________________
ગોચરી “૯ અમેરિકાના પાટનગર વૈશિંગ્ટનની લાયબ્રેરીમાં ૬૮૪૧૫૦૦, બ્રિટિશ મ્યુઝિયમમાં ૪૪૫૦૦૦૦ અને પરિસ લાયબ્રેરીમાં ૪૫૦૦૦૦૦ પુસ્તક છે. હિંદની મોટી ગણાતી લયબ્રેરીઓમાંથી કલકત્તામાં ૨૦૪૫૦૦ અને વડોદરાની સેન્ટ્રલ લાયબ્રેરીમાં ૧૦૧૭૮૧૭ પુસ્તકે છે.
London Mercury” અને “Bookman” ને જેની સાથે જોડી દેવામાં આવ્યાં છે તે Life and Letters To-day'ના છેલ્લા અંકમાં તેના તંત્રીએ, ઈગ્લાંડનાં એ બંને પ્રતિષ્ઠિત પત્રાની આર્થિક સ્થિતિ અને વાંચકવર્ગના વલણ વિશે લખેલ નિવેદનમાંથી ગુજરાતી પ્રજા અને પત્રકારને ઘણું જાણવાનું મળે એમ છે.
“Life and Letters to-dayના એ નવા અંકમાં ૩૨ પાનાં કેવળ રંગભૂમિ અને સીનેમા વિશેના લેખ-સમાચારમાં રોકવામાં આવ્યાં છે.
લડ ન્યુરી પિતાના જીવનકાળમાં લાખો પાઉડનું દાન આપ્યું છે. હમણાં થોડા સમય અગાઉ જ તેમણે સૈન્યને માટે વિનોદ-વિહાર અંગે પાઉંડ પંદર લાખનું દાન કરેલું. ઘેટીસ સબમરીન-હોનારત અંગેના કુંડમાં તેમણે પાંચ હજાર પાઉડ ભર્યા છે. થોડાક મહિના પહેલાં કસફર્ડ યુનીવસટીને તેમણે અમુક સંશોધનો ને ઍલરશીપ માટે લાખો પાઉંડ ભેટ આપેલા. હવે તેઓ સામ્રાજ્યનાં પાંચ હજાર લગભગ દવાખાનાઓને લેખંડી ફેફસાની ભેટ કરવાના છે જેની સહાયથી, પક્ષાઘાત કે એવાં બીજાં દર્દોમાં શ્વાસ અટકી જતાં, દર્દીઓને બનાવટી શ્વાસ આપી બચાવી લઈ શકાશે.
જાપાનનાં મહારાણીએ ત્યાંના નિવારણ ફંડમાં પિતાની ખાનગી આવકમાંથી પાંચ . લાખ યેન ભર્યા છે.
કવિ શ્રી ખબરદારને ભાવનગર રાજે છસ્સો રૂપિયાનું વર્ષાસન બાંધી આપ્યું છે.
સર રાધાકૃષ્ણ ગાંધીજીને તેમની સિત્તેરમી વર્ષગાંઠે ભેટ આપવાને, તેમની મહત્તા પર, એક ગ્રન્થ તૈયાર કરી રહ્યા છે. તે ગ્રન્થમાં પ્રે. રૂઝવેલ્ટ, મુસોલિની, રોમાં રેલાં વગેરે પણ પિતાને ફાળો આપશે.
અમેરિકાના અભિનવ વિશ્વમેળામાં અનેક અવનવી વસ્તુઓ રજુ કરવામાં આવી છે. તેમાં બનાવટી માણસ, યુગેયુગની પરિસ્થિતિનું દર્શન કરાવતું ઘડિયાળ અને ટાઈપરાઈટરમાં ચાવીઓ દબાય ને અક્ષરો છપાય છે એ રીતે ચાવીઓ દબાય અને શબ્દો બોલાતા જાય એવું ધ્યનિયત્ર વગેરે મુખ્ય છે.
ઝુરીચના જગવિખ્યાત માનસશાસ્ત્રી ડૉ. ઝુરીચના મતે જગતમાં હિંદી સ્ત્રીઓને પોષાકજ સર્વોત્તમ છે.
બસ્તર (મધ્યપ્રાંત)માં બદામને અંગે નળવંશી રાજાઓના જુના સિક્કાઓ મા આવ્યા છે. ને બહેરેજ જેલોમ પાસે હાલના શિલ્પશાસ્ત્રીઓને પણ અચંબો પમાડે એવા ૨૦૦૦ વર્ષ જુના શહેરના અવશેષો મળી આવ્યા છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com