________________
૬૮ સુવાસ: જેઠ ૧૫ કુટુંબ હવામાં ગર્વ મના, આજે કુટુંબને મર્યાદિત કરવામાં ગર્વ મનાય છે.* જીવનનું ધોરણ સ્થિતિસ્થાપક છે, પ્રત્યેક દિવસે જીવન વધારે સગવડતાઓ અનુભવતું થતું જાય છે અને પરિણામે કુટુંબને મર્યાદિત કરવું જ પડે છે. મધ્યમવર્ગનાં લેકે અને સુધરેલાં રાષ્ટ્રોમાં તે સારો જનસમુદાય પિતાના કુટુંબમાં સંખ્યા જેમ બને તેમ ઓછી રહે તેવી કોશિશ કરે છે. આધુનિક સમયમાં જીવનનું ધોરણ જેમજેમ ઊંચું ને ઊંચું જતું જાય છે તેમ તેમ કુટુંબમાં સંખ્યા મર્યાદિત થતી જાય છે. વાસ્તવમાં કોઈ પણ રાષ્ટ્રમાં ઉત્પાદનના પ્રમાણ કરતાં જનસંખ્યા વધારે થઈ નથી.
જનસંખ્યાનો વધારો બે રીતે થાય છે. એક તે કુદરતી રીતે એટલે કે જન્મનું પ્રમાણુ મરણના પ્રમાણુ કરતાં વધારે હોય, અને તેથી થતો જનસંખ્યાને વધારે. બાકી તે જ્યારે લોકો બહારથી કોઈ પણ રાષ્ટ્રમાં વસાહત કરવા આવે છે અને તે રીતે જે વધારે જનસંખ્યામાં થાય છે તે કુદકતી રીતે જનસંખ્યા વધવાને આધાર આબોહવા ઉપર, સામાજિક અને ધાર્મિક રિવાજે ઉપર, જીવનના આર્થિક ધોરણ ઉપર તેમજ જન્મમરણના પ્રમાણુ ઉપર છે. ગરમ પ્રદેશોમાં લગ્ન હાની ઉંમરે થાય છે-જેમકે હિંદુસ્થાનમાં ઈંગ્લાંડ કરતાં લગ્ન બહુ નાની ઉમરે થાય છે. લગ્નની ઉમ્મરનું પ્રમાણ જેટલું નાનું તેટલું વસતી વધવાનું પ્રમાણુ મોટું, અને લગ્ન જેટલાં મેડી તેટલું પ્રજાનું પ્રમાણ ઓછું. લગ્નસંસ્થાનું ઘડતર દેશને સામાજિક અને ધાર્મિક રિવાજો ઉપર આધાર રાખે છે. જ્યાં એક કરતાં વધારે પનીઓ કરવાની છૂટ હોય છે, ત્યાં જનસંખ્યા એકદમ વધે છે. ધાર્મિક માન્યતાઓને અંગે પણ લગ્ન ન્યાની ઉંમરે કરવામાં આવે છે. હિન્દુબળાને માટે પહેલી વીશીમાં જ લગ્ન આવશ્યક મનાય છે.
આજે સામાજિક કે ધાર્મિક માન્યતાઓ લગ્નમાં જેટલે ભાગ ભજવે છે તેના કરતાં આર્થિક પરિસ્થિતિ વધારે મહત્વનો ભાગ ભજવે છે. જેટલા પ્રમાણમાં જીવનનું આર્થિક ધોરણ ઊંચા દરજજાનું હોય છે તેટલા પ્રમાણમાં લગ્ન મોટી ઉંમરે થાય છે. યુવક અને યુવતી ત્યારે જ લગ્નગ્રંથીથી જોડાય છે જ્યારે તેઓ તેમના દંપતીજીવનમાં અમુક જીવન ધોરણ પ્રમાણે જીવી શકે છે.
જેવી રીતે જન્મના પ્રમાણ ઉપર જનસંખ્યાને આધાર છે તેવી રીતે મૃત્યુના પ્રમાણ ઉપર પણ જનસંખ્યાને આધાર છે. મૃત્યુનું પ્રમાણ જેટલું ઓછું હોય છે તેટલું વસતીનું પ્રમાણ વધારે હોય છે. જે દેશો આરોગ્યતાની બાબતમાં તેમજ આર્થિક સમજણમાં પછાત હોય છે તે દેશમાં જન્મનું પ્રમાણ ઊંચું હોય છે પણ સાથે સાથે મૃત્યુનું પ્રમાણ પણ અધિક ઊંચું હોય છે. ઈગ્લાંડમાં હિંદુસ્તાન કરતાં જન્મનું પ્રમાણ ઓછું છે પણ મૃત્યુનું પ્રમાણ તેથી ઓછું છે. પરિણામે જેટલા પ્રમાણમાં વસતી વધવી જોઈએ તેટલા પ્રમાણમાં, જન્મનું પ્રમાણ ઓછું હોવા છતાં, ઈંગ્લાંડમાં વસતી વધે છે, જ્યારે હિંદુસ્તાનમાં જન્મનું પ્રમાણ ઘણું વધારે હોવા છતાં મૃત્યુનું પ્રમાણ ઘણું વધારે હોવાથી જેટલા પ્રમાણમાં વસતી વધવી જોઈએ તેટલા પ્રમાણમાં વધતી નથી.
૪ આ વિચારણામાં ઝપાટાબંધ પરિવર્તન થતું જાય છે. હવે જર્મની, ઇટાલી, ફ્રાન્સ જેવા રાષ્ટ્રમાં પ્રજોત્પત્તિ વધારવા માટે રાજ્ય તરફથી જોશભેર આંદોલન કરવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com