________________
૮૬ સુવાસ : જેઠ ૧૯૫
ધ્યાન કરવા ઈચ્છનારે ધ્યાતા, ધ્યેય તથા ફળનું જ્ઞાન મેળવવું જોઈએ. ધ્યાતા (ધ્યાનને અધિકારી) તે જ થઈ શકે કે જે પ્રાણુનાશના પ્રસંગે પણ સંયમ ત્યજતે નથી, અન્યને પિતાના જેવાં જ ગણે છે, પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાંથી ચુત થતો નથી; ટાઢ, તડકે, પવન વગેરેથી સંતાપ પામતો નથી; ક્રોધ, લેભ, માન, માયા વગેરેથી જેનું મન દુષ્ટિતા થતું નથી; જે આત્મામાં જ લીન છે; સર્વ કર્મોમાં નિર્લેપ રહી કામગથી વિરત થયા છે; પિતાના શરીરની પણ મમતા જેણે મૂકી દીધી છે; જે વૈરાગ્યમાં નિમગ્ન છે અને સર્વ પ્રત્યે જેને સમભાવ છે; જે રાજા તેમજ રંકનું સરખી રીતે કલ્યાણ ઈચ્છે છે, અગાધ કરણું વાળો છે, સંસારસુખથી પરાડમુખ છે, મે જે અચળ છે, ચન્દ્ર જેવો આનંદકારી છે, અને પવન જે નિઃસંગ છે એ બુદ્ધિમાન ધ્યાતા પ્રશંસાને પાત્ર છે.
પછી બેયને પિચ્છસ્થ, પદસ્થ, રૂપસ્થ, અને રૂપાતીત એ ચાર પ્રકાર ધ્યાનના આલંબન તરીકે આચાર્યશ્રી આમ વર્ણવે છે –
पिण्डस्थं च पदस्थं च रूपस्थं रूपवर्जितम् ।
चतुर्धा ध्येयमाम्नातं ध्यानस्यालंबनं बुधैः ॥ प्र. ७ लो० ८ પિડ એટલે શરીર-તેમાં રહે તે પિણરથ પેય; તેના પાર્થિવી, આગ્નેયી, મારૂતી, વારૂણી, તથા તત્રભૂ એ પાંચ ધારણારૂપ પાંચ પ્રકાર આચાર્યશ્રી વર્ણવે છે. તેની વિગતમાં આપણે અત્રે નહિ ઊતરીએ. આના સતત અભ્યાસ કરનાર યોગી પર મેલી વિદ્યાઓ, મંત્ર, તથા મંડળની શક્તિઓ ચાલતી નથી; શાકિની, ક્ષુદ્ર યોગીનીએ, તથા માંસભક્ષી પિશાચ વગેરે તેનું તેજ સહન ન થવાથી ત્રાસ પામી નાશી જાય છે; અને દુષ્ટ હિંસક હાથીઓ, સિહો, શર, અને સર્પો પણ દૂરથી જ ખંભિત થઈ જાય છે.
જે પવિત્ર પદરૂપ બેયના આલંબનથી ધ્યાન થાય છે તેને સિદ્ધાંતને પાર પામેલાઓ પદરથધાન કહે છે. એટલે જે ધ્યાનમાં અમુક મંત્રાક્ષર કે મંત્રીપદના જાપપૂર્વક બાન કરવામાં આવે છે તે જ પદરથ ખાન જુદા જુદા મંત્રપદના જાપથી જુદાં જુદાં ફળ થાય છે તે આચાર્યશ્રીએ વિસ્તારથી યોગશાસ્ત્રના આઠમાં પ્રકાશમાં પદસ્થ બાનનું વિવરણું કરતાં દર્શાવ્યું છે.
આ પદસ્થ ધ્યાનનું વિવરણ કરતાં આચાર્યશ્રીએ વિવિધ મંત્રોનું નિરૂપણ કર્યું છે, તે પરથી જેન મંત્રવાદને આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે. એ મંત્રવાદને પ્રવાહ અત્યંત પુરાતન છે. તે તથા તેનું મૂળ જૈન આગમનાં પ્રાચીન પૂર્વ નામના ભાગમાંના વિદ્યાપ્રવાદમાં છે, તે ગશાસ્ત્રના નીચેના કે પરથી સિદ્ધ થાય છે –
ज्ञानव द्भिः समाम्नातं वज्रस्वाम्यादिभिः स्फुटम् । विद्यावादात्समुध्धृत्य बीजभूतं शिवश्रियः ॥ प्र. ८ लो० ७४ कर्मदाबहुताशस्य प्रशान्तिनववारिदम् ।
गुरूपदेशाद्विज्ञाय सिद्धचक्र विचिन्तयेत् ॥ प्र. ८ 'लो. ७५ इति गणधरधुर्याविष्कृतान्युध्धृतानि प्रवचनजलराशेस्तत्त्वरत्नान्यमूनि । हृदयमुकुरमध्ये धीमतामुल्लसन्तु प्रचितभवशतोस्थक्लेशनि शहेतोः ॥ प्र० ८ लो० ८१
“વજીસ્વામિ વગેરે જ્ઞાનીઓએ વિદ્યાપ્રવાદમાંથી ઉદ્ધરી મેક્ષ લક્ષ્મીના બોજરૂપ, કમંદાવાગ્નિને શાન કરવામાં નવા મધ જેવું સિદ્ધચક્ર, સારી રીતે સ્પષ્ટતાથી વર્ણવ્યું છે તે ગુસ્ના ઉપદેશથી નણું ચિંતવવું.” લેક ૭૪-૭૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com