્રી હેમચંદ્રાચાય અને ધ્યાનનિરૂપણ - ૮ “ નિર્લેપ, નિરાકાર, ચિદાનન્દમય સિદ્ધ પરમાત્માનું ધ્યાન તે રૂપાતીત કહેવાય. ’ લગભગ આવીજ ધ્યાન-વિજ્ઞાનની પરિભાષા એ જૈનેતર ગ્રંથામાં લેખકના જોવામાં આવી છે. તેમાંના એક ગ્રન્થ શિવસંહિતા છે; અને ખીજે કાશ્મીરક ત્રિકમતનું માલિની વિજયાત્તરતંત્ર છે.૨ ખન્ને ગ્રન્થાના સંબંધ ધરાવતા ઉતારા ફ્રૂટનેટમાં આપ્યા છે. ‘માલિની વિજયેાત્તર તંત્ર’ જૂનું છે પણ તે ચેસ કયારે રચાયું તેને નિશ્ચય થઈ શકયા નથી; પણ એમ માનવાને પ્રબળ કારણ મળે છે કે ધ્યાનના આવા પ્રકાર પાડી શ્રી હેમચંદ્રાચાર્યે કરેલું વર્ણન, આચાર્યશ્રીનું મંત્રમંત્ર પ્રત્યેનું વલણ શ્વેતાં, ઘણું કરીને તાંત્રિક ગ્રન્થાને આભારી છે. જ્યારે તેમની પૂર્વેના કાઈ પણ જૈન આચાર્યે ધ્યાનના વિષયમાં * સરખાવે! શ્રી હેમચન્દ્રાચાર્યની યાગરાસ્ત્રમાંની કૃપાતીતની વ્યાખ્યા:—— अमूर्तस्य चिदानन्दरूपस्य परमात्मनः । निरञ्जनस्य सिद्धस्य ध्यानं स्याद्रूपवर्जितम् ॥ प्र० १० लोक० १ તયા શ્રી શુભચન્દ્રાચાર્યની જ્ઞાનાવમાંની રૂપાલીતની વ્યાખ્યા चिदानन्दमयं शुद्धममूर्त परमाक्षरम् । स्मरेयश्रात्मनात्मानं तद्रूपातीत मिष्यते ॥ प्र० ४० श्लोक १६ ઉપરના લેાકેામાંનાં નીચેનાં પટ્ટા ખાસ સરખાવે: વિવેકવિલાસ યોગશાસ્ત્ર જ્ઞાનાવ परमात्मनः परमात्मनः सिद्धस्य सिद्धस्य निर्लेपस्य निरञ्जनस्य = ઇં = ધ્યાનમ્ = ध्यानम् स्मरेत्रस्मनात्मानम् ઉપર નિર્દિષ્ટ “ અનુભવસિમ'દ્વાત્રિંશિઢા ' માંના લેાકાની ચાગશાસ્ત્રમાંના ક્ષેાક સાથેની સરખામણી પરથી તેમજ આ સરખામણી પરથી સુજ્ઞ વાંચકને ખ્યાલ આવશે કે યોગશાસ્ત્રકાર સામે “ અનુભવસિદ્ધમ ́ાત્રિંશિકા ” હતી અને વિવેકવિલારકાર તથા જ્ઞાનાવકાર સામે યાગશાસ્ત્ર હતું. એક છાયા લીધી છે પણ તે ઢાંકવા પ્રયાસ કર્યા નથી ત્યારે જ્ઞાનાવકારે છાયા લીધી છે પણ તે ઢાંકવા પ્રયાસ કર્યો છે. ૧. શિવસંહિતા, વ. ૫ ોજ ૧૨:-- = परमाक्षरम् = ગુન पिण्डस्थं रूपसंस्थं ( पदसंस्थं ? ) च रूपस्थं रूपवर्जितम् । तन्मतावस्था हृदयं च प्रशाम्यति ॥ - વસંÄ 'ને બદલે શુદ્ધ પાઠમાં ખીને જ શબ્દ હોવા જોઇએ કારણ કે તુરત પછી ' વË ' આવે છે; મનવાતંગ છે કે તે ‘પથ્થ’ હેય. ૨ માસિનીવિજ્ઞયોત્તરતંત્ર, વિશોધિાર:, પૃ. ૧૩૭---- अथ पिण्डादिभेदेन शाक्तं विज्ञानमुच्यते । योगिनां योगसिद्ध संक्षेपान्न तु विस्तरात् ॥१॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ૯૦ સુવાસ : જેઠ ૧૯૯૫ મન્નાદિને, પદસ્થ ધ્યાન તરીકે ધ્યાન એક મુખ્ય વિભાગ પાડી, એટલું મહત્વ આપ્યું હોય એમ માલમ પડતું નથી, ત્યારે આપણને એવું અનુમાન દરવાને પ્રબળ કારણ મળે છે કે આચાર્યશ્રી ઉપર મન્નાદિના પ્રભાવની ઊંડી અસર થયેલી અને તેમણે મન્નયોગને તેથીજ અપનાવ્યું. એ સેંધવા જેવું છે કે શિવસંહિતામાં યોગના મંત્રોગ, હઠયોગ, લયયોગ અને રાગ એવા ચાર પ્રકાર વર્ણવી મંત્રને આવું જ મહત્વ આપ્યું છે. ગોરક્ષ પદ્ધતિ આદિ બીજા પણ ગગ્રન્થમાં પ્રણવ-૩ૐકારના જાપ પર ભાર મૂકાય છે. આચાર્યશ્રીએ આ બધાને સંગ્રહ કરી જૈનેના પ્રાચીન મંત્રવાદ સાથે સુંદર સમન્વય કર્યો છે. આ સમન્વય જે જૈન શાસ્ત્રોને મંત્રગ અસંમત હોત તે શક્ય ન જ થાત. વસ્તુતઃ જૈન શાસ્ત્રોમાં મૂળથી જ કંઈક મર્યાદાપૂર્વક મન્નુવાદ સ્વીત છે તે લેખકની શ્રી ભૈરવ પદ્માવતી કલ્પની થોડા સમયમાં પ્રસિદ્ધ થનાર ઈગ્રેજી પ્રસ્તાવનામાં બતાવ્યું છે. આચાર્યશ્રી છેલ્લું ગાંગ સમાધિ તથા મોક્ષ વર્ણવી છેવટે પોતાના જ અનુભવથી મેળવેલું જ્ઞાન વર્ણવે છે. તેમાં મનની–વિક્ષિસ, યાતાયાત, સ્પિષ્ટ તથા સુલીન એવી ચાર અવસ્થાઓ વર્ણવી ઉન્મનીભાવ તથા લયયોગ પર ચોગસિદ્ધિ માટે ભાર મૂકે છે. पिण्डं शरीरमित्युक्तं तद्वच्छक्ति-शिवारमनोः । ब्रह्मानन्दो बलं तेजो वीर्यमोजन्ध कीर्त्यते ॥२॥ तेनाविर्भाव्यमानं तत्पूर्वावस्था परित्यजत् । याः संवित्तीरवाप्नोति ता अधस्तात् प्रकीर्तिताः ॥४॥ तदेव पदमिच्छन्ती सर्वार्थावगतिर्यतः । । तस्मात्संजायते नित्यं नित्यमेव शिवात्मनोः ॥५॥ तदेवरूपमित्युक्तमात्मनश्च विनश्वरम् । रूपातीतं तदेवाहुर्यतोऽक्षाविषयं परम् ॥६॥ હવે પિકડ આદિ ભેદથી શાક્તવિજ્ઞાન, યોગીની યોગસિદ્ધિ અર્થ, વિસ્તારથી નહિ પણ, સંક્ષેપથી કહેવામાં આવે છે. ૧. પિડ એટલે શરીર, તેની જેમ શિવશક્તિને બ્રહ્માન, બલ, તેજ, વીર્ય તથા ઓજસ કહેવાય છે. ૨. તેની પૂર્વાવસ્થા છોડતાં તેનાથી આવિર્ભાવ પામતાં જે જે સંવેદને મેળવે છે તે નીચે વર્ણવ્યાં છે. ૪ સર્વ પદાર્થનું જ્ઞાન જેથી તે જ પદ ઈચ્છે છેતેથી શિવાત્માનું નિત્ય-સાયિત્વ નિત્ય ઉદ્ભવે છે.” ૫. આત્માનું તેજ નશ્વર રૂપ છે અને તે જ રૂપાતીત છે, કારણ કે પરમ (તત્વ) ઇદ્રિયથી અગોચર છે.” ૬. * मन्त्रयोगो हठश्चैव लययोगस्तृतीयकः । चतुर्थी राजयोगः स्यात्स द्विधाभाववर्जितः ॥ शिवसं हेता, पटल ५ श्लोक० १४ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ રવિ--રસાયણું તલાલ બાવીસી હવાફેર નિમિત્તે અમે થોડા દિવસ ચાલે છે એક માસ્તર સાહેબ સાથે અમારો પરિચય થયેલ. સાહિત્ય અને સાહિત્ય પ્રતિ તેમને અતિ પ્રેમ હતું. આવતા વેંત તેઓની પ્રથમ ચર્ચા સાહિત્ય અને સાહિત્યકારો વિશેની જ હોય. જાણે એ જ એમને ધ હોય. તેઓ હંમેશાં વક્તા હોય અને અમે શ્રોતા. તેઓની વાગ્ધારા શરૂ થતાં તે કયારે અટકશે તે કહી શકાય તેમ નહોતું. બીજા કેઈને ભાગે બેસવાનું આવતું જ નહીં ! મારસાહેબને સાહિત્ય વિષે કેટલું જ્ઞાન હતું તે તો ખબર નથી. પરંતુ સાહિત્યકારો વિશે તેઓ અવશ્ય થોડું ઘણું જ્ઞાન ધરાવતા. કદાચ તેમના મત પ્રમાણે તે તેઓની રગેરગના જાણકાર હતા એટલું જ નહીં પરંતુ તેમના નક્ષત્ર સુદ્ધાં જાણતા. સાધારણ જનતામાં મહાપુ, સાક્ષરો, કવિઓના આંતરજીવનને-જીવનરહસ્યને જાણવાનું કંઈક કૌતૂહલ હોય છે. સ્વભાવતઃ તેઓને તેમના જીવન વિષે કંઈ જાણવાનું દિલ રહ્યા કરે છે. એટલે માસ્તરસાહાને શ્રોતાઓની કયારેય ખોટ જણાતી નહીં. એક દિવસ વાતચીત થતાં કવિવર રવીન્દ્રનાથ વિષે વાત નીકળી. માસ્તર સાહેબે કહ્યું, “હું તો ઘણું દિવસ કવિ સાથે શાંતિનિકેતનમાં રહ્યો છું !” કવિના જીવન વિષે કંઈક નવું જાણવાને અમે બધાએ, આતુરતાપૂર્વક, તેમને આગ્રહ કર્યો, ને માસ્તરસાહેબે વાગ્ધારા છેડી: “ઉત્તરાયન' નામના આરસપહાણના એક રાજપ્રાસાદમાં કવિ રહે છે. તેમના શયનખંડ ઉપર બિલોરી કાચનો એક વિશાળ ઘુંમટ છે. રાત્રે સ્વ રેશમી ચાદર, બિછાવેલી મખમલની શય્યા ઉપર સુતા સુતા કવિ એ ઘુમ્મટમાંથી ચંદ્ર-તારકજડિત આકાશની શોભા નિહાળે છે. ચંદ્રનાં અજવાળાં આવી તેમના શયનખંડને સૌમ્ય, ઉજજવળ અને શીતળ બનાવી જાય છે. પુષ્પ, ધૂપ, વગેરે સુગંધીથી મઘમધતા તે શયનખંડમાં ચંદ્રમાંના પ્રકાશમાં રાત્રે તેઓ સંગીત અને કવિતા રચે છે. અને સવારે વાર્તા, નિબંધ અને નવલકથા લખે છે. ઉષઃકાલ થતાં જ સુંદર બાલિકાઓનું એક ટોળું આવી મધુર સ્વરે ગીતાંજલિનું ગીત ગાઈ કવિને નિદ્રામાંથી જગાડે છે. કવિ ઊઠતા સીધાજ સ્નાનગૃહમાં ચાલ્યા જાય છે. સ્નાનગૃહની વિશાળ દીવાલો તરફ અરીસાથી મઢેલી છે. આરસપહાણુની ચાકી વચ્ચે ત્રણ જબરજસ્ત “બાથટબ” મૂકવામાં આવેલ છે. એકમાં ગરમ પાણી, એકમાં બરફનું ઠંડુ પાણું અને એકમાં સુગંધી ગુલાબજળ ભર્યું રહે છે. સ્નાન કરી આવ્યા પછી કવિ નાસ્તો કરવા બેસે છે. ચા, પાઉટી, કેફી, ઈડાનો રસ, ભીમનાગના સંદેશ, ઓસ્ટ્રેલિયન સફરજન, ઈટાલીના જડદાલુ, બદામનું શરબત, ગાયનું અરધે શેર દૂધ અને તે સાથે ચેડા “પામ' બિસ્કીટ આ તેમને સવારનો નાસ્ત છે. આ દરમ્યાન, માલતીકુંજમાં આવી બબરચી ચાંદીથી મઢેલ હેકામાં સુગંધી તમાકુ ભરી જાય છે. જરીભરેલ હોકાની નળી પચાસ હાથ લાંબી છે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ૯૨ - સુવાસ : જેઠ ૧૫ કુંજમાં આવી છે કે ગડગડાવતા કવિ ટપાલથેલી ખેલે છે; આવશ્યક પત્ર લખે છે. અને એ પત્રોની સંખ્યા ?-કેડીબંધ હોય છે. તેમને ખાનગીમંત્રી પાસે જ હોય છે. ઘણું ખરા પત્રોને જવાબ તે જ લખે છે, માત્ર કૌટુંબિક અને સ્ત્રીઓના પત્રોના જવાબો કવિ ' પોતે જ લખે છે. જગત ઉપર એકેય એ દેશ નથી, જ્યાંથી કવિ ઉપર પત્રે ન આવતા હેય ! તેમને સેક્રેટરીને તે ખૂબ મજા ! દેશદેશની ટિકિટો તેને મફત મળે. તેનું ટિકિટનું આ બમ પણ એક જેવા જેવી ચીજ છે ! કાગળપત્રોનું કામ પતાવ્યા પછી કવિ નિબંધ કે વાર્તા લખવા બેસે છે. ચંદનના લાકડાના સુગંધી મેજ ઉપર, મેરેક્ટોના કીમતી પૂઠાથી બાંધેલી, જુદા જુદા પ્રકારની ત્રણ ચેપડીઓ પડેલી હોય છે. કવિ પિતાની ઈચ્છા પ્રમાણે તેમાંથી એકાદ ચેપડી લે છે. કયારેક એકસાથે તેઓ ત્રણચાર જાતની રચના પણ કરી નાખે છે. બપોરે તેઓ બરબર બાર વાગ્યે ભેજન માટે ઊઠે છે. તેમની પુત્રવધૂ પ્રતિમાદેવી પિોતે જ કવિનું બપોરનું ભોજન તૈયાર કરે છે. પ્રત્યેક વેળા તેઓ બાદશાહી ભજન લે છે. તે રાત્રે અંગ્રેજી ઢબનું ખાણું લે છે. તે તેમના પિતાના રસોડામાંથી જ તૈયાર થઈને આવે છે. બપોરે ભોજન લીધા પછી કવિ છેડે થોડે વખત આરામ કરે છે. અને એ સમયે જ કવિ વાચન પણ કરે છે. મોટા મોટા ગ્રંથે તેઓ એકાદ કલાકમાં જ પૂરા કરી નાંખે છે. આપણે પુસ્તક ઉઘાડી એકાદ લાઈન વાંચીએ ત્યાં કવિ આખું પાનું પૂરું કરી નાંખે છે. તેમની આવી ઝડપથી નવાઈ પામી મેં એક વખત પૂછ્યું, ‘ગુરુદેવ! આવું દળદાર પુસ્તક તમે આટલા જ વખતમાં કેવી રીતે વાંચી લીધું? માત્ર એકવાર આંખ ફેરવી ગયા છે તેમ જ લાગે છે !” કવિએ હસતાં હસતાં જવાબ દીધે, “ના, તો પૂરેપૂરું વાંચી ગયો છું. પરીક્ષા કરવી હોય તે કરી જુઓ.’ મને કુતૂહલ થયું. ચોપડી હાથમાં લઈ તેના બસોસતાણુંમે પાને શું છે, તે મેં કવિને પૂછ્યું. તમને સાંભળીને આશ્ચર્ય થશે કદાચ માનવામાં એ નહીં આવે પણ કવિ તે પાનાને પહેલેથી છેલ્લે અક્ષર ગડગડાટ બોલી ગયા ! તેઓની સ્મરણશક્તિ અદભુત છે ! કયારેક કયારેક બેરે તેઓ ચિત્રો પણ દેરે છે! બપોર પછી તેઓ તેમના નેહીજનો સાથે ચાપાણી પીએ છે. સાથે શેડાં પાકાં મીઠાં ફળો અને કેફી પણ લ્ય છે. આ સાથે તેઓ ઓલટીન, કેકે, કે સેરાજનનું પણ સેવન કરે છે, આલફેન્ઝો કેરી તે તેઓ માટે બારે મહિના ખાસ પેક થઈને આવે છે. સાંજે તેઓ કલાભવનમાં આવી નૃત્યગીતને પ્રોગ્રામ શરૂ કરે છે. પિતાનાં પુત્રપુત્રીને તેઓ પોતે જ નૃત્યગીત શીખવે છે. રાત્રે સાડાઆઠ વાગ્યે ભોજનને સમય થતાં, તે માટે ચાલ્યા જાય છે. કવિનું એકેએક કામ ઘડિયાળના કાંટા પેઠે ચાલે છે. તેમાં જરાયે ફેરફાર થતું નથી. ભોજન સાથે તેઓ હંમેશાં શેરી કે સેપેઈન ધે છે; અને ખ્રિસ્તીઓની પેઠે, ભજન પહેલાં તેઓ મેજ ઉપર બેસી પ્રાર્થના પણ કરે છે. સુવા જતાં પહેલાં થોડીવાર તેઓ કાંઈક ગાય છે! અમે માસ્તરસાહેબનું આ સંભાષણ નવાઈ સાથે સાંભળ્યું. વચમાં વચમાં મારી પત્ની એક-બે વખત વિરોધ કરવા તૈયાર થયેલ પરંતુ તેમ કરતી મેં તેને વારી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ મળ્યપરિચય - Dી છે. અવન્તીનાથ–લેખક: શ્રી. ચુનીલાલ વર્ધમાન શાહ. પ્રકાશક: ઇન્દ્રવદન બળવંતરાય ઠાકર; 'પ્રજાબંધુ” પ્રેસ, રેવડી બજાર, અમદાવાદ. કિંમત રૂ. ૨. “ પ્રજાબંધુ'ના ગ્રાહકને ૧૯૭૯ની ભેટ” તરીકે આ પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું છે. એના નામાંકિત લેખક શ્રી. ચુનીભાઈ શાહ ઐતિહાસિક નવલકથાઓ તે વર્ષોથી લખે છે પણ છેલ્લાં ત્રણેક વર્ષથી તેમની તે નવલેમાં સંસ્કારિતા, સુરેખ પાત્રવિધાન અને વસ્તુ ગૂંથણની કલામયતાને જે સુમેળ જળવાઈ રહે છે તે લેખકને ગુજરાતના અગ્રગણ્ય વાર્તા. કારમાં સહેજે ઉચ્ચસ્થાન અપાવે એવો છે. ‘કર્મયોગી રાજેશ્વર” અને “રાજહત્યા” એ બંને નવલકથાઓએ એમને ગુજરાતના વિજયી વાર્તાકાર તરીકે ઓળખાવ્યા. “અવન્તીનાથ એમને પ્રથમ પંક્તિના ત્રણચારની હરોળમાં લાવી મૂકે છે. અવન્તીપતિ ભેજ : સરસ્વતીને અને સરસ્વતી સેવકને તે પ્રિયતમ બને છે, પણ એનાજ પરિણામમાં તે રાજકારણમાં પૂરું લક્ષ નથી આપી શકત; તેને કીર્તિલાલસાને ચેપ વળગે છે. એ લાલસામાં તે મહાકવિ–પંડિત ધનપાળને ગંભીર અન્યાય કરી બેસે છે, પણ એ અન્યાયને પશ્ચાતાપ તેની લાલસાને જ ખે છે. તેને ભાટ-કવિઓ પ્રત્યે ઘણું ઉપજે છે. તે અરસામાં તે વિજયા નામની એક રસાયણપુત્રીના ચમત્કારિક બુદ્ધિવૈભવથી અંજાય છે; અને નીલપટેશ્વર નામના એક ભૌતિકવાદી યોગીના તકવાદમાં અટવાઈ તે જડવાદના પથે પળે છે. પણ પછી ધન પાળ અને તેના શિષ્ય કાલિદાસનાં સુવચનોથી તેની બુદ્ધિ ખૂલે છે. તે પુનઃ સંસ્કારવાદ-નિર્મળ વિકાસવાદ અપનાવે છે. દરમિયાનમાં ધનપાળપુત્રી તિલકા અને રાજપુત્રી અરૂતિના કાલિદાસ સાથેના પ્રેમપ્રસંગો, તિલકાએ અરુન્ધતીની