________________
જનસંખ્યા
શ્રી નર્મદાશંકર હ. વ્યાસ
ઉત્પાદનનાં મુખ્ય બે અંગ-પ્રકૃતિ અને માનવી. ઉત્પાદનમાં પ્રકૃતિ કરતાં માણસ વધારે સક્રિય ભાગ ભજવે છે, વધારે. મહત્વનું અંગ ગણાય છે. અને તેથી જનસંખ્યાના વિકાસને પ્રશ્ન અર્થશાસ્ત્રમાં ખાસ વિશિષ્ટ પ્રકારની વિચારણા તથા શ્રમ અભ્યાસ માગી લે છે.
માનવીની સંખ્યા, શક્તિ અને ચારિત્ર સમયના પ્રવાહમાં કેવી રીતે વિકાસ પામતાં આવ્યાં છે તે ઉપર પ્રથમથી જ વિચારકે વિચાર કરતા આવ્યા છે. જનસંખ્યાના સિદ્ધાન્તમાં રાજકીય તેમજ સામાજિક અને આર્થિક પરિવર્તન સાથે ફેરફાર થાય છે. શાસ્ત્રિય પદ્ધતિથી જનસંખ્યાના સિદ્ધાન્તને નિર્ણય સહુથી પહેલાં માથસે * કરેલ. તેણે જનસંખ્યાના વધારાનું ખાસ નિરીક્ષણ કરી જાહેર કર્યું કે જનસંખ્યા વધવાનું જે પ્રમાણ છે તે પ્રમાણ જોતાં ભવિષ્યમાં સમાજની પ્રગતિ તેમજ સમાજની આર્થિક સુધારણું ઘણી મુશ્કેલ થઈ પડશે. ઉત્પાદન જેટલા પ્રમાણમાં વધારી શકાય તેના કરતાં જનસંખ્યા ઘણું વધારે પ્રમાણમાં વધે છે. પરિણામે ઉત્પાદન અને તેને ઉપભોગ કરનાર માનવીની સંખ્યાનું સમતોલપણું જળવાતું નથી. જગતને આર્થિક વ્યવહાર ટકાવી રાખવા માટે કોઈ પણ રીતે સંપત્તિ અને માનવસંખ્યાનું સમતલપણું રાખવું જ જોઈએ.
પ્રકૃતિ મર્યાદિત છે અને તેથી ઉત્પાદનને વિકાસ પણ મર્યાદિત બને છે. જન સંખ્યાને વિકાસ અમર્યાદિત છે. ઉત્પાદન એકગણું, બેગણું, ત્રણગણું, ચારગણું–એમ સમપ્રમાણથી વધે છે જ્યારે જનસંખ્યા એકગણીમાંથી બેગણી, બેગણીમાંથી ચાર ગણી, ચારગણીમાંથી આઠગણી, આઠગણીમાંથી સળગણ કે એવી રીતે બહુપ્રમાણુથી વધે છે. એટલે ઉત્પાદન જ્યારે ચારગણું થાય ત્યારે વસતીનું પ્રમાણ આઠગણું થાય છે; અને ઉત્પાદન જ્યારે આઠગણું વધે છે ત્યારે જનસંખ્યા એકસોઅઠ્ઠાવીશગણી થાય છે. આ પ્રમાણે માનવસંખ્યાને વિકાસ કોઈપણ જાતના કૃત્રિમ અવરોધ વિના આગળ વધે તે અમુક સમયમાં જ એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય જેમાં માનવીના ઉપગ માટે સંપત્તિ સંપૂર્ણ ન સાંપડે, ઉત્પાદનનાં સાધનો ઘણાં ઓછાં અને અપૂર્ણ માલુમ પડે તેમજ માણસના વસવાટ માટે પણ જમીનની કમી જણાય. પણ પ્રત્યક્ષ અનુભવથી સમજી શકાય છે કે હજુ સુધી જગતમાં આવી વિષમ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ નથી અને સહેજ ગંભીર વિચારણાથી ક૯પી શકાય છે કે ભવિષ્યમાં પણ કઈ દિવસ એવી વિષમ પરિસ્થિતિ ઉપસ્થિત નહિ થાય, કારણ કે ઉપર જોયા પ્રમાણે વાસ્તવમાં કોઈ દિવસ જનસંખ્યાને વધારે થતો નથી. જેમ પ્રકૃતિ મર્યાદિત છે તેમ અમુક કારણથી જન સંખ્યા પણ મર્યાદિત બને છે.
* ૧૭૯૮માં માલ્યસે વસતીના સિદ્ધાન્ત પરને નિબંધ જનતા સમક્ષ મૂકેલે. ( Essay ou the Principle of Population )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com