________________
૧૦. સુવાસઃ જેઠ ૧૯૫
અમેરિકામાં ૧૯૩૦ માં વાર્ષિક અઢી લાખ ઉપરાંતની આવકવાળાં ૧૫૦૦૦ માણસે હતાં. ૧૯૩૮ એવાં ૫૦૦૦ જ રહ્યાં છે.
રશિયામાં ૧૦૦ વર્ષ ઉપરાંતની ઉમ્મરનાં ૨૯૦૦૦ માણસે છે.
જાણે છે? –
નેપોલિયન બોનાપાર્ટ એ એક સાધારણ વકીલને છોકરા નહિ પણ ફ્રાન્સની રાજગાદીને સાચે વારસ હતે.
લેખંડી બુરખધારીના નામે વિખ્યાત બનેલ નરવીર ફ્રાન્સના શહેનશાહ લઈ ચૌદમાને સગા ભાઈ થતું. એ ભાઈ બેનપાર્ટી નામે પોતાના યજમાનની સ્વરૂપવતી પુત્રી સાથે પ્રેમમાં પડે. તેની સાથે તેણે લગ્ન કર્યો. એ લગ્નથી જે સંતતિ થઈ તે બોનાપાર્ટના નામે ઓળખાઈ. ફ્રાન્સમાં અગવડતા પડતાં તે કુટુંબ કેસિક રહેવા ગયું. ત્યાં તે કુટુંબમાં જ નેપોલિયનને જન્મ થયો. અને છેલ્લા લુઈના વધ અને તેના સંતાનના અવસાન પછી ફાન્સની રાજગાદી ખરે હક્કદાર એ જ હતે.
ઈગ્લાંડના વડાપ્રધાન ડીઝરાયલીએ પોતાની પાંત્રીસ વર્ષની વયે ૫૦ વર્ષની ઉમ્મરનાં વિધવા લેડી વીડહામ વેરે લગ્ન કર્યા હતાં. અને તે પણ કેવળ પૈસાને ખાતર.
હીટલર કે મુસોલિની દારૂ-માંસ વાપરતા નથી. મુસોલિનીને તે ચા-કૉફી કે તંબાકુ પણ પસંદ નથી. પીણા તરીકે તે તુળસીને ઉકાળો કે નારંગીનો રસ લે છે.
હીટલરના મતે ખ્રિસ્તિ ધર્મ એ યહુદિઓને અને ગુલામેનો ધર્મ છે.
કુચબિહારના રાજાએ એક હોટેલમાં પોતાની નજરને પસંદ ન પડતા છજાને પડાવી નાંખવાને લંડનમાં એક હજાર પાઉંડની હોળી કરી હતી.
ગુડબુકસના કહેવા પ્રમાણે ગાંધીજીનું અંગ્રેજી અબ્રાહમ લીંકનના અંગ્રેજી જેવું વિશુદ્ધ છે.
પંજાબમાં લશ્કરી ખર્ચ અને પેન્સને પાછળ વાર્ષિક રૂ. ૧૦ કરોડ ખર્ચાય છે.
ઈગ્લાંડના એક મહાન રાજદ્વારીએ પૂછેલું ‘હિંદુઓ એ મુસલમાનોની કઈ જાતિ છે?”
ઈગ્લાંડનું પ્રથમ પંક્તિનું “ ટાઈમ્સ' પત્ર સર તેજ બહાદુર સપુને મહાસભાના સભ્ય અને વાઈસરોયની કાઉન્સીલના મેમ્બર તરીકે ઓળખાવે છે.
ઈગ્લાંડમાં કરીના બહાને દરવર્ષે ૪૦૦૦૦ કન્યાઓને ફસાવાય છે. વિયેનાની એક યુવતિએ પિતાના પ્રિયતમને ૩૦૦૦ પાનાને પ્રેમપત્ર લખેલે.
ફ્રાન્સમાં સ્ત્રીઓની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે યોગ્ય પુરુષોને પતિ તરીકે મેળવવા સ્ત્રીઓ લાખ પાઉંડ ખચી નાંખે છે એટલું જ નહિ–તેઓ મહામાં ઠંદયુદ્ધ પણ કરે છે.
ઉત્તરકે ચીનના એOીકેક ગામમાં એક બાળકને પુનર્જન્મનું તાદશ જ્ઞાન થયું છે. હવે તે પિતાનાં નવાં માબાપને છેડી પૂર્વભવનાં માબાપની સાથે રહે છે.
-પુરાણી ટીકીટના હજારે પાઉંડ તે ઉપજે છે. પણ હવે હસ્તાક્ષરેની કિંમત પણ એ હદે પહોંચી છે. બટન નીનેટના હસ્તાક્ષરની કિંમત ૧૦૦૦૦ પાઉડ ઉપજેલી. ડિકન્સના હસ્તાક્ષરના ૨૦૦ અને ડોઝરાયલીના ૫૦૦ પાઉંડ ઉપજે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com