તરફેણમાં આપેલું પિતાના સ્નેહનું બળિદાન; ભેજ અને વિજયાનું લગ્ન; પ્રાસંગિક અને માર્મિક કથાનકે; રાજકીય પ્ર;િ ગુજરાતની જીત; તૈલંગ, ચેદી અને ગુજરાતને માળવા પર દ્વેષ અને અંતમાં એ ત્રણેએ એકત્ર થઈ ભેજના મૃત્યુપ્રસંગે માળવાની જડસંપત્તિ પર મેળવેલે વિજ્ય; ડામર મહેતાની ચાતુરી-વગેરે વિષય અને વસ્તુની પાછળ આખીયે કથા જુદાં જુદાં રમણીય દશ્ય વેરતી ગૂંથાય છે. આ નવલકથામાં-વિજયાનું બેફામ છતાં મર્યાદિત, તેજસ્વી છતાં મૃદુ, રંગીલું-સૂરીલું માધુર્યઝરતું સ્ત્રીત્વ; ધનપાળનું કરુણ છતાં ભવ્ય જીવન; તિલકાનું વિશદ-દિવ્ય-સહિષ્ણુતા ત્યારપછી કવિ પાસે જઈ મેં તેમને જણાવ્યું કે, “તમારા વિષે તમારા પ્રત્યક્ષ પરિચયમાં આવેલાઓ આવી વાત ફેલાવે તેનો પ્રતિકાર કઈ રીતે કરે ?” તેઓ તેમના સ્વભાવ પ્રમાણે હસીને બોલ્યા “તેમાં ખરાબ પણ શું છે? આવી સાહેબી કેટલાકના ભાગ્યમાં હોય છે? મારા વિષેની આથીયે કેટલીક વિચિત્ર વાત મેં પણ સાંભળી છે.તમે એ બધીને સંગ્રહ કરી શકે તે એક સુંદર પુસ્તક તૈયાર થઈ જાય. અને તે પુસ્તકનું નામ આપવું–‘રવિ રસાયણ.” [ શ્રીમતી રાધારાણદેવી તથા શ્રી. નરેન્દ્રદેવના બંગાળી લેખ ઉપથી] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ૯૪ - સુવાસ : જેઠ ૧૯હ્યું ભર્યું વ્યક્તિત્વ; અણઘડ છતાં વીર ફુલચંદ, ડાહ્યા ડામર મહેતા; પ્રચંડ પ્રભાવશાળી ભીમ વગેરે પાત્રો અને પાત્રવિકાસ; “ધનપાળ પાસે ભેજની યાચના” જેવા અનેક પ્રસંગો; અને “ સારસ્વતસદન” જેવાં સંસ્કૃતિભવનોની યવનોએ કરેલી દુર્દશા જેવાં નિવેદને જેમ સુઘટિત આકર્ષક, અને ચિંતન, અવલોકન ને વિશદ કલાદષ્ટિનું પરિણામ છે તેમ તેમ-જે કે ન જેવી છતાં–કેટલીક સર્વસ્વાભાવિક ઉણપ પણ રહી જવા પામી છે. ગાંગલિ અને ફુલચંદનું લગ્ન એતિહાસિક હોવાને સંભવ નથી એમ એ સુચિભર્યું પણ નથી લાગતું. ભેજને સેનાપતિ ગાંગાના સૈનિકેની સેનાપતિના વચન પાછળ સર્વસ્વ ત્યાગની ભાવનામાં દેષ જુએ છે એ જ લશ્કરી દૃષ્ટિએ મેટો દેષ છે. નવલકથાના મુખ્ય પાત્ર ભેજનું વ્યક્તિત્વ જોઈએ એવું વિકસતું નથી. ગુજરાત, ઉત્તરહિંદ અને તૈલંગન વિજેતા, સિંધમાંથી યવનોને મારી હઠાવનાર વીર; રજસ અને સન્ત તને સુગ સાધતી અપ્રતિમ સરસ્વતી પ્રતિમાઓ અને અનેક ભવ્ય સ્થાપત્યમંદિરોને પ્રેરક; મહાકવિ માઘને મિત્ર; સરસ્વતીકંઠાભરણને સર્જક અને વિક્રમાવતારનું બિરુદ પામતો મહાન ભેજ “અવન્તીનાથના ભેજથી કંઈક છેટે રહી જાય છે. ભોજના સમયમાં જે સ્થાન પંડિત ધનપાળનું કે ત્રીજા કાલિદાસનું છે એ કરતાં પણ વિશેષ માંચક સ્થાન તે મહાકવિ માઘનું છે. એ અને એવા બીજા પણ રસનિઝર વિષયો આ નવલકથાને વધારે સમૃદ્ધ બનાવી રાત. છતાં એકંદરે તે આ નવલકથા ગુજરાતી વાર્તાસાહિત્યમાં આવકારપાત્ર ઉમેરે કરે છે. અને ઈતિહાસ, કલાવિધાન નીતિ, સંસ્કારિતા અને સુવાચતા એ પાંચેનો સંગ જેમાં જળવાઈ રહેતો હોય એવી વાર્તાઓ ગુજરાતમાં જ્યારે ભાગ્યે જ લખાય છે ત્યારે તે આની અનેકવિધ ઉગિતા વિષે પ્રશ્ન જ નથી રહેતો. સાયગીત'ના કાવ્યપ્રવાહ-(ગયા અંકના પૃ. ૪૭થી ચાલુ) “ચાલી જતી સંધ્યાને' માં પણ બીજેને જખમી સાથે સરખાવતાં કવિની મૌલિક કપનાનું દર્શન થાય છે. અહીં કવિને મન સંધ્યા એટલે પિતાનું જીવન સર્વસ્વ હોય એમ લાગે છે; અને કવિ સંધ્યાને વિનવે છે કે-- ભલે ના જે પાછું, તુજ પથતણું રંગભરતી નિહાળી લેવા કે વધુ ખિલવવા આ રસધારાભલે ના જે પાછું વધુ વિરમવા આ સ્થળ જરાછતાં મેં જે ઝીલી વૃતિ તુજ નરી અંગઝરતી અને ગાયાં ગીત તુજ કિરણશાં ભાતવરણ ન શું છે કે તારે ઉર જગવશે સ્નેહસ્મરણ ? હવે સંગ્રહમાંથી પ્રભુભક્તિનાં કાવ્ય તપાસીએ. અહીં કુલ ૧૦ કાવ્યો આ વિભાગમાં આવે છે. કવિને ભક્તિભાવ કૃત્રિમ કે બજારૂ ભક્તિભાવ-માત્ર શબ્દની મોહિનીથી ભરેલે નથી. એમાં તો પ્રભુને કાવ્યપુષ્પથી પૂજ, રામજીનું રુદન પારખતે, પ્રભુને નિમંત્ર, અખંડ મંદિરને ઉપાસક, પ્રભુના મિલન માટે ઢેડ બનવા તૈયાર થનાર, પ્રભુને પિતાના અંતરનું બીન બનાવનાર, જગતના નાવિકમાં શ્રદ્ધા રાખનાર–એવો ભક્ત આત્મા ભવસાગરના ખલાસીને મહેમાન બનવા તલસી રહ્યો છે, અને પોકારી ઊઠે છે અ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થપરિચય “૯૫ સઢ સહુ ફાટયા-સુકાન તૂટયું-જહાજ ફૂટયું- જીવન ખૂટયું: કરી દે તુજ મહેમાન રે ! એ મારા કપ્તાન !એ ભવાટવીમાં ભટકતે પથિક તે પ્રભુના સાદની જ રાહ જુએ છે-- સાદ કરીને મોહેલે એ જ દિશામાં પ્રેઉં દિદાર; અન્તરદીપની એકલ તે હે વહાલા ! આવું નિરધાર! આપણી અર્વાચીન કવિતામાંથી હળવા વિષયને લગતાં કાવ્યોને જ એક જુદે સંગ્રહ બહાર પાડવામાં આવે તે ચૂંટણીનું ધોરણ બહુજ કડક રાખવું પડે એટલી સંખ્યા તેની છે; છતાં એ પ્રકારનાં કાવ્યોમાં કચાશ અને કાવ્યત્વની ઉણપ ખાસ તરી આવે છે. સાંધ્યગીત’માં રેસ્ટોરાંમાં કવિતા કવિનું ધર” અને “કાઢી નાખેલા જેડાને' એ ત્રણે કાવ્યો પ્રથમ પંક્તિમાં બેસે એવાં છે. રેસ્ટોરાંમાં પિતાના ગુરુજીની સાથે કવિ ચા, બિકીટ વગેરે લે છે અને પછી બહાર નીકળતાં ગુરુજી તેના પૈસા ચૂકવે છે તે વખતે કવિનું ચિંતન એકાએક સુભગ વાણીમાં વહી રહે છેઃ વિશ્વની હોટલે આવી, ખાતાં પીતાં વિલાસતાં પડશે દામ તે દેવાં હૈયાનાં દેહનાં ઘણાં, ને આમાં આપણી જેમ જશે ચાલી પછી પથે.” કવિનું ઘર” એ કાવ્યમાં ઉત્તમ પ્રકારને હાસ્યરસ પીરસવામાં આવ્યો છે. અત્યંત ગરીબ હાલતમાં કુટુંબનાં ૯ માણસોને બોજો વહન કરતા કવિ એક પુરાણું-જીર્ણ થયેલા ભાડુતી મકાનમાં રાત્રે ઉંદરડાને ત્રાસ કે સહન કરે છે તેનું રમૂજભર્યું ચિત્ર અહીં કલકની લાક્ષણિક ઢબે મર્મ રજુ કરવાની શક્તિને પરિચય કરાવે છે. કવિ પત્ની જ્યારે ઉંદરના ત્રાસથી કંટાળી એવું મકાન ભાડે રાખવા બદલ કવિને ઠપકો આપે છે ત્યારે કવિ કહે છે ચાલ સખી ! તેમાં શું બગડવું ૧ બદલીશું ઘર કલે માનવને ત્યાં નહિ તે ઉંદર કોને ત્યાં જઈ હાલે ?” વળી કાઢી નાખેલા જેડાને એ કાવ્ય તે આ પ્રકારનાં કાવ્યમાં કલગી સમાન છે. જેડાને અનિછાએ વિદાય આપતાં કવિ કહે છે કે, “તમારી સાથે આજથી લેણદેણી પૂરી થવાથી એમ ન માની લેતા કે હું હવે ફરી જેડ જ નહિ પહેરું” કારણ કે, “સૂર્ય જાતાં નથી વ્યોમે અન્ધા પૂર્ણ જામતું ચંદ્ર ને તારલાનાં ત્યાં છુટે છે ઝરણાં નવાં શાંત ને મધુરી જાત પૃથ્વી પ વરસાવતાં. છતાં