________________
૫૪ - સુવાસ : જેઠ ૧૯૯૫
.
કચ્છમાં પ્રથમ આવનાર કે કચ્છી ભાષાથી અપરિચિત માણસને સૌથી પહેલાં ખાસ કરીને ‘જીએરા ’શબ્દ આકર્ષે છે. તે શબ્દના અર્થ · કચ્છ નરેશ (રા) ધણું જીવા (જીએ)' એવા થાય છે, વળી ‘ જીએરા' એ કચ્છ રાજ્યનું ચિન્હ (Symbol) પણ કહી શકાય. કચ્છનુ” લેાકસાહિત્ય : અગાઉ કહ્યું તેમ કચ્છનું લેાકસાહિત્ય-સંકુચિત અર્થમાં-કચ્છી કાવ્યેામાંજ સમાયલું છે એમ સમજી લઈએ. પુરાતન કાળની લડાઈનાં આબેહૂબ વના તેમજ ઐતિહાસિક બનાવા સઘળાંય કાવ્યામાંજ ગૂંથેલાં છે. આ કાવ્યેામાંનાં ઘણાંય અત્યારે પ્રચલિત છે. તેમાંનાં કેટલાંએક એકઠાં કરી, ગુજરાતી ભાષામાં ભાવપૂર્ણ ભાષાંતર કરી, કચ્છના ઇતિહાસને અમુક ભાગ કલમ દ્વારા આપણી સમક્ષ મૂકવાને એક સફળ પ્રયાસ શ્રી દુલેરાય કારાણીએ કર્યાં છેઃ તેમણે ‘કચ્છના કળાધરા' નામનું એક ખૂબ મ્હાલું અને સુવાચ્ય પુસ્તક તૈયાર કરી કચ્છી સાહિત્યની સાચી સેવા બજાવી કહેવાય.
કચ્છી કાવ્યેા માટે ભાગે “ કચ્છી સંગર ’ની ચેાજનામાંજ રચાએલાં હાય છે. ‘ કચ્છી
સંગર 'ની પદ્ધતિ કલાત્મક છેઃ તેની પ્રત્યેક કડીમાં પહેલાં દુડાએ આવે. બન્ને દુહા દરેક ખમ્બે પંક્તિના હાવા જોઈએ. દરેક પંક્તિમાં ૨૪ માત્રા હાવી જોઈ એ. પક્તિના પ્રથમ અમાં ૧૩ અને બીન્ન અર્ધામાં ૧૧ માત્રા હૈાવી જોઇએ. આ પ્રમાણે એ દુહાએ પૂરા કરી પછી એક પંક્તિના બે ભાગ ઉલટાવીને મૂકવા જોઈએ, એટલે એની એક કડી થઈ. પહેલી કડીનેા છેલ્લા લગભગ અધ ભાગ એ બીજી કડીની શરૂઆતમાં પ્રથમ પંક્તિના પ્રથમ અધ તરીકે આવવા જોઇએ. આમ એ અર્ધીપક્તિ એવડાવી જોઇએ. આ પ્રમાણે સાંકળતી કડીઓની માફક જોડાયેલી રહે છે એ માટે એનું નામ “ સંગર ' ( સાંકળ ) પાડવામાં આવ્યું છે. આવી પદ્ધતિમાં રચાએલાં કાળ્યા યાદ રાખવાં બહુ સહેલાં થઇ પડે છે. કચ્છી કાવ્યેામાં તે સિવાય જુદા જુદા રાગ પણ છે. દા. ત. કચ્છી કારી, કારાઈડા મારઈ, મુસદ્દસ વગેરે. આ ઉપરથી જણાશે કે કચ્છી ભાષા પુરાણી હાવા છતાં કવનમાં તાલ, માત્રા, રાગ-રાગણીને પણ સ્થાન તા છેજ,
k
કચ્છી કાવ્યેાના પ્રકાશનથી કચ્છનું ધણું લેાકસાહિત્ય પ્રકાશમાં આવ્યું છે. હજુ ઘણું બહાર લાવી શકાય તેવું છે. એક ગુર્જર સાહિત્યકાર --પત્રકારના શબ્દોમાં કહું તે “ ગુજરાત અને કાઠિયાવાડનું ઘણુંખરૂં લેાકસાહિત્ય તા મેધાણી અને રાયચુરાએ વીણી લીધું છે. બાકી હવે કચ્છનું બહાર આવે ત્યારે ખરૂં ! ' આમ કચ્છના લોકસાહિત્ય પર માટી આશા બંધાયેલી છે.
કચ્છી ભાષાના કવિઓ-જુના અને નવાઃ કચ્છી ભાષાના આદ્ય કવિઓમાંના એ પ્રખ્યાત વીરાનાં નામ આજે પણ યાદ કરાય છેઃ (૧) સ્વ. કવિશ્રી રાધવ; (૨) સ્વ. કવિશ્રી નિરંજન. કવિ રાધવની કાવ્યકૃતિએમાંની મ્હાટે ભાગે ધીરાભગતના ‘ ચાબખા ’તે મળતી છે. એટલે સમાજની અનિષ્ટ પ્રણાલિકાઓ પર ફટાક્ષ છે.
હાલ જે રીતે ગુજરાતી ભાષાના કવિઓને–' ગણ્યા ગણાય નહિ તે વીણ્યા વીણાય નહિ,’ એટલે મ્હોટા રાફડા ફાટયા છે તેવું કશું કચ્છી ભાષા માટે નથી. કેમકે કચ્છી ભાષામાંજ કાવ્યેા રચનારા ‘ગણ્યા ગાંઠ્યા ’જ છે. તેમાંના પ્રખ્યાત કવિએ (૧) શ્રો દુલેરાય એલ. કારાણી, (૨) શ્રી મૂળજીભાઈ લક્ષ્મીદાસ સંપટ, (૩) કચ્છી કાવ્યા મૃત 'ના કર્તા શ્રી શીવજીભાઇ, (૪) શ્રીયુત લાલજી નાનજી જોષી વગેરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com