________________
જનસંખ્યા ૬૭
વધતી જતી જનસંખ્યા મુખ્યત્વે બે રીતે અંકુશમાં આવે છે. કુદરતને કાનુન જ એ અજબ છે કે ઉત્પાદન અને જનસંખ્યા આપોઆપ જ સમતલ સ્થિતિમાં રહે છે. વધતું જતું જનસંખ્યાનું પ્રમાણ કાં તે રોગચાળાને પરિણામે અથવા તે ભૂખમરાથી કે વિગ્રહને પરિણામે કાબૂમાં આવી શકે છે. તેમજ જનતા આપોઆપ સમજીને જન્મનું પ્રમાણ ઘટાડી જનસંખ્યાને મર્યાદિત કરી શકે છે. આમ કરવાને માટે કાં તે લગ્ન મોટી ઉંમરે કરવાં પડે અથવા તો સંતતિનિયમન કરવું પડે. માથસે જનતાને બીજી જાતને પ્રકાર ગ્રહણ કરવા આગ્રહ કરેલ. જેમ બને તેમ મોટી ઉમરે પરણવું અને પરિણીત જીવનમાં પણ સંયમ જાળવી જેમ બને તેમ ઓછી પ્રજા ઉત્પન્ન કરવી. જનસંખ્યા મર્યાદિત કરવાને આ માર્ગ ગ્રહણ કરવામાં આવે તે જગતનું કેટલુંય દુઃખ આપિઆપ આપાઈ જશે. પણ આ રસ્તે ગ્રહણ કરવામાં ન આવે અને અમર્યાદિત રીતે જનસંખ્યા વધતી જ જાય તે પછી કુદરત પિતાને ભાગ ભજવવાની જ. પરિણામે જનતામાં દુઃખને આરે નથી રહે, ભૂખમરો વધે છે, રોગચાળો વધે છે અને મહાન વિગ્રહમાં પ્રાનું ઘણું સારું તત્વ હણાઈ જાય છે.
જગતની વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે સાધારણ રીતે જનતા બીજા પ્રકારના માર્ગ-Preventive checks-ગ્રહણ કરી શકતી નથી. આ માગે ત્યારે જ શક્ય અને સુલભ બને જ્યારે સમસ્ત પ્રજા સમજુ, સંસ્કારી અને સુશિક્ષિત હોય. જ્યાં સુધી જનતાને મે ભાગ અજ્ઞાન અને અસંસ્કારી હોય ત્યાં સુધી આ માર્ગ ગ્રહણ કરવાથી સમાજને હાનિ થાય છે. કારણ કે પ્રજાને ઉપલો થર જે ભણેલે અને સંસ્કારી હોય છે તે પ્રજોત્પત્તિનું પ્રમાણ ઘટાડે છે. જ્યારે પ્રજાના નીચલા થર જે મોટેભાગે અભણ અને અસંસ્કારી હોય છે તે અમર્યાદિત રીતે પ્રજોત્પત્તિ કર્યો જ જાય છે. પરિણામે પ્રજાને ઉપલે થર-સમાજને શિક્ષિત અને સંસ્કારી વર્ગ ઘટતું જાય છે જયારે સમાજમાં અણઘડ માણસે વધતાં જાય છે. છેવટ કુદરત પિતાને ભાગ ભજવે છે અને વધતી જતી જનસંખ્યા રેગચાળાથી, બેકરીથી ભૂખમરાથી કે લડાઈની કતલ-Possitive checles-થી કાબુમાં આવે છે.
માથસને પોતાના યુગમાં વધતી જતી જનસંખ્યાના પ્રમાણનું નિરિક્ષણ કરીને જે ભય ઉત્પન્ન થએલે, તે ભય આજે વાસ્તવિક નથી લાગતું, કારણ કે આજે વિજ્ઞાનની શોધખોળને પરિણામે અર્થશાસ્ત્ર રાષ્ટ્રીય મટી આંતરરાષ્ટ્રીય અને સર્વવ્યાપી બન્યું છે. વિજ્ઞાનની પ્રગતિએ ઘટતી જતી પેદાશના નિયમની સ્થિતિસ્થાપકતા પુરવાર કરી છે અને પરિણામે જનસંખ્યાના પ્રમાણ સાથે ઉત્પાદનના પ્રમાણને સમતલ કરી શકાય છે તેની ખાત્રી આપી છે.
આજે જગતમાં કેળવણી વ્યાપક બનેલી છે. જગતની પ્રજાએ સુશિક્ષિત અને સંસ્કારી બનતી જાય છે. પ્રાણીશાસ્ત્રના નિયમ પ્રમાણે જનતા સભ્યતામાં જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ તેની પ્રજનનશક્તિ ઓછી થતી જાય છે. માનવજાત બુદ્ધિના ક્ષેત્રમાં તેમજ નીતિના ક્ષેત્રમાં જેમ જેમ વિકાસ સાધે છે તેમ તેમ તેની ફળદ્રુપતા ઓછી થતી જાય છે. આ નિયમ પ્રમાણે ભવિષ્યમાં અમર્યાદિત જનસંખ્યા થઈ જવાને સંભવ નથી રહેતે કારણ કે માનવજાત પ્રત્યેક દિવસે પ્રગતિને પંથે પગલાં પાડી રહી છે.
આજને સમાજ પિતાનું આર્થિક જીવન ઘણું જ સમજણપૂર્વક જીવે છે. આર્થિક સમજણને પરિણામે સમાજમાં જનસંખ્યા મર્યાદિત બને છે. જૂના જમાનામાં વધારે વિશાળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com