આગળ જતાં કવિ કહે છે– ગમે તેવું હશે તે તમે તે મુજ અંગના હજી યે હણુ આ મારી હૈયાની ધબકે સ્મરી તમોને કાવ્યથી આપું વદાય, એ ઘણું ઘણું! ફાટલા, તૂટેલા મારા જેડા ! છૂટા ભલે પડો! ફાટલા તૂટલા છટા અમેય જગથી થશે!” અલબત અહીં “અંગના” અને “મરી” એ બે શબ્દોને યોગ્ય અર્થ સાધવા જતાં ક્લિષ્ટરચના એ પંક્તિમાં જણાય છે. પીડિતે પ્રત્યે હમદર્દી બતાવતાં કાવ્યો પણ આ સંગ્રહમાં છે. તેનું ગીત” “જન્માષ્ટમી” ની' એ કાવ્ય એ પ્રકારનાં છે. અહીં કુવાચિત કવિ દીનજને પ્રત્યે વાત્સલય બતાવવા જતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ ૯૬ . સુબ્રાસ : જેઠ ૧૯૯૫ વધારે ઊર્મિલ ખની જતા હેાય એવું સ્પષ્ટ લાગે છે. કાવ્યની અંતિમ પંક્તિ જેટલી ભવ્ય છે તેટલી જ કપડાં ફાટયે થીંગડાં મૂકીએ, ઢાંકિયે દુખળાં ડિલ ; ડિલનાં ચામડાં જાય તૂટી તે મેાત કરે છે ઢીલ ! અમાને માનવભવનાં પાપ ઢેડનું ગીત' તેની સાક્ષી પૂરશે. એ ઉર્મિલ પણ લાગે છે.— હાંતક વેઢાવા માખાપ '' અહીં છેલ્લી પંકતિમાં ‘ કહાંતક' એ શબ્દપ્રયાગ પણ યથાર્થ નથી. આ ઉપરાંત “તાજમહાલ અને યમુના ” ને લગતાં ખે કાવ્યેા, ‘અછતનાંગા પરજીત’, ‘ના ઝરૂખા ’, * હું એટલે! ’ વગેરે કાવ્યા તેની આંતરિક વસ્તુની નવીનતા કરતાં પણ તે વસ્તુને, કાવ્યદેહે અવતારવામાં રહેલ કૌશલ્યને અંગે દષ્ટિગાચર થતી વિપ્રતિભાના વિશિષ્ટ ચમકારાથી આપણને આકર્ષે છે. એ કાવ્યેાના ઉપાડ અને અંત મનેાહર છે, તેમજ તેની ભાવનાએ અને તેનું આલેખન પણ ઉદાત્ત છે. આ સંગ્રહનાં કાવ્યેાની ભાષા સરળ, વિશદ અને પ્રાસાદિક છે. એ એના સૌથી મેટા ગુણુ છે તેમજ તેની ચુસીમા પણ એ ભાષાને પ્રચાર વધે એવા સવિકલ્પ પ્રયત્નમાં રહેલ છે. કાવ્યની વાણી (Poetic Diction) અત્યંત સરળ, સુખદ અને સામાન્યજન સમજી શકે એવી હેાવી જોઇએ એ આગ્રહ જરૂર પ્રશંસનીય છે . પરંતુ ભાવાનુકૂળ ઉન્નતભાષા પણુ કાવ્યને માટે અનિવાર્ય છે. આમ ન કરવાથી ઉપજતાં અનિષ્ટોનાં ઘેાડાં ઉદાહરણ આ સંગ્રહમાંથી જ મળી રહે છે. અત્યાર નદી પરનાં કાવ્યની છેલ્લી પક્તિએ આ રહી • એકત્ર સાંધ્યપદથી તુજ વારિસ્થાને આ આભને અવનિનાં ઉર થાય આજે, એ સાંખ્ય રંગથી ભરી તુજ થાળ ધાજે પૂર્વે, અલી ! અરધવા ઊગતી ઉષાને.’ . અહીં છેવટની પંક્તિમાં ‘ અલી ’ અને ‘ અરધવા ' એ શબ્દો જરૂર ખૂચે છે. ‘ તાજ મહાલ તે યમુનાની ગાથા' એ કાવ્યમાં યમુના કહે છેઃ ܕ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પ્રેમમૂ યાં ઉરયુગલનું એકતું અશ્રુબિન્દુ, હૈયે મારે નિત રજનિએ ઊગતા સૌમ્ય ઈન્દુ! નણે એની રજતગૂ થતી સ્નેહની સાંકળીએ બંધાઈને હૃદચધબકા આપણે સાંભળીએ ! અહીં છેલ્લી પંક્તિમાં રહેલ ‘ ધબકા ' શબ્દ પ્રથમની ત્રણે પંક્તિમાં રહેલ ભાવ અને માધુર્ય પર આકરા પ્રહાર કરતા હોય એમ નથી લાગતું ! પરંતુ આવી ત્રુટીઓ તેા ખહુ વિરલ પ્રસંગે જ મળી રહે છે એટલે એકંદર તેા આ કાવ્યસંગ્રહથી આપણને ધણું ઘણું મળ્યું છે. તદ્દન ગદ્ય સમી કવિતાએથી જ્યારે આપણું કાવ્યસાહિત્ય ગૂંગળામણુ અનુભવી રહ્યું છે તે ક્ષણે મધુર ગેય કાવ્યેાની દિશા તરફ દીવાદાંડીની ગરજ સારે એવા આ કાવ્યસંગ્રહ તેમાં રહેલ નૂતન કાવ્યવાણી (Poetic Diction), મનૈહર કલ્પના, આકર્ષક પદલાલિત્ય, ભક્તિરસનું નવું પ્રસ્થાન, પ્રખલ ભાવદર્શન અને ખબરદારની મંગલવાણીથી આપણા કવિઓને પ્રેરક થઈ પડશે. શ્રી કાલક પણ એમના કાવ્યેામાં રહેલ પ્રયોગશીલ તત્ત્વ તરફ વિશેષ જાગ્રત બની એમની કાવ્યવાણીને ઉત્કૃષ્ટ કક્ષાએ મૂકી ગુજરાતમાં મધુરતા પ્રસારે એટલું ઈચ્છી વિરમીશ. રતિલાલ ઉકાભાઈ પટેલ. www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ગોચરી લંડનના “World Review'ના મે મહિનાના અંકમાં, ‘હિંદ અને બહારની દુનિયાઃ બ્રિટનની ઓછી થતી આબરૂ નામના લેખમાં, એડવર્ડ થોમ્સન જણાવે છે કે, “ગાંધીજી મહાત્મા અને અહિંસક છે. જવાહરલાલ જે સારું પ્રજાકીય બ્રિટિશ રાજતંત્ર હોય તે સ્વતંત્રતા કે સાંસ્થાનિક સ્વરાજ્ય વચ્ચે બહુ ભેદ જુએ એમ નથી. સુભાષચંદ્ર બોઝ સંપૂર્ણ સ્વાતંત્રયવાદી છે.” અને મહાત્માજીના રાજકોટના ઉપવાસ વિષે એ જ લેખમાં કહે છે, “સામાન્ય અંગ્રેજને મન ગાંધીજી આશ્ચર્યમૂર્તિ અને કંઈક અંશે હાસ્યપ્રેરક છે. રાજકોટના તેમના ઉપવાસ એ આપઘાતનો એક પ્રકારને પ્રયાસ છતાં તેમનું રાજકીય સ્થાન વિચારી નમવું પડેલું.” ને એ રાંબંધમાં તેઓ એક દષ્ટાંત નોંધે છે: “૧૮૫૭ના બળવા પછી જ્યારે રાજપુતાનામાં કેળવણી સંબંધી કર નાખવામાં આવેલ ત્યારે ભીનાઈ રાજાની ચિતાએ ચડતી સતીએ તે સંબંધમાં શ્રાપ આપેલે અને એ શ્રાપ બિનકાયદેસર છતાં કર તે દૂર કરે જ પડે.” Fortnightly ના મે મહિનાના અંકમાં એચ. વી. હડસન હિંદમાં સત્તા માટે બિચતાણ” નામના લેખમાં જણાવે છે કેઃ “હિંદમાં એક કરતાં વધારે મહાસભાવાદી આગેવાએ મને જણાવેલું કે ૧૯૩૫ના બંધારણમાં મૂળભૂત ફેરફારો કર્યા સિવાય પણ ફેડરલ સ્કીમમાં તે સ્વીકારી શકાય એવો સુધારો થઈ શકે તેમ છે. જેમાં બંને કેમોને એક સરખેજ સોચવાનું હોય એ સિવાયના એક પણ પ્રશ્નમાં હિંદુ મુસલમાનો કોઈ પણ કાળે મિત્ર બની શકે તેમ નથી. મુરલીમ લીગ જો કે સંપૂર્ણ સ્વાતંત્ર્ય માટે ખૂબ આતુર છે. તેની કાર્યવાહક સભાએ સર સિકંદર સામે, તેમણે આગામી યુદ્ધમાં બ્રિટિશ સરકારની પડખે ઊભવાનું કહેવા માટે, જો કે ઠપકાને ઠરાવ પણ પસાર કરેલ છતાં કેટલાક મુસ્લીમ આગેવાને અંગત મહત્ત્વાકાંક્ષા અને ઠેષથી જ દેરવાઈ રહ્યા છે. મુસલમાનોએ જેમ પંજાબ, કાશ્મીર, સરહદી પ્રાંત, અફઘાનિસ્તાન, બલુચિસ્તાન અને સિંધનું સંયોગીકરણ કરી ઉત્તર હિંદને પાકીસ્તાન બનાવવાની અને બંગાળમાં અને નિઝામમાં સ્થાન જમાવી રાખવાની યોજના વિચારી છે એમ હિંદુઓએ પણ પ્રજાકીય સૈનિક દળ'ના નામે એવો તકતો ગોઠવ્યો છે કે જે પંજાબમાં મુસલમાનોની સદ્ધર અને અનુકુળ સ્થિતિ પર ઘા સમાન થઈ પડશે.' ૧. આ ઉપરાંત "Asia ના મે મહિનાના અંકમાં પંડિત જવાહરલાલને ‘ આતુર હિંદ'; 'Asiatic Review'ના એપ્રીલના અંકમાં મીસીસ માર્ગરેટ મીલવર્ડને “નેપાળ-સ્વર્ગસીડી', અને લેફ. કર્નલ એ. જી. મુરહેડને ‘હિંદ ને બ્રહ્મદેશની તાજેતરની મુસાફરી'; “ Twentieth Century”ના મે ના અંકમાં આર. એન. નાગરને “મરાઠી સત્તાને વિકાસ” અને જુના અંકમાં “હિંદુ-મુસ્લીમ સ્થાપત્ય : 'Nineteenth