________________
કચ્છી સાહિત્ય ૫૫ તે સિવાય ગુજરાતી તેમજ કચ્છીમાં લખી શકે તેવા ઘણય સાહિત્યકારમાંથી કેટલાકને ગુજરાતી સાહિત્ય લગભગ પોતાના જ જાણે કરી લીધા હોય ની ! દા. ત(૧) સ્વ. સાક્ષર શ્રી નારાયણ વિસનજી ઠક્કર, (૨) સ્વ. મુરારજીભાઈ માવજી કામદાર, (૩) શ્રી. ડુંગરશી ધરમશી સંપટ, (૪) કવિશ્રી ચમન, (૫) ડો. શ્રી. મૂળજી જેવી, (૬) શ્રી. લાલજી મૂળજી જોષી, (૭) શ્રી. લાલજી નાનજી જેવી, (૮) યુવાન નવલકથાકાર શ્રી રસિકલાલ જોશી, (૯) શ્રી. પુરુષોત્તમ સુંદરજી ગોર, (૧૦) શ્રી. રાયસિંહજી રાઠોડ, (૧૧) શ્રી. ચુનીલાલ પાટડીઆ. (૧૨) સ્વ. પુરુષોત્તમ મૂળજી શેઠ વગેરે. આ સિવાય અનેક બહાર પડી ચૂકેલા અને ભવિષ્ય માટે સારી આશા આપતા ઊગતા કચ્છી લેખક અને કવિઓને ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો છે.
આટલા પ્રાથમિક છતાં સર્વાગી વિવેચન પછી હવે આપણે કચ્છી સાહિત્યનાં મૂળભૂત અંગો–દુહાઓ, કહેવત, ઉખાણ, રસકવિત–વગેરેનાં દર્શન કરીએ. કચ્છી દુહાઓઃ
કલેં કાછો રખેઓ, રખેઓ કારા
કાં વિયાણી મલણી, કાં અકબર માં, ભાવાર્થ: “
કલ વીરેએ કચ્છનું અને કચ્છના ધણીનું રક્ષણ કર્યું એથી અકબર બાદશાહને જન્મ આપવાને એની માતાને જેટલું માન ઘટે છે તેટલું જ માન આ કક્કલ બાળાને જન્મ આપનાર તેમની માતા મલણીને પણ ઘટે છે.'
રાજકુમારોના રક્ષણનું વચન પાળવાને પિતાનાં છ છ બાળકને રહેંસાતાં જોઈ રહેનાર કચ્છના કીર્તિમુગટ સમાં કકલદંપતીના સ્વાર્પણને આ કરુણ દશ્યને કરછી કાવ્ય દ્વારા વર્ણવી શ્રી. કારાણીએ કચ્છી જબાનની મીઠાશ, પ્રાસની ખૂબીથી, તેમના એક સળંગ કાવ્ય “કુરબાની'માં બતાવી છે
“.. જંગલ રૂના, ઝાડી રૂની, ઝાડુંમથે પાપન રૂનાં, પંખી પરંદા ને પશુ, વનરાઈ વનવન રૂનાં, રણવીર રાવળ જામજા, ને ગામના જનજન રૂનાં, આસ્માન ને ધરણી રૂનાં, માડુ રૂનાં, મનમન રૂનાં, કવિતા કરે કારાણી રૂનું, કલમ કાગર કે છડે'
હિકડો ન કક્કલ રૂનું, જંજા લાલ લટિયર ચાલડે.” ભાવાર્ય––આવા અસાધારણ બનાવથી અને કરુણ મૃત્યુથી જગત એટલું તે ત્રાહી ત્રાહી પિકારી ઊઠયું કે, જંગલે જંગલની ઝાડીઓએ રુદન કર્યો, ઝાડ પરનું પાંદડે પાંદડું રડી ઊઠયું; પક્ષીએ પક્ષી અને વનમાંહેની એકેએક વસ્તુ રડી ઊઠી. રણવીર રાવળ જામ અને ગામે ગામના માણસો સઘળાં રડી ઊઠયાં. એટલું જ નહિ પરંતુ આકાશ અને પૃથ્વી પણ જાણે હમદર્દી બતાવતાં રડી રહ્યાં હોય એવું લાગ્યું. માણસે માણસનાં મન રડી ઊઠયાં. કવિશ્રી કારાણી પિતે પણ કલમ અને કાગળને બાજુએ રાખી બે ઘડી આંસુ સારી રહ્યા પરંતુ જેના છ છ બાળકે કૂરબાનીના યજ્ઞમાં હેમાઈ ગયા હતા એવા એકજ - ક વીરની આંખમાંથી આંસુ સર્યું નહિ.
[ અપૂર્ણ ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com