Century and After’ના એપ્રીલ-મેના અંકમાં, પ્ર. એલ. એફ. ફેસબુક વિલિયમ્સનો ‘હિંદના બંધારણીય પ્રશ્નો'; “Science and Culture' ના જુનના અંકમાં ‘હિંદની પ્રાથમિક પ્રજાઓ: Research and Progressના મે-જુનના અંકમાં, ‘હિંદની સલામતી'; 'Current thoughts'ના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સુવાસ ! જેઠ ૧૯૫ નવા ફેડરલ બંધારણ પ્રમાણે હિંદની વડી ધારાસભામાં ૩૭૫ બેઠકે રાખવામાં આવી છે. તેમાંથી ૧૨૫ દેશી રાજ્યો માટે; ૮૨ મુસ્લીમ માટે; ૬૩ શીખ, ઍલે ઇન્ડિયન્સ, ખ્રિસ્તીઓ, યુરોપિયન, સ્ત્રીઓ, મજુર, જાગીરદારે, વેપાર, ઉદ્યોગ વગેરે માટે; ૧૯ પછાત વર્ગો માટે; અને ફક્ત ૮૬ બેઠકે ખુલ્લી ચૂંટણી માટે રાખવામાં આવી છે. એ ૮૬માંથી ચોવીસ કરોડ હિંદુઓ જે કંઈ મેળવી શકે એ એમને! અને કાઉન્સિલ ઓફ સ્ટેટસમાં ૨૬ ૦ બેઠકોમાંથી ૧૦૪ દેશી રાજ્યો માટે, ૪૯ મુસ્લીમ માટે, ૩૨ ઉપર જણાવેલ ખાસ વર્ગો માટે અને ૭૫ ખુલ્લી ચૂંટણી માટે. એ ૭૫માંથી હિંદુઓને ફાળે જે કંઈ આવે તે! કે ચીન અને ત્રાવણકર બંને હિંદુ રાજે છતાં તેમની વસ્તીને અનુક્રમે ૨૮ અને ૩૨ ટકા ભાગ ખ્રિસ્તી બની ગયો છે. ૧૯૨૧માં હિંદમાં હિંદુ વિધવાઓ હજારે ૧૯૫ હતી, ૧૯૩૧માં તે હજારે ૧૬૯ બની અને ૧૯૩૮માં આશરે ૧૫૦ થઈ છે. અને જેન વિધવા ૧૯૨૧માં હજારે ૨૫૩ હતી, ૧૯૩૧માં ૨૨૧ બની અને ૧૯૩૮માં આશરે ૨૦૦એ પહોંચી છે. આ ઘટાડો પુનર્જનને આભારી ગણાવવામાં આવે છે! ૧૯૦૧ ૧૯૩૮ હિંદમાં–ગાંડાઓની સંખ્યા १६२०५ १२०३०४ મૂંગાં-બહેરાં ૧૫૩૧૬૮ ૨૩૦૮૮૫ આંધળાં ૩૫૪૧૦૪ ૬૦૧૩૭૦ લંગડાં ૯૭૧૪૦ ૧૪૭૯૧૧ આભાર ! X હિંદમાં બોલાતી ભાષાનું પ્રમાણુહિંદી કરે ૫૦ ૦૦૦૦ માણસ બંગાળી ૫૨૫૦૦૦૦ ૦ તેલુગુ ૨૬૫૦૦૦૦૦ મરાઠી ૨૧૦ ૦૦૦૦૦ તામીલ ૨૦૫૦૦૦૦૦ પંજાબી ૧૬૦૦૦૦૦૦ રાજસ્થાની કાનેરીઝ ઐરિયા ગુજરાતી મલાયલમ પશ્ચિમ પંજાબી ૧૪૦૦૦૦૦૦ માણસ ૧૧૦૦૦૦૦૦ ૧૧૦૦૦૦૦૦ ૧૦૮૦૦૦૦૦ ૯૦ ૦૦૦૦૦ ૫૦૦૦૦૦ ઇનના અંકમાં ‘બ્રિટિશ સંસ્થામાં હિંદીઓ'; “New Indian Antiquory 'ના એપ્રીલના અંકમાં ડી. બી. ડીસકરને કાઠિયાવાડના શિલાલેખો'; “Indian Review'ના જુનના અંકમાં, શ્રીનિવાસરાવને “આપણા દરિયાકાંઠાનાં જીવન'; Indian Reviewને જીનના અંકમાં, સી. એફ. એડ્ઝને દક્ષિણ આફ્રિકામાં હિંદીઓ.” અને સૂર્યનારાયણ શાસ્ત્રીને પશ્ચિમમાં હિંદુ સંસ્કાર; “Scientific America'ના મેના અંકમાં, થોમસ એસગુડને “પ્રવાડી હેલિયમ'; “Modern Review' ના મેના અંકમાં, “યહુદીઓના હિંદનિવાસ સામે લાલબત્તી અને ત્યાળના જુનના અંકમાં શચીન્દ્રનાથ સાન્યાલને “આધુનિક વિજ્ઞાન ઓર હિંદુ ધર્મ અને ચારૂચંદ્ર મિત્રને “નારી”-(જેમાં સ્ત્રીતત્વનું વૈજ્ઞાનિક પૃથક્કરણ કરી અભિનવ સ્ત્રી-સ્વાતંત્રયવાદના પ્રશ્નને ચર્ચવામાં આવ્યું છે) વગેરે લેખે તે તે વિષયના અભ્યાસીઓએ અવશ્ય જોઈ જવા જેવા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ ગોચરી “૯ અમેરિકાના પાટનગર વૈશિંગ્ટનની લાયબ્રેરીમાં ૬૮૪૧૫૦૦, બ્રિટિશ મ્યુઝિયમમાં ૪૪૫૦૦૦૦ અને પરિસ લાયબ્રેરીમાં ૪૫૦૦૦૦૦ પુસ્તક છે. હિંદની મોટી ગણાતી લયબ્રેરીઓમાંથી કલકત્તામાં ૨૦૪૫૦૦ અને વડોદરાની સેન્ટ્રલ લાયબ્રેરીમાં ૧૦૧૭૮૧૭ પુસ્તકે છે. London Mercury” અને “Bookman” ને જેની સાથે જોડી દેવામાં આવ્યાં છે તે Life and Letters To-day'ના છેલ્લા અંકમાં તેના તંત્રીએ, ઈગ્લાંડનાં એ બંને પ્રતિષ્ઠિત પત્રાની આર્થિક સ્થિતિ અને વાંચકવર્ગના વલણ વિશે લખેલ નિવેદનમાંથી ગુજરાતી પ્રજા અને પત્રકારને ઘણું જાણવાનું મળે એમ છે. “Life and Letters to-dayના એ નવા અંકમાં ૩૨ પાનાં કેવળ રંગભૂમિ અને સીનેમા વિશેના લેખ-સમાચારમાં રોકવામાં આવ્યાં છે. લડ ન્યુરી પિતાના જીવનકાળમાં લાખો પાઉડનું દાન આપ્યું છે. હમણાં થોડા સમય અગાઉ જ તેમણે સૈન્યને માટે વિનોદ-વિહાર અંગે પાઉંડ પંદર લાખનું દાન કરેલું. ઘેટીસ સબમરીન-હોનારત અંગેના કુંડમાં તેમણે પાંચ હજાર પાઉડ ભર્યા છે. થોડાક મહિના પહેલાં કસફર્ડ યુનીવસટીને તેમણે અમુક સંશોધનો ને ઍલરશીપ માટે લાખો પાઉંડ ભેટ આપેલા. હવે તેઓ સામ્રાજ્યનાં પાંચ હજાર લગભગ દવાખાનાઓને લેખંડી ફેફસાની ભેટ કરવાના છે જેની સહાયથી, પક્ષાઘાત કે એવાં બીજાં દર્દોમાં શ્વાસ અટકી જતાં, દર્દીઓને બનાવટી શ્વાસ આપી બચાવી લઈ શકાશે. જાપાનનાં મહારાણીએ ત્યાંના નિવારણ ફંડમાં પિતાની ખાનગી આવકમાંથી પાંચ . લાખ યેન ભર્યા છે. કવિ શ્રી ખબરદારને ભાવનગર રાજે છસ્સો રૂપિયાનું વર્ષાસન બાંધી આપ્યું છે. સર રાધાકૃષ્ણ ગાંધીજીને તેમની સિત્તેરમી વર્ષગાંઠે ભેટ આપવાને, તેમની મહત્તા પર, એક ગ્રન્થ તૈયાર કરી રહ્યા છે. તે ગ્રન્થમાં પ્રે. રૂઝવેલ્ટ, મુસોલિની, રોમાં રેલાં વગેરે પણ પિતાને ફાળો આપશે. અમેરિકાના અભિનવ વિશ્વમેળામાં અનેક અવનવી વસ્તુઓ રજુ કરવામાં આવી છે. તેમાં બનાવટી માણસ, યુગેયુગની પરિસ્થિતિનું દર્શન કરાવતું ઘડિયાળ અને ટાઈપરાઈટરમાં ચાવીઓ દબાય ને અક્ષરો છપાય છે એ રીતે ચાવીઓ દબાય અને શબ્દો બોલાતા જાય એવું ધ્યનિયત્ર વગેરે મુખ્ય છે. ઝુરીચના જગવિખ્યાત માનસશાસ્ત્રી ડૉ. ઝુરીચના મતે જગતમાં હિંદી સ્ત્રીઓને પોષાકજ સર્વોત્તમ છે. બસ્તર (મધ્યપ્રાંત)માં બદામને અંગે નળવંશી રાજાઓના જુના સિક્કાઓ મા આવ્યા છે. ને બહેરેજ જેલોમ પાસે હાલના શિલ્પશાસ્ત્રીઓને પણ અચંબો પમાડે એવા ૨૦૦૦ વર્ષ જુના શહેરના અવશેષો મળી આવ્યા છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૦. સુવાસઃ જેઠ ૧૯૫ અમેરિકામાં ૧૯૩૦ માં વાર્ષિક અઢી લાખ ઉપરાંતની આવકવાળાં ૧૫૦૦૦ માણસે હતાં. ૧૯૩૮ એવાં ૫૦૦૦ જ રહ્યાં છે. રશિયામાં ૧૦૦ વર્ષ ઉપરાંતની ઉમ્મરનાં ૨૯૦૦૦ માણસે છે. જાણે છે? – નેપોલિયન બોનાપાર્ટ એ એક સાધારણ વકીલને છોકરા નહિ પણ ફ્રાન્સની રાજગાદીને સાચે વારસ હતે. લેખંડી બુરખધારીના નામે વિખ્યાત બનેલ નરવીર ફ્રાન્સના શહેનશાહ લઈ ચૌદમાને સગા ભાઈ થતું. એ ભાઈ બેનપાર્ટી નામે પોતાના યજમાનની સ્વરૂપવતી પુત્રી સાથે પ્રેમમાં પડે. તેની સાથે તેણે લગ્ન કર્યો. એ લગ્નથી જે સંતતિ થઈ તે બોનાપાર્ટના નામે ઓળખાઈ. ફ્રાન્સમાં અગવડતા પડતાં તે કુટુંબ કેસિક રહેવા ગયું. ત્યાં તે કુટુંબમાં જ નેપોલિયનને જન્મ થયો. અને છેલ્લા લુઈના વધ અને તેના સંતાનના અવસાન પછી ફાન્સની રાજગાદી ખરે હક્કદાર એ જ હતે. ઈગ્લાંડના વડાપ્રધાન ડીઝરાયલીએ પોતાની પાંત્રીસ વર્ષની વયે ૫૦ વર્ષની ઉમ્મરનાં વિધવા લેડી વીડહામ વેરે લગ્ન કર્યા હતાં. અને તે પણ કેવળ પૈસાને ખાતર. હીટલર કે મુસોલિની દારૂ-માંસ વાપરતા નથી. મુસોલિનીને તે ચા-કૉફી કે તંબાકુ પણ પસંદ નથી. પીણા તરીકે તે તુળસીને ઉકાળો કે નારંગીનો રસ લે છે. હીટલરના મતે ખ્રિસ્તિ ધર્મ એ યહુદિઓને અને ગુલામેનો ધર્મ છે. કુચબિહારના રાજાએ એક હોટેલમાં પોતાની નજરને પસંદ ન પડતા છજાને પડાવી નાંખવાને લંડનમાં એક હજાર પાઉંડની હોળી કરી હતી. ગુડબુકસના કહેવા પ્રમાણે ગાંધીજીનું અંગ્રેજી અબ્રાહમ લીંકનના અંગ્રેજી જેવું વિશુદ્ધ છે. પંજાબમાં લશ્કરી ખર્ચ અને પેન્સને પાછળ વાર્ષિક રૂ. ૧૦ કરોડ ખર્ચાય છે. ઈગ્લાંડના એક મહાન રાજદ્વારીએ પૂછેલું ‘હિંદુઓ એ મુસલમાનોની કઈ જાતિ છે?” ઈગ્લાંડનું પ્રથમ પંક્તિનું “ ટાઈમ્સ' પત્ર સર તેજ બહાદુર સપુને મહાસભાના સભ્ય અને વાઈસરોયની કાઉન્સીલના મેમ્બર તરીકે ઓળખાવે છે. ઈગ્લાંડમાં કરીના બહાને દરવર્ષે ૪૦૦૦૦ કન્યાઓને ફસાવાય છે. વિયેનાની એક યુવતિએ પિતાના પ્રિયતમને ૩૦૦૦ પાનાને પ્રેમપત્ર લખેલે. ફ્રાન્સમાં સ્ત્રીઓની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે યોગ્ય પુરુષોને પતિ તરીકે મેળવવા સ્ત્રીઓ લાખ પાઉંડ ખચી નાંખે છે એટલું જ નહિ–તેઓ મહામાં ઠંદયુદ્ધ પણ કરે છે. ઉત્તરકે ચીનના એOીકેક ગામમાં એક બાળકને પુનર્જન્મનું તાદશ જ્ઞાન થયું છે. હવે તે પિતાનાં નવાં માબાપને છેડી પૂર્વભવનાં માબાપની સાથે રહે છે. -પુરાણી ટીકીટના હજારે પાઉંડ તે ઉપજે છે. પણ હવે હસ્તાક્ષરેની કિંમત પણ એ હદે પહોંચી છે. બટન નીનેટના હસ્તાક્ષરની કિંમત ૧૦૦૦૦ પાઉડ ઉપજેલી. ડિકન્સના હસ્તાક્ષરના ૨૦૦ અને ડોઝરાયલીના ૫૦૦ પાઉંડ ઉપજે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ ચર્ચા પત્ર ૧ ભાવ બૃહસ્પતિને વ્યભિચારી કેણે કહ્યો છે ? શ્રીમાન તત્રી મહાશય, મા. મુનશીએ, પાટણમાં, તા. ૭ મી એપ્રીલની રાત્રે, અમદાવાદી સાહિત્યકારાના ઉતારે, શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય ગ્રન્થમાળા વિષે વાતચીત કરતાં કહેલું કે, “ ગ્રન્થમાળા માટે જેને પાસેથી આપણે પૈસા ઉધરાવીએ. પણ એમને ગ્રન્થા અમુકજ રીતે સંપાદિત કરવાનું વચન ન આપી શકીએ. અસત્યા પર પણ આપણે પ્રકાશ પાડવા જોઇ એ. દા. ત. શ્રીમદ્ હેમચંદ્રાચાર્યના સમેાડિયે। ભાવ બૃહસ્પતિ: મહાન લેખાતા જૈન ગ્રન્થકારાએ એના પર વ્યભિચારના આરેાપ મૂકયા છે. ,, * ફ્રાઈ પણ જૈન ગ્રન્થકારે ભાત્ર બૃહસ્પતિ પર વ્યભિચારને આરે।પ મૂકયાનું સ્મરણમાં નહેાતું. છતાં “ યાશ્રય મહાકાવ્ય ' ‘ પ્રબંધ ચિન્તામણિ ’ વગેરે ગ્રન્થા કરી તપાસી લીધા. પણ કયાંય વ્યભિચારને આરેાપ ન જણાય. પણ મૂળ સંસ્કૃત લખાણને ખાટા અર્ચ કરીને કેટલાક વર્તમાન બ્રાહ્મણુ ઇતિહાસકારાએ ભાવ બૃહસ્પતિ પર પોતાની મેળેજ વ્યભિચારને આરેાપ આઢાડી દીધેલે જોયા. ‘પ્રબંધ ચિન્તામણી ’માં ભાવ બૃહસ્પતિ વિષે લખતાં કહેવાયું છે: ‘વ્રુતિ નામા રાજ: શ્રામથ્થરતિકુળઃ ।' ‘બૃહસ્પતિ નામે ગણ્ડ ( હ્રામ્ અવિ અતિ પુનઃ ) કંઇક દ્વેષ ( જૈના પ્રત્યે ) કરતા હતા. ' રતિ એટલે પ્રેમ, ભતિ એટલે દ્વેષ. રતિ એ લિંગના શબ્દ હેાઈ એના વિશેષણુ જ્ઞને સ્ત્રીલિંગના પ્રત્યય લાગી હામ રૂપ બન્યું છે. પણ ગુજરાતના ખૂબ ગવાયલા ઈતિહાસકારે અને ફ્રાસ ત્રૈમાસિક ના છેલ્લા અંકમાં, ‘પરમ માહેશ્વર રાજા કુમારપાળ’ નામના લેખમાં, કુમારપાળને સદૈવ જૈન પુરવાર કરવાને મિથ્યા પ્રયાસ કરનાર હરિશંકર શાસ્ત્રીએ આ શબ્દોના અર્થ-બૃહસ્પતિ ગણ્ડ કાઈક સ્ત્રીની સાથે રતિ (વ્યભિચાર ) કરતા હતા ’—એ પ્રમાણે કર્યાં છે. આ અર્થ કયા વ્યાકરણથી સિદ્ધ થાય છે તે તેા તે કરનારાએ સમજાવે ત્યારે. પણ શ્રી મુનશી જેવી જવાખદાર વ્યક્તિ આવા અશુદ્ધ અર્થો પરથી જૈન ગ્રન્થકારા પર યોગ્ય આક્ષેપે એઢાડી દે એ તેમને માટે નિષ્પક્ષપાત દૃષ્ટિના અભાવનું સૂચક અની જવા સંભવ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ચલા. www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ - સુવાસ : જેઠ ૧લ્પ ૨ સાહિત્ય—પરિષદના પ્રમુખ મા. તંત્રી શ્રી– આગામી સાહિત્ય-પરિષદના પ્રમુખની ચૂંટણી વિષે આપે જુદી જુદી ચર્ચાઓ વાંચી જ હશે. તેમાં અત્યારસુધીમાં સૂચવાયલ નામમાં મુખ્યત્વે–સરદાર શ્રી વલ્લભભાઈ પટેલ, કવિ શ્રી નેહાનાલાલ, અ. ફ. ખબરદાર, બ. ક. ઠાકર, શ્રી જીનવિજયજી, કાકા કાલેલકર અને શ્રી રમણલાલ દેસાઈ છે. સરદારશ્રીનું નામ સૂચવનારે એમની કઈ સાહિત્યકૃતિઓ પોતે વાંચેલી છે એ પણ જે સાથેજ જણાવી દીધું હેત તે ગુજરાતી સાહિત્ય-જગત એમનું ખૂબજ આભારી બનત. તેઓ દેશની મુખ્ય રાજકીય સંસ્થાના આગેવાન છે એ લાયકાત તેમને પરિષદના પ્રમુખ તરીકે ચૂંટી કાઢવાને પૂરતી ન ગણાય. બાકી જે ભાષણ કે પ્રજાને અમુક પળે દોરવાની જ શક્તિથી માનવી સમર્થ સાહિત્યકાર ગણાઈ શકતા હોય તે એ વિષયમાં જગતને અદ્વિતિય સેનાપતિ, શહેનશાહ અને નાયક નેપિલિયન પણ મહાન સાહિત્યકાર ગણાયો હેત. તેની તેજસ્વિની પત્રિકાઓએ લાખ સૈનિકમાં ઉત્સાહનાં પૂર વહાવેલાં. પણ ફ્રાન્સના સાહિત્યકારોએ તે એને, એની ઈચ્છા છતાં, રાજવંશી મહેમાન કરતાં ઊંચે હોદ્દો ન જ આપે. અને હવે તે ગુજરાતી સાહિત્ય પરિષદે પણ કંઈક એવોજ ઠરાવ કરેલો છે ને? આ સ્થિતિમાં સરદારશ્રીને માટે જરૂરી અવકાશ નથી રહેતા. બીજાં નામમાં કવિશ્રી નેહાનાલાલનું નામ સહેજે પહેલી પસંદગી પામે. પણ આજનું ગુજરાત અને તેમાં પણ સાહિત્ય પરિષદ તે પૂણશે ગાંધીવાદથી રંગાયેલ છે. અને કવિશ્રી, પ્રમુખ તરીકેના પિતાના ભાષણમાં, ગાંધીવાદ ઉપર પ્રહાર ન કરવાનું વચન આપે છે તે સંભવિત જ નથી. એટલે એ પ્રહારો ઝીલીને પણ એમને પ્રમુખ બનાવવાની ભાવના ન ખીલે ત્યાંસુધી એમને વિષે ચર્ચા ઉઠાવવી કે એમને વીનવવા જવું એ કંઈક વધુ પડતું ગણાય. બ. ક. ઠાર સંબંધમાં કંઈક અંશે ઉપર પ્રમાણેઅને વિશેષમાં સાહિત્ય-પરિષદથી તેઓ જ્યારે દૂર ને દૂર જ રહે છે ત્યારે એમની દોરવણી સર્જાતા યુગને અને સાહિત્યને કેટલી ફળદાયી થઈ પડે એ એક પ્રશ્ન છે. - શ્રી છનવિજયજી નામાંકિત, પ્રૌઢ અને પ્રામાણિક ઇતિહાસકાર છે એ સાચું. પણ સાહિત્ય એ કંઈ કેવળ ઈતિહાસ નથી. ભૂત અને વર્તમાન બંને કાળની પ્રજાના જીવનના અનેકવિધ અંગેને જે શબ્દમાં ઝીલે અને ભવિષ્યની પ્રજાને માર્ગ સૂચક કૃતિઓ આપી શકે એ જ સાહિત્યકાર ગણાય. ઈતિહાસ કે ઈતિહાસકારોની પરિષદના પ્રમુખ તરીકે શ્રી જનવિજ્યજી શોભી શકે એવા તે સાહિત્ય-પરિષદના પ્રમુખ તરીકે પ્રજાકીય ન જ ગણાય. * બાકીમાં–કવિ શ્રી ખબરદાર, કાકા કાલેલકર અને રમણલાલ દેસાઈ. ત્રણેનાં ક્ષેત્ર જે કે જુદાં છે છતાં ત્રણેએ સાહિત્યક્ષેત્રમાં સુયોગ્ય ફાળો આપ્યો છે. પ્રજા અને સાહિત્યકારો બંનેને તે ત્રણે માન્ય અને પ્રિય છે અને ઘડાતી પ્રજાને જીવન અને સાહિત્યમાં સુમાર્ગે દેરવાને તે ત્રણેએ પોતપોતાથી બનતું કર્યું છે. તેમાં પણ શ્રી ખબરદાર જીવનસંધ્યાએ ઊભા હાઈ પહેલી પસંદગી એમને અપાવી ઘટે. તેઓ જે માંદગીના અંગે એ ન સ્વીકારી શકે તે પછી કાકા કાલેલકર કે રમણલાલ દેસાઈ બેમાંથી ગમે તે એક એ સ્થાનને માટે વધુમાં વધુ યોગ્ય ગણાય નરસિહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ ET III III હિદની મધ્યસ્થ અને પ્રાન્તિક ધારાસભાઓએ સામાજિક અને ધાર્મિક પ્રશ્નો સંબંધમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં અનેક કાયદાઓ પસાર કર્યો અને હજી પણ કરે છે. અલબત્ત એ સાચું છે કે આવા કાયદાઓ જરૂરિયાત વિચાર્યા પછી જ કરવામાં આવે છે પણ એ જરૂરિયાત ઊભી કયા કારણે થાય છે એ પણ સાથે જ વિચારી લેવું જોઈએ. મુંબઈ ઈલાકાની ધારાસભાએ હમણું એક પત્નીવ્રતનું અને તે વાને સફળ બનાવવાને છૂટાછેડાનું બીલ પસાર કરવા ધાર્યું છે. આ બીલની આવશ્યકતા અંગે લાગણીના આવેગમાં ગમે તે કારણો દર્શાવાયાં હોય પણ એના મૂળ કારણ તરીકે વસ્તુસ્થિતિમાં તે છેલ્લાં ત્રણ ચાર વર્ષમાં એક પત્નીની હયાતી છતાં આઠદશ કેળવાયેલ પુરુષોએ કરેલાં દ્વિતીય લગ્ન, તેની છાપાંઓએ ગજાવેલી હેહા, તેમાંથી લાગણીવશ માણસનો ઉશ્કેરાટ અને કઈ કીર્તિવાંછું ધારાસભ્યનું એ પ્રત્યે ખયાલ ધ્યાન-એ છે. હિંદની વર્તમાન પરિસ્થિતિમાં એકપત્નીવ્રત બેશક જરૂરી હોઈ શકે. પણ તેની સફળતા માટે-અપસંખ્ય સ્ત્રીવૈવિધ્યતા વાંછુઓની લાલસા સંતોષવાને આખા જગતે જે સામાજિક પ્રથાને ધિક્કારપાત્ર અને અસંખ્ય દૂષણને બહેતરનાર તરીકે કબૂલી છે તે છૂટાછેડાની પદ્ધતિ સ્વીકારવી એ તે ઘરમાં દીવો કંઈક ઝાખો થતાં પ્રકાશ માટે ઘાસલેટના ડબ્બામાં જ દિવાસળી મૂકી દેવા જેવું છે. અને રાજકીય દૃષ્ટિએ તે હિંદ પર જયાં સુધી બ્રિટનનું સાર્વભૌમત્વ છે ત્યાં સુધી ગમે તેવી પ્રજાકીય ગણાતી ધારાસભાદ્વારા પણ કાંઈ પણ ધાર્મિક કે સામાજિક નિયમન કરાવવું એ ગુલામીની જંજીરને વધારે નક્કર બનાવવા સમું છે. સંભવિત છે કે સમાજમાં દૂષણો પ્રવેશતાં હોય, પણ એને પ્રજાકીય ધોરણે જ અટકાવી શકાય. એને માટે પરદેશી શાસકે કે એમની વતી શાસન ચલાવતી સભાઓનો આશ્રય લેવો એ તો રાજકીય ગુલામી ઉપરાંત સરકૃતિક ગુલામીન નેતરવા સરીખુ છે. બ્રિટનના હિંદ પરના રાજકીય વિજયનાં મૂળ તે ૧૭૫માં નંખાઈ ચૂક્યાં છે. ૧૮૫૭માં તો એ વિજય સંપૂર્ણ પણ થઈ ચૂકેલે. પણ કેવળ રાજકીય વિજય જગતમાં સ્થાયી વિજય નથી બની શકતે. એવો વિજય તે સિકંદરે કે જંગીસખાને પણ પ્રબળ પ્રમાણમાં સાધ્યો હતો. પણ રાજકીય વિજયને જ્યારે સાંસ્કૃતિક વિજય અનુસરે છે ત્યારે જ વિજય સ્થાયી અને સંપૂર્ણ બને છે. સાંસ્કૃતિક વિજય રાજકીય વિજય એટલે ત્વરિત નથી બની શકતો. તેમાં પણ પ્રજા જો સંસ્કારી કે બુદ્ધિમાન હોય તે સૈકાઓ વીતી જાય છે. એ વિજય વિજેતાઓ પ્રત્યક્ષ રીતે સાધી શકતા પણ નથી. તે માટે તેમને શિક્ષણનો આશ્રય લેવો પડે છે. શિક્ષણમાંથી સ્વત્વ, શ્રદ્ધા, ચારિત્ર, તેજ, શક્તિ અને શુદ્ધ અને સાચા ઈતિહાસના અમુક અંશો ઘટાડી નાંખી તેમાં વિલાસ, કૃત્રિમ માનવતા, તરંગ અને તર્કવાદના અમુક અંશે જ્યારે વધારી દઈ પ્રજાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪. સુવાસ : જેઠ ૧૯૯૫ તે આપવામાં આવે છે ત્યારે પ્રજામાં એવા દૂષણા અને નખળાઈ એ પ્રવેશે છે, તેનું માનસ એવું પલટાઈ જાય છે કે તે સત્વ ગુમાવી નવીનતાના મેહમાં ફસાય છે; પેાતાની ગૂંચાના ઉકેલ તરીકે તે વિજેતાએની સંસ્કૃતિ અને તેમનાં સામાજિક નિયમનેાનું સ્વાભાવિક જરૂરિયાત માની અનુકરણ કરે છે. પણ ખરી રીતે એ ગૂંચે અને એ અનુકરણુ બંનેનું ઉગમસ્થાન વિજેતાઓએ યેાજેલ શિક્ષણ અને કૃત્રિમ વિરોધ કરી કરીને વિકસાવેલ પરાક્ષ પ્રચારમાં રહેલું હોય છે. જ્યારે આવાં પરિવર્તને! માટે રાજકર્તાઓને આશ્રય લેવામાં આવે છે ત્યારે પ્રજાના ધર્મ, તેના સંસ્કાર, તેની સંસ્કૃતિ, તેનાં સામાજિક નિયમને દરેક વિષય પર રાજકર્તાઓને કાબૂ આવી જાય છે; અને રાજકીય દૃષ્ટિએ ગુલામ પ્રજા સંસ્કારથી પણ ગુલામ બને છે. એ સાથેજ એને ધીમેધીમે સ્વરાજ્યના ટુકડાઓ અક્ષવામાં આવે છે: દાંત અને પંજા તૂટી ગયા પછી સિંહ પાંજરે પૂરાતાં એને જેમ સ્વતંત્રતા અક્ષવામાં આવ એમ. તેપેાલિયને, તેના સમકાલીન આસ્ટ્રિયન શહેનશાહ ફ્રાન્સિસે અને મેકાલેએ આ નીતિ કબૂલી છે એટલુંજ નહિં, હિંદના મહાન દેશભક્ત લાલા હરદયાળે ત્રીશ વર્ષે પર ‘ મેડને રીવ્યુ ’ના એક અંકમાં ‘હિંદુ જાતિના સામાજિક વિજય ' નામના લેખમાં એનું રેખાંકન પણ કરેલું. ૨ નીતિથી મૂળ સંસ્કૃતિ અને મૂળ પ્રજા ધીમે ધીમે લુપ્ત થઈ વિજેતાઓને અનુકૂળ પ્રજા અને ગુલામ સંસ્કૃતિ વિકાસ પામતાં જાય છે. આસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા તે કેનેડાનાં દૃષ્ટાંત એ માટે માજીદ છે. સ્વીકાર પુસ્તક : પાંખડી; કુમારનાં કાવ્યા; કલ્યાણચન્દ્રજીનું જીવનચરિત્ર. ત્રૈમાસિકા : માનસી; ફાર્બસ ત્રૈમાસિક; દેશી રાજ્ય; જૈનસિદ્ધાન્ત ભાસ્કર; કુસુમ; માધુરીમાસિકા : શારદા; યુવક; પ્રસ્થાન; બાલમિત્ર; ખાલજીવન; બાળક; ઓ–માધ; કમર; નવરચના; એસવાલ; દીપક; જૈન સત્યપ્રકાશ; આત્માનંદ પ્રકાશ; ફારમ; ગુજરાત શાળાપત્ર; વ્યાયામ, શિક્ષણ-પત્રિકા; વૈદ્યકલ્પતરુ; ખેતીવાડી વિજ્ઞાન; કચ્છી દશા એસવાલ પ્રકાશ; આલવાડી; ગીતા; પ્રતિ; અનાવિલ જગત; ક્ષત્રિયમિત્ર; અનેકાન્ત; વિશ્વવિજ્ઞાન; ગુપ્ત સહાય; ત્યાળ. પાક્ષિકા : એસવાલ નવયુવક; યેાતિર્ધર; દુન્દભિ. અઠવાડિકા : પ્રજાબન્ધુ; ગુજરાતી; ગુજરાતી પંચ; જય સૈારાષ્ટ્ર; જૈન; જૈન જ્યેાતિ; સ્ત્રી શક્તિ; લાકસેવા. સુધારા આ અંકના પૃ. ૫૧ પર ‘સ્નેહ સ્વરૂપ’ની કવિતામાં નીચે પ્રમાણે સુધારીને વાંચવું. અશુદ્ધ ધૂમ સ્ત્રોત ચંદી પક્તિ ૧. ૫. ૬. 29 .. .. ,, ૧ર, રાયા ? પ્રહાર [ પૂર્વે અને અહીં સ્વીકરાચલ પુસ્તકા કે નિયતકાલિકામાંથી બાકીનાંને પિરચય હવે પછી ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat શુદ્ધ મું સ્રોત ચંદ્રી રાયા ! પ્રહાર www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ તારા-તણુમાં શ્રી સુભાષબે સ્થાપેલો ન ફેરવડ પક્ષ. કવિવર ટાગોર બાબુ સુભાષને શાંતિ માટે અભિનંદન મોકલાવે છે. પરદેશી પત્ર સુભાષ સામે ગાંધીજીની જીતને વધાવી લે છે. સુભાષ-મહાત્માજી પત્ર વ્યવહારનું પ્રકાશન. વેલેારમાં હિંદુ-મુસ્લીમ અથડામણ. લખનૌમાં શિયા-સુત્રી ઝગડે. પ્રાન્તિક મુસ્લીમ લીગના પ્રમુખપદેથી સર સિકંદર શેલાપુરમાં હિંદુઓ અને મહાસભા સામે બખાળા કાઢે છે. વૃંદાવનમાં ગાંધી સેવાસંઘની બેઠક, સરદારશ્રી કહે છે, “ગાંધીજી કરતાં બીજે માટે હીટલર મેં નથી ને.’ મુંબઈમાં દારૂનિષેધક સભાઓ અને ધાંધલ. મુંબઈ સરકારના વેચાણ વેરા સામે વેપારીઓને વિરોધ. ગયામાં હિંદુ-મુસ્લીમ રમખાણ. માજી વડા પ્રધાન ખરે ગાંધીજી પર આક્ષેપ કરતાં તેમને પોતાની સામે ચૂંટણીમાં ઊભા રહેવાનું આહવાન આપે છે! સીમલામાં ગૃહમંત્રીઓની પરિષદ. સિદ્ધપુરમાં હિંદુમુસ્લીમ હુલ્લડ. ઓરિસ્સાના પોલીટીકલ એજન્ટના ખૂનને માટે ત્રણને ફાંસી, આડને દેશનિકાલની સજા. મુંબઈ વિદ્યાપીઠની છેલી મેટ્રિકની પરીક્ષામાં ૨૧૧૦૩માંથી ૧૩૨૦૩ વિદ્યાર્થીઓ પસાર થાય છે. મુનશીજી કહે છે, “મને છૂટ મળે તે નદી તીરે જઈ બેસે. અહિંસાની કલ્પના ને તેના પ્રયોગે હિંદને અમર બનાવ્યું છે, એ સિદ્ધાંત સારા જગતમાં અમર બની શકે છે. ચંપારણમાં વડાપ્રધાન મા. ખેર કહે છે, “જનતા પ્રધાનના રાજા રૂપ છે. કચ્છમાં જેલમાં અને જેલબહાર મારપીટ, મહાત્માજી રાજકોટમાં. વાયર ચૂકાદાને ફગાવી દઈ તેઓ ભૂલ કબૂલે છે. સમાધાન અને શાંતિ. ભાવનગરમાં પ્રજા પરિષદની બેઠક વખતે હુલ્લડ. હિંદ-બ્રિટન વેપારી કરાર ! આફ્રિકામાં એશિયાવાસીઓ સામે કાળો કાયદે. તેની તરફેણમાં બેલતાં ધારાસભ્ય કહે છે, “અલગપણનો સિદ્ધાંત તે હિંદમાંથી આવ્યો છે.' (હિંદ એ ઉત્તર આપે કે “ચાર્લ્સ, કોમવેલ, શિંગ્ટનને ઇતિહાસ અમને ઈંગ્લડે શીખવ્યું છે, તે ?) બ્રિટન છે જર્મને હદપાર કરે છે; જર્મની છ અંગ્રેજોને કાઢે છે. રશિયાના પરદેશમંત્રી લીટવીનેફનું રાજીનામું, તે સ્થળે મોલટેવની નિમણુક. જમન-ઇટાલિયન પદેશ મંત્રીઓ પરસ્પરની મુલાકાતે ને બંને દેશો વચ્ચે થયેલ લશ્કરી કરાર. જર્મની-ઈટાલિના વિમાની દળને જોડી દેવાની યોજના. જર્મની રશિયા સામેના વિરોધને ફગાવી દઈ તેની સાથે મિત્રતા બાંધી બ્રિટનને કદાચ પડકારે પણ! આલ્બનિયાના વિજય પાછળ ઈટાલિએ ૪૮ કરોડ લીરાનો ધૂમાડે કર્યો છે. ડયુક ઓફ વડસરનું વડુર ખાતેથી બ્રોડકાસ્ટ ભાષણ, અને કેનેડા અને બ્રિટનમાં તે સામે પ્રતિબંધ. સ્વિતંત્રતા વાદીઓને ધન્યવાદ !) સેવિયેટ સાથે કરાર કરવાની બ્રિટનની હાંસ અને ધીમી પ્રગતિ. જર્મન ઇટાલિ ધરીમાં યુગેસ્લેવિયા જોડાય છે. પેલેસ્ટાઈનની યોજના ઇજીપ્ત અને આરબે બંનેને નાપસંદ છે. (પણ બ્રિટનને પસંદ છે ને !) ઈંગ્લડ ઝેસ્લેવેકિયાનું સાઠ લાખનું અનામત સેનું જર્મનીને સેપે છે. [હિંદને પણ એનું કંઈક ન લેંપે ?] શહેનશાહ કેનેડા અને યુનાઈટેડ સ્ટેટસના પ્રવાસે. દિલે જાન આવકાર. તેઓ નામદાર વૅશિટનની કબર પર ફૂલ ચડાવે છે. [‘જીવતાં જુતાં-મર્યે પુષ્પ'ની કહેવત સાચી લાગે છે.] લોર્ડ સેમ્પલ ફેડરેશનની તરફેણમાં વદે છે. શ્રવણબેલગેલમાં જગતની મહાનમાં મહાન વિરાટમૂર્તિ-બાહુબલિના અભિષેક પ્રસંગે તેની ફીલ્મ લેવાશે. મુંબઇની ફીલ્મ પરિષદમાં સીનેમા દ્વારા શિક્ષણની સલાહ અપાય છે એ જ પ્રસંગે કેટલીક નદીઓ “સીનેમામાં ચારિત્ર સંભવિત નથી,’ એવાં આત્મવૃત્તાંત બહાર પાડે છે. જાપાનમાં નીતિબોધક સિવાયની દરેક ફિલ્મો સામે બાળકો અને યુવાનો માટે પ્રતિબંધ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ કેટલાક અભિપ્રાય -યુવક “સુવાસે પોતાની ઉચ્ચ કોટિ હજી સુધી સાચવી રાખી છે. તેના અગ્રલેખે ખરેખર ચિંતનશીલ અને કાવ્યતત્ત્વથી ભરેલા હોય છે. - રમણલાલ વસંતલાલ દેસાઈ લેખો એકંદરે સારા ... અભ્યાસપૂર્વક લખાયેલા છે. - અરદેશર ફરામજી ખબરદાર લાગે છે કે “સુવાસ' સ્વ. નટુભાઈ કાંટાવાળાના “સાહિત્ય' જેટલું ઉદાર દષ્ટિવાળું પત્ર થશે. તેના લેખોની પસંદગી ઘણા ઊંચા પ્રકારની છે. -તુનાં ના; ગુજરાતને એક સારું માસિક મળ્યું હોવાને સંતોષ થાય છે. -જન્મભૂમિ એ વિશિષ્ટ પ્રકારનું સ્થાન સાહિત્ય-જગતમાં મેળવશે એવી આશા બંધાય છે. આ નવો ફાલ અન્ય સામયિકો જેમ ખાલી નજર કરી ફેંકી દેવા જેવો નથી. “યથા નામા તથા ગુણાની જેમ ખાસ વાંચવા જેવું છે... લેખની શૈલિ ઉત્તમ કલાપૂર્વક નવી છે. ખાસ મહત્વતા ભાષાશુદ્ધિ અને જોડણીને આપેલી છે. - ખેતીવાડી વિજ્ઞાન સુવાસ’નું ઘેર આમ વધુ વ્યાપક બનતું જાય છે તે જોઈ આનંદ થાય છે... તેના સંચાલકોને ધન્યવાદ છે....... આ પદ્ધતિને બધાં સામયિકેવાળા સ્વીકાર કરે છે ? અત્યારે કચરાની ટોપલીમાં નાખવા જેવું સાહિત્ય પ્રસિદ્ધ થાય છે, તે ન જ થવા પામે. –ગુજરાતી તેમાં પીરસાયલી વિવિધતની વાનગીઓ સાહિતા-પ્રેમીઓને સારે ખેરાક પૂરો પાડે છે. -ક્ષત્રિય મિત્ર સામગ્રી સંતોષપ્રદ છે. -પુસ્તકાલય જીવન, કલા, સાહિત્ય વગેરે વિષયો પરના લેખેથી ભરપૂર છે. –સયાછવિજય સુવાસ’ એના નામ પ્રમાણે સુવાસિત છે. –તંત્રી - દેશી રાજ્ય સુવાસ'ના કેટલાક અગ્રલેખોમાં જળવાયેલ રસ, તત્વજ્ઞાન અને કવિતાત્મક ગદ્યને સંગ ટાગાર સિવાય ક્યાંય નથી અનુભવ્યો. --બ. મ. પરીખ સુવાસ'ના કેટલાક વિષયોની ભાષા એટલી તે હૃદયંગમ છે, કે ગુજરાતી ભાષાના કોઈપણ સાહિત્યરસિકને અનેક વખત વાંચ્યા છતાં ફરીવાર તેના વાંચનની તૃષા જ લાગી રહે. - મિત્રપ્રિય વડેદરેથી એક વર્ષથી પ્રગટતા આ ઉચ્ચગ્રાહી માસિકને ચૈત્ર-૧૯૫ અંક શ્રીમદ્ હેમચન્દ્રાચાર્ય વિશેષાંક તરીકે નીકળ્યો છે...જેવા સુલેખકોનાં ઉપયોગી વિચારણીય લખાણો તંત્રી..મેળવી શક્યા છે એ આનંદનો વિષય છે. ઇચ્છીએ છીએ કે શિક્ષિત ગુજરાત સુવાસ' જેવા પ્રયાસને આવકારે, પશે અને સંપૂર્ણ સુવિકાસની તક આપે. -માનસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com